વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો પરના નામજપ (ભાગ ૪)

Article also available in :

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલે, સનાતન સંસ્થા.

‘આગામી આપત્‍કાળમાં આધુનિક વૈદ્ય અને તેમની ઔષધિઓ ઉપલબ્‍ધ નહીં હોય. ત્‍યારે ‘કઈ બીમારી માટે કયો ઉપાય કરવો’, એ સમજવું અઘરું થશે. ત્‍યારે તે સમજાય; એટલા માટે સાધકોએ આ લેખ સંગ્રહિત રાખવો અને તેમાં આપ્યા પ્રમાણે નામજપ કરવો. તેને કારણે બીમારી ઓછી થવામાં લાભ થશે.’

 – (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૩૦.૬.૨૦૨૨)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા. ‘કોરોના વિષાણુ’ની બાધા દૂર કરવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્‍યો હતો. તે પરિણામકારક હોવાનું ધ્‍યાનમાં આવ્‍યા પછી મને અન્‍ય વિકારો માટે પણ જપ શોધવાની સ્‍ફૂર્તિ મળી. આ જપ એટલે આવશ્‍યક તે અલગ અલગ દેવતાઓના એકત્રિત જપ છે. મેં શોધેલા આ જપ સાધકોને તેમના વિકારો માટે આપી રહ્યો છું. ‘તે જપનો તેમને સારો લાભ મળી રહ્યો છે’, એવું તેમણે કહ્યા પછી ધ્‍યાનમાં આવ્‍યું. આ લેખમાળાના ભાગ ૧ થી ૩ મા કેટલાક વિકાર, તેમના માટેના જપ અને સાધકોએ તે જપ કર્યા પછી તેમને થયેલી અનુભૂતિઓ આપી હતી. સદર ભાગ ૪મા હજી કેટલાક વિકાર અને તેમના માટેના જપ અત્રે આપ્‍યા છે. આ નામજપ ગત ૩ મહિનામાં કેટલાક સાધકોને આપ્‍યા છે.

નોંધ ૧ – એકાદ વિકાર માટે આપેલો નામજપ તે ક્રમથી બોલીએ કે, તે એક નામજપ થયો. આ રીતે એ નામજપ નિયોજિત સમયગાળા સુધી વારંવાર કરવો.

નોંધ ૨ – ‘મગજના વિશિષ્‍ટ ભાગમાંની મજ્‍જાપેશી એટલે ‘ન્‍યૂરૉન્‍સ’ જો અકાર્યરત બને, તો તે ભાગ દ્વારા કરવામાં આવતી સંબંધિત કૃતિ થતી નથી. અહીં ‘બોલી નથી શકાતું; પણ ગાઈ શકવું’, એવું ઉદાહરણ આપ્‍યું છે. આ સંદર્ભમાં વિવેચન નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

૧.  જો કોઈ બોલી શકતો ન હોય, તેને ગાતા આવડવું સંભવ છે.

૨. ડાબા મગજના આગળના ભાગમાંના બોલવાની સાથે સંબંધિત ક્ષેત્રમાંની (બ્રોકાસ એરિયા અથવા મોટર સ્પીચ એરિયા) મજ્‍જાપેશી અકાર્યરત થવાથી વ્‍યક્તિના બોલવા પર પરિણામ થાય છે. તેને બીજાએ બોલેલું સમજાતું હોય છે. તે વ્‍યાકરણની દૃષ્‍ટિએ યોગ્‍ય, અર્થાત્ ક્રિયાપદો, ક્રિયાવિશેષણો, વિશેષણો ઇ. ઉપયોગ કરીને બોલી શકતી નથી; પરંતુ તે કેટલાક અર્થપૂર્ણ શબ્‍દોનું ઉચ્‍ચારણ કરી શકે છે. તેને કારણે તેનું બોલવું ‘ટેલેગ્રાફિક સ્‍પીચ’ જેવું થાય છે. ગાયન એ જમણા મગજ સાથે સંબંધિત બાબત છે. તેને કારણે ‘બ્રોકાસ એરિયા’માંની મજ્‍જાપેશી ભલે અકાર્યરત થાય, તો પણ વ્‍યક્તિની ગાવાની ક્ષમતા અબાધિત રહે છે. અહીં ‘ગાયનક્ષમતા’ એટલે ખાસ કરીને ‘મેલડી’ (ગીતનો ઢાળ, સંગીત-રચનાની મુખ્‍ય ધૂન, આલાપી) ગાવાની ક્ષમતા અબાધિત (અકબંધ) રહે છે.’

