અનુક્રમણિકા
૧. ‘સૂક્ષ્મ’ આ શબ્દના સંદર્ભમાં રહેલી કેટલીક સંજ્ઞાઓનો અર્થ
સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. સાધના કરવાથી સારી શક્તિઓ સાધકો ભણી આકર્ષિત થાય છે. સાધનાને કારણે વાતાવરણમાંની સારી શક્તિઓની અધિકાઈ પણ વધે છે અને અનિષ્ટ શક્તિઓની શક્તિ ઘટે છે. એમ થાય નહીં, તે માટે અનિષ્ટ શક્તિઓ સાધકોની સાધનામાં વિઘ્નો લાવે છે. પહેલાંના કાળમાં ઋષિમુનિઓના યજ્ઞોમાં રાક્ષસોએ વિઘ્નો નાખ્યા હોવાની અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે. ‘અથર્વવેદમાં ઘણે ઠેકાણે અનિષ્ટ શક્તિ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચનો પ્રતિબંધ કરવા માટે મંત્રો આપ્યા છે.’ (નોંધ ૧) તેમાંનો એક મંત્ર આગળ આપ્યો છે.
स्तुवानमग्न आ वह यातुधानं किमीदिनम् ।
त्वं हि देव वन्द़ितो हन्ता दस्योर्बभूविथ ॥
– અથર્વવેદ, કાંડ ૧, સૂક્ત ૭, ખંડ ૧
અર્થ : બધાયમાં જઠરાગ્નિરૂપે રહેનારા, વીજળી ઇત્યાદિ રૂપોમાં સર્વ જગત્ને વ્યાપી લેનારા અને યજ્ઞમાં અગ્રણી રહેલા હે અગ્નિ, અમે જે દેવતાઓની સ્તુતિ કરીએ છીએ, તેમના સુધી તમે આ હવિર્ભાગ પહોંચાડો. અમે આપેલા હવિર્ભાગના વખાણ કરનારા દેવતાઓને અમારી પાસે લાવો અને અમને મારવાની ઇચ્છા કરતાં ગુપ્ત રૂપથી (સૂક્ષ્મ રૂપથી) ફરનારા કિમીદિન્ને (દુષ્ટ પિશાચોનો એક પ્રકાર) અમારાથી દૂર લઈ જાવ; કારણકે હે દાન ઇત્યાદિ ગુણોથી યુક્ત એવા દેવ, અમે વંદન કર્યા પછી તમે ઉપક્ષય (ઘાત) કરનારા યાતુધાન (રાક્ષસ) ઇત્યાદિઓનો સંહાર કરો છો; તેથી તમે તેને (આ રાક્ષસને) તમારી પાસે બોલાવી લો. અથવા હે સ્તૂયમાન અગ્નિ, પ્રતિકાર કરવા માટે (પ્રતિશોધ લેવા માટે) તમે આ રાક્ષસનો સદર પુરુષમાં આવેશ કરો.
તાત્પર્ય, અનિષ્ટ શક્તિઓ સાધના કરનારાઓને ત્રાસ આપે છે અને આ ત્રાસના નિવારણ માટે વિવિધ આધ્યાત્મિક ઉપાય વેદ ઇત્યાદિ ધર્મગ્રંથોમાં કહ્યા છે. સંકેતસ્થળ પરના લેખોમાં અને અન્ય સાહિત્યમાં કેટલાક ઠેકાણે ‘અનિષ્ટ શક્તિ’ અથવા ‘આધ્યાત્મિક ત્રાસ’ આ શબ્દોનો ઉપયોગ કર્યો છે. તે આ વિષયને અનુસરીને જ છે.
૧. સૂક્ષ્મ-જગત્
જે સ્થૂળ પંચજ્ઞાનેંદ્રિયોને (નાક, જીભ, આંખો, ત્વચા અને કાનને) સમજાતું નથી; પરંતુ જેના અસ્તિત્વનું જ્ઞાન સાધના કરનારી વ્યક્તિને થાય છે, તેને ‘સૂક્ષ્મ-જગત્’ સંબોધવામાં આવે છે.
૨. સૂક્ષ્મમાંનું દેખાવું, સંભળાવું ઇત્યાદિ (પંચસૂક્ષ્મજ્ઞાનેંદ્રિયો દ્વારા જ્ઞાનપ્રાપ્તિ થવી)
કેટલાક સાધકોની અંતરદૃષ્ટિ જાગૃત થાય છે, એટલે તેમને આંખોથી જોઈ ન શકાય એવું દેખાય છે, જ્યારે કેટલાકને સૂક્ષ્મમાંનો નાદ અથવા શબ્દો સંભળાય છે.
