અનુક્રમણિકા
૧. શ્રૃંગેરી શારદા મંદિર, ચિક્કમગળુરૂ, કર્ણાટક
૧ અ. શ્રૃંગેરી શારદા મંદિરનો ઇતિહાસ
કર્ણાટક રાજ્યના ચિક્કમગળુરૂ જિલ્લામાં તુંગા નદીના કાંઠે શ્રૃંગેરી નામનું ગામ છે. અહીંના પર્વત પર અગાઉ શ્રૃંગઋષિ રહેતા; તેથી આ સ્થાનનું ‘શ્રૃંગ ગિરિ’ એવું નામ પડ્યું. આગળ જતા શ્રૃંગગિરિનું રૂપાંતર ‘શ્રૃંગેરી’ એમ થયું. ૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય આ ઠેકાણે આવ્યા હતા. એકવાર તેમણે તુંગા નદીના કાંઠે એક આશ્ચર્યજનક ઘટના જોઈ. એક નાગ તેની ફેણ નીચે ગર્ભવતી એવી દેડકીનું સૂર્યથી રક્ષણ કરતો હતો. તે દ્રશ્ય જોઈને આદ્ય શંકરાચાર્યને જણાયુ કે, ‘જ્યાં વેરભાવ જ નષ્ટ થયું છે, તે ભૂમિની કંઈક તો વિશેષતા હશે.’ આગળ જતા તેમણે નદીના કાંઠે ‘શારદાદેવી’ની (સરસ્વતીના એક રૂપની) મૂર્તિની સ્થાપના કરી અને તેમણે સ્થાપન કરેલા ૪ મઠમાંથી પહેલા મઠની અહીં સ્થાપના કરી. ત્યારથી તે મઠનું નામ ‘શ્રૃંગેરી શારદાપીઠ’ એમ થયું.
૧ આ. શ્રૃંગેરી મઠના દર્શન અને ત્યાર પછી બનવા પામેલા વિશેષતાભર્યા બનાવો !
૧ આ ૧. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે શ્રૃંગેરી મઠના અત્યારના શંકરાચાર્ય અને તેમના ઉત્તરાધિકારી એ બન્નેના હિંદુ રાષ્ટ્ર-સ્થાપના માટે આશીર્વાદ લેવા
આ સમયે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે શ્રૃંગેરી શારદાપીઠના ૩૬ મા શંકરાચાર્ય જગદ્ગુરુ શ્રી શ્રી ભારતીતીર્થ મહાસ્વામીજી અને તેમના ઉત્તરાધિકારી ૩૭ મા શંકરાચાર્ય જગદગુરુ શ્રી શ્રી વિદુશેખર ભારતી સ્વામીજીને મળીને હિંદુ રાષ્ટ્ર-સ્થાપના માટે તેમના આશીર્વાદ લીધા
૧ આ ૨. શ્રી શારદા દેવીની અનુભવેલી કૃપા ! – શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના મનમાં ‘શારદાપીઠના શ્રીયંત્ર પર થયેલી કુંકુમાર્ચન પૂજાનું કંકુ માગવું ’, એવો વિચાર આવવો, તે વેળાએ ૩૭ મા શંકરાચાર્ય જગદ્ગુરુ શ્રી શ્રી વિદુશેખર ભારતી સ્વામીજીના પૂર્વાશ્રમના દાદીએ તેમને શ્રીયંત્ર પર કુંકુમાર્ચન કરેલા પૂજામાંનુ હળદર-કંકુ આપવું
શ્રી શારદાદેવીના દર્શન થયા પછી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના મનમાં આવ્યું, આપણે ‘દેવીના શ્રીયંત્ર પર થયેલી કુંકુમાર્ચનની પૂજાનું કંકુ મળી શકે કે કેમ ?’, એવું મંદિરના પૂજારીને પૂછીએ.’ શંકરાચાર્યના દર્શન કર્યા પછી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ તુંગા નદીના પુલ પરથી ચાલતા આવી રહ્યા હતા ત્યારે ૩૭ મા શંકરાચાર્ય જગદ્ગુરુ શ્રી શ્રી વિદુશેખર ભારતી સ્વામીજીના પૂર્વાશ્રમના દાદી તેમની પાસે આવ્યા અને તેમણે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને શ્રીયંત્ર પર થયેલી કુંકુમાર્ચન પૂજાનુ કંકુ અને હળદર પ્રસાદ તરીકે આપ્યા. તે વેળાએ ‘સાક્ષાત્ શારદાદેવીજ આવીને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને પ્રસાદ આપી રહ્યા છે’, એવું સાધકોને જણાયું. (‘૩૭ મા શંકરાચાર્ય જગદ્ગુરુ શ્રી શ્રી વિદુશેખર ભારતી સ્વામીજીના પૂર્વાશ્રમના માતા-પિતા અને દાદી-દાદા એ સહુ તિરુપતિ ખાતે રહે છે. તિરુપતિ મંદિરના વેદપાઠશાળાનું સંચાલન આ કુટુંબ પાસે છે. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ તેમના ઘરે ગયા હતા. તેથી દાદી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને ઓળખે છે. – સંકલક)
૧ ઇ. શારદાદેવીના મંદિરના આંગણામાં આવેલા ‘વિદ્યાશંકર મંદિર’માંના વિશેષતા ધરાવતા થાંભલા
શારદાદેવીના મંદિરના આંગણામાં પ્રાચીન ‘વિદ્યાશંકર મંદિર’ છે. આ મંદિરની અંદર ૧૨ રાશિઓના ૧૨ થાંભલા છે. આ થાંભલાઓની વિશેષતા એટલે સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે છે, તે રાશિના થાંભલા પર સૂર્યનો પ્રકાશ પડે છે.
૨. શ્રી મૂકાંબિકાદેવી મંદિર, કોલ્લુરૂ (જિલ્લો ઉડુપી), કર્ણાટક.
૨ અ. શ્રી મૂકાંબિકાદેવીના મંદિરનો ઇતિહાસ
કર્ણાટક રાજ્યના ઉડુપી જિલ્લામાં ‘સૌપર્ણિકા’ નદીના કાંઠે ‘કોલ્લુરૂ’ નામનું ગામ છે. આ ગામની પાછળ ‘કોડચાદ્રી’ નામનો પર્વત છે. સત્યયુગમાં દેવીએ કોડચાદ્રી પર્વત પર મૂકાસુરનો વધ કર્યા પછી દેવીનું ‘મૂકાંબિકા’ એવું નામ પડ્યું. આ પર્વત પર આદ્ય શંકરાચાર્યને મૂકાંબિકાદેવીએ દર્શન આપ્યા હતા. આગળ જતા આદ્ય શંકરાચાર્યએ કોડચાદ્રી પર્વતની તળેટીમાં આવેલા કોલ્લુરૂ ગામમાં એક સ્વયંભૂ શિવલિંગના સ્વરૂપમાં મૂકાંબિકા દેવીની સ્થાપના કરી. આ શિવલિંગ પર બરાબર વચ્ચેના સ્થાન પર સુવર્ણની એક રેખા છે.
– શ્રી. વિનાયક શાનભાગ, મુલ્કી, કર્ણાટક.