વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૧)

Article also available in :

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા. ‘કોરોના વિષાણુ’ના વિરોધમાં પ્રતિકારશક્તિ વધવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્‍યો હતો. તે પરિણામકારક હોવાનું ધ્‍યાનમાં આવ્‍યા પછી મને અન્‍ય વિકારો માટે પણ જપ શોધવાની સ્‍ફૂર્તિ મળી. મેં શોધેલા જપ ગત એક વર્ષથી સાધકોને તેમના વિકારો માટે આપી રહ્યો છું. તે જપનો તેમને સારો લાભ મળી રહ્યો છે’, એવું તેમણે કહ્યા પછી ધ્‍યાનમાં આવ્‍યું. સંબંધિત વિકાર અને તેના માટેના જપ અત્રે આપ્‍યા છે. આ જપ અર્થાત્ આવશ્‍યક એવા અલગ અલગ દેવતાઓના એકત્રિત જપ છે.

 

૧. માસિક (સ્‍ત્રીના અટકાવ)
ના ત્રાસ દૂર થવા માટે નામજપ

‘શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગુરુદેવ દત્ત ।’

કેટલીક સાધિકાઓને અટકાવ નિયમિત આવતો ન હતો, જ્‍યારે કેટલીક સાધિકાઓને ૫ દિવસ પછી પણ રક્તસ્‍ત્રાવ બંધ થતો ન હતો. આ અટકાવના ત્રાસ માટે મેં ઉપરોક્ત જપ શોધી કાઢ્યો અને તે નામજપ મેં તે સાધિકાઓને અટકાવના સંભાવ્‍ય દિનાંકના ૪ દિવસ પહેલેથી તે અટકાવ બંધ થાય ત્‍યાં સુધી પ્રતિદિન ૧ કલાક કરવા માટે કહ્યું. આ જપ કરતી વેળાએ મેં જમણા હાથની પાંચેય આંગળીઓની ટોચ ભેગી કરીને તેનો આજ્ઞાચક્ર પર ન્‍યાસ કરવા કહ્યું. ન્‍યાસ કરતી વેળાએ તે શરીરથી ૧ – ૨ સેં.મી. અંતર પર કરવા માટે કહ્યું. આ જપનો સાધિકાઓને સારો લાભ થયો.

 

૨. મધુમેહ માટે નામજપ

‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ ।’

‘ઇન્‍સુલિન’ (લોહીમાંની ખાંડનું પ્રમાણ ઓછું કરનારી ઔષધી)નું પ્રમાણ વધાર્યું તોયે એક સાધિકાનું લોહીમાંનું સાકરનું પ્રમાણ વધેલું જ રહેતું. મેં તેમને ઉપરોક્ત જપ કરવા માટે કહ્યું. તેમણે તે જપનો આરંભ કર્યા પછી અઠવાડિયામાં જ ડૉક્‍ટરને  ‘ઔષધીમાં પરિવર્તન કરી જોઈએ’, એમ સૂઝ્‍યું. તે પરિવર્તન કર્યા પછી સાધિકાના લોહીમાંનું સાકરનું પ્રમાણ થોડું મર્યાદામાં આવ્‍યું.

 

૩. પગથી માંડીને આખા શરીર પર
અચાનક નીકળેલી ફોલ્લીઓ માટે નામજપ

‘શ્રી હનુમતે નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી હનુમતે નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – ૐ નમઃ શિવાય ।’

વારાણસીનાં એક સાધિકાના આખા શરીર પર અચાનક ફોલ્લીઓ થઈ હતી. ૪.૧૧.૨૦૨૦ના દિવસે તેમને ઉપરોક્ત જપ પ્રતિદિન ૧ કલાક કરવા માટે કહ્યું. આઠ દિવસો પછી તે સાધિકાએ કહ્યું, ‘‘પહેલાં જે ત્‍વચા ખરબચડી થઈ હતી, તે જપનો આરંભ કર્યા પછી ૨ દિવસોમાં મુલાયમ થવા લાગી, તેમજ ફોલ્લીઓ સુકાવા લાગી. ખંજવાળ આવવાનું પ્રમાણ ઓછું થયું. આઠ દિવસોમાં શરીર પરની ફોલ્લીઓનો આકાર ઘણો ઓછો થયો અને તેમનો રંગ પણ આછો બની ગયો.’’ હજી આઠ દિવસો પછી તેમની ત્‍વચા વધારે સુંવાળી થઈ અને ફોલ્લીઓનું પ્રમાણ હજી ઓછું થયું.

 

૪. ત્‍વચા પર થયેલા ફૂગજન્‍ય
ચેપ (ફંગલ ઇનફેક્‍શન) માટે નામજપ

‘શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ ।’

એક સાધિકાની કમર અને જાંઘમાં ફૂગજન્‍ય ચેપ થયો હતો. તેમની ત્‍યાંની ત્‍વચા જાડી અને કાળાશ પડતી થઈ ગઈ હતી. તેમણે ઉપરોક્ત જપ ૧૫ દિવસ પ્રતિદિન ૧ કલાક કર્યા પછી તેમની તે ભાગમાંની ખંજવાળ ઓછી થઈ, તેમજ ત્‍યાંની ત્‍વચાની કાળાશ અને જાડાઈ પુષ્‍કળ ઓછી થઈ.

 

૫. લોહીમાંનું ‘ક્રિએટિનિન’ વધવાથી
મૂત્રપિંડની ક્ષમતા ઓછી થવી, આ વિકાર માટેનો નામજપ

‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી હનુમતે નમઃ ।’

 

૬. મૂળવ્‍યાધિ (હરસ) પર નામજપ

‘શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – ૐ નમઃ શિવાય ।’

 

૭. પથરી માટે નામજપ

‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ  શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ ।’

 

૮. લોહીમાં લોહનું (લોઢાનું)
ઓછું થયેલું પ્રમાણ વધવા માટે નામજપ

‘શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રીરામ જયરામ જય જય રામ ।’

સાધકોને જો અહીં આપેલા વિકારોમાંનો એકાદ વિકાર હોય, તો તે દૂર કરવા માટે વૈદ્યકીય ઉપચારો સાથે જ ‘તે સંદર્ભમાં આપેલો નામજપ કરી જોવો’, એમ લાગે, તો તેમણે તે નામજપ ૧ મહિનો પ્રતિદિન ૧ કલાક પ્રયોગ તરીકે કરી જોવો. આ નામજપના સંદર્ભમાં થયેલી અનુભૂતિ સાધકોએ [email protected]  આ ઇ-મેલ સરનામા પર અથવા આગળ જણાવેલા ટપાલ સરનામા પર મોકલવી. સાધકોની આ અનુભૂતિઓ ગ્રંથમાં લેવાની દૃષ્‍ટિએ, તેમજ નામજપની યોગ્‍યતા સમજાય તે દૃષ્‍ટિએ મહત્ત્વની છે.

ટપાલ માટે સરનામું : સનાતન આશ્રમ, ૨૪/બી રામનાથી, બાંદોડા, ફોંડા, ગોવા. પિનકોડ ૪૦૩૪૦૧

(સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા. (૧૦.૧૨.૨૦૨૦)

Leave a Comment