અનુક્રમણિકા [hide]
ઉત્તર શ્રીલંકાના જાફના શહેર નજીક રહેલા નૈનાતીવુ (નાગદ્વીપ) દ્વીપ પર નાગપુષાણી દેવીનું પ્રસિદ્ધ મંદિર છે ! ૫૧ શક્તિપીઠોમાંનું આ એક શક્તિપીઠ છે.
શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ સાથે શ્રીલંકાની અભ્યાસ યાત્રામાં નૈનાતીવુ પરના આ મંદિરમાં દેવીનાં દર્શન કરવા માટે વિદ્યાર્થી-સાધકો ગયા હતા એ સમયનો વૃતાંત !
૧. શક્તિપીઠોની નિર્મિતિ
સત્યયુગમાં ભગવાન શિવનાં શક્તિ ‘સતીદેવી’નું મૃત શરીર ઉંચકીને ભગવાન શિવ તાંડવ નૃત્ય કરતા હતા ત્યારે સંપૂર્ણ વિશ્વનું કાર્ય જાણે સમાપ્ત થઈ ગયું. દેવતાઓએ ભગવાન શિવને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુની સહાયતા માગી. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર છોડવાથી ‘સતીદેવી’નાં શરીરના ૫૧ ટુકડા થયા અને પૃથ્વી પર પડ્યા. ત્યાર પછી ભગવાન શિવ શાંત થયા. જે ઠેકાણે સતીદેવીના શરીરના ટુકડા પડ્યા, તે સ્થાનોને ‘શક્તિપીઠ’ કહેવામાં આવે છે. તેમાંના ૪૨ શક્તિપીઠો ભારતમાં, ૪ બાંગ્લાદેશમાં, ૨ નેપાળમાં, ૧ શ્રીલંકામાં (નૈનાતીવુ), ૧ ચીનમાં (માનસ) અને ૧ પાકિસ્તાનમાં (હિંગુલાજમાતા) છે.
સતીના પગની ઘૂઘરી શ્રીલંકાના ઉત્તર ભાગમાં આવેલા જાફના શહેર પાસેના ‘નૈનાતીવુ’ દ્વીપ પર પડી.
૨. નૈનાતીવુ એટલે જ નાગદ્વીપ !
પ્રાચીનકાળમાં ‘નૈનાતીવુ’ આ ‘નાગદ્વીપ’ નામથી ઓળખવામાં આવતું હતું. અહીં શક્તિપીઠના સ્થાન પર દેવીનું એક મંદિર છે. આ દેવીનું નામ ‘નાગપુષાણી દેવી’ એમ છે. સ્થાનિક લોકો બોલીભાષામાં દેવીને ‘નૈનાદેવી’ આ નામથી સંબોધતા હતા. તેથી નાગદ્વીપનું નામ આગળ જતાં ‘નૈનાદ્વીપ’ એવું નામ પડ્યું. કળિયુગમાં બેટ પર તામિલ ભાષાનો પ્રભાવ વધવાથી ‘નૈનાદ્વીપ’નું રૂપાંતર ‘નૈનાતીવુ’ એવું થયું. તામિલ ભાષામાં ‘તીવુ’ એટલે ‘દ્વીપ’.
૩. નૈનાતીવુ ખાતેનું નાગપુષાણી દેવીનું મંદિર
૩ અ. નૈનાતીવુ દ્વીપ પર હોડીથી જતી વેળાએ દૂરથી પણ મંદિરના રાજગોપુરના દર્શન થવા
પૃથ્વી પરના ૫૧ શક્તિપીઠોમાંથી ૧ રહેલાં નૈનાતીવુ ખાતેનું નાગપુષાણી દેવીનું મંદિર એ નૈનાતીવુ નામના દ્વીપ પર છે. ઉત્તર શ્રીલંકાના જાફના શહેરથી ૩૩ કિ.મી. દૂર રહેલા ‘કુરિકડૂવાન’ નામના ગામ સુધી માર્ગ છે અને ત્યાંથી આગળ ૨૦ મિનિટ હોડીથી પ્રવાસ કરીને આપણે ‘નૈનાતીવુ’ દ્વીપ પર પહોંચીએ છીએ. નૈનાતીવુ દ્વીપ પર હોડીથી જતી વેળાએ ફરતે હિંદી મહાસાગર છે. હોડીથી જતી વેળાએ દૂરથી પણ મંદિરના રાજગોપુરનાં દર્શન થાય છે.
૩ આ. ‘નાગપુષાણી દેવી’ના મંદિરનો ઇતિહાસ
આ મંદિરના નિર્માણ પાછળ પણ ઇતિહાસ છે. મહાભારતકાળથી નાગ અને ગરુડમાં વેર છે. પ્રાચીન કાળમાં નૈનાતીવુનાં દેવીને પાસેના ‘પુળીયંતીવુ’ દ્વીપ પર રહેનારો નાગ પ્રતિદિન એક ફૂલ મોઢામાં ધરીને અર્પણ કરતો હતો. એક દિવસ ગરુડ તે સ્થાન પર આવે છે. તે નાગના માર્ગમાં સમુદ્રની વચ્ચે એક પત્થર પર બેસે છે. તે નાગને જવા માટે માર્ગ આપતો નથી. થોડે દૂર બીજા એક પત્થર પર નાગ પણ ‘ગરુડ ક્યારે જશે ?’, તેની રાહ જોઈ રહે છે. થોડા સમય પછી તામિલનાડુના ચોલ રાજ્યમાંથી દેવી ભણી જનારો એક વેપારી ભક્ત સમુદ્રમાં નાગ અને ગરુડનું આ વેર જુએ છે. તે વેપારી ગરુડને વિનંતિ કરે છે. ત્યારે ગરુડ વેપારીને કહે છે, ‘‘તુ આ ઠેકાણે નાગપુષાણી દેવી માટે મંદિર બાંધવાનું વચન આપ તો હું અહીંથી જતો રહીશ.’’ ત્યારે વેપારી મંદિર બાંધવાનું વચન આપે છે અને ગરુડ નાગની ક્ષમાયાચના કરીને જતો રહે છે. ત્યાર પછી તે વેપારી તે ઠેકાણે દેવી માટે મોટું મંદિર બાંધે છે. તે જ આજનું ‘નાગપુષાણી દેવી’નું મંદિર છે. વર્ષ ૧૬૨૦માં પોર્ટુગીઝોએ કરેલા આક્રમણમાં મંદિરનો કેટલોક ભાગ નષ્ટ થયો. તેનું વર્ષ ૧૭૮૮માં નવનિર્માણ કરવામાં આવ્યું.
૪. શ્રીલંકાના ધર્માભિમાની શ્રી. મરવનપુલાવુ સચ્ચિતાનંદને મંદિરદર્શન માટે સગવડ કરવી
શ્રીલંકાના ધર્માભિમાની શ્રી. મરવનપુલાવુ સચ્ચિતાનંદને તેમના બે કાર્યકર્તાઓને અમારી સાથે મોકલ્યા. તે બે કાર્યકર્તાઓએ અમારી સમુદ્રમાંથી હોડી દ્વારા જવાની, મંદિરદર્શન અને નૈનાતીવુ દ્વીપ પર પ્રવાસ કરવા માટે ગાડીની વ્યવસ્થા કરી.
૫. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી ૨૯ શક્તિપીઠોના દર્શન થવા
આ સર્વ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી જ થયું. ‘પરાત્પર ગુરુ ડૉક્ટર, આપની કૃપાથી જ હજીસુધી અમને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ સાથે ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા આ દેશોમાં આવેલાં ૨૯ શક્તિપીઠોનાં દર્શન થયાં.
૬. કૃતજ્ઞતા
શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળની ચૈતન્યમય વાણી, તેમની ઉપસ્થિતિ, ઈશ્વરી માર્ગદર્શન અને આધ્યાત્મિક ઊર્જાને કારણે અમને ક્યારેય કોઈપણ ત્રાસ થયો નહીં. અમારો પ્રવાસ આનંદદાયી હતો. પરાત્પર ગુરુ ડૉક્ટર, તમે જ અમને શક્તિસ્વરૂપિણી એવાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ આપ્યાં તે માટે અમે સર્વ સાધકો આપના ચરણોમાં કોટી કોટી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.’