અનુક્રમણિકા
- શબ્દાતીત કૃતજ્ઞતા જાગૃત થવી
- ૧. ઉપર જણાવેલા વિકારોમાંથી
કેટલાક વિકારોના સંદર્ભમાં કહેલા જપ
વિશે સાધકોને થયેલી વિશિષ્ટતાપૂર્ણ અનુભૂતિ
- ૧ અ. મૂત્રમાંથી પ્રથિનો (પ્રોટીન) જવા (નેફ્રૉટિક સિંડ્રોમ)
- ૧ આ. સમલૈંગિક આકર્ષણ લાગવું
- ૧ ઇ. યુવાવસ્થામાં લૈંગિક વિચાર વધારે પ્રમાણમાં આવવા
- ૧ ઈ. શરીરમાં ‘ઇન્શુલિન’ સિદ્ધ (તૈયાર) ન થવું (ડાયબિટીસ)
- ૧ ઉ. ઊંઘમાં બડબડવું, ચીસો પાડવી અને નજીકની વ્યક્તિ પર ધસી જવું
- ૧ ઊ. શરીરમાં સ્નાયુની ગાંઠ થવી
- ૧ એ. ‘માયસ્થેનિયા ગ્રૅવિસ’ (મગજથી વિશિષ્ટ સ્નાયુ સાથે સંબંધિત ચેતાતંતુ (નવ્ ર્સ) સુધી આવેલી સંવેદનાઓ તે સ્નાયુમાં જવા માટે પ્રતિબંધિત થઈ હોવાથી તે સ્નાયુએ કાર્ય ન કરવું)
- ૧ ઐ. ‘ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપિક હાર્મોન’નું પ્રમાણ વધવું
- ૨. જપનું મહત્ત્વ
- ૩. કૃતજ્ઞતા
શબ્દાતીત કૃતજ્ઞતા જાગૃત થવી
‘વિકારો માટે નામજપના ઉપાય’ આ વિશે સંશોધન કરવું’, એવો વિચાર મનમાં આવ્યા પછી બે દિવસો પછી સદ્ગુરુ ડૉ. ગાડગીળના તે જ વિષય પરના લેખ વાંચીને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના મનમાં સદ્ગુરુ ડૉ. મુકુલ ગાડગીળ વિશે શબ્દાતીત કૃતજ્ઞતા જાગૃત થઈ.
‘સદ્ગુરુ ડૉ. મુકુલ ગાડગીળનો ‘વિકાર દૂર થવા માટે આવશ્યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ’ આ લેખ પ્રકાશિત થયો. તે વાંચ્યા પછી મને સ્મરણ થયું કે, તે પહેલાં બે દિવસ મારા મનમાં વિચાર આવ્યો હતો, ‘આ પ્રકારનું સંશોધન આપણે કરવું જોઈએ; એટલે ઘણા લોકોને તેનો લાભ થશે, ખાસ કરીને ત્રીજા મહાયુદ્ધ સમયે જ્યારે ઔષધિઓ નહીં હોય, ત્યારે સહુકોઈને તેનો અલભ્ય લાભ થશે.’ મારા મનમાંનો વિચાર પહેલા જ સદ્ગુરુ ડૉ. મુકુલ ગાડગીળના મનમાં ભગવાને આપ્યો અને આવશ્યક તે લખાણ પૂર્ણ કરી લીધું; તેથી મારા મનમાં સદ્ગુરુ ડૉ. મુકુલ ગાડગીળ વિશે શબ્દાતીત કૃતજ્ઞતા જાગૃત થઈ અને તેમને તે વિચાર આપ્યો તે માટે દેવતાઓ વિશે ભાવ જાગૃત થયો.’ – (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
‘આગામી આપત્કાળમાં આધુનિક વૈદ્ય અને તેમની ઔષધિઓ ઉપલબ્ધ નહીં હોય. ત્યારે ‘કઈ બીમારી પર કયો ઉપાય કરવો’, એ સમજવું અઘરું થશે. ત્યારે તે સમજાય; એટલા માટે સાધકોએ આ લેખ સંગ્રહિત રાખવો અને તેમાં આપેલા પ્રમાણે નામજપ કરવો. તેને કારણે બીમારી ઓછી થવામાં લાભ થશે.’
