વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૩)

Article also available in :

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

પ્રસ્તાવના : ‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા. ‘કોરોના વિષાણુ’ની બાધા દૂર કરવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્‍યો હતો. તે પરિણામકારક હોવાનું ધ્‍યાનમાં આવ્‍યા પછી મને અન્‍ય વિકારો માટે પણ જપ શોધવાની સ્‍ફૂર્તિ મળી. આ જપ એટલે આવશ્‍યક તે અલગ અલગ દેવતાઓના એકત્રિત જપ છે. મેં શોધેલા આ જપ સાધકોને તેમના વિકારો માટે આપી રહ્યો છું. ‘તે જપનો તેમને સારો લાભ મળી રહ્યો છે’, એવું તેમણે કહ્યા પછી ધ્‍યાનમાં આવ્‍યું. આ લેખમાળાના ભાગ ૧ અને ૨ મા કેટલાક વિકાર, તેમના માટેના જપ અને સાધકોએ તે જપ કર્યા પછી તેમને થયેલી અનુભૂતિઓ આપી હતી.

સદર ભાગ ૩મા હજી વધારે વિકાર અને તેમના માટેના જપ અત્રે આપ્‍યા છે. આ નામજપ ગત ૩ મહિનામાં કેટલાક સાધકોને આપ્‍યા છે.

 

૧. નીચે આપેલી સારણીમાં આપેલા
વિકારોમાંથી કેટલાક વિકારોના સંદર્ભમાં કહેલા
જપ વિશે સંત અને સાધકોને થયેલા વિશિષ્‍ટતાપૂર્ણ અનુભવ

વિકાર લાગુ પડનારો ૫ નામજપનો એકત્રિત નામજપ (નોંધ)
૧. દમ (અસ્‍થમા) શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૨. મૂત્રવહન સંસ્‍થામાં ચેપ લાગવો શ્રી ગુરુદેવ દત્ત । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૩. શરીરમાં એકાદ ઠેકાણે બળતરા થવી શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।
૪. ‘સ્‍લિપ ડિસ્‍ક’ને કારણે થનારી વેદના ઓછી થવા માટે શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી ગુરુદેવ દત્ત । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૫. વજન વધે એ માટે શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૬. ઓ.સી.ડી. (ઑબ્‍સેસિવ કંપલ્‍સિવ ડિસઑર્ડર) (કારણવિના એજ એ વિચાર મનમાં આવવો અથવા તે અનુસાર એકજ કૃતિ અનેક વાર કરવી શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૭. પચનશક્તિ અને આંતરડાની શક્તિ ઓછી હોવી ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૮. સર્વ પ્રકારના માનસિક વિકાર ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । શ્રી ગુરુદેવ દત્ત ।
૯. કાંઈ કારણ વિના શરીરે વારંવાર ખંજવાળ આવવી શ્રી ગણેશાય નમઃ । શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૦. પાર્કિંસન્ શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગણેશાય નમઃ । ૐ નમઃ શિવાય ।
૧૧. વારંવાર હેડકી આવવી શ્રી ગણેશાય નમઃ । શ્રી ગણેશાય નમઃ । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૨. મગજના વિકાર (મગજમાં રક્તસ્રાવ થઈને લોહી જામી જવું અથવા લોહીની ગાંઠ થવી, પૅરૅલિસિસ (અર્ધાંગવાયુ) થવો, ફીટ્‍સ (વાઈ, અપસ્‍માર) આવવી ઇત્‍યાદિ) ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૩. સંધિવા શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમો ભગવતે વાસુદેવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૪.  મોટું ગૂમડું (ઉનાળામાં થતો એક પ્રકારનો ત્વચાનો વિકાર) શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । ૐ નમો ભગવતે વાસુદેવાય । શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગુરુદેવ દત્ત ।
૧૫. ડેંગ્‍યુ (એક પ્રકારના મચ્‍છરોને કારણે ફેલાનારો ચેપી તાવ) (પ્‍લેટલેટ્‍સ ઓછા થવા) શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।
૧૬. ઊંઘ ન આવવી શ્રી ગુરુદેવ દત્ત । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૭. પેટમાં કૃમિ થવા (સર્વ પ્રકારના કૃમિ) શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૮. ઊલટી જેવું લાગવું (નૉશિયા) શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી ગુરુદેવ દત્ત । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૧૯. મગજમાં ગાંઠ થવાથી ભ્રમિત થવું શ્રી ગુરુદેવ દત્ત । શ્રી ગણેશાય નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।
૨૦. રક્તવાહિનીમાં ગાંઠો થવી શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય ।

નોંધ – એકાદ વિકાર માટે આપેલો નામજપ તે ક્રમથી બોલીએ કે, તે એક નામજપ થયો. આ રીતે આ નામજપ નિયોજિત સમયગાળા સુધી ફરી-ફરીને કરવો.

