જર્મનનાં એક વિચારવંત લેખિકાને અને પશ્ચિમી વિદ્વાનોને ભારતના યોગ, પ્રાચીન શાસ્ત્ર, અધ્યાત્મ, ઋષિમુનિઓનું મહત્ત્વ સમજાય છે, તે ભારતમાંના કહેવાતા પુરો(અધો)ગામી, બુદ્ધિજીવીઓને ક્યારે સમજાશે ? આમાંથી એમ જ દેખાઈ આવે છે કે, ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ અને વિશ્વવંદ્ય છે !
સલીલ ગેવાલી લિખિત ‘ગ્રેટ માઇંડ્સ ઑન ઇંડિયા’ શીર્ષક અંતર્ગત ભારતના એક અવિશ્વસનીય પુસ્તક સાથે મારો પ્રથમ પરિચય અનુમાને ૨ વર્ષ પહેલાં જ્યારે હું જર્મનીના કોલોનમાંના એક યોગ કેંદ્રના સાધકોના કક્ષમાં ગઈ હતી, ત્યારે થયો. હું તેના મુખપૃષ્ઠ પર રહેલા આર્થર શોપેનહૉયર અને અલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં ચિત્રોને કારણે ઘણી આકર્ષિત થઈ; તેથી તુરંત મેં તે પુસ્તક ટેબલ (પટલ) પરથી ઉપાડ્યું. મારા યોગ-સાથીદારે પણ મને તે પુસ્તક વાંચવાની ભલામણ કરી. આ આશ્ચર્યકારક છે કે, આ પહેલાં મેં ઊંડાણથી કદી પણ વિચાર કર્યો નહીં કે, ભારત જ્ઞાનથી શ્રીમંત (ધનવાન) છે.
હું યોગના ગહન તત્ત્વજ્ઞાનથી (અધ્યાત્મથી) આકર્ષિત થઈ, તેનાં કેટલાંક વર્ષો પહેલાં હું ભારત ગઈ હતી. હવે મને એમ લાગે છે કે, આ દેશ વિશે વધુ જાણી લેવાની ઇચ્છા ઉપરોક્ત પુસ્તક દ્વારા ફરીથી જાગૃત થઈ. હું ક્યારેય જાણતી નહોતી કે, યોગા વ્યતિરિક્ત પ્રાચીન ભારતીય ઋષિઓ વિચાર અને જ્ઞાનમાં અપરિમિત પ્રગત હતા અને શતકોથી યુરોપમાંની પ્રગત સંસ્કૃતિ, તેમજ સાહિત્ય પર ભારતીય વિજ્ઞાન અને અધ્યાત્મ (તત્ત્વજ્ઞાન) પ્રભાવ પાડી રહ્યા હતા.
જર્મન વિચારવંતો માટે ભારત એક પ્રેરણાસ્થાન !
મહાન જર્મન વિચારવંતો માટે ખાસ કરીને ૧૮મા અને ૧૯મા શતકના કાળમાં ભારત એક પ્રેરણાસ્થાન હતો. અલ્બર્ટ આઈનસ્ટાઈન, આર્થર શોપેનહૉયર, હર્મન હેસે, જોહાન ગોએથી અથવા ફ્રેડરિક હેગલ એવા મોટાભાગના જર્મન વિચારવંતોએ કદીપણ ભારત જોયો નહોતો. તેમ છતાં તેઓ આ દેશ વિશે ઘણું શીખ્યા. અલ્બર્ટ આઈનસ્ટાઈન કહેતા કે, ભારતીય જ્ઞાન સ્તુતિ-પાત્ર છે. તેમને વિશ્વાસ હતો કે, ભારતીય માપનશાસ્ત્ર (ગણિત) અને શૂન્ય આ ભારતીય પ્રણાલી જો ઉપલબ્ધ થઈ ન હોત, તો આધુનિક વિજ્ઞાને આટલી પ્રગતિ ન કરી હોત. ઘણાં શતકોથી ભારતીય આંકડા પ્રણાલી વિશે શંકાશીલ દૃષ્ટિએ જોવામાં આવ્યું અને યુરોપિયન લોકોએ તેનો સ્વીકાર કર્યો નહોતો. મને હવે સમજાયું છે કે, ભારતીય જ્ઞાની ઋષિઓએ અનેક જટીલ સમીકરણો, ઓછી સંખ્યા (બાદબાકી) અને પાય (Pie)નું મૂલ્ય શોધ્યું, જે પછીના સમયગાળામાં ગૉટફ્રાઈડ લિબનિઝ અને અન્યોએ પ્રસ્તુત કર્યું.
