શક્તિપીઠોનું મહત્ત્વ

Article also available in :

અનુક્રમણિકા

શ્રી મહાલક્ષ્મીદેવી

કરવીર (કોલ્‍હાપુર) આ મહારાષ્‍ટ્રમાંના સાડાત્રણ શક્તિપીઠોમાંથી પહેલું પીઠ છે અને અહીં શ્રી મહાલક્ષ્મીદેવીનો સદૈવ વાસ હોય છે. શ્રી મહાલક્ષ્મીદેવીનું આ સ્‍થાન આજે પણ જાગૃત શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ‘અંબાબાઈ’ નામથી સુપરિચિત રહેલાં આ દેવીનું સ્‍થાન ‘દક્ષિણ કાશી’ તરીકે પણ ઓળખાય છે. શ્રી મહાલક્ષ્મીદેવીના સ્‍થાનનો ઇતિહાસ અને સ્‍થાનમાહાત્‍મ્‍ય વિશે આ લેખમાં જોઈશું.

 

શ્રી મહાલક્ષ્મીદેવીના સ્‍થાનનો ઇતિહાસ

એક કથા અનુસાર કરવીર ક્ષેત્રમાંનો કોલ્‍હાસુર નામક દૈત્‍યરાજા પ્રજા અને દેવોને ઘણો ત્રાસ આપતો હતો. શ્રી મહાલક્ષ્મીદેવીએ તેનો વધ કર્યો. કોલ્‍હાસુરની અંતિમ સમયની વિનંતિ અનુસાર આ ક્ષેત્રનું નામ ‘કોલ્‍હાપુર’ કરવાનું અને આ જ સ્‍થાને વાસ્‍તવ્‍ય કરવાનું શ્રી મહાલક્ષ્મીદેવીએ માન્‍ય કર્યું.

 

સ્‍થાનમાહાત્‍મ્‍ય

कोलापुरं महास्थानं यत्र लक्ष्मी सदा स्थिता ।

मातुःपुरं द्वितीयं च रेणुकाधिष्ठितं परम् ।

तुलजापुरं तृतीयं स्यात् सप्तशृंगं तथैव च ।।

– દેવીભાગવત, સ્‍કન્‍ધ ૭, અધ્‍યાય ૩૮, શ્‍લોક ૫

અર્થ : મહારાષ્‍ટ્રમાંના સાડાત્રણ શક્તિપીઠોમાંથી પહેલું પીઠ કોલાપુર (કોલ્‍હાપુર) છે અને અહીં શ્રી મહાલક્ષ્મીદેવીનો સદૈવ વાસ હોય છે. ભગવાન પરશુરામનાં માતા રેણુકામાતાનું અધિષ્‍ઠાન રહેલું માતાપુર (માહૂરગઢ) આ બીજું શક્તિપીઠ છે. તુળજાપુર આ ત્રીજું પીઠ છે અને સપ્‍તશ્રૃંગી (વણી) આ અર્ધપીઠ છે. દેવીભાગવત પ્રમાણે જ પદ્મપુરાણ, સ્‍કંદપુરાણ ઇત્‍યાદિ પુરાણોમાં પણ કરવીર શક્તિપીઠનો ઉલ્‍લેખ મળી આવે છે. પદ્મપુરાણમાં ‘શ્રી કરવીર માહાત્‍મ્‍ય’ છે અને તેમાં નૈમિષારણ્‍યમાં અનેક ઋષિઓએ સૂતોને પૂછેલા પ્રશ્‍નોત્તરનો સારાંશ આપવામાં આવ્‍યો છે. કરવીર નામનું ક્ષેત્ર ૧૦૮ કલ્‍પનું (૪,૩૨,૦૦,૦૦,૦૦૦ માનવી વર્ષ એટલે ૧ કલ્‍પ) છે તેને ‘મહામાતૃક’ કહેવામાં આવે છે. અહીં શ્રીવિષ્‍ણુ શ્રી મહાલક્ષ્મીદેવીનાં રૂપમાં વાસ કરે છે. આ કરવીર નગરીને ‘દક્ષિણ કાશી’ પણ કહેવામાં આવે છે.