– આધુનિક વૈદ્ય દુર્ગેશ સામંત (૨.૭.૨૦૨૨)

વિકારો પર ધ્‍યાનમાંથી નામજપ શોધતી વેળાએ સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ
વિકાર લાગુ થનારો કેટલાક નામજપનો એકત્રિત નામજપ (નોંધ ૧)
૧. નાગણ શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૨. સાંધાનો દુખાવો શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૩. ગર્ભાશયમાં લોહીની ગાંઠો થઈને ગર્ભાશયને સોજો ચડવો શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।
૪. પ્રાણશક્તિ ઓછી હોવી શ્રી ગણેશાય નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।
૫. સ્‍ત્રીઓના માસિક અટકાવ સમયે રક્તસ્રાવ વધારે પ્રમાણમાં થવો ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગુરુદેવ દત્ત । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૬. ક્ષયરોગ (ટી.બી.) થવો શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગણેશાય નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।
૭. શરીરમાં ચરબીની ગાંઠો થવી શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૮. ઘાવમાં જંતુનો ચેપ લાગવો શ્રી ગુરુદેવ દત્ત । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૯. આંખમાં આંજણી થવી શ્રી ગણેશાય નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ ।  શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૦. ‘પાઇલ્‍સ’નો ત્રાસ શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।
૧૧. ઑટો ઇમ્‍યૂન ડિસઑર્ડર (પોતાની પ્રતિકારશક્તિએ પોતાના શરીર પર આક્રમણ કરવું) શ્રી ગણેશાય નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૨. સ્‍નાયુઓ કમકૌવત બનવા શ્રી ગણેશાય નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ ।
૧૩. મૂત્રાશયમાં ગાંઠ થવી (ગાંઠ કર્કરોગની હતી, એ પાછળથી સમજાયું.) શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૪. વેરિકોઝ વેન્‍સ શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૫. કર્કરોગ શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી દુર્ગા દેવ્‍યૈ નમઃ । ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગણેશાય નમઃ ।
૧૬. લોહીનો કર્કરોગ શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી ગુરુદેવ દત્ત ।
૧૭. મલ્‍ટીપલ સ્‍ક્લેરોસીસ (મધ્‍યવર્તી મજ્‍જાસંસ્‍થા દુર્બળ થવી) શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૮. શૌચ સાફ ન થવું શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૯. મગજના કેટલાક ભાગમાંના ‘ન્‍યૂરૉન્‍સ’ અકાર્યરત થવા (મગજનો કેટલોક ભાગ કાર્ય ન કરવો અને તેને કારણે તે ભાગ સાથે સંબંધિત કૃતિ કરી ન શકવી, ઉદા. બોલી ન શકવું: પણ ગાઈ શકવું (નોંધ ૨) શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।
૨૦. અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે સ્‍ત્રીઓને માસિક અટકાવ ન આવવો ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી ગણેશાય નમઃ ।

૧. ઉપર જણાવેલા વિકારોમાંથી
કેટલાક વિકારોના સંદર્ભમાં કહેલા જપ
વિશે સાધકોને થયેલા વિશિષ્‍ટતાપૂર્ણ અનુભવ

૧ અ. નાગણ થવી

ઑગસ્‍ટ ૨૦૨૧માં એક સાધિકાને ડોકથી પીઠ સુધી નાગણ થઈ. મેં તેને આ વિકાર માટે જપ આપ્‍યો. નાગણ થયા પછી પુષ્‍કળ વેદના અને દાહ (બળતરા) થાય છે. આ વિકાર મટવા માટે સામાન્‍ય રીતે ૧ મહિનો લાગે છે, એવો વૈદ્યોનો અનુભવ છે. મેં આપેલો નામજપ સાધિકા પ્રતિદિન ૧ કલાક કરવા લાગ્‍યા પછી તેને બહુકાંઈ વેદના અથવા બળતરા થઈ નહીં, તેમજ ૫મા દિવસથી તેનો આ વિકાર મટવાનો પણ આરંભ થયો. આવો જ અનુભવ હજી ૪ સાધકોને પણ થયો. તેમનો પણ આ વિકાર ૫મા દિવસે સાજો થવા લાગ્‍યો.

