‘પોશાક આરામદાયક છે’, એવો ઉપરછલ્‍લો વિચાર કરીને તમોગુણ વધારનારી જીન્‍સ પૅન્‍ટ પહેરવાને બદલે સાત્ત્વિકતા વધારનારા પોશાક પહેરવા એ સર્વ રીતે વધારે લાભદાયક !

Article also available in :

યુવાનો, જીન્‍સ પૅન્ટના દુષ્પરિણામ જાણો !

 

‘રિપ્‍ડ જીન્‍સ’ નામની વિકૃતિ !

ફૅશનના નામ હેઠળ ફાટેલા જીન્‍સ પહેરનારી ભારતની કરમની ફૂટેલી યુવા પેઢી ! હિંદુ સંસ્‍કૃતિમાં ફાટેલા કપડાં પહેરવા એ અસાંસ્કૃતિક સમજવામાં આવે છે; કેવળ પશ્‍ચિમી સંસ્‍કૃતિમાં તેના ભણી ‘ફૅશન’ તરીકે જોવામાં આવે છે ! તૂટેલી વસ્‍તુઓ અને ફાટેલા કપડાં વાપરવા એ અધ્‍યાત્‍મશાસ્‍ત્રની દૃષ્‍ટિએ ભૂલ-ભર્યું હોવાથી તેનો વ્‍યક્તિત્‍વ પર નકારાત્‍મક પ્રભાવ પડે છે !

ફાટેલા કપડાં પહેરવાની ફૅશન હાલમાં ઝડપથી પ્રચલિત થઈ રહી છે. ‘જીન્‍સ’ કાપડની ફાટેલી પેન્‍ટ પહેરેલા યુવક-યુવતીઓ શહેર જેવા ઠેકાણે ચોક્કસ જોવા મળે છે. હાલમાં તો આનું પ્રમાણ એટલું તો વધ્‍યું છે કે, મુંબઈમાં ‘જીન્‍સ’ની પેન્‍ટ પહેરેલા એવા ત્રણ વ્‍યક્તિઓમાંથી એક જણની પેન્‍ટ ફાટેલા કપડામાંથી બનાવેલી હોય છે અથવા તે બનાવ્‍યા પછી ફાડી નાખેલી હોય છે. આનો ચેપ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ લાગ્‍યો છે. નાના બાળકોના કપડાંની દુકાનોમાં પણ આ ‘રિપ્‍ડ જીન્‍સ’ વધારે કિંમતમાં મળવા લાગી છે. હજી હમણાં સુધી આપણી સંસ્‍કૃતિમાં પહેરેલા કપડામાં જો એકાદ છિદ્ર હોય અથવા ક્યાંક થોડું ફાટેલું હોય એ અયોગ્‍ય અને અસભ્‍યતાનું લક્ષણ માનવામાં આવતું હતું. કપડાં પહેરનારાને પણ આ બાબતે લજ્‍જા આવતી હતી. તેથી કપડાં જુના હોય તો પણ તે ક્યાંય ફાટેલા તો નથી ને, એ બાબતે ખાસ તકેદારી લેવામાં આવતી હતી. હવે કેવળ ‘ફૅશન’ના નામ હેઠળ ફાટેલા કપડામાંથી બનાવવામાં આવેલાં કપડાં છડેચોક વાપરવામાં આવી રહ્યા છે.

જેમણે ફાટેલી નહીં એવી પેન્‍ટ ખરીદી છે, તેમનામાંથી કેટલાક જણ પાછળથી પેન્‍ટોને છિદ્રો પાડી રહ્યા હોવાનું દેખાય છે. આમાં યુવકોની સાથેસાથે યુવતીઓની સંખ્‍યા પણ સરખી જ છે. કેટલીક ગણતરીભર કોલેજો (મહાવિદ્યાલયો)માં આ ‘રિપ્‍ડ જીન્‍સ’ને અનુમતિ નથી, તો પણ મોટાભાગના ખાનગી કાર્યાલયોમાં અને કોલેજોમાં આ બાબતે પ્રતિબંધ ન હોવાથી ધીમે-ધીમે એને ‘સ્‍ટેટસ સિમ્‍બોલ’ તરીકે જોવામાં આવી રહ્યું છે. ફાટેલા પેન્‍ટ પહેરીને પગનું પ્રદર્શન કરાવનારા અને યુવકોમાં લૈંગિક ભાવના ઉદ્દીપિત કરનારી આ પશ્‍ચિમી વિકૃતિએ યુવક યુવતીઓ પર એની મોહિની થકી સારું એવું કામણ કર્યું છે. કેટલીક યુવતીઓ આજકાલ ખભા પર ફાટ્યું હોય એવા પોશાક પહેરે છે, જ્‍યારે કેટલાક તેમાં વચ્‍ચે વચ્‍ચે છિદ્રો પડ્યા હોય એવો પોશાક પહેરે છે. આ પણ આ જ વિકૃતિનો પ્રકાર છે.