 

શક્તિપીઠોનું મહત્ત્વ

૧. શક્તિપીઠો દ્વારા પ્રક્ષેપિત થનારી નિર્ગુણ-સગુણ
સ્‍તર પરની શક્તિ આવશ્‍યકતા અનુસાર ભૂ, ભુવ, સ્‍વર્ગ અને
ઋષિ આ લોકોમાં સર્વ સ્‍તર પર સૂક્ષ્મ-યુદ્ધ કરીને ત્‍યાંના વાયુમંડળમાંની કાળી (ત્રાસદાયક) શક્તિનું તેમજ રજ-તમ લહેરોનું મોટા પ્રમાણમાં ઉચ્‍ચાટન કરીને વાયુમંડળની શુદ્ધિ કરતી હોવી

‘કોલ્‍હાપુર ખાતેનું શ્રી મહાલક્ષ્મીદેવી આ શક્તિપીઠ છે. શક્તિપીઠ એટલે ભૂલોકમાંના વિશિષ્‍ટ સ્‍થાન પર અવતીર્ણ થયેલી નિર્ગુણ સ્‍તર પરની ચૈતન્‍યદાયી શક્તિ છે. શક્તિપીઠ એટલે ભૂતલ પરનો સાક્ષાત ઈશ્‍વરી શક્તિનો અખંડ વહેનારો સ્રોત છે. શક્તિપીઠના ઠેકાણે સાક્ષાત પરમેશ્‍વરી ભગવતી વાસ કરતાં હોવાથી શક્તિપીઠ અર્થાત્ પરમેશ્‍વરી ભગવતીનું નિવાસસ્‍થાન જ છે.

શક્તિપીઠ એ પૃથ્‍વી પરનું ઉચ્‍ચતમ સ્‍તર પરનું દૈવી શક્તિથી ભારિત એવું કેંદ્ર છે. અન્‍ય દેવાલયો અને તીર્થક્ષેત્રોની તુલનામાં શક્તિપીઠો સર્વાધિક પ્રમાણમાં જાગૃત અને વર્ષના ૧૨ માસ પ્રત્‍યેક ક્ષણે અખંડ કાર્યરત હોય છે. તેમજ તેમનામાં આધ્‍યાત્‍મિક સ્‍તર પર સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ અને સૂક્ષ્માતીસૂક્ષ્મ આ રીતે ચારેય સ્‍તર પર કાર્ય કરવાની અમર્યાદ ક્ષમતા હોય છે. તેને કારણે શક્તિપીઠો દ્વારા પ્રક્ષેપિત થનારી નિર્ગુણ-સગુણ સ્‍તર પરની શક્તિ આવશ્‍યકતા અનુસાર ભૂ, ભુવ, સ્‍વર્ગ અને ઋષિ લોકોમાં સર્વ સ્‍તર પર સૂક્ષ્મ-યુદ્ધ કરીને ત્‍યાંના વાયુમંડળમાંની કાળી (ત્રાસદાયક) શક્તિનું અને રજતમ લહેરોનું મોટા પ્રમાણમાં ઉચ્‍ચાટન કરીને વાયુમંડળની શુદ્ધિ કરે છે. તેમજ શક્તિપીઠો ત્‍યાં વાસ કરનારા જીવો પર આધ્‍યાત્‍મિક ઉપાય કરીને તેમને થનારા આધ્‍યાત્‍મિક ત્રાસ દૂર કરે છે. (શક્તિપીઠના સ્થાને દૈવી ચૈતન્‍ય હોય છે. આ ચૈતન્‍યને કારણે ભક્તોને અનુભૂતિ થાય છે, તેમજ અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા જીવનો ત્રાસ પણ ઓછો થાય છે. આને જ તે જીવ પર ‘આધ્‍યાત્‍મિક ઉપાય થવા’, એમ કહે છે. – સંકલક)

૨. ભૂલોક એ સપ્‍તલોક અને સપ્‍તપાતાળના મધ્‍યમાં
હોવાથી તે બ્રહ્માંડમાંનો મધ્‍યબિંદુ હોવો અને આ ઠેકાણે
ત્રિવિધ શક્તિઓનું શક્તિપીઠનાં રૂપમાં રહેલા વાસ્‍તવ્‍યને
કારણે તેમને સંપૂર્ણ બ્રહ્માંડમાં આવશ્‍યકતા અનુસાર કાર્ય કરવું સહેલું પડવું

