આધ્‍યાત્‍મિક ‘હિંદુ રાષ્‍ટ્ર’ના પુરસ્‍કર્તા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી !

પ્રસ્‍તાવના

આજે ‘હિંદુ રાષ્‍ટ્ર’ આ વિષય પર સર્વત્ર ચર્ચા થઈ રહી છે. ભારતમાં હિંદુ રાષ્‍ટ્રના જેટલા પ્રખર સમર્થક છે, તેટલા જ અજ્ઞાનવશ અથવા હિંદુત્‍વના દ્વેષને લીધે તેનો વિરોધ કરનારા પણ છે. હિંદુ રાષ્‍ટ્ર ભણી કોઈ જાતીય અથવા ધાર્મિક દૃષ્‍ટિકોણથી જુએ છે, તો કોઈ રાજકીય સંકલ્‍પના તરીકે ! કોઈકને હિંદુ રાષ્‍ટ્રની સંકલ્‍પના લોકશાહી-વિરોધી અને ગેરબંધારણીય લાગે છે, જ્‍યારે કોઈકને તે અન્ય ધર્મીઓ પર અન્યાય કરનારી લાગે છે ! કોઈકને એકાદ પક્ષને બહુમત એટલે હિંદુ રાષ્ટ્ર એમ લાગે છે, જ્યારે કોઈકને હિંદુ રાષ્‍ટ્ર અર્થાત્ પછાત લાગે છે. ટૂંકમાં, હિંદુ રાષ્‍ટ્ર વિશે સામાન્યજનમાં  અલગ અલગ વિચારપ્રવાહો જોવા મળે છે. આવી પરિસ્‍થિતિમાં બરાબર ૨૫ વર્ષો પહેલાં, અર્થાત્ જ્‍યારે હિંદુત્‍વનો પુરસ્‍કાર કરવો પણ અપરાધ સમજાતો, એવી સ્‍થિતિ હતી, ત્‍યારે ઈશ્‍વરી રાજ્‍યનો અર્થાત્ હિંદુ રાષ્‍ટ્રનો પુરસ્‍કાર કરનારાં અને હિંદુ રાષ્ટ્રની સંકલ્પના સુસ્પષ્ટતાથી પ્રસ્તુત કરનારાંં વ્યક્તિત્વ હતાં સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી ! સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ હિંદુ રાષ્‍ટ્રની આવશ્યકતા નિશ્ચિતતાથી પ્રતિપાદિત કરી અને તે જ સમયે હિંદુ રાષ્ટ્રની સ્‍થાપનાની દિશા પણ સ્‍પષ્‍ટ કરી.

આ વિશે ‘હિંદુ રાષ્‍ટ્ર શા માટે જોઈએ ?’, ‘હિંદુ રાષ્‍ટ્ર : આક્ષેપ અને ખંડન’, ‘હિંદુ રાષ્‍ટ્રના સ્‍થાપનાની દિશા’ આ ગ્રંથો પણ લખ્‍યા. આ ગ્રંથો હિંદુત્‍વની ચળવળમાં કાર્યરત રહેલાઓ માટે જેટલા માર્ગદર્શક છે, તેટલા જ હિંદુ રાષ્‍ટ્ર વિરોધકોને પણ ‘હિંદુ રાષ્‍ટ્ર’ કેવું હશે, તે બતાવનારા છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના ૮૧મા જન્‍મોત્‍સવ નિમિત્તે તેમની આધ્‍યાત્‍મિક હિંદુ રાષ્‍ટ્રની સંકલ્‍પના પ્રકાશમાન કરનારા તેમના જ તેજસ્‍વી વિચાર સદર લેખમાં આપ્‍યા છે. તે વાંચીને હિંદુ રાષ્‍ટ્રની ચળવળમાં સહભાગી થવાની પ્રેરણા મળે, એવી ઈશ્‍વરનાં ચરણોમાં પ્રાર્થના !

 

૧. હિંદુ કોને કહેવું ?

