ગુરુ, સદ્‌ગુરુ અને પરાત્‍પર ગુરુ

Article also available in :

આપણને કેવળ ગુરુ અને સંત શબ્‍દોની જ જાણ હોય છે. ગુરુના આધ્‍યાત્‍મિક સ્‍તર અનુસાર ગુરુ, સદ્‌ગુરુ અને પરાત્‍પર ગુરુ આ રીતે ગુરુના ત્રણ પ્રકાર છે. સદર લેખમાં આપણે તે પ્રત્‍યેક પ્રકારના ગુરુની વ્‍યાખ્‍યા અને અર્થ, આધ્‍યાત્‍મિક સ્‍તર (ટકા), તેમના કારણે પોતાને અને અન્‍યોને થનારી અનુભૂતિઓ, તેમની પોતાની સાધના, તેમના દ્વારા બોલવામાં આવતા વિષયો, તેઓ શિષ્‍ય પાસેથી સાધના કેવી રીતે કરાવી લે છે, તેમની શીખવવાની પદ્ધતિ, તેમનું કાર્ય, શબ્‍દ અને શબ્‍દાતીત શીખવવું, તેમનામાંના ત્રિગુણોનું પ્રમાણ તે સાથે જ તેમનામાં રહેલા વિવિધ આધ્‍યાત્‍મિક ગુણોનું પ્રમાણ (ઉદા. ભાવ, અવ્‍યક્ત ભાવ, તાલાવેલી, નેતૃત્‍વ અને અહં) આ વિશેની તુલનાત્‍મક જાણકારી સારણીના માધ્‍યમ દ્વારા જોઈશું. આ જાણકારી પરથી ગુરુના આધ્‍યાત્‍મિક કાર્યની વ્‍યાપ્‍તિ અને મહત્ત્વની જાણ થઈને હિંદુ ધર્મની મહાનતા ધ્‍યાનમાં આવશે.

 

૧. વ્‍યાખ્‍યા, અર્થ, કાર્ય અને શિષ્‍યની ઉન્‍નતિમાં ફાળો

ગુરુ સદ્‌ગુરુ પરાત્‍પરગુરુ
૧. વ્‍યાખ્‍યા અને અર્થ અ. માયાનું જ્ઞાન અને ગુરુમાંના તત્ત્વની જાણ કરાવી આપનારા આત્‍માનુભૂતિ આપનારા તેમજ ‘સર્વત્ર બ્રહ્મ છે’, તેની જાણ કરાવી આપનારા અદ્વૈતની અનુભૂતિ પ્રદાન કરનારા
આ. જ્ઞાનગુરુ દીક્ષાગુરુ મુક્તિગુરુ
ઇ. દેહધારી નામ અદ્વૈત
૨. આધ્‍યાત્‍મિક સ્‍તર (ટકા)

(સર્વસામાન્‍ય વ્‍યક્તિ ૨૦ ટકા)