શક્તિપીઠ ત્રિગુણાતીત હોય છે. તેનું સગુણ રૂપ ત્રિપુટી અવસ્‍થામાં હોય છે. તેને કારણે સત્ત્વ, રજ અને તમ આ ત્રિગુણ શક્તિપીઠના આધીન રહીને ઉત્‍પત્તિ, સ્‍થિતિ અને લય આ ત્રણેય સ્‍તર પર અધિકતમ (કમાલ) સ્‍તર પર બ્રહ્માંડની આવશ્‍યકતા અનુસાર કાર્ય કરે છે. તેને કારણે શક્તિપીઠોના સ્થાને સત્ત્વગુણાધિષ્‍ઠિત શ્રી મહાસરસ્‍વતી, રજોગુણાધિષ્ઠિત શ્રી મહાલક્ષ્મી અને તમોગુણાધિષ્ઠિત શ્રી મહાકાળીનું વાસ્‍તવ્‍ય હોય છે. ભૂલોક એ સપ્‍તલોક અને સપ્‍તપાતાળની વચ્‍ચે હોવાથી તે બ્રહ્માંડનો મધ્‍યબિંદુ છે. આ ઠેકાણે ત્રિવિધ શક્તિઓનાં શક્તિપીઠનાં રૂપમાં રહેલા વાસ્‍તવ્‍યને કારણે તેમને સંપૂર્ણ બ્રહ્માંડમાં આવશ્‍યકતા અનુસાર કાર્ય કરવાનું સહેલું પડે છે. ભૂલોક તેમને આધીન થયા પછી બ્રહ્માંડમાંના અન્‍ય ૧૩ લોક તેમને આધીન થઈને તેમના નિયંત્રણ હેઠળ કાર્યરત રહે છે. તેને કારણે ભૂલોકમાં શક્તિઓએ તેમના પીઠ નિર્માણ કરીને તેમનું નિત્‍યસ્‍વરૂપી સ્‍થાન બ્રહ્માંડના મધ્‍યબિંદુ પર જ નિર્માણ કર્યું છે.

૩. શક્તિપીઠ અર્થાત્ શક્તિનું મૂળ સ્‍થાન અથવા
બીજ, જ્‍યારે શક્તિક્ષેત્ર એટલે શક્તિપીઠમાંથી પ્રક્ષેપિત
થનારી શક્તિનું કાર્યક્ષેત્ર અને શક્તિપીઠ તેમજ શક્તિક્ષેત્ર આ
ઠેકાણે પૂર્વજોના અતૃપ્‍ત લિંગદેહ તેમજ અન્‍ય અનિષ્‍ટ શક્તિઓને સ્‍થાન ન હોવું

શક્તિપીઠ દ્વારા નિર્ગુણ-સગુણ સ્‍તર પર મોટા પ્રમાણમાં શક્તિ અને ચૈતન્‍યનું પ્રક્ષેપણ થાય છે. શક્તિ અને ચૈતન્‍ય આજુબાજુના ૨૫ થી ૩૦ કિ.મી. પરિસરમાં ફેલાઈને તે ક્ષેત્ર શક્તિથી ભારિત થઈને શક્તિક્ષેત્ર જ નિર્માણ થાય છે. શક્તિપીઠ ફરતેના ૨૫ થી ૩૦ કિ.મી. પરિસરમાં અર્થાત શક્તિક્ષેત્રમાં શક્તિપીઠક્ષેત્ર ફરતેનું નિર્ગુણ-સગુણ સ્‍તર પરનું શક્તિનું સંરક્ષણ-કવચ હોય છે, જ્‍યારે પ્રત્‍યક્ષ શક્તિપીઠના ઠેકાણે દેવીના સગુણ રૂપનું સ્‍થાન હોવાથી ત્‍યાંના આસપાસના ૨.૫ કિ.મી. સુધી સગુણ સ્‍તર પરની શક્તિ અને ચૈતન્‍ય વધારે પ્રમાણમાં હોય છે અને ૨.૫ થી ૫ કિ.મી. ના અંતર સુધી સગુણ-નિર્ગુણ સ્તર પરની શક્તિ અને ચૈતન્‍ય કાર્યરત હોય છે.

