અનુક્રમણિકા
- ૧. વેપાર-ધંધામાં યશ પ્રાપ્ત કરવા માટે આવશ્યક રહેલા ગ્રહ
- ૨. વેપાર-ધંધામાં યશ મળવા માટે કુંડળીમાંનો અર્થ ત્રિકોણ અને લાભસ્થાન મહત્ત્વનાં છે !
- ૩. સ્વતંત્ર વ્યવસાય કરવાનો દૃઢ વિચાર મનમાં આવવા માટે આવશ્યક કુંડળીમાંના સ્થાન અને ગ્રહ
- ૪. વ્યવસાયમાંનું આવાહન ઝીલવા માટે આવશ્યક કુંડળીમાંનું સ્થાન અને ગ્રહ
- ૫. કુંડળીમાંના ઉપચય સ્થાનોનું વિશ્લેષણ
- ૬. વ્યવસાયના કાર્યક્ષેત્રની પસંદગી કેવી રીતે કરવી ?
- ૭. અર્થ ત્રિકોણમાંના ગ્રહો સાથે સંબંધિત વ્યવસાય
- ૮. ‘દશમેશ ગ્રહ (દશમ સ્થાનનો સ્વામી) કયા સ્થાનમાં છે ?’, તેના પર વ્યવસાયનું સ્વરૂપ અને મળનારું યશ આધારિત હોવું
- ૯. ‘કરિયર’માં અપયશ ક્યારે આવે છે ?
- ૧૦. ‘ધન કેવી રીતે મેળવવું ?’
‘કરિયર’ અને ‘ધનયોગ’ એ આજના સ્પર્ધાત્મક યુગમાંની વ્યક્તિનો અત્યંત ગમતો વિષય થયો છે. ‘દસમા ધોરણ પછી છોકરા કે છોકરીએ કઈ શાખામાં પ્રવેશ લેવાથી તેના જીવનમાં યશ મળશે ? મારી કુંડળીમાંના ગ્રહ જોઈને કયું કરિયર પસંદ કરવાથી મને સારી અર્થપ્રાપ્તિ થશે ?’, એવા પ્રશ્નો પૂછનારા અનેક જણ આપણી પાસે આવે છે; કારણકે વર્તમાન સ્પર્ધાત્મક કાળમાં નોકરીનું ચીલાયુક્ત જીવન જીવવા કરતાં વેપાર-ધંધો કરવા ભણી માનવીનું વલણ વધી રહ્યું છે.
‘કુંડળી અનુસાર કયા ક્ષેત્રમાંથી અર્થપ્રાપ્તિ થશે ?’, તેનો વિચાર કરીને શિક્ષણ લેવું વધારે યોગ્ય હોય છે. ‘ધંધો કયો કરવો ? કયા ધંધામાં વધુ પૈસો મળશે ?’, તે માટે કુંડળીમાંનો અર્થ ત્રિકોણ એટલે ૨, ૬ અને ૧૦ આ સ્થાનો, તેમજ રાશિમાંની ગ્રહસ્થિતિ વેપાર-ધંધાની દૃષ્ટિએ મહત્ત્વની પુરવાર થાય છે. દશમ સ્થાન એટલે અર્થ ત્રિકોણમાંનું એક મહત્ત્વનું સ્થાન છે.
૧. વેપાર-ધંધામાં યશ પ્રાપ્ત કરવા માટે આવશ્યક રહેલા ગ્રહ
અ. સંપત્તિકારક શુક્ર ગ્રહ
આ. દૈવી પીઠબળ મળે તે માટે ગુરુ ગ્રહ
ઇ. આત્મિક સમાધાન અને રાજાશ્રય પ્રાપ્ત થવા માટે રવિ ગ્રહ
ઈ. માનસિક સમાધાન માટે ચંદ્ર ગ્રહ
ઉ. ‘કરિયર’માં પ્રગતિ થવા માટે શનિ ગ્રહ
ઊ. બૌદ્ધિક નિર્ણય માટે બુધ
આ સર્વ ગ્રહો શુભ અને બળવાન હોવા આવશ્યક છે.
૨. વેપાર-ધંધામાં યશ મળવા માટે કુંડળીમાંનો અર્થ ત્રિકોણ અને લાભસ્થાન મહત્ત્વનાં છે !
વેપાર-ધંધામાં યશ મળવા માટે કુંડળીમાંના અર્થ ત્રિકોણ, એટલે ૨, ૬ અને ૧૦ આ સ્થાનો, તેમજ લાભ થવા માટે લાભ સ્થાન મહત્ત્વનું છે. ૨, ૬, ૧૦ અને ૧૧ આ ચાર સ્થાનોના સ્વામી એકબીજાના શુભયોગમાં હોય તો વેપાર-ધંધામાં યશ મળે છે. સપ્તમેશ, અર્થાત્ સપ્તમ સ્થાનનો સ્વામી શુભયોગમાં હોય તો વ્યવસાયિક ભાગીદાર સારા મળે છે.
અ. અર્થ ત્રિકોણ : કુંડળીમાંનો અર્થ ત્રિકોણ એટલે ૨, ૬ અને ૧૦ આ સ્થાનો દર્શાવનારી આકૃતિ.
૩. સ્વતંત્ર વ્યવસાય કરવાનો દૃઢ વિચાર મનમાં આવવા માટે આવશ્યક કુંડળીમાંના સ્થાન અને ગ્રહ
‘કરિયર’ અથવા સ્વતંત્ર વ્યવસાયનો વિચાર કરતી વેળાએ કુંડળીમાંના લગ્ન સ્થાન, લગ્નેશ, દશમ સ્થાન, દશમેશ, તેમજ રવિ અને ચંદ્ર આ ગ્રહોની સહાયતા મહત્ત્વની પુરવાર થાય છે. લગ્ન સ્થાન પરથી (પ્રથમ સ્થાન પરથી) વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા નક્કી થાય છે અને દશમ સ્થાન, અર્થાત્ કર્મસ્થાન એ વ્યક્તિની આવાહન ઝીલવાની ક્ષમતા દર્શાવે છે. જો લગ્નેશ બળવાન હોય, તો વ્યક્તિ કોઈપણ આવાહન ઝીલવા માટે સક્ષમ બને છે. તે વ્યક્તિનો સ્વતંત્ર વ્યવસાય કરવાનો વિચાર દૃઢ હોય છે. તે વ્યક્તિ સ્વકતૃત્વથી યશ મેળવે છે.
૪. વ્યવસાયમાંનું આવાહન ઝીલવા માટે આવશ્યક કુંડળીમાંનું સ્થાન અને ગ્રહ
‘વ્યક્તિમાં ‘કરિયર’ અંતર્ગત નવનવાં આવાહનો ઝીલવાની ક્ષમતા કેટલી છે ?’, એ જોવા માટે કુંડળીમાંના ૩, ૬, ૧૦ અને ૧૧ આ ઉપચય (સમૃદ્ધિ) સ્થાનોનો અભ્યાસ કરવો પડે છે. ઉપચય સ્થાનોમાંથી જે સ્થાન બળવાન હોય, તે ક્ષેત્રમાં વ્યક્તિને વિશેષ યશ મળે છે, તેમજ તે સંબંધિત ગ્રહોની દશામાં વ્યવસાયનો પ્રારંભ થાય છે અથવા યશ મળે છે.
