શાંત નિદ્રા માટે કરવાના ઉપાય

Article also available in :

નિદ્રા અર્થાત ઊંઘ એ આપણા દૈનંદિન જીવનનું એક અવિભાજ્‍ય અંગ છે. વર્તમાનમાં અનેક લોકોને શાંત નિદ્રા લાગવી કઠિન થઈ બેઠું છે. તેની પાછળ ઘણું કરીને સ્‍થૂળ ઉપચાર અર્થાત્ ડૉક્‍ટરના નિર્દેંશ પ્રમાણે ઔષધોપચાર ઇત્‍યાદિ લેવાનું આપણું વલણ હોય છે; પરંતુ તેની પાછળ રહેલાં અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય કારણો જાણી લેવાથી આ ત્રાસ પર માત કરવાનું સહજ સંભવ છે. સદર લેખમાં નિદ્રા વિશેની સર્વસામાન્‍ય જાણકારી સાથે જ નિદ્રાનું મહત્ત્વ, નિદ્રાનો સમયગાળો, નિદ્રા અને અનિષ્‍ટ શક્તિનો સંબંધ, તેમજ નિદ્રા ન લાગવા પાછળની મૂળ સમસ્‍યા અને શાંત નિદ્રા માટેના ઉપાય આ વિશે માર્ગદર્શન કરવામાં આવ્‍યું છે.

 

૧. નિદ્રા (ઊંઘ) : ઉત્‍પત્તિ અને અર્થ

૧ અ. ઉત્‍પત્તિ

નિદ્રા (ઊંઘ) એ બ્રહ્માનું સ્‍ત્રીરૂપ છે અને સમુદ્રમંથનમાંથી તેની ઉત્‍પત્તિ થઈ, એવો પૌરાણિક મત છે.

૧ આ. અર્થ

‘મેધ્‍યામનઃસંયોગ:’ અર્થાત ‘મેધ્‍યા’ નામક નાડી અને મનનો સંયોગ અર્થાત્ ‘નિદ્રા’ છે. સર્વ ઇંદ્રિયો મનમાં લીન થાય, અર્થાત્ ઇંદ્રિયોનું કાર્ય થોભે છે ત્યારે વ્‍યક્તિને ઊંઘ આવે છે. આ સમયે વ્‍યક્તિને સંભળાતું નથી, દેખાતું નથી અને વાસ પણ આવતી નથી.

૧ ઇ. સતેજ નિદ્રા

‘યોગ્‍ય આહારથી યોગ્‍ય નિદ્રા ભણી જીવ પ્રવાસ કરે છે, આને જ ‘સતેજ નિદ્રા’ કહેવાય છે. નિદ્રામાં પણ અંતર્મન જે સમયે સાત્ત્વિક વિચારોના હિંડોળા પર ઝૂલતું હોય છે, ત્‍યારે નિદ્રામાં પણ માનવીની અંતર્મનની સાધના ચાલુ હોય છે. આ સાધનાથી માનવીનું મનઃપટલ શુદ્ધ થાય છે અને તેને મનોલય ભણી પ્રવાસ કરવાનું સહેલું પડે છે.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, અધિક વૈશાખ સુદ ૫, કળિયુગ વર્ષ ૫૧૧૨ (૧૯.૪.૨૦૧૦), બપોરે ૧.૪૯)

 

૨. નિદ્રાનું મહત્ત્વ

શારીરિક અને માનસિક આરોગ્‍ય માટે અન્‍ન જેટલી જ ઊંઘની પણ આવશ્‍યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરીને શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો પૂરાવા માટે વિશ્રાંતિની આવશ્‍યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક અવસ્‍થા એટલે જ નિદ્રા છે. સુખ-દુઃખ, સ્‍થૂળતા-કૃશતા, જ્ઞાન-અજ્ઞાન, આરોગ્‍ય અને બળ આ સર્વ બાબતો નિદ્રા પર આધારિત હોય છે.

