સર્વશ્રેષ્‍ઠ નવવિધા ભક્તિ !

Article also available in :

નવવિધા ભક્તિ આપણને ઈશ્‍વર સુધી લઈ જાય છે. નવવિધા ભક્તિ એટલે ભગવાનને વિનવણી કરવાના વિવિધ પ્રકાર છે. આત્‍મનિવેદન એ નવવિધા ભક્તિનું સર્વોચ્‍ચ સોપાન છે. ભક્ત માટે ભાવજાગૃતિ હેતુ પ્રયત્ન કરવો મહત્ત્વનું હોય છે. નવવિધા ભક્તિમાના પ્રત્‍યેક ભક્તિના પ્રકાર વાંચીને તેની અનુભૂતિ લઈએ.

ઈશ્‍વર પ્રત્‍યેનો ઉત્‍કટ પ્રેમ એટલે ભક્તિ ! માનવીનો સર્વશ્રેષ્‍ઠ ધર્મ એટલે ભગવાન શ્રીકૃષ્‍ણ પ્રત્‍યે રહેલી ભક્તિ ! ભક્તિ થકી મન આનંદી અને શાંત રહે છે. ગોપીઓની શ્રીકૃષ્‍ણ ભક્તિ, હનુમાનની દાસ્‍યભક્તિ, દેવર્ષિ નારદની અસીમ ભક્તિ એવી ભક્તિનાં અનેક ઉદાહરણો છે. અત્યારના સમયમાં ભક્તિના ઉદાહરણોમાં સનાતન સંસ્‍થાના પ્રેરણાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ પંઢરપુર ખાતેના પાંડુરંગને પેંડો ખવડાવ્‍યો અને તેમણે તે ભક્ષણ કર્યો. આ ઉદાહરણો ભક્તિ માટે પ્રેરણાદાયી છે. ભક્તિ એ ભગવાન પર પ્રેમ કરવાની અને તેમનો પ્રેમ અનુભવવાની પ્રક્રિયા છે. ભગવાન સાથે અનુસંધાનમાં રહેવા માટે ભક્તિ જ આવશ્‍યક છે ! ભક્તિ દ્વારા હૃદયમાં ભગવાનનું તત્ત્વ જાગૃત કરીએ.

 

ભક્તિ એ કેવળ કૃતિ નથી પણ ૨૪ કલાક ચાલુ રહેનારી વૃત્તિ હોવી

સ્‍વયંને ભક્ત કહેવડાવનારા કેટલાક લોકો દિવસમાં એક કલાક ભગવાનનું નામ લે છે અને પછી કહે છે, ‘‘હવે ૨૩ કલાક ગમે તે રીતે વર્તન કરીએ, તો વાંધો નથી.’’ શું કોઈ પતિવ્રતા સ્‍ત્રી એવું કહી શકે કે, હું કેવળ એક કલાક પતિવ્રતા ધર્મનું પાલન કરીશ અને પછી ૨૩ કલાક કોઈપણ રીતે વર્તન કરીશ ?

સંદર્ભ : સનાતનનો ગ્રંથ (મરાઠી ભાષામાં) ‘સુગમ ભક્તિયોગ’

 

નવવિધા ભક્તિના પ્રકાર

એક દિવસે હિરણ્‍યકશ્‍યપૂએ તેના પુત્રને ખોળામાં બેસાડીને પૂછ્‍યું કે, બેટા પ્રહ્‌લાદ, આટલા દિવસ તે ગુરુજી પાસેથી જે જ્ઞાન પ્રાપ્‍ત કર્યું છે તેમાંથી કેટલીક સારી બાબતો વિશે મને કહે. ત્‍યારે પ્રહ્‌લાદ બોલ્‍યો, ‘‘ભગવાન વિષ્‍ણુજીની ભક્તિના ૯ પ્રકાર છે’’, એમ કહીને તેણે હિરણ્‍યકશ્‍યપૂને નવવિધા ભક્તિના પ્રકાર કહ્યા.