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે (૩૦.૬.૨૦૨૨)
‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્યક છે ?’, એ ધ્યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્યા. ‘કોરોના વિષાણુ’ની બાધા દૂર કરવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્યો હતો. તે પરિણામકારક હોવાનું ધ્યાનમાં આવ્યા પછી મને અન્ય વિકારો માટે પણ જપ શોધવાની સ્ફૂર્તિ મળી. આ જપ એટલે આવશ્યક તે અલગ અલગ દેવતાઓના એકત્રિત જપ છે. મેં શોધેલા આ જપ સાધકોને તેમના વિકારો માટે આપી રહ્યો છું. ‘તે જપનો તેમને સારો લાભ મળી રહ્યો છે’, એવું તેમણે કહ્યા પછી ધ્યાનમાં આવ્યું. આ લેખમાળાના ભાગ ૧ થી ૪ મા કેટલાક વિકાર, તેમના માટેના જપ અને સાધકોએ તે જપ કર્યા પછી તેમને થયેલી અનુભૂતિઓ આપી હતી. સદર ભાગ ૫ મા હજી વધારે વિકાર અને તેમના માટેના જપ અત્રે આપ્યા છે. આ નામજપ ગત ૩ મહિનામાં કેટલાક સાધકોને આપ્યા છે.
વિકાર | લાગુ થનારા કેટલાક નામજપોનો ક્રમવાર એકત્રિત નામજપ (નોંધ) |
---|---|
૧. પગમાં ગોટલા ચડવા | શ્રી ગણેશાય નમઃ । શ્રી દુર્ગાદેવ્યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । |
૨. મૂત્રમાંથી પ્રથિનો (પ્રોટીન્સ) જવા (નેફ્રૉટિક સિંડ્રોમ) | શ્રી ગુરુદેવ દત્ત । શ્રી દુર્ગાદેવ્યૈ નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૩. સ્ક્લેરોડર્મા (લક્ષણો – ત્વચા જાડી અને કઠણ થવી,લોહીનો પ્રવાહ ઓછો થવો, થાક, સ્નાયુ ઘટ્ટ થવા ઇત્યાદિ) | શ્રી ગુરુદેવ દત્ત । શ્રીરામ જય રામ જય જય રામ । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૪. માથા પર ફોલ્લીઓ થઈને ઘણી ખંજવાળ આવવી | ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગુરુદેવ દત્ત । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૫. સમલૈંગિક આકર્ષણ જણાવું | શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૬. યુવાવસ્થામાં લૈંગિક વિચાર વધારે પ્રમાણમાં આવવા | શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૭. શરીરમાં ‘ઇન્શુલિન’ સિદ્ધ ન થવું (ડાયબિટીસ) | ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગણેશાય નમઃ । શ્રી દુર્ગાદેવ્યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । |
૮. ઊંઘમાં બડબડવું, બુમો પાડવી અને નજીકની વ્યક્તિ પર ધસી જવું | શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૯. શરીરમાં સ્નાયુની ગાંઠ થવી | ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૧૦. માયસ્થેનિયા ગ્રૅવિસ (મગજથી વિશિષ્ટ સ્નાયુ સાથે સંબંધિત ચેતાતંતુ (નર્વ) સુધી આવેલી સંવેદનાઓ તે સ્નાયુમાં જવા માટે પ્રતિબંધિત થઈ હોવાથી તે સ્નાયુએ કાર્ય ન કરવું) | ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગણેશાય નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । |
૧૧. જઠરમાં પિત્ત વધવાથી ખાધેલું અન્ન ઊલટી થઈને બહાર નીકળવું અને તેને કારણે થાક લાગવો | શ્રી દુર્ગાદેવ્યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૧૨. લોહીમાંનું ‘કોલેસ્ટ્રૉલ’નું પ્રમાણ વધવું | શ્રી ગુરુદેવ દત્ત । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૧૩. ફ્રોઝન શોલ્ડર | શ્રી ગણેશાય નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૧૪. ‘ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપીક હૉર્મોન’નું પ્રમાણ વધવું | શ્રી ગણેશાય નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । |
૧૫. મૂત્રપિંડને (કિડનીને) સોજો આવવો | ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગણેશાય નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૧૬. સ્ત્રીઓને માસિક અટકાવ સમયે પેટમાં પુષ્કળ દુઃખવું | શ્રી ગણેશાય નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । |
૧૭. મોટા આંતરડામાં વ્રણ (અલ્સર) | શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૧૮. બહારની પરિસ્થિતિને કારણે માનસિક સંતુલન બગડવું | શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગણેશાય નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૧૯. ‘કોરોના’થયેલી વ્યક્તિનું લોહી ઘાટું થયું હોવું, તે પાતળું થવા માટે | શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી ગુરુદેવ દત્ત । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । |
૨૦. ‘સ્ટિરૉઇડ’ના દુષ્પરિણામ થવા | શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । |
નોંધ – એકાદ વિકાર માટે આપેલો નામજપ તે ક્રમથી બોલીએ કે, તે એક નામજપ થયો. આ રીતે આ નામજપ નિયોજિત સમયગાળા સુધી ફરી-ફરીને કરવો.
૧. ઉપર જણાવેલા વિકારોમાંથી
કેટલાક વિકારોના સંદર્ભમાં કહેલા જપ
વિશે સાધકોને થયેલી વિશિષ્ટતાપૂર્ણ અનુભૂતિ
૧ અ. મૂત્રમાંથી પ્રથિનો (પ્રોટીન) જવા (નેફ્રૉટિક સિંડ્રોમ)
આ મૂત્રપિંડ (‘કિડની’)નો વિકાર છે. આમાં મૂત્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રથિનો (પ્રોટીન) જાય છે. એક સાધિકાના ૯ વર્ષના દીકરાને વર્ષ ૨૦૧૫થી આ વિકાર થયો હતો. આ વિકાર તેને પ્રત્યેક ૩ – ૪ મહિના પછી થતો હતો. ત્યારે તેને ‘સ્ટિરૉઇડ’ આપવું પડતું હતું. ‘સ્ટિરૉઇડ’ને કારણે તે છોકરાના સર્વાંગ પર પુષ્કળ સોજો ચડતો. તેના આ વિકાર પર મેં ૨૧ ડિસેંબર ૨૦૨૧ના દિવસે નામજપ આપ્યો. તે નામજપ સાધિકાએ દીકરા માટે પ્રતિદિન ૧ કલાક કર્યો. જપનો આરંભ કર્યા પછી ૭ દિવસમાં દીકરાના મૂત્રમાંથી પ્રથિનો જવાનું બંધ થયું. ‘દીકરાના મૂત્રમાંથી પ્રથિનો જાય છે શું ?’, એ ઘરે જ સહેલી પદ્ધતિથી તે સાધિકા ચકાસી શકતા હતા. દીકરાને પ્રત્યેક ૩ – ૪ મહિના પછી થતો આ વિકાર નામજપને કારણે પૂર્ણ રીતે રોકાઈ ગયો છે, તો પણ દીકરાનાં બા એ હજી પણ દીકરા માટે નામજપ કરવાનું ચાલુ રાખ્યું છે. આ વિકાર માટે દીકરાનાં બાએ પછીથી હોમિઓપથીની ઔષધી ચાલુ કરી; કરણકે, તે ડૉક્ટરને ‘તે છોકરાનો આ વિકાર કોઈક બીકને કારણે ઉદ્દભવે છે’, એવું ધ્યાનમાં આવ્યું. તેમની ઔષધીથી તેઓ આ મૂળ કારણ દૂર કરી રહ્યા છે.