 

૩. નિદ્રાનો સમયગાળો

વય, ત્રિગુણ અને પ્રકૃતિ અનુસાર નિદ્રાના સમયગાળામાં પરિવર્તન થાય છે.

૩ અ. વય અનુસાર

૧. ‘નાના બાળકો માટે ૧૦ થી ૧૨ કલાક, યુવાવર્ગ માટે ૮ કલાક, પ્રૌઢ વ્યક્તિ માટે ૭ કલાક અને વૃદ્ધો માટે ૪ થી ૬ કલાક નિદ્રા પ્રતિદિન આવશ્‍યક છે.

૩ આ. ત્રિગુણ અનુસાર

૧. સત્ત્વગુણી વ્‍યક્તિને ૪ થી ૬ કલાક, રજોગુણી વ્‍યક્તિને ૮ કલાક અને તમોગુણી વ્‍યક્તિને ૧૦ થી ૧૨ કલાકની નિદ્રા પ્રતિદિન આવશ્‍યક હોય છે.

૩ ઇ. પ્રકૃતિ અનુસાર

૧. વાત (વાયુ) પ્રકૃતિના માણસને ગાઢ ઊંઘ આવતી નથી. નિદ્રામાં પણ તે અસ્‍વસ્‍થ હોય છે અને થોડો પણ અવાજ થાય, તો તે તરત જ જાગી જાય છે.

૨. પિત્ત પ્રકૃતિના માણસને ગાઢ ઊંઘ આવતી નથી. તેને પ્રતિદિન ૮ કલાક ઊંઘ જોઈએ છે.

૩. કફ પ્રકૃતિની વ્‍યક્તિને ગાઢ ઊંઘ આવે છે અને તે પ્રતિદિન ૮ કલાક કરતા વધારે સમય ઊંઘે છે.

 

૪. નિદ્રા  સમસ્‍યાવિશેનીઓ

વર્તમાનની ધાંધલધમાલની જીવનપદ્ધતિ, કૌટુંબિક અથવા કાર્યાલયીન તણાવ ઇત્‍યાદિને કારણે મોટાભાગના લોકોને શાંત નિદ્રા (ઊંઘ) આવવી કઠિન થઈ બેઠું છે. જો શાંત ઊંઘ ન આવે, તો આગળના દિનક્રમ પર માઠું પરિણામ થાય છે. નિદ્રા વિશેની સમસ્‍યા છોડાવવા માટે ઘણા લોકો આધુનિક વૈદ્ય પાસે (ડૉક્‍ટર પાસે) જાય છે. નિદ્રા આવવા માટે ડૉક્‍ટર ઔષધ આપે છે અને કેટલાક વ્‍યાયામના પ્રકાર સૂચવે છે. ‘ઍલોપૅથી’ તેનાથી આગળ કાંઈ વિચાર કરતી નથી.

રાત્રિની ઊંઘ પૂર્ણ થઈ હોય તેમ છતાં પણ સવારે
બેઠાં કામો કરતી વેળાએ ઊંઘ આવતી હોય તો શું કરવું ?

ઘણીવાર રાત્રિની ઊંઘ પૂર્ણ થયા પછી પણ સવારે કામો કરતી વેળાએ ઊંઘ આવે છે. તેની પાછળનું આયુર્વેદિક કારણ નીચે પ્રમાણે છે.

શરીરમાં કફ દોષ વધવાથી સવારે ઊંઘ આવે છે.

पूर्वाह्णे पूर्वरात्रे च श्‍लेष्‍मा (प्रकुप्‍यति) ।

– અષ્‍ટાંગહૃદય, નિદાનસ્‍થાન, અધ્‍યાય ૧, શ્‍લોક ૧૮

અર્થ : દિવસ અને રાત્રિના પ્રથમ એક તૃતીયાંશ ભાગમાં કફ વધે છે.