અ. કુંડળીમાંના ઉપચય સ્થાનો દર્શાવનારી કુંડળી
આ. વ્યવસાયના દૃષ્ટિકોણમાંથી કુંડળી
૫. કુંડળીમાંના ઉપચય સ્થાનોનું વિશ્લેષણ
અ. તૃતીય સ્થાન
તૃતીય સ્થાનને ‘પરાક્રમ સ્થાન’ પણ કહે છે. તૃતીય સ્થાન એ કર્મ સ્થાનનું ષષ્ઠ સ્થાન છે. ષષ્ઠ સ્થાન પરથી રિપુ અર્થાત્ શત્રુ અને રોગનો અભ્યાસ કરાય છે. તેને કારણે હાથ ધરેલા કાર્યમાં આવનારી અડચણો અને થનારા કષ્ટ દર્શાવનારું આ સ્થાન છે. તૃતીય સ્થાન જો બળવાન ન હોય, તો પરાક્રમની પરાકાષ્ઠા કરવાની તે વ્યક્તિની સિદ્ધતા (તૈયારી) હોવી જોઈએ.
આ. ષષ્ઠ સ્થાન
ષષ્ઠ સ્થાન એ કર્મ સ્થાનનું ભાગ્ય સ્થાન છે. ભાગ્ય સ્થાન પરથી ભાગ્યોદય, ગુરુકૃપા અને ઈશ્વરી કૃપાનો અભ્યાસ કરાય છે. તે માટે ‘કરિયર કરતી વેળાએ આપણા હાથ નીચેના માણસો કેવા હશે ? આપણને શત્રુ હશે ખરાં ? તેમજ કરિયર માટે લેવું પડતું ઋણ (લોન) મળશે કે નહીં, અથવા લીધેલું ઋણ વહેલામાં વહેલું ન્યૂન થશે ખરું ? અર્થાત્ જ વ્યવસાયમાં ભાગ્યોદય ક્યારે થશે ?’, તેનો અભ્યાસ કરવા માટે ષષ્ઠ સ્થાન જોવું પડે છે. ષષ્ઠેશ જો બળવાન ન હોય, તો અર્થાત્ દશમ સ્થાનનું ભાગ્ય ઓછું પડતું હોય તો વ્યક્તિએ હાથ નીચેના માણસો સાથે નમ્રતાથી, સામોપચારથી વર્તીને, તેમજ લીધેલા ઋણનો યોગ્ય વિનિયોગ કરીને વ્યવસાય કરવો આવશ્યક હોય છે.
ઇ. દશમ સ્થાન
દશમ સ્થાન, અર્થાત્ જ કર્મ સ્થાન. ‘કયો વ્યવસાય કે ધંધો કરવો ?’, આ વિશેની જાણકારી આપનારું, તેમજ સામાજિક પ્રતિષ્ઠા દર્શાવનારું આ સ્થાન છે. ‘કરિયર’ કરવાના પ્રત્યક્ષ વિચારોને કૃતિનો સંગાથ આપવો પડે છે. તે માટે આ મહત્ત્વનું સ્થાન છે.
ઈ. અગિયારમું સ્થાન
અગિયારમું સ્થાન, અર્થાત્ લાભ સ્થાન. દશમ સ્થાનનું આ ધનસ્થાન હોવાથી વ્યવસાયમાં મળનારું ધન અને થનારા લાભ દર્શાવનારું આ સ્થાન છે. આ સ્થાન બળવાન હોય તો લોકપ્રિયતા મળે છે.
૬. વ્યવસાયના કાર્યક્ષેત્રની પસંદગી કેવી રીતે કરવી ?
દશમ સ્થાનમાંની રાશિના તત્ત્વ અનુસાર વ્યવસાયનું કાર્યક્ષેત્ર પસંદ કરી શકાય છે.
તત્ત્વ | રાશિ |
---|---|
૧. અગ્નિતત્ત્વ | ૧, ૫, ૯ |
૨. પૃથ્વીતત્ત્વ | ૨, ૬, ૧૦ |
૩. વાયુતત્ત્વ | ૩, ૭, ૧૧ |
૪. જલતત્ત્વ | ૪, ૮, ૧૨ |
અ. દશમ સ્થાનમાં મેષ, સિંહ અને ધનુ આ અગ્નિતત્ત્વની રાશિ હોય તો લોખંડ અને ધાતુ સાથે સંબંધિત વ્યવસાયમાં યશ મળે છે.