૭૦ ૮૦ ૯૦ થી વધુ
૩. પોતાને અને અન્‍યોને થનારી અનુભૂતિ શક્તિ આનંદ શાંતિ (નોંધ ૧)
૪. પોતાની સાધના હોવી હોવી આવશ્‍યકતા ન હોવી
૫. મોક્ષપ્રાપ્તિ સંભવ સહેજે સંભવ થયેલી જ હોય છે.
૬. કુંડલિનીનું સ્‍થાન
અ. દૈનંદિન જીવનમાં અનાહતચક્ર વિશુદ્ધચક્ર સહસ્રારચક્ર
આ. સાધના સમયે આજ્ઞાચક્ર સહસ્રારચક્ર -(સાધના કરતા નથી.)
૭. અન્‍યોના માર્ગદર્શન માટે સંપ્રદાયના નિયમ અનુસાર વર્તવું હોય છે. હોય છે. -(સંપ્રદાયના પેલેપાર ગયા હોવા)
૮. અનિષ્‍ટ શક્તિઓ દૂર કરવી
અ. મોટી અનિષ્‍ટ શક્તિઓ, ઉદા. મોટી ભૂતબાધા, કરણી ઇ. નું નિરાકરણ શક્ય; પરંતુ કઠિન શક્ય સહેજે શક્ય
આ. મોટી અનિષ્‍ટ શક્તિઓ દૂર કરવા માટે ઉપયોગી પદ્ધતિ કૃતિ હેતુપૂર્વક કરવી પડે છે. સંકલ્‍પ સંકલ્‍પની પણ આવશ્‍યકતા નથી. તેમના સહવાસમાં આવ્‍યા પછી અનિષ્‍ટ શક્તિઓ આપમેળે જ જાય છે.
૯. પ્રસ્‍તુત કરવાનો વિષય અધ્‍યાત્‍મ અધ્‍યાત્‍મ ગમે તે
૧૦. ચમત્‍કારની પદ્ધતિ ભગવાન અથવા ગુરુની પ્રાર્થના સંકલ્‍પ ઋદ્ધિ-સિદ્ધિ અને દેવતા સેવા તરીકે તેમના માટે પોતે થઈને ચમત્‍કાર કરી આપે છે.
૧૧. કાર્ય અ. શિષ્‍યનો સાધનાકુંભ સિદ્ધ કરવો શિષ્‍યના સાધનાકુંભમાં સાધનાબીજ વાવવું શિષ્‍યને અદ્વૈત ભણી લઈ જવો
આ. શિષ્‍યને સગુણમાંના (ગુરુમાંના) ચૈતન્‍યની અનુભૂતિ કરાવી આપવી શિષ્‍યને નિર્ગુણતત્ત્વની અનુભૂતિ પ્રદાન કરવી શિષ્‍યને સગુણ અને નિર્ગુણ એકજ છે’, તેની અનુભૂતિ આપવી
૧૨. કેટલા ટકા આધ્‍યાત્‍મિક સ્‍તરના શિષ્‍યને પ્રાપ્‍તિ થાય છે ? ૫૫ ૭૦ ૮૦
૧૩. શિષ્‍યની સાધના શિષ્‍યને સાધના કરવા માટે શબ્‍દોમાં કહે છે. શિષ્‍ય દ્વારા તેની અજાણતામાં સંકલ્‍પથી સાધના કરાવી લે છે. શિષ્‍યની સાધના તેમના અસ્‍તિત્‍વથી આપમેળે થાય છે.
૧૪. શીખવવું (ટકા)
અ. શબ્‍દો દ્વારા

આ. શબ્‍દાતીત રીતે

૭૦

૩૦

૪૦

૬૦

૯૮

૧૫. શિષ્‍યની થનારી અધિકતમ (વધારેમાં વધારે) ઉન્‍નતિ (ટકા) ૭૦ ૮૦ ૧૦૦
૧૬. શિષ્યની ઉન્નતિમાં ફાળો ટકા) ૩૦ ૪૦ ૫૦

૨. સર્વસામાન્‍ય વ્‍યક્તિ, શિષ્‍ય
અને ગુરુ, સદ્‌ગુરુ તેમજ પરાત્‍પર ગુરુનો
આધ્‍યાત્‍મિક સ્‍તર અને તેમનામાંનું ત્રિગુણોનું પ્રમાણ

સાત્ત્વિક, રાજસિક અને તામસિક આ શબ્‍દો સર્વસામાન્‍ય વ્‍યક્તિના સંદર્ભમાં લાગુ પડે છે. એકવાર વ્‍યક્તિનો આધ્‍યાત્‍મિક સ્‍તર ૫૦ ટકા કરતાં વધુ થાય, કે તેની વૃત્તિ અંતર્મુખ થાય છે. પછી પ્રકૃતિમાંના ત્રિગુણોને મહત્ત્વ જ રહેતું નથી. ત્રિગુણોનું પ્રમાણ આગળ સારણીમાં આપ્‍યા પ્રમાણે સામાન્‍ય રીતે એટલું જ રહે છે; પણ કુલ ત્રિગુણ સંખ્‍યાત્‍મક દૃષ્‍ટિએ ઘટે છે, એટલે જ ત્રિગુણાતીત થવાના, પુરુષતત્ત્વની દિશામાં પ્રગતિ થાય છે.