તૂટેલી વસ્‍તુઓ અને ફાટેલાં કપડાંમાંથી મોટા પ્રમાણમાં નકારાત્‍મક સ્‍પંદનો પ્રક્ષેપિત થતા હોવાથી તેનો ઉપયોગ કરનારી વ્‍યક્તિના મન પર તેનું દુષ્પરિણામ થાય છે. તેથી એવી વસ્‍તુઓનો વપરાશ કરવો એ આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ભૂલ-ભર્યું છે. મહાવિદ્યાલયમાં જ્ઞાનાર્જન કરવા જનારા અને કાર્યાલયમાં બૌદ્ધિક કામકાજ કરનારી વ્‍યક્તિઓની આ કારણસર હાનિ થઈ શકે છે. અન્‍ય વ્‍યક્તિઓ કરતા આપણે કશુંક અલગ પહેર્યું છે, આ વિચાર વ્‍યક્તિમાંના અહંની વૃદ્ધિ કરવામાં સહાયતા કરે છે. પરિણામે ફાટેલા કપડાંનો નિયમિત ઉપયોગ કરનારી વ્‍યક્તિના વ્‍યક્તિત્‍વ પર સમય જતા નકારાત્‍મક પરિવર્તન થઈ શકે. તેથી આ વિષયમાં વધુ સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને આ પશ્‍ચિમી વિકૃતિને હદપાર કરવાની હવે આવશ્‍યકતા નિર્માણ થઈ છે.

– શ્રી જગન ઘાણેકર મુંબઈ

શરીર ફરતે ત્રાસદાયક સ્‍પંદનો નિર્માણ કરનારી અસાત્ત્વિક જીન્‍સ પૅન્‍ટ પહેરશો નહીં !

‘જીન્‍સ પૅન્ટ રજ- તમ ગુણથી પ્રભાવિત હોવાથી તે પહેરનારી વ્‍યક્તિના  દેહની આસપાસ ત્રાસદાયક સ્‍પંદનો નિર્માણ થાય છે અને વાતાવરણમાંની નકારાત્‍મક શક્તિ તે વ્‍યક્તિ ભણી આકર્ષિત થાય છે. જીન્‍સ પૅન્ટ એ ઉચ્‍છૃંખલતાદર્શક હોય છે. તેના કારણે વ્‍યક્તિનો અહંકાર વધે છે અને તેને થનારા અનિષ્‍ટ શક્તિના ત્રાસની તીવ્રતા પણ વધે છે. જીન્‍સ પૅન્ટ જેવા અસાત્ત્વિક પહેરવેશમાં ઈશ્‍વરી ચૈતન્‍ય ગ્રહણ કરવાની ક્ષમતા તદ્દન નહીવત હોય છે. તેથી જીન્‍સ પૅન્ટ, ‘ફેડેડ’ જીન્‍સ પૅન્ટ (પૅન્ટના કેટલાક ભાગનો રંગ આછો હોવાથી ‘સફેદ રંગનો પટ્ટો છે’, એવું લાગનારી) અથવા અન્‍ય એવા નવા ‘ફૅશન’ની જીન્‍સ પૅન્ટ પહેરવી નહીં.’

૧. તમોગુણી પહેરવેશ પરિધાન કરવાથી વાતાવરણમાંની નકારાત્‍મક શક્તિ વ્‍યક્તિ ભણી આકર્ષિત થવી

આવા ચિત્રવિચિત્ર કપડાં પહેરવાથી વ્‍યક્તિમાં રહેલા રજ-તમ ગુણ મોટા પ્રમાણમાં વધે છે. વિવિધ પ્રકારની ‘ફૅશન’ના નામ હેઠળ ફાટેલા, થીગડા લગાડ્યા હોય એવા, શરીરને ચોંટેલા અથવા વધારે લંબાઇ ધરાવતા જીન્‍સ પૅન્ટને કારણે તામસિકતા વધી જઈને વ્‍યક્તિને થનારા આધ્‍યાત્‍મિક કષ્‍ટમાં વૃદ્ધિ થાય છે. તેથી ‘પહેરવેશ આરામદાયક છે’, એવો ઉપરછલ્‍લો વિચાર કરવાને બદલે તે પહેરવેશને કારણે સૂક્ષ્મ સ્‍તર પર થનારા પરિણામનો વિચાર કરવો જોઈએ. આવા પ્રકારના કપડાં પહેરવાને બદલે વ્‍યક્તિ માટે સાત્ત્વિક કપડાં પહેરવા એ અધિક લાભદાયક હોય છે.