આ. દશમ સ્થાનમાં વૃષભ, કન્યા અને મકર આ પૃથ્વીતત્ત્વની રાશિ હોય તો પ્રશાસન, અર્થ ક્ષેત્ર, તેમજ ભૂમિ સંબંધિત વ્યવસાય દ્વારા યશ મળે છે.
ઇ. દશમ સ્થાનમાં મિથુન, તુલા અને કુંભ આ વાયુતત્ત્વની રાશિ હોય તો શાસ્ત્રીય સંશોધનમાંના વ્યવસાયમાં યશ મળે છે.
ઈ. દશમ સ્થાનમાં કર્ક, વૃશ્ચિક અને મીન આ જલતત્ત્વની રાશિ હોય તો દ્રવપદાર્થ સાથે સંબંધિત વ્યવસાય દ્વારા પ્રગતિ થાય છે.
૭. અર્થ ત્રિકોણમાંના ગ્રહો સાથે સંબંધિત વ્યવસાય
અર્થ ત્રિકોણ અને લાભસ્થાનમાંથી બળવાન રહેલા ગ્રહ સાથે સંબંધિત વ્યવસાયમાં વ્યક્તિને યશ પ્રાપ્ત થાય છે.
અ. રવિ
તેજકારક રવિ ગ્રહ જો બળવાન હોય તો વડીલોપાર્જિત (પેઢીઉતાર) ધંધો, કારખાનદાર, સોની, રાજકીય ક્ષેત્ર, સુતાર ઇત્યાદિ ક્ષેત્રમાંના વ્યવસાયમાં યશ મળે છે.
આ. ચંદ્ર
માતા, મન અને જળનો કારક ચંદ્ર ગ્રહ જો બળવાન હોય તો પરિચારિકા, મત્સ્ય ઉદ્યોગ, ખેતી, સંગીત, ગૃહ ઉપયોગી વસ્તુઓ, હોટેલ વ્યવસાય, જહાજ, નેવી, કળા-ઉદ્યોગ, માનસોપચાર તજ્જ્ઞ, તેમજ દ્રવપદાર્થો સંબંધિત વ્યવસાય ઇત્યાદિ ક્ષેત્રોમાંના વ્યવસાયમાં યશ મળે છે.
ઇ. મંગળ
મંગળ ગ્રહ જો બળવાન હોય તો સાહસ, શૌર્ય અને ભૂમિના સંદર્ભમાંના વ્યવસાયમાં યશ મળે છે, ઉદા. અગ્નિશમન દળ, સિવિલ ઇજનેર, પદાર્થવિજ્ઞાન (ફિઝિક્સ), હોટેલ મેનેજમેંટ, સિક્યુરિટી, સર્જન, ખેતી વ્યવસાય, તેમજ ભાડે ઘર આપવું ઇત્યાદિ ક્ષેત્રોમાંના વ્યવસાયમાં યશ મળે છે.
ઈ. બુધ
બુધ એ વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધ ગ્રહ બળવાન હોય તો સંગણક, પત્રકારત્વ, ધારાશાસ્ત્રી, પ્રશાસક, બેંક, શેર વેપાર, અધ્યાપન, નાનો વ્યવસાય, પૌરોહિત્ય, ટેક્સ કન્સલ્ટંટ ઇત્યાદિ ક્ષેત્રોમાંના વ્યવસાયમાં યશ મળે છે.
ઉ. ગુરુ
ગુરુ આ ગ્રહ ધાર્મિક અને શિક્ષણ ક્ષેત્રોનો કારક ગ્રહ છે. ધર્મપ્રસારક, લેખક, શિક્ષણક્ષેત્ર, ક્લાસેસ, કાયદા ક્ષેત્ર, પ્રવક્તા, વિત્ત સંસ્થા (ફાયનાન્સ), અધ્યાપન, સમાજશાસ્ત્ર, જીવનાવશ્યક વસ્તુઓ ઇત્યાદિ ક્ષેત્રોમાંના વ્યવસાયમાં યશ મળે છે.