‘હિંદુ કોને કહેવું’, આ એક મહત્ત્વનું પાસું છે. હિંદુ રાષ્‍ટ્રની આધ્‍યાત્‍મિક સંકલ્‍પનામાં જન્‍મહિંદુ અર્થાત્ કેવળ જન્‍મથી હિંદુ રહેલા, તેઓ ‘હિંદુ’, એવી વ્‍યાખ્‍યા નથી. મેરુતંત્ર આ ધર્મગ્રંથમાં ‘हीनं दूषयति इति हिन्दु: ।’ એવો હિંદુ શબ્‍દનો અર્થ આપ્‍યો છે. અર્થાત્ જ હીનતાનો (હીન કર્મો અને ગુણોનો) ત્‍યાગ કરે છે, તે ‘હિંદુ’ છે !  ટૂંકમાં, આપણામાંના હીન ગુણોનો અને ખરાબ કર્મોનો ત્‍યાગ કરનારા અર્થાત્ સાત્ત્વિક પ્રવૃત્તિના લોકોને હિંદુ કહેવાં. આવી સત્ત્વગુણી વ્‍યક્તિ ‘હું અને મારું’ એવા સંકુચિત વિચારનો ત્‍યાગ કરીને વિશ્‍વકલ્‍યાણનો વિચાર કરે છે. હિંદુત્‍વની આ વ્યાખ્યાનો જો વિચાર કર્યો તો જન્‍મથી હિંદુ પણ કર્મોથી અથવા ગુણોથી ખરાબ છે, તેવાઓને હિંદુ કહી શકાય નહીં અને જન્‍મથી ભલે અહિંદુ હોય, તો પણ સારાં કર્મો અને ગુણોથી યુક્ત એવાઓને હિંદુ કહી શકાશે, આ વાત સ્‍પષ્‍ટ થાય છે. હિંદુ રાષ્‍ટ્ર અર્થાત્ (જન્‍મથી) હિંદુ રાષ્‍ટ્ર નહીં, જ્‍યારે વિશ્‍વકલ્‍યાણાર્થે કાર્યરત સાત્ત્વિક લોકોનું રાષ્‍ટ્ર ! તેથી હિંદુ રાષ્‍ટ્રમાં અન્‍ય પંથીઓનું શું થશે, આ પ્રશ્‍ન જ અસ્‍થાને છે.

 

૨. હિંદુ રાષ્‍ટ્રની આવશ્‍યકતા

વિશ્‍વમાં ૧૫૨ થી વધુ ખ્રિસ્‍તી રાષ્‍ટ્રો, ૫૭ થી વધુ ઇસ્‍લામી રાષ્‍ટ્રો, ૧૨ બૌદ્ધ રાષ્‍ટ્રો છે; જ્‍યારે યહુદીઓનું સ્‍વતંત્ર એવું એક ‘જ્‍યૂ રાષ્‍ટ્ર’ છે; પણ ૧૦૦ કરોડથી વધુ હિંદુઓનું એકપણ હિંદુ રાષ્‍ટ્ર આ પૃથ્‍વી પર નથી.

આજે ‘સેક્યુલર’ વ્‍યવસ્‍થામાં દેશ પર આતંકવાદનો ઓછાયો છે, જ્‍યારે અનેક પ્રદેશો નક્સલગ્રસ્‍ત છે, ખેડૂતોની આત્‍મહત્‍યાઓ થઈ રહી છે; મોંઘવારીથી જીવવું જ કઠિન થઈ બેઠું છે, ભ્રષ્‍ટાચાર, બેરોજગારી, ઢીલું પ્રશાસન, વિલંબથી મળનારો ન્‍યાય ઇત્‍યાદિ સમસ્‍યાઓ દિવસે દિવસે તીવ્ર થઈ રહી છે. ટૂંકમાં, લોકશાહી માટે અપેક્ષિત રહેલું લોકોનું હિત જાળવવામાં વર્તમાન વ્‍યવસ્‍થાને અપજશ જ મળ્યું છે. આજે હિંદુબહુસંખ્‍યક ભારતમાં ‘સર તન સે જુદા’ કરવાની છડેચોક ધમકીઓ આપવામાં આવી રહી છે, જ્‍યારે બીજી બાજુ હિંદુઓની ધર્મશ્રદ્ધા, અસ્‍મિતા, પરંપરા પર અભિવ્‍યક્તિ સ્‍વતંત્રતાના નામ હેઠળ બીભત્‍સ ટીકા કરવામાં આવે છે.