૨. હિંદુ સંસ્‍કૃતિ અનુસાર ઝભ્‍ભો અને ધોતિયું એ પુરુષો માટેનો સાત્ત્વિક પહેરવેશ !

જીન્‍સ પૅન્ટને બદલે ઝભ્ભો(પહેરણ) અને લેંઘો પહેરવો, એ તેની (જીન્‍સની) સરખામણીમાં અધિક સાત્ત્વિક છે. આ પહેરવેશ રજ-સત્ત્વ ગુણથી પ્રભાવિત છે અને તે સંયમ તેમજ ધૈર્યનો દર્શક છે. આ પહેરવેશને કારણે અહં ઓછો થઈને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ અલ્‍પ થઈ જઈ શકે છે અને ઈશ્‍વરી ચૈતન્‍ય અધિક પ્રમાણમાં ગ્રહણ કરી શકાય છે. હિંદુ સંસ્‍કૃતિ અનુસાર ઝભ્ભો(પહેરણ) અને ધોતિયું એ પુરુષો માટે સાત્ત્વિક પહેરવેશ છે. તે નિર્મળતાનો દર્શક છે અને તેના થકી અહં અલ્‍પ થાય છે, તેમજ અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ પણ ન્‍યૂનતમ થાય છે. આ કારણસર નાના બાળકો અને પુરુષોએ અસાત્ત્વિક પહેરવેશનો ત્‍યાગ કરીને ઝભ્ભો(પહેરણ) અને ધોતિયું પહેરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. જો તે શક્ય ન હોય તો ઓછામાં ઓછું ઝભ્ભો અને લેંઘો પહેરવા.’

– (સચ્ચિદાનંદ પરબ્રહ્મ) ડૉ. આઠવલે

 

યુવતીઓ, આધુનિકતાની અને નવીનતાની જીદ ખાતર અસાત્ત્વિક અને અભદ્ર પહેરવેશ પરિધાન ન કરશો !

‘વર્તમાનમાં યુવતીઓ તથા આધેડ સ્‍ત્રીઓમાં ટૂંકા અને શરીરને ચોંટેલા હોય એવા  ‘જીન્‍સ પૅન્ટ અને ટી-શર્ટ’ જેવો પહેરવેશ પહેરવાનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્‍યું છે. આ અસાત્ત્વિક પહેરવેશને કારણે સ્‍ત્રીઓના માનસિક તેમજ આધ્‍યાત્‍મિક ત્રાસમાં વૃદ્ધિ થઈ હોવાનું ધ્‍યાનમાં આવે છે. ખરું જોતા ‘સાત્ત્વિક, નિર્મળ પહેરવેશ અને વિનયશીલ વર્તણૂક’ એ જ સ્‍ત્રીનું સાચું સૌંદર્ય છે; પણ આધુનિકતાની અને નવીનતાની જીદ ખાતર અભદ્ર એવા પહેરવેશ પહેરવાની સ્‍ત્રીઓમાં જાણે કે હરિફાઈ જ થઈ રહી છે. નાની છોકરીઓ માટે ચણિયા-ચોળી, જ્‍યારે સ્‍ત્રીઓ માટે નવ ગજની અને છ ગજની સાડી એ સાત્ત્વિક પહેરવેશ છે, જે સ્‍ત્રીઓ માટે ઉત્તમ વેશભૂષા છે.

સૌ. સુજાતા કુલકર્ણી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૪.૨.૨૦૧૯)

 

૧. ‘જીન્‍સના સતત વપરાશને કારણે ઉદ્‌ભવનારા વિકાર !