૧ અ. મૂત્રવહન સંસ્‍થામાં ચેપ લાગવો

એક સંતની ‘પ્રોસ્‍ટેટ’ ગ્રંથિને સોજો આવતો. તેને કારણે મૂત્રવહન માર્ગમાં અડચણો નિમાર્ણ થઈને મૂત્ર પૂર્ણ રીતે ન થવાથી ત્‍યાં જંતુનો ચેપ લાગતો અને વારંવાર તાવ આવતો હતો. તેના માટે ઔષધ લઈને પણ પરિણામ આવતું નહોતું. તેમણે મેં કહેલો આ વિકાર માટેનો નામજપ ૨ મહિના પ્રતિદિન ૧ કલાક કર્યા પછી તેમની તે બીમારી ઘણા પ્રમાણમાં ઓછી થઈ. હજીપણ આપેલો જપ કરવાનું બંધ કરવાથી તેમને ફરીવાર ત્રાસ થવા લાગે છે; તેથી તેમણે આ જપ ઓછામાં ઓછો અડધો કલાક કરવાનું ચાલુ રાખ્‍યું છે.

૧ આ. શરીરમાં એકાદ ઠેકાણે બળતરા થવી

એક સાધિકાની (વય ૭૯ વર્ષ) પહેલાં ‘પાઈલ્‍સ’ની શસ્‍ત્રક્રિયા થઈ છે. ઑક્‍ટોબર મહિનામાં વાતાવરણમાંની ઉષ્‍ણતા વધતી હોવાથી શરીરમાંની ઉષ્‍ણતા વધે છે. તેને કારણે તે મહિનામાં તે સાધિકાને શૌચ થયા પછી ગુદદ્વારમાં બળતરા થાય છે. તે દાહ રોકવા માટે મેં તેમને જપ કહ્યો. હવે તે જપ કર્યા પછી તેમને ૧૫ મિ. માં જ ગુદદ્વારમાં થનારી બળતરા થોભી જાય છે. પહેલાં આ બળતરા થોભવા માટે ૪૫ મિ. થી દોઢ કલાક લાગતો હતો.

૧ ઇ. પચનશક્તિ અને આંતરડાની શક્તિ ઓછી હોવી

એક સંતને અન્‍નપચન વ્‍યવસ્‍થિત થતું ન હોવાથી તેમનું પેટ ભારે રહેતું અને તેમને શૌચ સાફ થતું નહીં. તેથી તેઓ દુબળા પડી ગયા હતા. તેમણે આ વિકાર માટેનો જપ પ્રતિદિન ૧ કલાક કરવાનો આરંભ કર્યા પછી તેમને ૧ માસમાં જ લાભ થયો. હવે તેમને પેટનો કાંઈપણ ત્રાસ ન હોવાથી તેમણે તે જપ કરવાનું થોભાવ્યું છે.

૧ ઈ. મોટું ગૂમડું થવું

એક સાધિકાને ડાબી કાખમાં મોટું ગૂમડું થયું હતું. તેની તેમને અસહ્ય વેદના થતી હતી અને તે વેદનાશામક (પેઇન કીલર) ગોળીઓ લઈને પણ થોભતી નહોતી. મેં શોધેલો જપ કર્યા પછી ૨ કલાકમાં જ તેમની કાખમાંની વેદનાઓ થોભી ગઈ અને તેમને તે હાથ હલકો જણાવા લાગ્‍યો. ત્‍યાર પછી તે ગૂમડું ફોડીને પસ બહાર કાઢતી વેળાએ તેમને ખાસ વેદના થઈ નહીં. પછી તે ગૂમડું પૂર્ણ રીતે મટી ગયું.

