ભારતનું ચંદ્ર અભિયાન યશસ્વી થવું, તેમાં જણાયેલી સૂક્ષ્મ બનાવોની શ્રૃંખલા !
* ‘ભારતીય અંતરાળ સંશોધન સંસ્થા (‘ઇસરો’) એ ‘ચંદ્રયાન-૩’ અવકાશમાં છોડીને ચંદ્ર પર યાન ઉતારવાનું અભિયાન યશસ્વી કરી બતાવ્યું અને સર્વ વિશ્વની પ્રશંસા મેળવી. ‘ચંદ્રયાન-૩’થી અલગ થયેલું ‘વિક્રમ લેંડર’ ૨૩.૮.૨૦૨૩ની સાંજે ૬.૦૪ કલાકે ચંદ્ર પર ધીમેથી ઉતર્યું અને તે સમયે સર્વ ભારતીઓએ રોકી રાખેલો શ્વાસ છોડીને આનંદ વ્યક્ત કર્યો. હું પણ જોઈ રહ્યો હતો. તેથી મને પણ પુષ્કળ આનંદ થયો અને ‘ઇસરો’ના સર્વ શાસ્ત્રજ્ઞો વિશે હેત ઉભરાયું.
૧. ‘વિક્રમ લેંડર’ ચંદ્ર પર સફળતાથી ઉતરવા વિશે જણાયેલી સૂક્ષ્મમાંની બાબતો
૧ અ. ‘વિક્રમ લેંડર’ ચંદ્ર પર ઉતરવા માટે ૨૩ અને ૨૭ ઑગસ્ટ ૨૦૨૩ આ દિનાંકોમાંથી ૨૩ ઑગસ્ટ આ દિનાંક જ સ્પંદનો પરથી યોગ્ય હોવાનું જણાવું અને શાસ્ત્રજ્ઞોએ પણ તે જ દિનાંક નક્કી કરવી : ૨૩.૮.૨૦૨૩ની સવારે ‘ઇસરો’ના શાસ્ત્રજ્ઞો નક્કી કરવાના હતા કે, આજે (૨૩.૮.૨૦૨૩ ના દિવસે) ‘વિક્રમ લેંડર’ ચંદ્ર પર ઉતારવું કે ૨૭.૮.૨૦૨૩ આ દિવસે ઉતારવું; પણ તેમણે ૨૩.૮.૨૦૨૩ આ દિનાંક જ નિશ્ચિત કરી. આ બન્ને દિનાંકોનાં સ્પંદનોનો અભ્યાસ કરતી વેળાએ મને ૨૩ ઑગસ્ટ આ દિનાંક જ યોગ્ય હોવાનું જણાયું અને શાસ્ત્રજ્ઞોએ પણ તે જ દિનાંક નક્કી કરી.
૧ આ. ૨૩.૮.૨૦૨૩ના દિવસે અંદરથી વિશ્વાસ લાગતો હતો કે ‘વિક્રમ લેંડર’ સહેજતાથી ચંદ્ર પર ઉતરશે’ અને તેમજ થયું.
૧ ઇ. ‘વિક્રમ લેંડર’ ચંદ્ર નજીક આવવાના અને ચંદ્ર પર ઉતરવાના પ્રવાસમાં ક્યાંય નડતર ન જણાવવી અને તે સહજતાથી ચંદ્ર પર ઉતરી શકે, તે માટે શ્રીકૃષ્ણનો નામજપ કરવો : ‘વિક્રમ લેંડર’ ચંદ્ર પર ઉતરવાના ૭ મિનિટ પહેલાંથી જ હું તેના ચંદ્રની સમીપ આવવાનો પ્રવાસ જોઈ રહ્યો હતો. તે સમયે મેં ‘તેના પ્રવાસમાં કાંઈ નડતર છે શું ?’, એ સૂક્ષ્મમાંથી જોયું; પણ મને કોઈ જ નડતર જણાઈ નહીં. તેને કારણે હું નિશ્ચિંત થયો અને હું ‘વિક્રમ લેંડર’નો પ્રવાસ આ રીતે જ સહજતાથી થઈને તે સુખરૂપ ચંદ્ર પર ઉતરે’, તે માટે શ્રીકૃષ્ણનો નામજપ કરવા લાગ્યો. ખરેખર ‘વિક્રમ લેંડર’ સાવ ધીમે રહીને ચંદ્ર પર ઉતર્યું. તેથી મેં શ્રીકૃષ્ણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
૨. ભારતે યાન ચંદ્ર પર ઉતારવામાં સફળતા સંપાદન કરવી, તેનો જણાયેલો ભાવાર્થ
‘ભારતમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના થવાની છે’, એવી અનેકોએ ભવિષ્યવાણી કરી છે અને તે કેવળ કેટલાંક વર્ષો જ દૂર છે. હિંદુ રાષ્ટ્ર એટલે ‘સાત્ત્વિક એવું ઈશ્વરી રાજ્ય (આદર્શ એવું રામરાજ્ય) સ્થાપન થવાનું છે.’ આ એક રીતે ભારતની આધ્યાત્મિક ઉન્નતિ જ છે. જ્યારે એકાદ વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ સાધ્ય કરવી હોય, ત્યારે તેને પ્રથમ મન શુદ્ધ કરીને મન પર વિજય પ્રાપ્ત કરીને (સ્વેચ્છાનો ત્યાગ કરીને) ‘મનોલય’ કરવો પડે છે. ત્યાર પછી બુદ્ધિને સાત્ત્વિક કરીને ‘બુદ્ધિલય’ કરવો પડે છે અને ત્યાર પછી સૂક્ષ્મ અહં દૂર કરીને ‘અહંલય’ કરવો પડે છે. ત્યાર પછી તે વ્યક્તિ ઈશ્વર સાથે એકરૂપ થવા માટે પાત્ર બને છે.
ચંદ્ર મન પર પરિણામ કરનારો (મનનો કારક) છે. ભારતે ચંદ્ર પર યાન ઉતારીને યશ પ્રાપ્ત કર્યો, એટલે જ એક રીતે ચંદ્ર પર વિજય મેળવ્યો છે. તેનો અર્થ ભારતે મનોલય ભણી માર્ગક્રમણ કર્યું છે. આ રીતે ભારતે ઈશ્વરી રાજ્ય લાવવાની દિશામાં પગલું ભર્યું હોવાનો આ સંકેત છે. વર્ષ ૨૦૨૪માં તેણે ચંદ્ર પર પ્રત્યક્ષમાં પગલું મૂકવાનો પણ નિર્ધાર કર્યો છે. તેમજ સૂર્ય અને સૂર્ય ફરતેના વાતાવરણનો અભ્યાસ કરવા માટે ૨ સપ્ટેંબર ૨૦૨૩ના દિવસે ‘આદિત્ય એલ્ ૧’ યાન પણ મોકલાવવામાં આવ્યો છે. સૂર્ય બુદ્ધિનો પ્રેરક છે. તેથી ભારતનું બુદ્ધિલય ભણી પણ ક્રમણ થઈ રહ્યું છે. ‘સૂર્યનો અભ્યાસ કરીને તેને જાણી લીધો કે, ભારતની બુદ્ધિ સાત્ત્વિક થવામાં સહાયતા થશે’, એવું લાગ્યું. આ એક રીતે આશીર્વાદ લેવા જેવું જ છે.
ગુરુકૃપાથી આ સેવા થવા પામી, તે માટે હું શ્રીગુરુચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.’
– (સદ્ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા. (૨૫.૮.૨૦૨૩)