ઘરે જ કરો બટાકાની વાવણી

Article also available in :

‘બટાકા ઘરના બગીચામાં સહેજે લઈ શકાય તેવા ફાલ તરીકે જાણીતું છે. બટાકા સહેજે ઉગનારા અને અત્‍યંત ઓછા ખર્ચમાં ઉગાડી શકાય છે. બટાકાનો પાક આપણે કૂંડાં, પ્‍લાસ્‍ટિકની થેલી, ગૂણિયા કે ઓશીકાની જૂની ખોળમાં પણ લઈ શકીએ.

શ્રી. રાજન લોહગાંવકર

 

૧. બટાકા વાવણી માટે
કૂંડાં કરતાં ગૂણિયા વધારે ઉપયુક્ત

બટાકા વાવણી માટે કૂંડાં કરતાં ૩૦ થી ૫૦ કિલો અનાજની ગૂણો અથવા ગૂણિયા વાપરીએ, તો વધારે ઉત્‍પન્‍ન મળી શકે છે; કારણકે ગૂણિયામાં બટાકાની વૃદ્ધિ માટે કૂંડાં કરતાં વધારે ખુલ્‍લી જગ્‍યા મળે છે. બટાકાની વાવણી માટે ૨૦ લિટર પાણીની બાટલીનો પણ ઉપયોગ કરી શકાય છે.

 

૨. તડકાની આવશ્‍યકતા

બટાકાને પ્રતિદિન ન્‍યૂનતમ ૫ – ૬ કલાક સીધા તડકાની આવશ્‍યકતા હોય છે. તેને કારણે બટાકાની વાવણી માટે પૂરતો તડકો આવે, તે ઠેકાણે કરવી.

 

૩. માટી અને સેંદ્રિય ખાતર

બટાકાને આમ્‍લીય (ઍસિડિક) માટી વધારે પોષક છે. તે માટે માટીના પ્રમાણ જેટલું જ કંપોસ્‍ટ પણ (એક પ્રકારનું સેંદ્રિય ખાતર) લેવું. બટાકા વાવવા માટે ગૂણ અથવા થેલી લેવાના હોવ, તો થેલીની ઉપરની કિનારી બહારની બાજુએથી વાળી લેતા લેતા અડધેથી પણ નીચે લઈ આવવી. નીચેના ભાગને સામાન્‍ય રીતે ૪ ઇંચ સુધી માટી કે કંપોસ્‍ટનું મિશ્રણ ભરી લેવું. તેના પર થોડુંક પાણી છાંટીને તે ભીનું કરી લેવું.

 

૪. બટાકાની પસંદગી અને વાવણી

ચોમાસું અને શિયાળામાં બટાકાને અંકુર ફૂટેલા જોવા મળે છે. આ અંકુરને ‘આંખ’ કહે છે. ઉનાળામાં આવા અંકુર ફૂટેલા બટાકા જોઈને લેવા પડે છે. જે બટાકાને વધારે અંકુર ફૂટેલા હોય, તે વાવણી માટે પસંદ કરવા. બટાકાના ટુકડા કરીને પણ વાવણી કરી શકાય છે; પણ આરંભમાં જો તેને વધારે પાણી પવાઈ જાય, તો આ ટુકડા કોહવાઈ જવાની શક્યતા હોય છે; તેથી આખા બટાકા લેવા શ્રેયસ્‍કર છે. થેલીના અથવા કૂંડાના આકાર પ્રમાણે ૧ થી ૨ બટાકા લઈને તે માટીમાં રાખીને ન્‍યૂનતમ ૨ ઇંચ અંદર જાય, એટલી માટી તેના પર હળવેથી ફેલાવવી અને પાણી પાવું.