श्रवणं कीर्तनं विष्‍णोः स्‍मरणं पादसेवनम् ।
अर्चनं वन्‍दनं दास्‍यं सख्‍यमात्‍मनिवेदनम् ॥

અર્થ : શ્રવણ, કીર્તન, સ્‍મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્‍ય, સખ્‍ય અને આત્‍મનિવેદન એમ ભક્તિના ૯ પ્રકાર છે. આ ૯ પ્રકારોને જ નવવિધા ભક્તિ એમ કહે છે.

 

૧. શ્રવણભક્તિ

ભગવાનના યશ, ગુણ, મહતી ઇત્‍યાદિ બાબતો વિશે શ્રદ્ધાપૂર્વક અંતઃકરણથી સાંભળવું એ શ્રવણભક્તિ કહેવાય છે.

 

૨. કીર્તન

કીર્તનમાં જે વાતાવરણ નિર્માણ થાય છે, તેમાં ભાવ-વ્‍યાકુળતા અને આનંદાવસ્‍થા આપમેળે પ્રાપ્‍ત થાય છે.

 

૩. સ્‍મરણભક્તિ

નિરંતર ભગવાનનું સ્‍મરણ કરવું એ સ્‍મરણભક્તિ છે.

 

૪. પાદસેવનભક્તિ

દેવતા અથવા ગુરુદેવનાં ચરણોનું પૂજન અથવા સ્‍મરણ કરવું એ પાદસેવનભક્તિ છે.

 

૫. અર્ચનભક્તિ

શ્રદ્ધા અને આદરથી યુક્ત એવી પૂજા કરવી એને અર્ચનભક્તિ કહે છે.

 

૬. વંદનભક્તિ

ભગવાન સમક્ષ નતમસ્‍તક થઈને તેમની અનંત મહિમાઓનું હૃદયમાં ધ્‍યાન કરતા રહીને, તેમની સ્‍તુતિ કરવી એને વંદનભક્તિ કહે છે.

 

૭. દાસ્‍યભક્તિ

શ્રીહરિ એ જ મારા માતા-પિતા છે, પ્રભુ સર્વકાંઈ છે અને હું તેમનો સેવક છું, એ દાસ્‍યભક્તિ છે.

 

૮. સખ્‍યભક્તિ

પરમાત્‍મા એ મારા મિત્ર છે, સાથી છે, બંધુ છે, એવા ભાવથી ભક્તિ કરવી, એને સખ્‍યભક્તિ કહે છે.

 

૯. આત્‍મનિવેદન

આ ભક્તિનું સર્વોચ્‍ચ સોપાન છે. આ પ્રકારમાં સંપૂર્ણ રીતે શરણે જવું એ છે. પોતાનો સર્વ ભાર ભગવાન પર નાંખવો, એને આત્‍મનિવેદન એમ કહે છે. આત્‍મનિવેદન એ ભક્તને એવી અવસ્‍થામાં લઈ જાય છે કે, ત્‍યાંથી તેના માટે સમગ્ર વિશ્‍વ જ ભગવાનમય થઈ જાય છે.

આવી આ નવવિધા ભક્તિ આપણને ઈશ્‍વર સુધી લઈ જાય છે. આમાંના પહેલા ત્રણ પ્રકાર પરમેશ્‍વર પ્રત્‍યે શ્રદ્ધા નિર્માણ કરવા માટે સહાયક બને છે. આગળના ત્રણ પ્રકાર એ ભગવાનના સગુણ સ્‍વરૂપ સાથે સંબંધિત છે અને અંતિમ ત્રણ પ્રકાર એ આતંરિક ભાવ છે. પ્રથમ ત્રણ પ્રકારમાં નામને વિશેષ મહત્ત્વ છે.

૯ અ. આત્‍મનિવેદનનું મહત્ત્વ !

જે થઈ રહ્યું છે, તે કહેતા રહેવું. આત્‍મનિવેદન મહત્ત્વનું છે. તેથી જે થઈ રહ્યું છે, તે ભૂલભર્યું છે કે બરાબર છે એ કહી શકાય છે. નહીં તો ‘મને આવડે છે, મને સમજાય છે’, એવું થાય છે.

– સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલે

Leave a Comment