ગાયન વિશે સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે કરેલું અમૂલ્ય માર્ગદર્શન

Article also available in :

‘૭.૫.૨૦૧૯ના દિવસે અર્થાત્ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૭મા જન્‍મોત્‍સવના કાર્યક્રમમાં અમને (હું અને સૌ. અનઘાને) શ્રી સત્‍યનારાયણની આરતી ગાવાની સેવા હતી. તે દિવસે અક્ષય્‍યતૃતીયા (અખાત્રીજ) હતી. અમે બન્‍ને સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળને કાર્યક્રમ પહેલાં આરતી સંભળાવવા માટે ગયા હતા. તે સમયે સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે અમને સંગીત વિશે અમૂલ્ય માર્ગદર્શન કર્યું તેમજ તેમણે અને સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળે અમને આશીર્વાદ આપ્‍યા.

 

૧. સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે સંગીત કળાના સંદર્ભમાં કરેલું માર્ગદર્શન

સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

૧ અ. ગીતનો મહાવરો કરતી વેળાએ ધ્‍યાનમાં રાખવાં જેવાં સૂત્રો

૧ અ ૧. આરતી ગાતી વેળાએ તે નીચેની પટ્ટીમાં (સપ્‍તકમાં) ગાવી આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય હોવું

અમે મૂળ ગાયકે ગાયેલી આરતી સાંભળીને તે પ્રમાણે ઊંચા (ઉપરની પટ્ટીમાં) સ્વરમાં આરતી ગાતા હતા. તે સાંભળ્યા પછી સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળે કહ્યું, ‘‘આ રીતે આરતી ગાવાથી આરતીનો નાદ ગાનારા (તમારા) અને સાંભળનારા (અન્‍યો)ની અંદર જતો નથી. તે નાદ બહાર જ રહે છે. તમે એકાદ ગીત જેટલું નીચેની પટ્ટીમાં (સપ્‍તકમાં) ગાશો, તેટલું તે આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક છે.

૧ અ ૨. ગીતનો મહાવરો ચૈતન્‍ય અને ભાવના સ્‍તર પર હોવો જોઈએ

કોઈપણ ગીતનો મહાવરો એટલે, ‘કેવળ ગીત ગાવું’, એમ હોવાને બદલે, ગીતનો મહાવરો ચૈતન્‍યપૂર્ણ અને ભાવપૂર્ણ હોવો જોઈએ. સંત મીરાબાઈ ભજનો ગાતાં ત્‍યારે તેમની સમક્ષ પ્રત્‍યક્ષ ભગવાન સાકાર થતા. ગીતનો મહાવરો કરતી વેળાએ ‘આપણી સમક્ષ ભગવાન કેટલીવાર સાકાર થયા ?’, તે જોવું જોઈએ. તે પદ્ધતિથી જ ગાયન થવું જોઈએ. ગીત એટલું તો ભાવપૂર્ણ ગાવું જોઈએ કે, ગાયકના મનમાં તે ગીતથી ભાવનિર્મિતિ થવી જોઈએ અને તેમ થાય કે, શ્રોતાઓની પણ ભાવજાગૃતિ આપમેળે જ થાય છે.

૧ અ ૩. ગીત ગાતી વેળાએ ‘આપણને તે ગીતની અંદર અને આપણા અંતરંગમાં જવાનું છે’, એવી પદ્ધતિથી તેનો મહાવરો કરવો જોઈએ !

ગીત ગાતી વેળાએ ‘તે અન્‍યો માટે ગાવાને બદલે, પોતાના માટે ગાઈ રહ્યા છીએ’, એ ધ્‍યાનમાં રાખીને ‘આપણે તે ગીતની અંદર અને આપણા અંતરંગમાં જવાનું છે’, એ રીતે મહાવરો કરવો જોઈએ. મહાવરો કરતી વેળાએ જો આ પ્રમાણે થતો ન હોય, તો પ્રાયશ્‍ચિત્ત તરીકે તે ગીત ભાવપૂર્ણ થાય ત્‍યાં સુધી ફરીફરીને ગાવાનો પ્રયત્ન કરવો.

૧ આ. નાદબ્રહ્મને શબ્‍દબ્રહ્મનો સંગાથ આપવા માટે ગીતના શબ્‍દોનો યોગ્‍ય ઉચ્‍ચાર થવો મહત્ત્વનું !