આ સૂત્ર અનુસાર સવારે કફ વધેલો હોય છે. તેથી ઊંઘ આવી શકે છે. આવા સમયે ઊંઘી જવાથી કફ હજી વધીને વિકાર થવાની સંભાવના હોય છે. તેને કારણે રાત્રિની ઊંઘ પૂર્ણ થવા છતાં પણ સવારે ફરીથી ઊંઘ આવે તો, સૂઈ જવાને બદલે શરીરની હિલચાલ થાય, એવા શારીરિક કામો (ઉદા. ચાલવું-ફરવું, વાળવું ઇ.) કરીને ઊંઘ ઉડાડવી.

વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, ગોવા.

 

૫. નિદ્રા (ઊંઘ) ન આવવા પાછળની મૂળ સમસ્‍યા

નિદ્રા વિશે નિસર્ગ નિયમ અને ધર્મમાં કહેલા નિદ્રા સાથે સંબંધિત આચારોનું પાલન ન કરવું, આ શાંત નિદ્રા (ઊંઘ) ન આવવાની સમસ્‍યાનું મૂળ છે. નિદ્રા સંબંધના ત્રાસ ટળીને શાંત નિદ્રા આવે, તે માટે માથું કઈ દિશામાં કરવું, શયનગૃહમાં સંપૂર્ણ અંધારું કરીને શા માટે ન સૂવું ઇત્‍યાદિ બાબતો પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર જાણી લેવું મહત્ત્વનું છે.

 

૬. નિદ્રા (ઊંઘ) અને અનિષ્‍ટ શક્તિ

કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્‍ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્‍ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્‍યક્તિ નિદ્રાધીન હોય ત્‍યારે તેના પર અનિષ્‍ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે. તેને કારણે સવારે વહેલા નિદ્રા ન ઉડવી, જાગી ગયા પછી તરત જ ઊઠી ન શકવું, શરીર ભારે થવું, ઉત્‍સાહ ન હોવો ઇત્‍યાદિ ત્રાસ થાય છે. તેના માટે આધ્‍યાત્‍મિક ઉપાય જ યોજવા પડે છે. સૂઈ ગયા પછી વ્‍યક્તિની સૂવાની દિશામાં અને સ્‍થિતિમાં પરિવર્તન થાય છે. અનેક વાર તેની પાછળ પણ અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ, એ જ કારણ હોઈ શકે છે. આવા સમયે કુટુંબના અન્‍ય સદસ્‍યો તે વ્‍યક્તિને પડખે ફેરવવી, તેનું માથું પૂર્વ ભણી કરવા જેવી યોગ્‍ય કૃતિઓ કરી શકે છે.

 

૭. શાંત નિદ્રા માટે
કરવાના કેટલાક આધ્‍યાત્‍મિક ઉપાય

નિદ્રાધીન હોઈએ ત્‍યારે અનિષ્‍ટ શક્તિઓને કારણે ત્રાસ થાય જ નહીં અને શાંત નિદ્રા માટે પથારી ફરતે દેવતાઓની નામજપ-પટ્ટીઓનું મંડલ કરવું, ઓશીકા પાસે સાત્ત્વિક ઉદબત્તી કરવી, પથારી ફરતે વિભૂતિ અને કપૂર છાંટવા, તેલનો દીવો આખી રાત પ્રજ્‍વલિત રાખવો, નિદ્રા પહેલાં ઉપાસ્‍યદેવતાને અને નિદ્રાદેવીને પ્રાર્થના કરવી, આના જેવા સુલભ આધ્‍યાત્‍મિક ઉપાય કરવા.

 

૮. આયુષ્‍યમાં સાધનાનું મહત્ત્વ

કળિયુગમાં તમોગુણી નિદ્રાનું સત્ત્વગુણી નિદ્રામાં રૂપાંતર થવા માટે અર્થાત્ શાંત નિદ્રા માટે સાધના કરવી અત્‍યંત આવશ્‍યક પુરવાર થાય છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શાંત નિદ્રા માટે શું કરવું ?’

Leave a Comment