દેશના લગભગ ૧૦ રાજ્‍યોમાં હિંદુઓ અલ્‍પસંખ્‍યક થઈ ગયા છે. જેહાદી આતંકવાદને કારણે કાશ્‍મીરમાંથી વિસ્‍થાપિત થયેલા કાશ્‍મીરી હિંદુઓ આજે પણ તેમના મૂળ સ્‍થાને પાછા ફરી શક્યા નથી. પ્રદીર્ઘ સંઘર્ષ પછી આજે શ્રીરામમંદિરના નિર્માણનો માર્ગ ભલે પ્રશસ્ત (વખણાયેલો) બન્‍યો હોય, તો પણ મથુરાનું શ્રીકૃષ્‍ણમંદિર, કાશી વિશ્‍વનાથનું મંદિર આ સાથે જ ઇસ્‍લામી ઢાંચા નીચે દટાઈ ગયેલાં સેંકડો મંદિરો આજે પણ મુક્તિની પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ પરિસ્‍થિતિ પાલટવા માટે હિંદુ રાષ્‍ટ્રની આવશ્‍યકતા છે. હિંદુ રાષ્‍ટ્ર એ જ દેશ સામેની સર્વ સમસ્‍યાઓનો ઉત્તર છે. ‘હિંદુ રાષ્‍ટ્ર’ આ સંકલ્‍પના એટલે રાજકારણ નહીં, જ્‍યારે રાષ્‍ટ્રનિષ્‍ઠ અને ધર્માધિષ્‍ઠિત જીવન જીવવાની તે એક પ્રગલ્‍ભ સંસ્‍કૃતિ અને વ્‍યવસ્‍થા હશે.

 

૩. હિંદુ રાષ્‍ટ્રની માગણી બંધારણીય જ

અનાદિ કાળથી ‘હિંદુ રાષ્‍ટ્ર’ ભારતની ઓળખાણ હતી. ઇસ્‍લામી અને બ્રિટિશ રાજવટો દરમિયાન પણ હિંદુ રાજાઓએ આ ઓળખાણ ટકાવી રાખી હતી. વર્ષ ૧૯૭૬માં કટોકટી સમયે વિરોધી પક્ષને કારાગૃહમાં ગોંધી રાખીને ઇંદિરા ગાંધીએ અબંધારણીય પદ્ધતિથી બંધારણમાં ૪૨મી સુધારણા કરીને ભારતીય બંધારણમાં ‘સેક્યુલર’ અને ‘સમાજવાદ’ શબ્‍દો ઘુસાડ્યા. ‘સેક્યુલર’ શબ્‍દની હજીસુધી કોઈપણ અધિકૃત વ્‍યાખ્‍યા કરવામાં આવી નથી; પણ ‘સેક્યુલર’તાના નામ હેઠળ હિંદુબહુસંખ્‍યક ભારતમાં હિંદુઓ જ અસુરક્ષિત બની ગયા છે. જો બંધારણમાં સુધાર કરીને ભારતને ‘સેક્યુલર’ ઘોષિત કરી શકાતો હોય, તો હજી એક સુધાર કરીને ભારતને ‘હિંદુ રાષ્‍ટ્ર’ શા માટે ઘોષિત ન કરી શકાય ? વર્ષ ૧૯૪૭માં ભારતનું ધર્મના આધાર પર વિભાજન થયું. જો તે સમયે ભારતના મુસલમાનોને ઇસ્‍લામી સિદ્ધાંતો પર આધારિત ‘પાકિસ્‍તાન’ મળ્યું  હોય, તો હિંદુઓ માટે ભારત હિંદુ રાષ્‍ટ્ર થવું જોઈતું હતું; પણ તે થયું નહીં. આ ભૂલ હવે સુધારી લેવી જોઈએ.