૧ આ. ક્ષયરોગ (ટી.બી.) થવો

ઑગસ્‍ટ ૨૦૨૧માં એક સાધિકાને (વય ૬૭ વર્ષ) ક્ષયરોગ થયો હોવાનું નિદાન થયું. તાજેતરમાં જ તેમને ‘કોરોના’નો ચેપ લાગ્‍યો હતો અને હવે ક્ષયરોગ થવાથી તેઓ ઘણાં બી ગયાં હતાં. તેઓ પ્રૌઢ પણ હતાં. મેં તેમને ક્ષયરોગ મટવા માટે નામજપ આપ્‍યો. તે ઔષધ લેવા સાથે જ પ્રતિદિન ૨ કલાક નામજપ કરતાં હતાં. તેમણે નાજપ ૨ મહિના કર્યા પછી તેમનો ક્ષયરોગ ઘણા પ્રમાણમાં ઓછો થયો, તેમજ તેમના મનની સ્‍થિતિ ઘણી સુધરી. તેમને ધીરજ મળી. ‘આપણે સાજા થઈ શકીએ છીએ’, એવો આત્‍મવિશ્‍વાસ તેમનામાં આવ્‍યો. આગળ હજી ૪ મહિના તેમણે ઔષધોપચાર સાથે જ નામજપ કર્યા પછી કુલ ૬ મહિના પછી તેમનો ક્ષયરોગ પૂર્ણ રીતે મટી ગયો. ક્ષયરોગ મટવામાં સામાન્‍ય રીતે ૬ થી ૯ મહિના લાગે છે. ‘સાધિકાનો ક્ષયરોગ નામજપને કારણે  પૂર્ણ રીતે વહેલો મટી ગયો’, એવું દેખાઈ આવ્‍યું.

૧ ઇ. જખમમાં જંતુનો ચેપ લાગવો

સપ્‍ટેંબર ૨૦૨૧માં એક સાધક પડી જવાથી તેની આંખ પાસે ઘા થયો હતો. તે ઘામાં પસ (જંતુનો ચેપ) થવાનો આરંભ થયો હતો. ‘ઘામાં જંતુનો ચેપ ન લાગે’, તે માટે મેં તેને જપ આપ્‍યો. તે તેણે પ્રતિદિન ૨ કલાક કર્યા પછી બીજા દિવસથી તેનો ઘામાંનો જંતુનો ચેપ ઓછો થવા લાગ્‍યો અને ૪ દિવસોમાં ઘા સારો થયો. તેથી આંખને કાંઈ હાનિ પહોંચવાનું જોખમ ટળી ગયું.

૧ ઈ. ઑટો ઇમ્‍યૂન ડિસઑર્ડર (પોતાની
પ્રતિકારશક્તિએ પોતાના શરીર પર આક્રમણ કરવું)

૧. સપ્‍ટેંબર ૨૦૨૧માં આ વિકારને કારણે એક સાધક પીડિત હતો. આ વિકારને કારણે તેના આંતરડામાં અલ્‍સર થયું હતું અને તેને કારણે તેને શૌચમાં લોહી પડતું હતું. તે ન તો ગળ્યો પદાર્થ ખાઈ શકતો, કે ન તો તીખો. તે કેવળ ભાતના ઓસામણ પર રહેતો હતો. તેને કારણે તે નબળો પડવા લાગ્‍યો હતો. તેની આયુર્વેદિક દવાઓ પણ ચાલુ હતી, પરંતુ ગુણ આવતો ન હતો. મેં તેને આ વિકાર માટે નામજપ આપ્‍યો. સાધક તે નામજપ પ્રતિદિન ૧ કલાક કરતો હતો. તેને કારણે એક મહિનામાં ફેર પડવા લાગ્‍યો. તેને શૌચ માર્ગે લોહી પડવાનું બંધ થયું. તે થોડા પ્રમાણમાં અન્‍ન પદાર્થ ખાવા લાગ્‍યો. કુલ ૩ મહિનામાં તેનો તે વિકાર પૂર્ણ રીતે દૂર થયો.

૨. એક સાધિકાને આ વિકારને કારણે સર્વ શરીરમાં પુષ્‍કળ જખમો થઈ હતી. તે ઘાવ એટલી બધી હતી કે, તે સાધિકાને કપડાં પહેરવા પણ અઘરું થયું હતું. આ વિકાર પર કોઈપણ વૈદ્યકીય ઉપચાર લાગુ પડતા ન હોવાથી તે પુષ્‍કળ નિરાશ થઈ ગઈ હતી. તેને મેં આ વિકાર માટેનો નામજપ આપ્યા પછી એક મહિનામાં તેના શરીર પરના સર્વ ઘાવ રુઝાઈને મટી ગયા. ત્યાર પછી તેને ફરીવાર ઘાવ થયા નહીં.

