અનુક્રમણિકા
વૈજ્ઞાનિકોનું સંશોધન
નવી દેહલી – ઑસ્ટ્રિયા વંશના અમેરિકી ભૌતિક શાસ્ત્રજ્ઞ અને દાર્શનિક ફ્રિટજૉફ કૅપરાએ ભગવાન શિવના નટરાજ રૂપમાંના તાંડવ નૃત્યનો પરમાણુની ઉત્પત્તિ અને વિનાશ સાથે સંબંધ હોવાનું કહ્યું છે. કૅપરાના વર્ષ ૧૯૭૨માં પ્રકાશિત ‘મૅન કરેંટ્સ ઑફ મૉડર્ન થૉટ’ આ પુસ્તકમાંના ‘ધ ડાન્સ ઑફ શિવ’ આ લેખમાં તેમણે આ વિશે લખ્યું છે. તેમણે ૮ જૂન ૨૦૦૪માં જિનેવા ખાતે ‘યુરોપિયન સેંટર ફૉર રિસર્ચ ઇન પાર્ટિકલ ફિજિક્સ’માં તાંડવ નૃત્ય કરનારા નટરાજની ઊંચી મૂર્તિનું અનાવરણ કર્યું હતું.
૧. શિવના તાંડવમાંનું વિજ્ઞાન
શિવના નૃત્યનાં ૨ રૂપો છે. એક છે લાસ્ય. જેને નૃત્યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્ય સર્જન અને વિનાશ દર્શાવે છે. તાંડવ નૃત્ય બ્રહ્માંડમાંના મૂળ કણોની ઉપર-નીચે થવાની પ્રક્રિયાનું દર્શક છે. તાંડવ કરનારા નટરાજની પાછળનું ચક્ર બ્રહ્માંડનું પ્રતીક છે. તેના ડાબા હાથમાંનું ડમરૂ પરમાણુની ઉત્પત્તિ, જમણા હાથમાંનો અગ્નિ પરમાણુનો વિનાશ દર્શાવે છે. અભય મુદ્રાનો હાથ આપણી સુરક્ષા અને બીજો હાથ વરદાન પ્રદાન કરનારો છે.
૨. પૂજા સામગ્રીમાં રહેલી શક્તિ
ઉજ્જન ખાતેના ધર્મ વિજ્ઞાન શોધ સંસ્થાનના શાસ્ત્રજ્ઞોએ શિવલિંગ પર અર્પણ કરવામાં આવનારી પૂજા સામગ્રી વિશે સંશોધન કર્યું છે. તેમાં તેમણે ‘શિવલિંગ અને અણુભટ્ટીમાં સમાનતા છે’, એમ કહ્યું છે. જ્યોતિર્લિંગમાંથી સર્વાધિક ઊર્જા મળે છે. આ ઊર્જાને નિયંત્રિત કરવા માટે તેના પર જળઅભિષેક કરવામાં આવે છે.
સંસ્થાનના જ્યેષ્ઠ ધર્મ શાસ્ત્રજ્ઞ ડૉ. જગદીશચંદ્ર જોશીએ કહ્યું કે, અણુભટ્ટીમાં કાર્ડિએક ગ્લાએકોસાઇટ્સ કૅલ્શિયમ ઑક્સિલેટ, ફૅટી ઍસિડ, યૂરેકિન, ટૉક્સિન આ આગના પદાર્થ જોવા મળે છે. તેવીજ રીતે શિવલિંગમાંથી નિર્માણ થનારી ઉષ્ણતાને નિયંત્રિત કરવા માટે શિવપૂજામાં મંદારનું ફૂલ અને બીલીપત્ર ચડાવવામાં આવે છે. તે આવી ઊર્જાને નિયંત્રિત રાખે છે.
ધર્મ વિજ્ઞાન શોધ સંસ્થાનના વૈભવ જોશીના મતમાં દૂધમાં ફૅટ, પ્રોટીન, લૅક્ટિક ઍસિડ; દહીંમાં વિટામિન્સ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને મધમાં ફ્રક્ટોસ, ગ્લુકોઝ જેવા ડાયસેક્રાઇડ, ટ્રાયસેક્રાયડ, પ્રોટીન, એન્ઝાયમ્સ હોય છે. દૂધ, દહીં અને મધ શિવલિંગ પર કવચ નિર્માણ કરે છે. તેમજ શિવમંત્રોના ધ્વનિને કારણે બ્રહ્માંડમાં સકારાત્મક ઊર્જા નિર્માણ થાય છે.
૩. બીલીપત્રને કારણે ઉષ્ણતા પર નિયંત્રણ
બીલીપત્રને કારણે ઉષ્ણતા નિયંત્રિત કરવામાં આવે છે. તેમાં ટૅનિન, લોહ, કૅલ્શિયમ, પોટૅશિયમ અને મૅગ્નેશિયમ ઇત્યાદિ રસાયણો હોય છે.
૪. રુદ્રાક્ષ
કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના મતમાં શિવપુરાણના વિદ્યેશ્વર સંહિતામાં કહ્યું છે કે, રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના અશ્રુઓને કારણે થઈ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અનુસાર રુદ્રાક્ષમાં રહેલા ગુણ માનવીની ‘નર્વસ સિસ્ટમ’ સારી રાખે છે. તેમાં કેમો ફૉર્મેકોલૉજિકલ નામક ગુણ જોવા મળે છે. તેને કારણે રક્તદાબ અને કોલેસ્ટ્રૉલ નિયંત્રણમાં રહે છે. હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે. રુદ્રાક્ષમાં આર્યન, ફૉસ્ફરસ, ઍલ્યુમિનિયમ, કૅલ્શિયમ, સોડિયમ અને પોટૅશિયમ મોટા પ્રમાણમાં હોય છે.
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત