અનુક્રમણિકા
શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે શેષનાગની ફૂંકમાંથી નિર્માણ થયેલા હિમાચલ પ્રદેશ સ્થિત કુલુ જિલ્લામાં આવેલા ‘મણિકર્ણ તપ્તકુંડ’ (જિલ્લો કુલુ) સ્થાનની લીધેલી ભેટ !
૧. દેવી-દેવતાઓનું નિવાસસ્થાન રહેલું કુલાંતપીઠ, એટલે દેવભૂમિ હિમાચલ ખાતેનું કુલુ !
દેવભૂમિ હિમાચલ પ્રદેશ ખાતે કુલુ નામનું નગર છે. આ નગરની ચારેય દિશાઓમાં અનેક દૈવી સ્થાનો છે. ‘કુલુ’ એટલે અગાઉના સમયગાળાનું ‘કુલાંતપીઠ !’ જ્યાં મનુષ્યકુળ સમાપ્ત થાય છે અને દેવકુળ ચાલુ થાય છે, એટલે જ જે દેવોનું નિવાસસ્થાન છે, તે એટલે ‘કુલાંતપીઠ’ ! એવા કુલુ પ્રદેશમાં ‘મણિકર્ણ’ નામનું સ્થાન છે.
૨. દેવી પાર્વતીના કર્ણભૂષણમાંનો મણિ જ્યાં પડ્યો હતો તે સ્થાન, એટલે મણિકર્ણ ખાતેનું ‘તપ્તકુંડ’ !
૨ અ. મણિકર્ણ સ્થાનનો ઇતિહાસ
શિવ અને પાર્વતી આ ઠેકાણે આવ્યા હતા ત્યારે તેમણે થોડોક સમય અહીં રહેવાનું નક્કી કર્યું. પાર્વતી નદીના કાંઠે શિવજીએ ૧૧ સહસ્ર વર્ષો તપશ્ચર્યા કરી. એક દિવસ પાર્વતીમાતા આ નદીમાં જળક્રીડા કરી રહ્યાં હતાં ત્યારે તેમના કર્ણભૂષણમાંથી એક મણિ પાણીમાં પડ્યો. શિવજીએ તે મણિ શોધવા માટે શિવગણોને આદેશ આપ્યો; પણ ઘણું શોધ્યા પછી પણ તે મણિ જડ્યો નહીં. ત્યારે શિવજી ક્રોધે ભરાયા અને તેમણે ત્રીજું નેત્ર ખોલ્યું. તેમાંથી નૈનાદેવી પ્રગટ થયાં. તેમણે કહ્યું, ‘‘દેવી પાર્વતીના કર્ણભૂષણમાંનો મણિ શેષનાગ પાતાળ લોકમાં લઈ ગયો છે.’’ ત્યારે ‘હવે મણિ આપ્યા વિના બીજો પયાર્ય નથી’, એ શેષનાગના ધ્યાનમાં આવ્યું. તેણે પાતાળમાંથી મુખેથી ફૂંક મારી. તેની ફૂંકમાંથી પૃથ્વી પર ગરમ પાણીનું કુંડ નિર્માણ થયું અને તે મણિ ઉપર આવ્યો. આ સ્થાન પર દેવીના કર્ણભૂષણમાંનો મણિ પડયો હોવાથી આ સ્થાનનું નામ ‘મણિકર્ણ’ એવું પડ્યું. અહીં અનેક ઠેકાણે ગરમ પાણીના તપ્ત કુંડ છે.
૨ આ. અહીંની વિશિષ્ટતા એટલે મણિકર્ણ ખાતે ઘરે ઘરે (પ્રત્યેક ઘરમાં) ભૂમિમાંથી જ ગરમ પાણી આવે છે. તેથી અહીં કોઈના પણ ઘરે સ્નાન માટે પાણી ગરમ કરવાનું સાધન નથી.
– શ્રી. વિનાયક શાનભાગ, કુલુ, હિમાચલ પ્રદેશ.
ક્ષણચિત્રો
૧. મણિકર્ણ કુંડ ભણી જતી વેળાએ ૨૦૦ મીટર પહેલા પ્રભુ શ્રીરામનું એક પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે, અહીંની શ્રીરામની મૂર્તિ કુલુ નરેશ વિશ્વનાથ મહારાજ અયોધ્યામાંથી લાવ્યા હતા. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે આ મંદિરમાં જઈને શ્રીરામ પાસે ‘રામરાજ્યની સ્થાપના (હિંદુ રાષ્ટ્રની સ્થાપના) સત્વરે થવા દેશો’ એવી પ્રાર્થના કરી.
૨. ‘મણિકર્ણ કુંડના પાણીથી સંધિવા (સાંધા રહી જવા) જેવી વ્યાધિઓ ઠીક થાય છે’, એવી અનેક લોકોને અનુભૂતિ થઈ છે.
– શ્રી. વિનાયક શાનભાગ, કુલ્લુ, હિમાચલ પ્રદેશ.
સનાતનના શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે અત્યાર સુધી આશરે ૮ લાખથી અધિક કિ.મી. પ્રવાસ ખેડીને આવા પ્રાચીન અને ઐતિહાસિક સ્થળોને ભેટ આપી છે. તેથી આપણને ઇતિહાસના ગર્ભમાં છુપાયેલી દૈવી સ્મૃતિઓનું છાયાચિત્રમય દર્શન થાય છે ! તે માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોમાં કોટીશ: કૃતજ્ઞતા !