 

૩. વિવિધ ઘટકોનું સર્વસામાન્‍ય તુલનાત્‍મક પ્રમાણ

 

પ્રમાણ (ટકા)
ગુરુ  સદ્‌ગુરુ પરાત્‍પર ગુરુ
૧. અવ્‍યક્ત ભાવ  ૭૦  ૮૦ ૯૦
૨. તાલાવેલી  ૭૦  ૮૦ ૯૦
૩. નેતૃત્‍વ  ૫૦  ૭૦ ૯૦
૪. પ્રીતિ   ૩૦  ૫૦ ૮૦
૫. અહં   ૧૦   ૮  ૫

નોંધ ૧ – શક્તિનાં સ્‍પંદનો કરતાં આનંદનાં સ્‍પંદનો ૧૦ લાખ ગણા સૂક્ષ્મ હોય છે અને આનંદનાં સ્‍પંદનો કરતાં શાંતિની અનુભૂતિ અનંત ગણી સૂક્ષ્મતમ છે; તેથી સૂક્ષ્મમાંનું સમજાવા લાગે કે સાધકને પ્રથમ શક્તિના, આગળ આનંદના અને સૌથી છેવટે શાંતિના સ્‍તર પરના ગુરુની ઓળખાણ થાય છે. (મૂળસ્‍થાને)

સંદર્ભ : સનાતન-નિર્મિત (મરાઠી અને હિંદી ભાષામાં) ગ્રંથ ‘ગુરુનું મહત્ત્વ, પ્રકાર અને ગુરુમંત્ર’

 

૪. સંતોના પ્રકાર, તેમનો સ્‍તર,
કુલ સંતોમાંથી પ્રમાણ અને કાર્યનો ઉદ્દેશ

સંતોના પ્રકાર સ્‍તર (ટકા) પ્રમાણ (ટકા) કાર્યનો ઉદ્દેશ
૧. ઢોંગી સંત ૫૦ ૫૦ સ્‍વાર્થ સાધ્‍ય કરવો
૨. સંત ન હોવા; પણ છે એવો સમજ ૫૦ થી ૬૦ ૪૫ અન્‍યોનું વ્‍યાવહારિક દૃષ્‍ટિએ ભલું કરવું
૩. સાચા સંતકુલ ૭૦ ટકાથી વધુ અન્‍યોનું આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ભલું કરવું
કુલ ૧૦૦

૫. સાચા સંતોના પ્રકાર, તેમનો સ્‍તર,
સાચા સંતોનું પ્રમાણ અને કાર્યની પદ્ધતિ

તેમના કાર્યનો ઉદ્દેશ એકજ હોય છે અને તે એટલે અન્‍યોનું આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ભલું થવું.

સંતોનો સ્‍તર (ટકા) પ્રમાણ (ટકા) કાર્ય કરવાની પદ્ધતિ
૭૦ ૬૮ અન્‍યોને સાધના કહેવી
૮૦ ૨૦ અન્‍યો માટે સાધના કરવી
૯૦ ૧૦ અન્‍યોના ભલા માટે સંકલ્‍પ કરવો
૧૦૦ અસ્‍તિત્‍વ

– ડૉ. આઠવલે (૧૮.૬.૨૦૧૪)

 

૬. સાચા ગુરુનાં લક્ષણો

(પરાત્‍પર ગુરુ) કૈ. પરશરામ પાંડે મહારાજ

જેનો જન્‍મ સત્‌કુળમાં થયો છે, જે સદાચારી છે, શુદ્ધ ભાવના ધરાવે છે, ઇંદ્રિય-નિગ્રહ છે, જે સર્વ શાસ્‍ત્રોનું સાર જાણે છે, પરોપકારી છે, ભગવાન સાથે હંમેશાં અનુસંધાનમાં રહે છે, જેની વાણી ચૈતન્‍યમય છે, જેનામાં તેજ અને આકર્ષણશક્તિ છે, જે શાંત હોય છે; વેદ, વેદાર્થનો પારદર્શી છે; યોગમાર્ગમાં જેની પ્રગતિ છે; જેનું હૃદય ઈશ્‍વર જેવું છે (તેનું કાર્ય ઈશ્‍વરેચ્‍છાથી થાય છે), એવા પ્રકારના ગુણ જેનામાં છે, તે જ શાસ્‍ત્રસંમત ગુરુ થવા માટે યોગ્‍ય છે. એવા ગુરુ જ દીક્ષિત શિષ્‍યનું જ નહીં, જ્‍યારે સર્વ વિશ્‍વનું હિત સાધ્‍ય કરી શકે છે.’

(સંદર્ભ : શારદાતિલક)

– (પરાત્‍પર ગુરુ) કૈ. પરશરામ પાંડે મહારાજ (૩૦.૬.૨૦૧૮)

Leave a Comment