‘કોઈપણ વસ્‍તુની સફળ માર્કેંટિંગ કેવી રીતે કરવી’, એની સમજ ધરાવનારા અમેરિકાએ ગરીબો માટેની એવી આ જાડી-ખદડી જીન્‍સ ધીરે ધીરે સમાજમાંના સર્વ સ્‍તર સુધી પહોંચાડી. જીન્‍સ ભલે ગમે તેટલી ગંદી થાય, તો પણ જીન્‍સના ઘાટા રંગને કારણે તે  તેવી દેખાતી નથી. મેલના ડાઘા દેખાતા નથી, એનો અર્થ તે ‘ગંદી નથી’, એવો થતો નથી. લોકોની ધારણાઓ પણ વિચિત્ર જ હોય છે. ‘જીન્‍સ જેટલી ગંદી હોય તેટલી સારી’, એવું તેઓ સમજે છે. કેવળ ડાઘા દેખાતા નથી; તેથી એકજ જીન્‍સ ચાર ચાર દિવસ પહેરે છે. આવી રીતે મલિન થયેલા કપડાં શરીર પર પહેરવા, એ બીમારીઓને નોતરું આપનારા છે. જીન્‍સનું કાપડ ઘણું જાડું હોય છે, તેથી હવા પણ સહજતાથી પ્રવેશી શકતી નથી. તેથી ગરમી કપડાની અંદર જ ગોંધી રાખવામાં આવે છે. ઠંડા વાતાવરણમાં રહેનારી વ્‍યક્તિઓ જો જીન્‍સ પહેરે, તો તે ઠીક છે; પણ ભારત જેવા ઉષ્‍ણ કટિબંધમાંના લોકોએ સતત જીન્‍સ પહેરવી એ પૂરેપૂરું ભૂલભર્યું છે.

૧ અ. ત્‍વચા વિકાર

કમર, જનનેન્‍દ્રિય અને સાથળના સ્‍થાન પર આમ પણ પરસેવો અધિક પ્રમાણમાં વળે છે. સતત જીન્‍સ પહેરવાથી આ પરસેવો તે ઠેકાણે એકઠો થાય છે અને ‘ફંગલ ઇન્‍ફેક્‍શન’ થાય છે. જો એક જ જીન્‍સ ધોયા વિના ચાર ચાર દિવસ પહેરી હોય તો જીન્‍સ પર બાઝેલો મેલ અને અંદર જમા થનારાં પરસેવાને કારણે એવી વ્‍યક્તિઓને થનારા ‘ફંગલ ઇન્‍ફેક્‍શન’ પર કેટલાય ઔષધોપચાર કરીએ, તો પણ તે સાજા થતા નથી. ગયા પાંચ વર્ષમાં આવા જૂના ‘ફંગલ ઇન્‍ફેક્‍શન’ના રુગ્‍ણો મોટા પ્રમાણમાં વધ્‍યા છે. જીન્‍સનો થતો અમર્યાદ ઉપયોગ એ આ સમસ્‍યાની પાછળ રહેલું મહત્ત્વનું કારણ છે.

૧ આ. મૂળવ્‍યાધ (હરસ) અને ‘ફિશર’

આજકાલ મોટાભાગના લોકોના કામકાજનું સ્‍વરૂપ બેઠાડું હોય છે. સંગણકીય (કોમ્‍પ્‍યુટર) ક્ષેત્રમાં કાર્ય કરનારા લોકો ૧૨ કલાક બેસીને કામ કરતા હોય છે. ઘણી વાર તો નૈસર્ગિક વિધિ માટે પણ ઉઠવાની અનુમતિ હોતી નથી. જીન્‍સ પહેરીને સતત રેક્‍ઝિનની ખુરશી પર બેસવાથી મોટા પ્રમાણમાં ગરમી નિર્માણ થાય છે. આ ગરમી કેટલાક જણામાં હરસ (પાઈલ્‍સ), ‘ફિશર’ જેવા ગુદદ્વાર સાથે સંબંધિત બીમારી નિર્માણ કરે છે. ‘પાઈલ્‍સ’ એટલે ગુદા પાસે નિર્માણ થનારા અંકુર (ફણગાં), જ્‍યારે મલોત્‍સર્ગના ઠેકાણે નિર્માણ થનારી ઘાને ‘ફિશર’ કહે છે. આ ખૂબ જ પીડાદાયક હોય છે. ક્યારેક કબજિયાતની વિશેષ પીડા ન ધરાવનારી વ્‍યક્તિઓમાં પણ ફિશરને કારણે થતી પીડા જોવા મળે છે. એવા સમયે તેનું કારણ ‘જીન્‍સ પહેરીને સતત એક જગા પર બેસવું’ એ હોય છે.