ભાષાશાસ્ત્ર, ગણિત જેવા સિદ્ધાંતોનો
શોધ યુરોપિયનો પૂર્વે ૨ સહસ્ર વર્ષો પહેલાં જ ભારતી
ઓએ કર્યો હોવાનું જર્મન વિચારવંત આર્થર શોપેનહૉયરે કહેવું
આ અદ્વિતીય ભારતીય જ્ઞાનથી ખાસ કરીને ભાષિક, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મશાસ્ત્રથી ઉપર ઉલ્લેખ કરેલા વિચારવંતો અત્યંત પ્રભાવિત થયા હતા. આ વિષયોનું ગૂઢ અને ગહન તત્ત્વજ્ઞાન તેમજ યોગ હજી પણ ભારત ભણી જીવનનો ઊંડો અર્થ શોધનારા લોકોને આકર્ષિત કરે છે. ભારતીય ઉપનિષદોના અભ્યાસમાં તે અર્થ આર્થર શોપેનહૉયરે અનુભવ્યો હતો. તેને કારણે જ શોપેનહૉયરે તેમના ‘ધ વર્લ્ડ એઝ વિલ ઍંડ રિપ્રેઝેન્ટેશન’ નામક ગ્રંથમાં લખ્યું છે કે, સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદો જેવું લાભદાયક અને પ્રગતિ કરાવી લેનારું કોઈપણ જ્ઞાન નથી. આ મારા આયખામાં આનંદ પ્રદાન કરનારું છે અને તે મારા મૃત્યુ સમયે પણ આનંદ પ્રદાન કરશે. ભારતીય ઉપખંડમાંની સહુકોઈનું સ્વાગત કરનારી સંસ્કૃતિના કેવળ વખાણ જ નહીં, જ્યારે જેમને વૈશ્વિક દૃષ્ટિકોણ અને વૈશ્વિક અસ્તિત્વનું શુદ્ધ જ્ઞાન જાણી લેવાની ઇચ્છા છે, એવા બધા માટે જ ઉપનિષદોનું જ્ઞાન અમૂલ્ય રત્ન છે. હવે આ સ્વીકાર કરવામાં આવ્યું છે કે, ભાષાશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, ગણિત, તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્ર આ સિદ્ધાંતોનો શોધ યુરોપિયન શાસ્ત્રજ્ઞ અને વિચારવંતોએ પ્રારંભ કરવા પહેલાં ભારત બૌદ્ધિક રીતે અનુમાને ૨ સહસ્ર વર્ષો પહેલાં જ વિકસિત થયો હતો.
પાણિનીની ભાષા વિશેની ભવ્ય કલ્પના
ઓને કારણે આધુનિક ભાષાશાસ્ત્ર અધિક પ્રગત થવું
આધુનિક ભાષાશાસ્ત્ર જે સ્વિસ ભાષાશાસ્ત્રજ્ઞ ફર્ડિનાંડ ડી સૉસૂર, લિઓનાર્ડ બ્લૂમ ફિલ્ડ અને નોમ ચૉમ્સ્કી નામના અમેરિકન ભાષાના અભ્યાસકોએ અધિક પ્રગત કર્યું, તેમણે જો પાણિનીના કાર્યમાંથી ભાષાની ભવ્ય કલ્પનાઓ લીધી ન હોત, તો તે સંભવ નહોતું. તે જ પ્રમાણે જોહાન ગોએઠેએ તેમના ઘણા લખાણોમાં ભારતીય સાહિત્યની ઉત્કૃષ્ટતા વિશે સંમતિ દર્શાવી છે. કાલિદાસના ‘શકુંતલા’ આ સંસ્કૃત નાટકના અભ્યાસને કારણે જર્મન રંગમંચ પર એક ક્રાંતિ ઘડાઈ ગઈ. ૧૯મા શતકમાં ‘શકુંતલા’ નાટકના જર્મન સાથે જ અનેક (ભાષાઓમાં) ભાષાંતરો થયા.
માનવીને ડહાપણ અને ગુણોનો સાક્ષાત્કાર ભારત
માં થતો હોવાનું જર્મન તત્ત્વજ્ઞ ગોટફ્રિડ ફૉન હર્ડરે કહેવું
જર્મન તત્ત્વજ્ઞ ગોટફ્રિડ ફૉન હર્ડરે એકવાર કહ્યું હતું કે, માનવજાતિનો ઉગમ ભારતમાં મળી આવે છે, જ્યાં માનવીને ડહાપણ અને ગુણોનો પ્રથમ સાક્ષાત્કાર થયો. તેમાંથી આ સત્ય સામે છે કે, ભારતનું વર્ણન યુરોપિયન સંસ્કૃતિના હાલરડા તરીકે કરી શકાય. તેથી યુરોપિયન સાહિત્ય પ્રગત થઈ રહ્યું છે. જર્મનીના જોહાન હર્ડર, વિલ્હેલ્મ ફૉન હમ્બોલ્ટ, હેનરિક હાઈન અને વ્હેર્ઝબર્ગ ખાતેના આધુનિક ભૌતિકશાસ્ત્રજ્ઞ વર્નર હેસનબર્ગ અને અન્ય જર્મન અભ્યાસકોએ પણ ભારતના તત્ત્વજ્ઞાનના (અધ્યાત્મના) જ્ઞાનની પ્રશંસા કરી.
ભારતની અદ્ભુત ભૂમિ વિશે ગૌરવ લાગવું
મને આ અદ્ભુત ભૂમિ વિશે અભિમાન લાગવાનું કેવળ એકજ કારણ છે, તે એટલે હું અહીંથી (ભારતમાંથી) યોગનું અસીમ તત્ત્વજ્ઞાન શીખવા લાગી છું. હું પોતાને ઘણી ભાગ્યશાળી સમજુ છું કે, આ ‘ગ્રેટ માઇંડ્સ ઑન ઇંડિયા’ આ પુસ્તકનું જર્મન ભાષામાં હું ભાષાંતર કરી શકી. બે માસ કરતાં ઓછા સમયગાળામાં મેં આ અનુવાદ પૂર્ણ કર્યો. મારા આ પ્રયત્નો માટે હું પ્રાચીન ઋષિ-મુનિઓને નમ્ર વંદન કરું છું. મને વિશ્વાસ છે કે, પશ્ચિમ દિશામાં પૂર્વ દિશાના જ્ઞાનનો સાચો પ્રકાશ ફેલાવવામાં આ પુસ્તક એક જ્યોત તરીકે કામ કરશે.