૧ આ. સમલૈંગિક આકર્ષણ લાગવું
એક જિજ્ઞાસુને સમલૈંગિક આકર્ષણ લાગવાનો ત્રાસ થતો હતો. તેણે આ સમસ્યા મનમોકળાશથી પ્રસ્તુત કર્યા પછી તેનો આ વિકાર દૂર થવા માટે મેં નામજપ કહ્યો. તે આ નામજપ પ્રતિદિન ૧ કલાક કરાવા લાગ્યા પછી તેનો આ ત્રાસ ૨૦ દિવસોમાં પુષ્કળ ઓછો થયો.
૧ ઇ. યુવાવસ્થામાં લૈંગિક વિચાર વધારે પ્રમાણમાં આવવા
એક યુવાન જિજ્ઞાસુને સ્ત્રીઓ વિશે પુષ્કળ પ્રમાણમાં લૈંગિક આકર્ષણ લાગતું અને તે વિશે નિરંતર મનમાં વિચારો આવતા. તેને કારણે તેને સાધના કરવામાં નડતર આવતી હતી. તેણે તે વિશે નામજપ પૂછ્યા પછી તેને તે આપવામાં આવ્યો. તેણે તે નામજપ નિયમિત રીતે ૧૫ દિવસ કર્યા પછી તેનો તે ત્રાસ પુષ્કળ પ્રમાણમાં દૂર થયો.
૧ ઈ. શરીરમાં ‘ઇન્શુલિન’ સિદ્ધ (તૈયાર) ન થવું (ડાયબિટીસ)
એક ડૉક્ટર રહેલા સાધકના ૧૬ વર્ષની વયના દીકરાના શરીરમાં ‘ઇન્શુલિન’ સિદ્ધ (તૈયાર) જ થતું નથી. એવું લાખમાં એકાદ વ્યક્તિના સંદર્ભમાં બને છે. તેને કારણે આવી વ્યક્તિને પ્રત્યેક ૩ મહિના પછી ‘લોહીમાંનું ‘ઇન્શુલિન’નું પ્રમાણ કેટલું છે ?’, એ ચકાસીને તે પ્રમાણે ઉપચાર લેવા પડે છે. આ સાધકના દીકરાને મેં આ વિકાર માટે જાન્યુઆરી ૨૦૨૨માં નામજપ આપ્યો. તેણે ૪ મહિના પ્રતિદિન આ નામજપ ૧ કલાક કરવાથી તેના લોહીમાંનું ‘ઇન્શુલિન’નું પ્રમાણ ઘટવાને બદલે તે ૧ નૅનોગ્રામ/૧ મિલીલિટર જેટલું ટકી રહ્યું. લોહીમાંનું ‘ઇન્શુલિન’નું સર્વસામાન્ય પ્રમાણ ૨ નૅનોગ્રામ/૧ મિલીલિટર હોય છે. તેથી હવે તેને પ્રતિદિન ૨ કલાક નામજપ કરવા માટે કહ્યું છે.
૧ ઉ. ઊંઘમાં બડબડવું, ચીસો પાડવી અને નજીકની વ્યક્તિ પર ધસી જવું
બે સાધકોને આ ત્રાસ થતો હતો. આ બન્ને સાધકોને આ વિકાર માટે શોધેલો નામજપ આપ્યા પછી બન્નેનો આ ત્રાસ ૨ અઠવાડિયામાં મટી ગયો.