૧ ઇ. પુરુષોમાં શુક્રાણુઓના નિર્માણમાં અવરોધ

આજકાલ ‘લો વેસ્‍ટ’, ‘પેન્‍સિલ ફીટ’ જીન્‍સની ફેશન છે. આ પ્રકાર તો હજી વધારે પીડાદાયક છે. ‘જંક ફૂડ’ ખાઈને વધી ગયેલું પેટ છુપાવવા માટે અનેક જણા આ જીન્‍સ પહેરવાનો લાચારીભર્યો પ્રયત્ન કરતા હોવાનું દેખાય છે. આવા પ્રકારના શરીરને ચોંટેલા હોય એવા કપડા પહેરવાથી વૃષણ (Testicles) પર દબાણ આવવાથી તેઓને પીડા થવાની શક્યતા હોય છે. શુક્રાણુ સિદ્ધ (તૈયાર) થવા માટે શરીરના ઉષ્‍ણતામાન કરતા સાધારણ ૪ અંશ સેલ્‍સિઅસ ઓછું ઉષ્‍ણતામાન આવશ્‍યક હોય છે; તેથી જ વૃષણ અવયવ એ શરીરની બહારની બાજુએ હોય છે. સતત જીન્‍સ પહેરવાથી ભાગનું ઉષ્‍ણતામાન વધે છે. તેથી શુક્રાણુની નિર્માણ પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ શકે છે. ‘ટાઈટ જીન્‍સ’ એ આજકાલ પુરુષોમાં વધતા જતા વંધ્‍યત્‍વ પાછળનું મહત્ત્વનું કારણ છે.

૧ ઈ. અમ્લપિત્ત (એસિડિટી)

વધી ગયેલી ગરમી નિયંત્રિત કરવાના ઉપાય તરીકે ઘણા જણા વધુ પ્રમાણમાં પાણી પીવાનું ચાલુ કરે છે. તેનો પણ લાભ થવાને બદલે નુકસાન જ થાય છે. વધી ગયેલા પેટ પર જીન્‍સ કસીને પહેરેલી હોય ત્‍યારે વધારાનું પાણી પીધું હોવાથી પેટ પર દબાણ આવીને આરોગેલું અન્‍ન ઉપર આવીને અમ્લપિત્તનો ત્રાસ ચાલુ થાય છે.

૧ ઉ. કમર અને સાથળોની નસોને થતી પીડા

હંમેશાં શરીરને ચોંટેલા હોય એવા જીન્‍સ પહેરનારા અને ઊંચી એડીના ચંપલ/સેન્‍ડલ (હીલ્‍સ) પહેરનારી યુવતીઓની પીડા વિશે તો શું કહેવું ? ઊભા રહેવું અને ચાલવા જેવી ક્રિયાઓ વિચિત્ર રીતે કરવી પડતી હોવાથી તેઓને કમરનો દુખાવો, એડીનો દુખાવો અને પગની પિંડીઓમાં ગોટલા ચડવા, ઇત્‍યાદિ જેવી પીડાઓનો સામનો કરવો પડે છે. શરીરને ચોંટેલા હોય એવા જીન્‍સને કારણે કમર અને સાથળની નસોને પીડા થઈને સાથળોમાં અને બન્‍ને પગમાં ખાલી ચડવી, બળતરા થવી, જેવા પ્રકાર ઉદ્‌ભવી શકે છે.

 

૨. હવામાન અને આરોગ્‍યને અનુકૂળ હોય એવા કપડાં પહેરવા યોગ્‍ય

‘જેવો દેશ તેવો વેશ’ એવી એક કહેવત છે. આજે આપણો પહેરવેશ એ ‘ફેશન’ પ્રમાણે નક્કી થાય છે. ક્યારેક પરિવર્તન તરીકે કરવાની ‘ફૅશન’ એ જ રુચિ થઈ જાય, ત્યારે આરોગ્‍યની પરિસ્‍થિતિ કેવી ભીષણ થાય છે, એનું ઉદાહરણ એટલે જીન્‍સ. જીન્‍સનો પર્યાય થઈ શકે એવી જાડી-ખરબચડી ખાદીનો પર્યાય આપણી પાસે હતો. આનો અર્થ ‘સહુએ ધોતિયું અને પહેરણ (ઝબ્‍બો) પહેરવા’ એવું બિલકુલ નથી; પરંતુ સુતરાઉ કાપડની અને આરામદાયક લેંઘો પહેરવાથી આપણે તરત જ ગામડિયા થતા નથી. જે કપડા આપણા હવામાન અને આરોગ્‍યને અનુકૂળ છે, તેનો જ ઉપયોગ કરવો એ ડહાપણભર્યું ખરું કે નહીં ?

ડૉ. પુષ્‍કર પુરુષોત્તમ વાઘ, આયુષ આયુર્વેદ ક્લિનિક, ડોંબિવલી.

Leave a Comment