 

૫. માટી વધારે નાખવી

માટીમાંથી ફણગા ઉપર આવતા રહે, તેમ તેમ તેના ફરતે સેંદ્રિય ખાતર મિશ્રિત માટી નાખતી જવી. તેને કારણે ફણગા સીધા ઊભા રહેશે. બટાકાના રોપનું થડ અત્‍યંત નાજુક હોવાથી તેને આધાર આપવાની આવશ્‍યકતા હોય છે. માટી ઓછી થવાથી બટાકા માટીના ઉપરના ભાગમાં ડોકાય, તો તેને માટીથી તુરંત ઢાંકી દેવા; નહીંતર બટાકાનો માટીની ઉપર આવેલો ભાગ લીલો પડી શકે છે. સમય સમય પર માટી નાખતા રહેવાથી કૂંડું અથવા ગૂણિયું ભરાઈ જાય પછી કેવળ વચ્‍ચે વચ્‍ચે પાણી પાતા રહેવું, એટલું જ કરવું.

 

૬. જીવાતનું વ્‍યવસ્‍થાપન

બટાકા પર આમ તો જીવાત પડતી નથી; પણ વિશિષ્‍ટ પ્રકરના કીડા (કોલોરૅડો પોટૅટો બીટલ) ક્યારેક ત્રાસ દઈ શકે છે. તેનાં પીળાં રંગનાં ઇંડા પાનની નીચે હોય છે. તે જો ક્યારેક દેખાય, તો તરત જ કાઢી નાખીને નષ્‍ટ કરવા.

 

૭. બટાકા કાઢવા

૩ – ૪ માસમાં રોપનાં પાન પીળાં પડવા લાગે છે. ક્યારેક ફૂલ પણ આવે છે. રોપ કરમાઈ જઈને આડા પડી જશે. આવી સ્‍થિતિમાં એક અઠવાડિયું જવા દેવું. ત્‍યાર પછી બટાકાનો ફાલ કાઢવા યોગ્‍ય થયો છે, એમ સમજવું. તે સમયમાં બટાકાને પાણી પાવું નહીં. બટાકા રોપેલું કૂંડું કે ગૂણિયું છાંયામાં ખુલ્‍લી જગ્‍યામાં લઈ જઈને ઊંધું કરવું. બટાકા માટીમાંથી હાથેથી બહાર કાઢવા. સૂકાયેલા રોપો કંપોસ્‍ટ ખાતર બનાવવા માટે વાપરવા અથવા અન્‍ય કૂંડામાં આચ્‍છાદન તરીકે નાખવા. (ઝાડના મૂળિયે સૂકાં ખરેલા પાંદડાં (ખરાડ) ઇત્‍યાદિ નાખવું, તેને આચ્‍છાદન કહે છે. – સંકલક) કૂંડામાંની માટી ફરીવાર વાપરી શકાય તે માટે પહેલા એક અઠવાડિયું છાંયડે પાથરી રાખવી.

 

૮. બટાકાની પુનર્વાવણી

વાવણીથી માંડીને બટાકા કાઢીએ ત્‍યાં સુધીનો ત્રણથી સાડાત્રણ માસનો સમય અને ઘરમાં રહેલી બટાકાની આવશ્‍યકતા આ બન્‍ને બાબતો ધ્‍યાનમાં લઈને, પ્રત્‍યેક માસમાં બટાકા વાવતા રહેવાથી ઘરમાં હંમેશાં ઘરનાં જ  સેંદ્રિય ખાતરના બટાકા ઉપલબ્‍ધ થતાં રહેશે. આરંભમાં બજારમાંથી લાવેલા બટાકા ૨ – ૩ વાર વાવણી માટે વાપરીએ, તો પણ પછી ઘરના જ બટાકા પુનર્વાવણી માટે વાપરી શકાય છે.’

– શ્રી. રાજન લોહગાંવકર, ટિટવાળા, જિલ્‍લો ઠાણે. (૧૪.૬.૨૦૨૧)

સાભાર : http://vaanaspatya.blogspot.com/

 

૯. બટાકા વાવણીનું પ્રાત્‍યક્ષિક  – Video


વાવણી કેવી રીતે કરવી, એ સમજવા માટે યુ-ટ્યૂબ પર વિડિયો વાચકોની સગવડ માટે આપી રહ્યા છીએ. આ વિડિયોનો કેટલોક ભાગ ઉપરોક્ત જાણકારી કરતાં જુદો હોઈ શકે.

Leave a Comment