શક્તિપીઠ અર્થાત્ શક્તિનું મૂળ સ્‍થાન અથવા બીજ છે, જ્‍યારે શક્તિક્ષેત્ર અર્થાત્ શક્તિપીઠ દ્વારા પ્રક્ષેપિત થનારી શક્તિનું કાર્યક્ષેત્ર છે. શક્તિક્ષેત્રરૂપી સંરક્ષણ-કવચને કારણે બળશાળી માંત્રિકોને શક્તિપીઠ પર સીધું આક્રમણ કરવાનું ફાવતું નથી. શક્તિપીઠ અને શક્તિક્ષેત્ર આ ઠેકાણે પૂર્વજોના અતૃપ્‍ત લિંગદેહો અને અન્‍ય અનિષ્‍ટ શક્તિઓ આવી શકતી નથી. માંત્રિકો શક્તિક્ષેત્રમાં પ્રવેશ કરતાંવેંત જ તેમને શક્તિના સંરક્ષણ-કવચ સાથે પ્રથમ યુદ્ધ કરવું પડે છે. અહીં કાર્યરત રહેલી નિર્ગુણ સ્‍તર પરની શક્તિને કારણે માંત્રિકોને તેમની નિર્ગુણ સ્‍તર પરની કાળી શક્તિ વાપરીને યુદ્ધ કરવું પડે છે. તેને કારણે માંત્રિકોની શક્તિ મોટા પ્રમાણમાં વ્‍યય (ખર્ચ) થવા લાગે છે. માંત્રિક પોતાની શક્તિ બચાવવા માટે નિર્ગુણ અને સગુણ આ રીતે બન્‍ને સ્‍તર પર પ્રયત્ન કરવાનો આરંભ કરે છે. માંત્રિક ધ્‍યાન લગાડીને નિર્ગુણ સ્‍તર પર પોતાની શક્તિ બચાવવાનો પ્રયત્ન કરે છે, જ્‍યારે પ્રગટ થઈને શક્તિક્ષેત્રમાંની નિર્ગુણ સ્‍તર પરની શક્તિ સાથે લડવાનો પ્રયત્ન કરે છે. શક્તિક્ષેત્રમાં યુદ્ધ કરતાં કરતાં જ્‍યારે માંત્રિક શક્તિપીઠ પાસે પહોંચે છે, ત્‍યારે તેમની શક્તિ મોટા પ્રમાણમાં નષ્‍ટ થયેલી હોય છે. તેને કારણે શક્તિપીઠ દ્વારા સગુણ-નિર્ગુણ સ્‍તર પર શક્તિનું પ્રક્ષેપણ કરીને દૈવી શક્તિ માંત્રિકોનો નાશ કરે છે. માંત્રિકોનો નાશ થવાની સાથે જ તેમની પાસે રહેલી કાળી શક્તિનું મોટા પ્રમાણમાં વિઘટન થાય છે.

૪. શક્તિપીઠ દ્વારા માંત્રિકોની મોટા પ્રમાણમાં નષ્‍ટ થયેલી
કાળી શક્તિ ફરીવાર વધારવા માટે તેમને ૫ વર્ષ કઠોર ઉપાસના કરવી પડવી

શક્તિપીઠ અને તેના શક્તિક્ષેત્ર આ ઠેકાણે જવાથી માંત્રિકોની કાળી શક્તિ મોટા પ્રમાણમાં ઓછા સમયમાં નષ્‍ટ થાય છે. તેને કારણે ભક્તએ શક્તિપીઠના દર્શન લેવા, અર્થાત્ નિર્ગુણ-સગુણ સ્‍તર પર મોટા આધ્‍યાત્‍મિક ઉપાયોમાં સહભાગી થવા જેવું છે. શક્તિપીઠ દ્વારા માંત્રિકોની મોટા પ્રમાણમાં નષ્‍ટ થયેલી કાળી શક્તિ ફરીવાર વધારવા માટે તેમને ૫ વર્ષ કઠોર ઉપાસના કરવી પડે છે.