૧ ઉ. ડેંગ્‍યુ (પ્‍લેટલેટ્‍સ ઓછી થવી)

‘ડેંગ્‍યુ’ના વિકારમાં લોહીમાંની ‘પ્‍લેટલેટ્‍સ’ તેમના સર્વસામાન્‍ય પ્રમાણ કરતાં ઓછી થાય છે. તેમનું સર્વસામાન્‍ય વ્‍યક્તિમાંનું પ્રમાણ દોઢ લાખથી ૪ લાખ હોય છે. એક સાધકને ‘ડેંગ્‍યુ’ થયા પછી તેના લોહીમાંનું ‘પ્‍લેટલેટ્‍સ’નું પ્રમાણ ૬૦ સહસ્ર થયું હતું. તેને કારણે તેને રુગ્‍ણાલયમાં ભરતી કરવામાં આવ્‍યો. તે વિશે તેણે મને સાંજે ૬ કલાકે જણાવ્‍યું. મેં તેને ‘પ્‍લેટલેટ્‍સ’ વધારવા માટે જપ આપ્‍યો અને તેને તે જપ વધારેમાં વધારે સમય કરવા માટે કહ્યું. ત્‍યાર પછી બીજા દિવસે બપોરે ૧ કલાકે જ્‍યારે તેમના લોહીનું ફરીવાર પરીક્ષણ કરવામાં આવ્‍યું, ત્‍યારે તેમના લોહીમાંના ‘પ્‍લેટલેટ્‍સ’ ૧ લાખ ૨૦ સહસ્ર થયા હતા. જપને કારણે કેવળ અડધા દિવસમાં ‘પ્‍લેટલેટ્‍સ’ આશ્‍ચર્યકારક રીતે વધી ગયા હતા. આવો જ અનુભવ એક સાધિકા અને તેમના ભાઈને થયો.

૧ ઉ. મગજમાં ગાંઠ થવાથી ભ્રમિત થવું

એક સાધિકાના પિતાજીને (વય ૭૪ વર્ષ) મગજમાં ગાંઠ થવાથી તેઓ ભ્રમિત થવા જેવા (ગાંડા જેવા) થઈ ગયા હતા. તેમના માટે મેં આ વિકાર માટે જપ કહ્યો. તે જપ તે સાધિકાનાં માતા પ્રતિદિન ૨ કલાક કરતા હતાં. આ જપનો એટલો સરસ લાભ થયો કે, તેના પિતાજીને પાંચમા દિવસે ઘણું સારું લાગવા માંડ્યું. તેથી તેમને રુગ્‍ણાલયમાંથી ઘરે જવા દેવામાં આવ્‍યા. ત્‍યારે મગજનું ‘સ્‍કૅનિંગ’ કર્યા પછી મગજમાંની ગાંઠ ૩૦ – ૪૦ ટકા ઓગળી ગઈ હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું. હજી ૮ દિવસો પછી ગાંઠ ૬૦ ટકા ઓગળી ગઈ હતી. હજી એક માસ પછી ગાંઠ કેવળ ૧૦ ટકા જ શેષ બચી હતી. તે સાધિકાના પિતાજી આ વયમાં પણ આટલા સાજા થયા હતા, તે વિશે ત્‍યાંના ડૉક્‍ટર પણ આશ્‍ચર્યચકિત થયા.

 

૨. જપનું મહત્ત્વ

આપત્‍કાળમાં ઔષધિઓ, ડૉક્‍ટરની અછત વર્તાશે, ત્‍યારે આ જપનો સારો ઉપયોગ થશે.

 

૩. કૃતજ્ઞતા

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીની કૃપાથી હું આ જપ શોધી શક્યો અને તે જપની સારી પરિણામકારકતા પણ ધ્‍યાનમાં આવી. તે માટે હું પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીનાં ચરણોમાં કોટિશઃ કૃતજ્ઞ છું.’

(સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, પીએચ.ડી., ગોવા.

વિકાર સંદર્ભમાં નામજપ કરીને તે સંદર્ભમાંની અનુભૂતિ મોકલશો !

જો સાધકોને અહીં આપેલા વિકારોમાંથી એકાદ વિકાર થયો હોય અને તે દૂર કરવા માટે ‘તે સંદર્ભમાં આપેલો નામજપ કરી જોવો’, એમ લાગે, તો તેમણે તે નામજપ ૧ મહિનો પ્રતિદિન ૧ કલાક પ્રયોગ તરીકે કરી જોવો. આ નામજપના સંદર્ભમાં થનારી અનુભૂતિઓ સાધકોએ [email protected] આ ઇ-મેલ સરનામા પર અથવા આગળ જણાવેલા ટપાલ સરનામા પર મોકલવી. સાધકોની આ અનુભૂતિઓ ગ્રંથમાં લેવાની દૃષ્‍ટિએ, તેમજ નામજપની યોગ્‍યતા સિદ્ધ થવા માટે પણ ઉપયુક્ત પુરવાર થશે.

ટપાલ માટે સરનામું : સનાતન આશ્રમ, ૨૪/બી રામનાથી, બાંદોડા, ફોંડા, ગોવા. પિનકોડ ૪૦૩૪૦૧.

Leave a Comment