ઊ. શુક્ર
શુક્ર એ કળા, સૌંદર્ય, મનોરંજન સાથે સંબંધિત ક્ષેત્રોનો કારક ગ્રહ છે. મોંઘીદાટ વસ્તુઓ, કપડાંના વેપારી, હોટેલ, સંગીત, સુગંધી દ્રવ્યો, વાહન, મદિરા, હીરાના વેપારી, વાહનના વેપારી, કલાકાર, સૌંદર્યવર્ધનાલય (બ્યૂટીપાર્લર), ચલચિત્રગૃહ (થીએટર), મેનેજમેંટ અધિકારી, સુવર્ણકાર ઇત્યાદિ ક્ષેત્રોમાંના વ્યવસાયમાં યશ મળે છે.
એ. શનિ
શનિ આ ગ્રહ દીર્ઘોદ્યોગ, લોખંડનો કારક ગ્રહ છે. બાંધકામ, જ્યોતિષી, ગૅરેજ, લાકડાનું શિલ્પ, કારખાનદાર, ઇતિહાસ, સંશોધક, ન્યાયમૂર્તિ, કોલસો, ઇંધન ઇત્યાદિ ક્ષેત્રમાંના વ્યવસાયમાં યશ મળે છે.
૮. ‘દશમેશ ગ્રહ (દશમ સ્થાનનો સ્વામી) કયા સ્થાનમાં છે ?’, તેના પર વ્યવસાયનું સ્વરૂપ અને મળનારું યશ આધારિત હોવું
અ. પ્રથમ સ્થાનમાં દશમેશ હોય તો નવા વ્યવસાયમાં સ્વપ્રયત્નોથી, સ્વકષ્ટથી પ્રગતિ અને વૃદ્ધિ થાય છે. એકાદ સંસ્થા નિર્મિતિનું કાર્ય તેના હાથે થઈ શકે છે.
આ. દ્વિતીય સ્થાનમાં દશમેશ હોય તો વડીલોપાર્જિત વ્યવસાયમાં, હોટેલ વ્યવસાયમાં અથવા ઘરગથ્થુ ભોજનાલયમાં યશ મળે છે.
ઇ. તૃતીય સ્થાનમાં દશમેશ હોય તો લેખન, વક્તૃત્વ, પ્રવાસ આ માધ્યમો દ્વારા યશ મળે છે.
ઈ. ચતુર્થ સ્થાનમાં દશમેશ હોય તો ખેતી, વાહન, માલમત્તા, ભૂમિ આ સંદર્ભમાંના વ્યવસાયમાં યશ મળે છે.
ઉ. પંચમ સ્થાનમાં દશમેશ હોય તો શૈક્ષણિક ક્ષેત્ર, પ્રકાશક, ઍજંટ ઇત્યાદિ વ્યવસાયોમાં યશ મળે છે.
ઊ. ષષ્ઠ સ્થાનમાં દશમેશ હોય તો નિસર્ગોપચાર તજ્જ્ઞ, સલાહકાર ઇત્યાદિ વ્યવસાયોમાં યશ મળે છે.
એ. સપ્તમ સ્થાનમાં દશમેશ હોય તો ઘરગથ્થુ વ્યવસાય, સાથીદારના સહવાસથી ભાગીદારીમાં વ્યવસાયમાં યશ મળે છે.
ઐ. અષ્ટમ સ્થાનમાં દશમેશ હોય તો વ્યવસાયમાં મંદ ગતિથી પ્રગતિ થાય છે. મૃત્યુ માટે જોઈતું સામાન વેચનારા અથવા વિમા ઍજંટોને યશ મળે છે.