 

૪. હિંદુ રાષ્‍ટ્ર પછાત નહીં, જ્‍યારે સમૃદ્ધ

‘ભારત હિંદુ રાષ્‍ટ્ર થવું એટલે એક ડગલું પાછળ જવા જેવું છે’, એવું કહેવામાં આવે છે; પણ તેમાં લેશમાત્ર પણ તથ્‍ય નથી. પ્રાચીન ભારતમાં સનાતન વૈદિક હિંદુ ધર્મને રાજાશ્રય હોવાથી આ રાષ્‍ટ્ર ઐહિક (વ્‍યાવહારિક) અને પારમાર્થિક (આધ્‍યાત્‍મિક) દૃષ્‍ટિએ પ્રગતિપથ પર હતું. તેને કારણે જ સુસંસ્‍કૃત તેમજ સમૃદ્ધ સમાજ, ઉત્તમ વર્ણવ્‍યવસ્‍થા, આચાર-વિચારોની શુદ્ધિ અને આદર્શ કુટુંબવ્‍યવસ્‍થા આ બધી બાબતોનું નિર્માણ આ હિંદુ ધર્માધિષ્‍ઠિત રાષ્‍ટ્રમાં થયું હતું. એંગસ મેડિસન નામના વિદેશી અર્થતજ્‌જ્ઞએ ૧૭મા શતકમાં વૈશ્‍વિક વેપારમાં ભારતનો એકલાનો ભાગ લગભગ ૨૫ ટકા હોવાનું નોંધ્‍યું હતું. ત્‍યારે ભારત ‘સેક્યુલર’ નહોતું, તો પણ વૈભવના શિખર પર હતું. તેથી ધર્માધિષ્‍ઠિત વ્‍યવસ્‍થા એ જ હિંદુ રાષ્‍ટ્રનો પાયો હશે.

 

૫. ધર્માચરણ એ જ
ધર્મરાજ્‍યનો (હિંદુ રાષ્‍ટ્રનો) પાયો

ધર્મનિષ્‍ઠા, રાષ્‍ટ્રનિષ્‍ઠા, કર્તવ્‍યભાવના, નીતિમત્તા, ચારિત્ર્યશીલતા ઇત્‍યાદિ ગુણોનો સર્વ સમાજે અંગિકાર કર્યો હોવો, એ આદર્શ સમાજવ્‍યવસ્‍થાનું સાધ્‍ય છે. તે માટે ધર્મ આ મહત્ત્વનો ઘટક છે; કારણકે ધર્મના આધાર પર જ માનવીનો અભ્‍યુદય સાધ્‍ય થઈ શકે છે, અર્થાત્ લૌકિક અને પારમાર્થિક જીવન ઉન્‍નત થાય છે, તેમજ મોક્ષપ્રાપ્તિ થાય છે. તેને કારણે ધર્માધિષ્‍ઠિત વ્‍યવસ્‍થા જ લોકોનું કલ્‍યાણ સાધ્‍ય કરનારી હોય છે.

ભૌતિક વિકાસની દૃષ્‍ટિએ પણ ધર્મ મહત્ત્વનો છે ! આજે ‘મેટ્રો’, ‘મૉલ’, ‘સ્‍માર્ટ સિટી’, અર્થાત વિકાસ’, એવું ભૌતિક વિકાસનું ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. ભૌતિક વિકાસને કારણે ‘મેટ્રો’ અને ‘મેટ્રો’ના અત્‍યાધુનિક રેલ્‍વે સ્‍થાનકો મળશે; પરંતુ ‘કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્‍સર આ ષડ્‌રિપુઓ પર માત કેવી રીતે કરવું’, આ વિશે વિકાસના તત્ત્વજ્ઞાનમાં માર્ગદર્શન ક્યાં છે ? મેટ્રોમાં નિયમોને ધાબે બેસાડીને કરવામાં આવતું અયોગ્‍ય વર્તન અને મહિલાઓનો વિનયભંગ જે ષડ્‌રિપુઓને કારણે થાય છે, તેમનું નિર્મૂલન મેટ્રોનું વ્‍યવસ્‍થાપન કેવી રીતે કરશે ? સીતામાતાનું અપહરણ કરનારા રાવણની લંકા ભલે સોનાની હોય, તો પણ આજે લાખો વર્ષો પછી પણ લોકો લંકાને નહીં, જ્‍યારે રામરાજ્‍યને જ આદર્શ માને છે. ધર્મ એવી બાબત છે કે, જે કામ, ક્રોધ, લોભ ઇત્‍યાદિ ષડ્‌રિપુઓ પર વિજય મેળવવાનું શીખવે છે. તેને કારણે કેવળ ભૌતિક વિકાસ સાધ્‍ય કરીને નહીં, જ્‍યારે લોકોને ધર્મ શીખવીને નીતિમાન બનાવવા પણ તેટલું જ આવશ્‍યક છે. ધર્મ એ જ ખરો રાષ્‍ટ્રનો પ્રાણ છે.

