અનુક્રમણિકા
પ્રાચીન કાળથી હિંદુઓના જીવનમાં મનઃશાંતિ, આધ્યાત્મિક બળ, સમાજ-સંગઠન, ધર્મશિક્ષણ, ધર્મસંસ્કાર, વિવિધ કળાઓનું શિક્ષણ, ધર્મપ્રચાર, બળ-ઉપાસના ઇત્યાદિ પ્રદાન કરનારાં કેંદ્રો તરીકે મંદિરોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. પરંતુ વર્તમાનમાં ‘સેક્યુલર’ વ્યવસ્થામાં મંદિર સંસ્કૃતિ વિકસિત થવાને બદલે તેનું અધઃપતન થઈ રહ્યું છે.
૧. વર્તમાનમાં મંદિરો સામે ઊભેલી સમસ્યાઓ
સાર્વજનિક અથવા ખાનગી મંદિરો તેમજ સરકારી નિયંત્રણમાં રહેલાં પૌરાણિક મંદિરો, કુળદેવતા, ગ્રામદેવતા, ગ્રહદેવતા, સંતોની સમાધિઓ, વિવિધ જ્ઞાતીસંસ્થાઓનાં મંદિરોની અલગ અલગ સમસ્યાઓ છે. ઉદા. મંદિર સંપત્તિનું રક્ષણ કરવું, નિત્ય પૂજા-અર્ચના કરવી, ઉત્સવ, દૈનંદિન ખર્ચ નભાવવો, સગવડ-સુવિધાઓ, ર્જીણોદ્ધાર કરવા જેવી અનેક સમસ્યાઓ છે. મંદિરોમાંના અર્પણ નિધિ પર દૃષ્ટિ રાખીને સેંકડો મંદિરોનું સરકારીકરણ કરવામાં આવ્યું છે. સરકારી હસ્તક્ષેપ દ્વારા મંદિરોની સેંકડો વર્ષોની પરંપરાઓ નષ્ટ થઈ રહી છે.
૨. ‘મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ’ની સ્થાપના
આ સમસ્યાઓ પર ઉપાય શોધીને, મંદિરોના માધ્યમ દ્વારા રાષ્ટ્ર-ધર્મ કાર્ય કરવા માટે તેમજ રાજ્યોનાં મંદિરોના સંગઠન માટે 5 ફેબ્રુઆરી 2023ના દિવસે ‘મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ’ની સ્થાપના કરવામાં આવી છે. તે અનુસાર મંદિર મહાસંઘ અંતર્ગત અનેક દેવાલયના ન્યાસીઓ, પદાધિકારીઓ, પૂજારી, ભક્તો, વ્યવસ્થાપક, મંદિરોના રક્ષણ માટે કાર્ય કરનારા કાર્યકર્તાઓ, સંગઠનો અને ધારાશાસ્ત્રીઓ મંદિર સંસ્કૃતિના રક્ષણ માટે કૃતિપ્રવણ બની ગયા છે.
૩. મંદિર મહાસંઘે ઓછા સમયગાળામાં કરેલું કાર્ય !
મંદિરની પવિત્રતા જાળવવા માટે 175 મંદિરોમાં વસ્ત્ર-સંહિતા લાગુ કરવી, મંદિરોમાંથી ધર્મશિક્ષણની વ્યવસ્થા થવા માટે પ્રયત્નો કરવા, સરકારી નિયંત્રણમાંના મંદિરોમાંના ભ્રષ્ટાચારના વિરોધમાં લડાઈ, મંદિરોની સમસ્યાઓ ભણી સરકારનું ધ્યાન દોરવું, એવું કાર્ય મહાસંઘે ઓછા સમયગાળામાં કર્યું છે.
૪. મંદિર ન્યાસીઓે તેમજ ભક્તોએ મંદિરોની પવિત્રતાનું રક્ષણ કરવું
મંદિર ન્યાસીઓે સાથે જ ભક્તોએ પણ મંદિરોની પવિત્રતાનું રક્ષણ કરવાના, તેમજ મંદિરોની સંસ્કૃતિ જાળવવાના કાર્યમાં ટેકો પૂરવવો આવશ્યક છે. તો જ ચૈતન્યનો સ્રોત રહેલાં દેવાલયોને સાચા અર્થમાં ગતવૈભવ પ્રાપ્ત થશે. મંદિર-સંસ્કૃતિ જો ટકાવી રાખવી હોય, તો મંદિરો સરકારીકરણમાંથી મુક્ત કરીને તે ભક્તોના હાથમાં સોંપવા અત્યંત આવશ્યક છે. વર્તમાનમાં સરકારીકરણ થયેલાં મંદિરોના દેવનિધિનો દુરુપયોગ થઈ રહ્યો છે, ભૂમિ તેમજ ઘરેણુંગાંઠું લૂટવામાં આવી રહ્યું છે, પરંપરાગત ધાર્મિક પ્રથાઓ નેવે મૂકી દેવામાં આવી રહી છે. આ બધું રોકવા માટે, મંદિર સંસ્કૃતિના રક્ષણ માટે, પ્રત્યેક ભક્તે કૃતિપ્રવણ બનવું આ સમયની આવશ્યકતા છે.