૧ ઊ. શરીરમાં સ્નાયુની ગાંઠ થવી
માર્ચ ૨૦૨૨માં એક સાધિકાનાં ભાભીના પેટમાં સ્નાયુની ગાંઠ નિર્માણ થઈ હતી. તેમને મેં આ વિકાર માટે નામજપ આપ્યો. તેણે તે ૧ મહિનો પ્રતિદિન ૧ કલાક કર્યો. ત્યાર પછી ‘તે ગાંઠ દબાઈ ગઈ છે’, એમ જણાયું. તે ડૉક્ટર પાસે ચકાસણી કરવા ગયાં. ડૉક્ટરે ‘સ્કૅનિંગ’ કર્યા પછી તેમને દેખાયું, ‘તે ગાંઠનું વિઘટન થયું છે.’ ડૉક્ટરે તે સાધિકાને કહ્યું, ‘‘સ્નાયુની ગાંઠનું આ રીતે વિઘટન થયેલું મેં પહેલી જ વાર જોયું છે. એવું કદી સંભવ નથી. ગાંઠ મટી જવાની પ્રક્રિયામાં આ એક સારું લક્ષણ છે.’’ આ પરિણામ નામજપનું હતું, એ ધ્યાનમાં આવે છે.
૧ એ. ‘માયસ્થેનિયા ગ્રૅવિસ’ (મગજથી વિશિષ્ટ
સ્નાયુ સાથે સંબંધિત ચેતાતંતુ (નવ્ ર્સ) સુધી આવેલી સંવેદનાઓ
તે સ્નાયુમાં જવા માટે પ્રતિબંધિત થઈ હોવાથી તે સ્નાયુએ કાર્ય ન કરવું)
આ એક ગંભીર સ્વરૂપનો વિકાર છે અને તે ચેતાતંતુ (નવ્ ર્સ) અને સ્નાયુના સંધિસ્થાન સાથે (ન્યૂરોમસ્ક્યુલર જંક્શન સાથે) સંબંધિત છે. આ વિકાર ‘ઑટોઇમ્યૂન ડિસૉર્ડર’ (પોતાની પ્રતિકારસંસ્થાએ પોતાના શરીર પર અથવા શરીરના ઘટક પર આક્રમણ કરવું) આ પ્રકારના વિકારમાં આવે છે. ‘માયસ્થેનિયા ગ્રૅવિસ’માં અસ્થિ સાથે જોડાયેલા સ્નાયુઓ વિકારગ્રસ્ત થાય છે. તેને કારણે અવયવોની હિલચાલ કરવા માટે અને શ્વસનક્રિયા સાથે સંબંધિત જે સ્નાયુઓ હોય છે, તે આ વિકારમાં કમકૌવત બને છે. એક સાધિકાને આ વિકાર થયો હતો. તેને કારણે તેને કોઈપણ કૃતિ કરવી, ઉદા. આંગળીથી સાદી પેન ઉપાડવી પણ અશક્ય થયું હતું. તેને ઘણો થાક લાગતો હતો. તેને કારણે તે સૂઈ રહેતી. તેના માટે ઔષધ તરીકે ‘સ્ટિરૉઇડ’ લેવા, આ ઉપચાર છે; પણ તેના કારણે સોજા ચડવા જેવા દુષ્પરિણામ થાય છે.
મેં તેને આ વિકાર માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં નામજપ શોધી આપ્યો. તે આ નામજપ પ્રતિદિન ૨ કલાક કરવા લાગી. આ નામજપનો તેને એક મહિનામાં જ સારો લાભ દેખાવા લાગ્યો. તે દૈનંદિન કૃતિઓ કરવા લાગી. ડૉક્ટરે પણ ‘આ સારો ફેર છે અને હવે આ વિકાર ઘણો નિયંત્રણમાં આવ્યો છે’, એમ કહીને તેના ‘સ્ટિરૉઇડ’ ઔષધિઓનું પ્રમાણ પણ ઓછું કર્યું. તેમજ ડૉક્ટરે કહ્યું, ‘‘આ વિકારનું શ્વસનક્રિયા પર પરિણામ થયું નહીં, એ મહત્ત્વનું છે, નહીંતર ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ હોત.’’
