દેવીનાં વિવિધ રૂપોની ‘કુળદેવી’ તરીકે ઉપાસના કરવામાં આવે છે. તેમાંથી શ્રી મહાલક્ષ્મી આ રૂપમાંનાં દેવીનો નામજપ કેવી રીતે કરવો, એ હવે આપણે સમજી લેવાના છીએ. તે પહેલાં શ્રી મહાલક્ષ્મીની ટૂંકમાં જાણકારી જોઈએ.
શ્રી વિષ્ણુ સાથે સંબંધિત દેવતા !
મહારાષ્ટ્રના સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક મહત્ત્વનું પીઠ એટલે કોલ્હાપુરનાં ‘શ્રી મહાલક્ષ્મીદેવી’ ! શ્રી દુર્ગાસપ્તશતી અનુસાર શ્રી દુર્ગાદેવીનાં પ્રમુખ ત્રણ રૂપોમાંથી ‘શ્રી મહાલક્ષ્મી’ આ એક રૂપ છે. ‘શ્રી મહાલક્ષ્મી’ આ શ્રી વિષ્ણુ સાથે સંબંધિત દેવતા છે અને પાલન-પોષણ કરવું તેમજ ઐશ્વર્ય પ્રદાન કરવું, આ તેમનું કાર્ય છે.
દેવીનો તારક નામજપ કેવી રીતે કરવો ?
‘શ્રી મહાલક્ષ્મીદેવ્યૈ નમઃ ।’ આ નામજપમાં તારક તત્ત્વનું પ્રમાણ વધારે હોવાથી ‘મહાલક્ષ્મી’ આ શબ્દમાંનો ‘ક્ષ્મી’ આ અક્ષર ઉચ્ચારતી વેળાએ થોડું લંબાવીને બોલવું અને ‘દેવ્યૈ’ આ શબ્દમાંનો ‘દે’ આ અક્ષર જોર આપ્યા વિના બોલવો. તેને કારણે નામજપમાંનું તારક તત્ત્વનું પ્રમાણ વધે છે. હવે આપણે નામજપ સાંભળીએ..
દેવતાના તારક અથવા મારક રૂપ સાથે સંબંધિત નામજપ એટલે તારક અથવા મારક નામજપ. આ વિશેની વિગતવાર જાણકારી ‘નામ’ આ લિંક પર ઉપલબ્ધ છે.