ઓ. નવમ સ્થાનમાં દશમેશ હોય તો વ્યવસાયમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. સ્વતંત્ર વ્યવસાયમાં યશ મળે છે. અધ્યાત્મ સંબંધિત વ્યવસાયમાં યશ મળે છે.
ઔ. દશમેશ જો દશમ સ્થાનમાં હોય તો વ્યવસાયમાં મનપ્રમાણે યશ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં યશ મળે છે. દશમ સ્થાનનો જે સ્વામી હોય, તે સંબંધિત વ્યવસાયમાં વધારે યશ મળે છે.
અં. એકાદશ સ્થાનમાં અર્થાત્ લાભ સ્થાનમાં દશમેશ હોય તો મિત્રોની સહાયતાથી વ્યવસાયમાં યશ મળે છે. ‘માસ મીડિયા’, સંગણક ઇત્યાદિ સંબંધિત વ્યવસાયમાં યશ મળે છે.
ક. વ્યય સ્થાનમાં, અર્થાત્ બારમા સ્થાનમાં દશમેશ હોય તો પ્રવાસ, ધર્મદાય સંસ્થા, રુગ્ણાલયો સંબંધિત વ્યવસાયમાં યશ મળે છે.
૯. ‘કરિયર’માં અપયશ ક્યારે આવે છે ?
અ. કુંડળીમાંનું ભાગ્ય સ્થાન મહત્ત્વનું સ્થાન છે. દશમ સ્થાનનું તે વ્યય સ્થાન છે. વ્યવસાયમાં થનારી હાનિ દર્શાવનારું આ સ્થાન છે. આ સ્થાન જો બળવાન ન હોય તો વ્યક્તિને વ્યવસાયમાં હાનિ થવાની સંભાવના છે.
આ. લગ્ન સ્થાન અથવા લગ્નેશ જો દૂષિત હોય, તો વ્યક્તિ પોતે પ્રયત્ન કરવામાં ઓછી પડે છે. લગ્ન સ્થાન એ દશમ સ્થાનનું ચતુર્થ સ્થાન, અર્થાત્ સુખ સ્થાન છે.
ઇ. પંચમ સ્થાન એ દશમ સ્થાનનું અષ્ટમ સ્થાન છે. આ સ્થાન જો બળવાન ન હોય તો વ્યક્તિએ ચૂંટેલા વ્યવસાયમાંથી માનસિક સમાધાન મળતું નથી.
ઈ. દશમેશ, અર્થાત્ દશમ સ્થાનનો સ્વામી ૬, ૮ અથવા ૧૨ આ ત્રિકોણસ્થાનમાં હોય, તો વ્યવસાયમાં સંઘર્ષ થાય છે.
૧૦. ‘ધન કેવી રીતે મેળવવું ?’
આ વિશે સંત તુકારામ મહારાજે અભંગમાં કહ્યું છે,
जोडोनियां धन उत्तम वेव्हारें । उदास विचारें वेच करी ॥
उत्तमचि गती तो एक पावेल । उत्तम भोगील जीव खाणी ॥
અર્થ : લોકો, તમે સારો વેપાર કરીને દ્રવ્ય મેળવો અને ખર્ચ ઉદાસીન વિચારથી (વિચારપૂર્વક) કરો. એવું જે કોઈ કરશે, તેને ઉત્તમ ગતિ મળશે અને મનુષ્યયોનિમાં જન્મ લઈને ઉત્તમ ભોગ ભોગવશે.’
– સૌ. પ્રાજક્તા જોશી, જ્યોતિષ ફલિત વિશારદ, વાસ્તુ વિશારદ, અંક જ્યોતિષ વિશારદ, રત્નશાસ્ત્ર વિશારદ, અષ્ટકવર્ગ વિશારદ, સર્ટિફાઇડ ડાઊસર, રમલ પંડિત, હસ્તાક્ષર મનોવિશ્લેષણશાસ્ત્ર વિશારદ, ફોંડા, ગોવા. (૨૫.૫.૨૦૨૦)