૧ ઐ. ‘ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપિક હાર્મોન’નું પ્રમાણ વધવું
ફેબ્રુઆરી ૨૦૨૨માં એક સાધિકાના શરીરમાંનું ‘ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપિક હાર્મોન’ આ ‘હાર્મોન’નું (સંપ્રેરકનું) પ્રમાણ વધ્યું હોવાનું નિદાન થયું. તેનો રક્તદાબ હંમેશાં ઓછો રહેતો. (લોહીમાંનું ‘કૉર્ટિસૉલ’ નામક હાર્મોનનું પ્રમાણ ઓછું થાય તો ‘ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપિક હાર્મોન’નું પ્રમાણ વધે છે. રક્તદાબ ઓછો થવાનું કારણ ‘કૉર્ટિસૉલ’ હાર્મોનનું પ્રમાણ ઓછું થવું’, એ છે.) તેને થાક રહેતો, તેમજ તેની ચયાપચય (મેટાબોલિઝમ) ક્રિયા પર પણ પરિણામ થયું હતું. આ બધાને કારણે તેના શરીરની પ્રતિકારક્ષમતા પણ ઓછી થઈ હતી. તેના આ વિકાર માટે મેં તેને માર્ચ ૨૦૨૨માં નામજપ આપ્યો અને તે પ્રતિદિન ૧ કલાક કરવા માટે કહ્યું. તેણે તે ૩ મહિના કર્યો. તેણે આ વિકાર માટે ડૉક્ટરે કહ્યા પ્રમાણે ૧ મહિનો ‘સ્ટિરૉઇડ’ લીધાં. જૂન ૨૦૨૨માં તેની શારીરિક સ્થિતિ થોડી સુધરી. તેના થાકનું પ્રમાણ ઓછું થયું, પહેલા ઓછો રહેલો રક્તદાબ વધ્યો, તેમજ તેને અન્ન પચવા લાગ્યું. તેનામાંના ‘ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપિક હાર્મોન’નું પ્રમાણ પહેલાં જે ૭૨.૬ પિકોગ્રામ/૧મિલીલિટર હતું, તે હવે ૬૪.૧ પિકોગ્રામ/૧ મિલીલિટર થયું હતું. (‘ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપિક હાર્મોન’નું સર્વસામાન્ય પ્રમાણ ૪૬ પિકોગ્રામ/૧ મિલીલિટર કરતાં ઓછું જોઈએ.)
૨. જપનું મહત્ત્વ
આપત્કાળમાં ઔષધિઓ, ડૉક્ટરની અછત વર્તાશે, ત્યારે આ જપનો સારો ઉપયોગ થશે.
૩. કૃતજ્ઞતા
પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કૃપાથી હું આ જપ શોધી શક્યો અને તે જપની સારી પરિણામકારકતા પણ ધ્યાનમાં આવી. તે માટે હું પરાત્પર ગુરુ ડૉક્ટરજીનાં ચરણોમાં કોટિશઃ કૃતજ્ઞ છું.’
(સદ્ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, પીએચ.ડી., ગોવા. (૩૦.૬.૨૦૨૨)
આમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિઓ ‘ભાવ ત્યાં ભગવાન’ આ ઉક્તિ અનુસાર વ્યક્તિગત અનુભૂતિઓ છે. તે બધાને જ થશે એમ નથી. – સંપાદક
સાધકોને સૂચના અને વાચકોને વિનંતિ !
જો સાધકોને અહીં આપેલા વિકારોમાંથી એકાદ વિકાર થયો હોય અને તે દૂર કરવા માટે ‘તે સંદર્ભમાં આપેલો નામજપ કરી જોવો’, એમ લાગે, તો તેમણે તે નામજપ ૧ મહિનો પ્રતિદિન ૧ કલાક પ્રયોગ તરીકે કરી જોવો. આ નામજપના સંદર્ભમાં થનારી અનુભૂતિઓ સાધકોએ [email protected] આ ઇ-મેલ સરનામા પર અથવા આગળ જણાવેલા ટપાલ સરનામા પર મોકલવી. આ અનુભૂતિઓ ગ્રંથમાં લેવાની દૃષ્ટિએ, તેમજ નામજપની યોગ્યતા સિદ્ધ થવા માટે પણ ઉપયુક્ત પુરવાર થશે.