૫. શક્તિપીઠ પાસે વાસ કરનારા જીવોનું દૈવી શક્તિ દ્વારા
પાલનપોષણ થઈને તેમનું ઐહિક અને પારલૌકિક જીવન પણ સારું થવું

શક્તિપીઠને કારણે સંપૂર્ણ શક્તિક્ષેત્રનું અનિષ્‍ટ શક્તિઓ સામે સંરક્ષણ થાય છે. શક્તિપીઠમાંની શક્તિ શક્તિક્ષેત્રનું અને ત્‍યાં ભાવપૂર્ણ સાધના કરનારા પ્રત્‍યેક જીવનું પાલનપોષણ કરતી હોય છે. ત્‍યાંના જીવો પર દૈવી શક્તિની સદૈવ કૃપા રહીને આધિભૌતિક (ભૌતિક કારણોને લીધે ઉદ્દભવનારા રોગ; ધરતીકંપ, અવર્ષણ ઇત્‍યાદિ સંકટો), આધિદૈવિક (ગ્રહબાધા, ઋષિ-મુનિઓના શાપ, દેવતાઓનો કોપ ઇ.) અને આધ્‍યાત્‍મિક (ભૂત-પિશાચ ઇત્‍યાદિ અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ, પ્રારબ્‍ધ ઇ.) સ્‍તર પરના ત્રાસ સામે સંરક્ષણ થાય છે. (એક વિચારસરણી અનુસાર આધિદૈવિક ત્રાસમાં ઉપર ઉલ્‍લેખિત ‘આધ્‍યાત્‍મિક’ ત્રાસ પણ અંતર્ભૂત છે. ‘આધ્‍યાત્‍મિક’ ત્રાસ એટલે વાત, પિત્ત અને કફને કારણે થનારા શારીરિક અને માનસિક ત્રાસ. – સંકલક) આ ક્ષેત્રમાંના એકાદ જીવને જો આધ્‍યાત્‍મિક ત્રાસ હોય, તો તેનાથી પણ જીવને મુક્તિ મળી શકે છે. તેને કારણે અહીંના જીવોનું ઐહિક જીવન સુખી થાય છે. તેમજ તેમની આધ્‍યાત્‍મિક પ્રગતિ થઈને તેમનું પારલૌકિક જીવન પણ સારું થાય છે.

૬. શક્તિપીઠ અને શક્તિક્ષેત્ર આ ઠેકાણે રહેતા
જીવોને ત્‍યાં વાસ કરવાની ઈશ્‍વરે સોનેરી તક આપી હોવી અને આ
તકનો પૂરેપૂરો લાભ કરી લેવા માટે ત્‍યાંના જીવોએ નિરંતર સાધના કરવી આવશ્‍યક હોવી

ભક્તોના મનમાંનો શક્તિપીઠ પ્રત્‍યેનો ભાવ જો ઓછો થાય, તો ત્‍યાં દૈવી શક્તિ ઓછા પ્રમાણમાં કાર્યરત થાય છે અને વધારે પ્રમાણમાં સુપ્‍ત અવસ્‍થામાં રહે છે. શક્તિપીઠ અને શક્તિક્ષેત્ર આ ઠેકાણે રહેનારા જીવોને ત્‍યાં વાસ કરવાની ઈશ્‍વરે સોનેરી તક આપી હોય છે. આ તકનો પૂરેપૂરો લાભ કરી લેવા માટે ત્‍યાંના જીવોએ નિરંતર સાધના કરવી જોઈએ અને તે વધારવી પણ જોઈએ.’

ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૭.૧૧.૨૦૦૭, સાંજે ૭.૧૦)

સંદર્ભ : સનાતન-નિર્મિત લઘુગ્રંથ  (મરાઠી ભાષામાં) ‘કરવીરનિવાસિની શ્રી મહાલક્ષ્મીદેવી (ઉપાસના પાછળનું શાસ્‍ત્ર અને ઉત્‍સવ)’

Leave a Comment