૩. સૂક્ષ્મ-જ્ઞાન વિશેનું ચિત્ર
કેટલાક સાધકોને એકાદ વિષયના સંબંધમાં જે જણાય છે અને અંતરદૃષ્ટિથી જે દેખાય છે, તે વિશે તેમણે કાગળ પર દોરેલા ચિત્રને ‘સૂક્ષ્મ-જ્ઞાન વિશેનું ચિત્ર’ એમ કહેવાય છે.
૪. સૂક્ષ્મ-પરીક્ષણ
એકાદ ઘટના વિશે અથવા પ્રક્રિયા વિશે ચિત્તને (અંતરમનને) જે જણાય છે, તેને ‘સૂક્ષ્મ-પરીક્ષણ’ કહે છે.
૫. સૂક્ષ્મ-જ્ઞાન વિશેનો પ્રયોગ
કેટલાક સાધકો સૂક્ષ્મમાંનું સમજવાની ક્ષમતાના અભ્યાસ તરીકે ‘એકાદ વસ્તુ વિશે મન અને બુદ્ધિની પેલેપાર શું જણાય છે’, તેની કસોટી કરે છે. તેને ‘સૂક્ષ્મ-જ્ઞાન વિશેનો પ્રયોગ’ કહે છે.
નોંધ ૧ – સંદર્ભ : મરાઠી વિશ્વકોશ ખંડ ૧, પ્રકાશક : મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિ મંડળ, સચિવાલય, મુંબઈ – ૪૦૦૦૩૨, આવૃત્તિ ૧ (૧૯૭૬), પૃષ્ઠ ૧૯૪
૨. આધ્યાત્મિક ત્રાસ
આનો અર્થ વ્યક્તિમાં નકારાત્મક સ્પંદનો હોવા. વ્યક્તિમાં નકારાત્મક સ્પંદનો ૫૦ ટકા અથવા તેનાથી અધિક પ્રમાણમાં હોવા, એટલે તીવ્ર ત્રાસ, નકારાત્મક સ્પંદનો ૩૦ થી ૪૯ ટકા હોવા, એટલે મધ્યમ ત્રાસ, જ્યારે ૩૦ ટકાથી ઓછા હોવા, એટલે મંદ આધ્યાત્મિક ત્રાસ હોવો, એમ છે. આધ્યાત્મિક ત્રાસ, એ પ્રારબ્ધ, પૂર્વજોના ત્રાસ ઇત્યાદિ આધ્યાત્મિક સ્તર પરના કારણોને લીધે થાય છે. આધ્યાત્મિક ત્રાસનું નિદાન સંત અથવા સૂક્ષ્મ સ્પંદનોના જાણકાર સાધકો કરી શકે છે.
૩. ‘કાળી શક્તિ’ આ સંજ્ઞાનો અર્થ
‘કાળી શક્તિ, તેમજ ત્રાસદાયક/માયાવી/અનિષ્ટ શક્તિ’ આના જેવા સર્વ શબ્દો ધર્મગ્રંથોમાં (ઉદા. શ્રીમદ્ભગવદ્ગીતામાં) વર્ણન કરેલા ‘તમ’ અથવા ‘તમોગુણી’ આ અર્થથી, જ્યારે ‘કાળું આવરણ, તેમજ કાળી લહેરો/સ્પંદનો/કણ’ આના જેવા શબ્દો ‘તમોગુણનું આવરણ, તેમજ તમોગુણી લહેરો/સ્પંદનો/કણ’ આ અર્થથી ઉપયોગમાં લેવામાં આવ્યા છે. ‘તમ’ આ સંસ્કૃત શબ્દનો અર્થ ‘અંધારું’ એમ છે. અંધારું કાળું હોવાથી ‘તમ’ અથવા ‘તમોગુણ’ કાળો હોવાનું વર્ણવ્યું, તેમજ દર્શાવ્યું છે.
વાચકોએ તેમને આ સંકેતસ્થળ પરનું કોઈપણ લખાણ અથવા અન્ય સાહિત્ય વાંચતી વેળાએ એકાદ આધ્યાત્મિક સંજ્ઞા ધ્યાનમાં ન આવતી હોય, તો તે વિશે કૃપા કરીને સંકેતસ્થળને જાણ કરવી. આ સંજ્ઞા અમે સંકેતસ્થળ પર વધારે સુસ્પષ્ટ કરીને પ્રસ્તુત કરીશું.
૪. ‘માંત્રિક’ આ શબ્દનો અર્થ
માંત્રિક એટલે સૌથી બળવાન આસુરી શક્તિ.