૧ ઉ. કર્કરોગ

એક હિતચિંતકના યુવાન દીકરાને ‘બોન મૅરો કૅન્‍સર’ (હાડકાનો કર્કરોગ) થયો હતો. આ કર્કરોગ તેના શરીરમાં ૫૫ ટકા ફેલાઈ ગયો હતો. મેં તે હિતચિંતકને કર્કરોગ પરનો નામજપ આપ્‍યો. તેમણે તે નામજપ પોતાના દીકરા માટે ૧ મહિનો પ્રતિદિન ૨ કલાક કર્યો. ત્‍યાર પછી તે યુવકની ફરીવાર ચકાસણી કરવામાં આવી ત્‍યારે તેના શરીરમાંના કર્કરોગનું પ્રમાણ ૫૫ ટકામાંથી ૦.૫ ટકા પર આવ્‍યું હતું. ત્‍યારે ડૉક્‍ટર આશ્‍ચર્યચકિત થયા અને હિતચિંતકને કહ્યું, ‘‘જો કર્કરોગનું પ્રમાણ ૦.૦૫ ટકા પર આવે, તો તમારે ‘બોન મૅરો રિપ્‍લેસમેંટ’ કરવી નહીં પડે અને તમારો ૧૨-૧૩ લાખ રૂપિયાનો વ્‍યય (ખર્ચ) બચી જશે.’’ આ સમજાયા પછી મેં તે હિતચિંતકને કર્કરોગ પરનો જપ પ્રતિદિન ૨ કલાકને બદલે ૩ કલાક કરવા માટે કહ્યું.

૧ ઊ. મલ્‍ટીપલ સ્‍ક્લેરોસીસ (મધ્‍યવર્તી મજ્‍જાસંસ્‍થા દુર્બળ થવી)

એક સાધકને આ વિકાર વયના ૨૮મા વર્ષથી ગત ૧૪ વર્ષોથી છે. આ વિકારમાં તેને પગમાં સણકા આવવા, ખાલી ચડવી, ભોંકાવા જેવું થવું, દાઝવા જેવું થવું અથવા જડતા આવવી, એમ થતું હતું અને ત્‍યાર પછી આ લક્ષણો અન્‍ય અવયવોમાં ફેલાતા હતા. આ એક તીવ્ર સ્‍વરૂપનો વિકાર છે. આ વિકારનાં લક્ષણો આ સાધકને દિવસે જણાતા અને રાત્રે તે તીવ્ર બનતા હતા. મેં તેને આ વિકાર માટે ઑક્‍ટોબર ૨૦૨૧માં નામજપ આપ્‍યો. તેણે ‘નામજપ ક્યારે કરવો ?’, તેનું નિયોજન કર્યું. તેણે નામજપના ૩૦ મિનિટના સત્રો કરવાનું નક્કી કર્યું. વિકારના લક્ષણો દેખાવા લાગે કે, સાધક ૩૦ મિનિટ નામજપ કરતો હતો. તેને કારણે તે વિકારના લક્ષણો ઓછા થઈને તેને ૧ થી ૨ કલાક આરામ મળતો હતો. લક્ષણોનો ફરીવાર આરંભ થાય, કે તે ૩૦ મિનિટ નામજપ કરતો હતો. મોટાભાગે તેને સાંજે અથવા રાત્રે આ નામજપ કરવો પડતો હતો. આ રીતે તેણે આ વિકાર દૂર થવા માટે ચીવટતાથી પ્રયત્નો કર્યા. તેને કારણે તેને ધ્‍યાનમાં આવ્‍યું કે, દિવસે દિવસે તે વિકારનાં લક્ષણો નિર્માણ થવાની વારંવારતા ઘટવા લાગી છે અને ૨ મહિનામાં લક્ષણોની તીવ્રતા પણ પુષ્‍કળ ઓછી થઈ છે.

 

૨. જપનું મહત્ત્વ

આપત્‍કાળમાં ઔષધિઓ, ડૉક્‍ટરની અછત વર્તાશે, ત્‍યારે આ જપનો સારો ઉપયોગ થશે.

 

૩. કૃતજ્ઞતા

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીની કૃપાથી હું આ જપ શોધી શક્યો અને તે જપની સારી પરિણામકારકતા પણ ધ્‍યાનમાં આવી. તે માટે હું પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીનાં ચરણોમાં કોટિશઃ કૃતજ્ઞ છું.’

– (સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા. (૩૦.૬.૨૦૨૨)

જો સાધકોને અહીં આપેલા વિકારોમાંથી એકાદ વિકાર થયો હોય અને તે દૂર કરવા માટે ‘તે સંદર્ભમાં આપેલો નામજપ કરી જોવો’, એમ લાગે, તો તેમણે તે નામજપ ૧ મહિનો પ્રતિદિન ૧ કલાક પ્રયોગ તરીકે કરી જોવો. આ નામજપના સંદર્ભમાં થનારી અનુભૂતિઓ સાધકોએ [email protected] આ ઇ-મેલ સરનામા પર અથવા આગળ જણાવેલા ટપાલ સરનામા પર મોકલવી. સાધકોની આ અનુભૂતિઓ ગ્રંથમાં લેવાની દૃષ્‍ટિએ, તેમજ નામજપની યોગ્‍યતા સિદ્ધ થવા માટે પણ ઉપયુક્ત પુરવાર થશે.

ટપાલ માટે સરનામું : સનાતન આશ્રમ, ૨૪/બી રામનાથી, બાંદોડા, ફોંડા, ગોવા. પિનકોડ ૪૦૩૪૦૧.

Leave a Comment