 

૬. પ્રકૃતિ પ્રમાણે સાધના કરવાની
સ્‍વતંત્રતા આપનારો વ્‍યાપક હિંદુ ધર્મ !

હિંદુ ધર્મ એટલે હિટલરશાહી અથવા હુકુમશાહી એવો ગેરપ્રચાર પણ કરવામાં આવે છે. પ્રત્‍યક્ષમાં હિંદુ ધર્મ જેટલી સ્‍વતંત્રતા અન્‍ય કોઈપણ પંથમાં નથી. ‘ખ્રિસ્‍તીઓએ મોઝેસે કહેલી ૧૦ આજ્ઞા પ્રમાણે જ (‘કમાંડમેંટ્‌સ’ પ્રમાણે જ) વર્તન કરવું’, એવું બાઇબલ કહે છે. કુરાનમાંની આજ્ઞાઓ અનુસાર વર્તન કરવાનું ઇસ્‍લામમાં કહ્યું છે. આનાથી ઊલટું સંપૂર્ણ ગીતા કહી બતાવ્‍યા પછી ભગવાન શ્રીકૃષ્‍ણ અર્જુનને કહે છે, ‘विमृश्‍यैतद़् अशेषेण यथेच्‍छसि तथा कुरु ।’ (શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૬૩)

અર્થાત્ ‘ગીતામાં કહેલા ધર્મજ્ઞાન પર સંપૂર્ણ રીતે સારી રીતે વિચાર કરીને તારી ઇચ્‍છા જેવી હોય, તેમ કર.’ આના પરથી હિંદુ ધર્મમાં કોઈપણ બાબતનો દુરાગ્રહ હોવાને બદલે પ્રત્‍યેકને તેની પ્રકૃતિ અનુસાર સાધના કરવાની સ્‍વતંત્રતા આપી છે, તે સ્‍પષ્‍ટ થાય છે. (શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૬૩)

 

૭. હિંદુ રાષ્‍ટ્ર સંકુચિત
નહીં, જ્‍યારે વિશ્‍વકલ્‍યાણકારી !

ખરુંજોતાં સનાતન ધર્મ સાર્વભૌમિક, અર્થાત્ સર્વભૂમિ માટે કલ્‍યાણાકરી છે; કારણકે તેમાંના સિદ્ધાંતો વૈશ્‍વિક (યુનિવર્સલ) છે. ભારતીય ઋષિપરંપરાએ વિશ્‍વશાંતિ માટે યજ્ઞયાગ કર્યા હતા અને આજે પણ હિંદુ ધર્મમાંના સંતો કેવળ પોતાના સમાજના અથવા પ્રાંતના નહીં, જ્‍યારે વિશ્‍વશાંતિનો સંકલ્‍પ કરીને વિશ્‍વશાંતિ યજ્ઞ કરે છે. ધર્મસમ્રાટ કરપાત્રી સ્‍વામીજીએ ‘ધર્મકી જય હો । અધર્મકા નાશ હો ।’, આ ઘોષણા આપતી સમયે ‘વિશ્‍વકા કલ્‍યાણ હો ।’, એવો ઉદ્‌ઘોષ કર્યો હતો. તેને કારણે હિંદુ ધર્માધિષ્‍ઠિત રહેલું રાષ્‍ટ્ર જ વિશ્‍વશાંતિ અને વિશ્‍વકલ્‍યાણ સાકાર કરી શકે છે.

એ જ શિખામણ આજે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી સમાજને આપી રહ્યા છે. તેમાંથી હિંદુ રાષ્‍ટ્ર એ કટ્ટરવાદી નહીં પણ સાત્ત્વિક, આદર્શ એવું ધર્માધિષ્‍ઠિત હશે, એ આપના ધ્‍યાનમાં આવ્‍યું જ હશે. આવા હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાના કાર્યમાં સહભાગી થવું, એ કાળને અનુસરીને ધર્મકાર્ય જ છે.

– શ્રી. ચેતન રાજહંસ, પ્રવક્તા, સનાતન સંસ્‍થા.

Leave a Comment