૧ આ ૧. જો ગાયક ગીતના શબ્‍દો યોગ્‍ય રીતે ઉચ્‍ચાર કરે, તો તે નાદનો ગાયકની કુંડલિની પર પ્રહાર થઈને તેની કુંડલિની જાગૃત થવી અને તેનું પરિણામ શ્રોતાગણ પર થઈને તેમની કુંડલિની પણ આપમેળે જ જાગૃત થઈને તેમણે ધ્‍યાનાવસ્‍થા અનુભવવી

આરતી અથવા કોઈપણ ગીત ગાતી વેળાએ તે શબ્‍દોના ઉચ્‍ચાર અને શબ્‍દો પર જોર યોગ્‍ય પદ્ધતિથી આપવાથી તેમાંથી શબ્‍દબ્રહ્મ પ્રગટ થાય છે. ઉદા. આરતીમાં રહેલા ‘ઠ’, ‘ભ’ જેવા નાભિમાંથી આવનારા શબ્‍દો યોગ્‍ય પદ્ધતિથી ગાવાથી તે નાદનો ગાયકની કુંડલિની પર પ્રહાર થઈને તેની કુંડલિની જાગૃત થાય છે. ગાયકની કુંડલિની જાગૃત થયા પછી તેનું પરિણામ શ્રોતાગણ પર થઈને તેમની કુંડલિની આપમેળે જ જાગૃત થાય છે અને તેને કારણે સાંભળનારા પણ આપમેળે જ ધ્‍યાનાવસ્‍થા અનુભવે છે.

૧ આ ૨. ‘ગાતી વેળાએ મારા મનમાં ભગવાનના વિચાર કેટલો સમય હતા ?’, એવી પોતે જ પોતાની ટકાવારી કાઢવાનો અને તે વધારવાનો પ્રયત્ન કરવો’, એવું સદ્‌ગુરુ (સૌ.) ગાડગીળે કહ્યું.

૧ ઇ. આરતી દરમ્‍યાન અનુભવવામાં આવતું ઈશ્‍વરનું નિર્ગુણ-સગુણ-નિર્ગુણ સ્‍વરૂપ

‘કોઈપણ ભગવાનની આરતી ગાવાનો આરંભ કરવા પહેલાં તેમનું નિર્ગુણ તત્ત્વ અસ્‍તિત્‍વમાં હોય છે. આપણે આરતી ગાવાનો આરંભ કર્યા પછી તે દેવતાનું સગુણ તત્ત્વ કાર્યરત થાય છે અને આરતીની પંક્તિમાંનો અંતિમ અક્ષર બોલીને થોભ્‍યા પછી ફરીવાર નિર્ગુણ તત્ત્વ કાર્યરત થાય છે, ઉદા.‘जय लक्ष्मीरमणा । स्‍वामी जय लक्ष्मीरमणा ॥’ આ શ્રી સત્‍યનારાયણ દેવતાની આરતીની પ્રથમ પંક્તિ ગાવાનો આરંભ કરવા પહેલાં, અર્થાત્ ગાયન પહેલાં ત્‍યાં તેમનું નિર્ગુણ તત્ત્વ હોય છે. આરતીની પંક્તિ ગાવાનો આરંભ કર્યા પછી આ ઈશ્‍વરી તત્ત્વ શબ્‍દોના માધ્‍યમ દ્વારા સગુણ સાકાર થાય છે અને તે પંક્તિ પૂર્ણ થયા પછી તે ફરીવાર નિર્ગુણ બને છે’, એવો અનુભવ થાય છે. તેથી આરતીના પંક્તિનો અંતિમ અક્ષરનો સૂર (ઉદા. આ આરતીમાંનો ‘ણા’ અક્ષર) વધારે લંબાવીને ગાવાને બદલે તરત જ છોડી દેવો. તેને કારણે તે સ્‍વરનાં સ્‍પંદનો (આસ) ટકી રહે છે અને તે નિર્ગુણ ભણી દોરી જનારા હોય છે. આ રીતે આરતી ગાવી, અર્થાત્ નિર્ગુણ-સગુણ-નિર્ગુણ એવી યાત્રા છે.’

 – કુ. તેજલ પાત્રીકર અને સૌ. અનઘા જોશી, સંગીત વિભાગ, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment