ગાયત્રીદેવીનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ અને તેમની ગુણવિશેષતાઓ !

Article also available in :

અનુક્રમણિકા

આપણે ગાયત્રીમંત્ર જાણીએ છીએ. આપણામાંથી ઘણાં લોકો આ પ્રચલિત મંત્રનો જાપ પણ કરતા હોય છે. હવે આપણે ગાયત્રીદેવીનાં શ્રીચરણોમાં વંદન કરીને તેમના સંદર્ભમાંની માહિતી જાણી લઈએ.

કુ. મધુરા ભોસલે

 

૧. ઉત્‍પત્તિની કથા

૧ અ. શ્રીગણેશજીને સહાયતા કરવા
માટે બ્રહ્મદેવે ગાયત્રીદેવીની નિર્મિતિ કરવી

‘સત્‍યયુગનો આરંભ થવા પહેલાં બ્રહ્મદેવે દેવતાઓની નિર્મિતિ કરી. સત્‍યયુગનો આરંભ થયા પછી દેવતાઓનું તેજ માનવી સુધી પહોંચી શકતું નહોતું; કારણકે દેવતા વધારે પ્રમાણમાં નિર્ગુણ સ્‍વરૂપમાં હતા. દેવતાઓમાં રહેલા નિર્ગુણ તત્ત્વનું રૂપાંતર સગુણ તત્ત્વમાં કરવા માટે શ્રીગણેશજીને એક શક્તિની સહાયતાની આવશ્‍યકતા હતી. તેથી બ્રહ્મદેવે સરસ્‍વતી અને સવિતૃ આ દેવતાઓનાં સંયુક્ત તત્ત્વોમાંથી ગાયત્રીદેવીની નિર્મિતિ કરી.’ – (સંદર્ભ : જ્ઞાન દ્વારા મળેલી જાણકારી)

 

૨. ગાયત્રી શબ્‍દનો અર્થ

‘ગાયત્રી શબ્‍દની વ્‍યુત્‍પત્તિઓ છે – ‘गायन्‍तं त्रायते ।’, અર્થાત્ ગાયન કરવાથી (મંત્ર બોલવાથી) રક્ષણ કરે છે તે અને  ‘गायंतं त्रायंतं इति ।’ અર્થાત્ નિરંતર ગાતા રહેવાથી જે શરીરને પરાણે ગાયન ગવડાવે છે (શરીરમાં મંત્રોનાં સૂક્ષ્મ સ્‍પંદનો નિર્માણ કરે છે.) અને જે તારવાની શક્તિ ઉત્‍પન્‍ન કરે છે (રક્ષણ કરે છે), તે ગાયત્રી છે.’ – સંદર્ભ (સનાતનનો ગ્રંથ : મંત્રયોગ)

 

૩. અન્‍ય નામો

અથર્વવેદમાં ગાયત્રીને ‘વેદમાતા’ કહ્યું છે. ગાયત્રીદેવીની ઉત્‍પત્તિ સરસ્‍વતીદેવીમાંથી થઈ હોવાથી કેટલાંક ઠેકાણે તેમનો ઉલ્‍લેખ ‘સાવિત્રી’ પણ કરવામાં આવે છે. ગણેશ ગાયત્રી, સૂર્ય ગાયત્રી, વિષ્‍ણુ ગાયત્રી ઇત્‍યાદિ પ્રચલિત રહેલા ગાયત્રીમંત્રોના નામથી પણ ગાયત્રીદેવીને સંબોધવામાં આવે છે.

 

૪. નિવાસ

તેમનો નિવાસ બ્રહ્મલોકથી સૂર્યલોક ભણી જનારા માર્ગમાં છે. આ બ્રહ્મલોકનો ઉપલોક છે અને તેને ‘ગાયત્રીલોક’ કહેવામાં આવે છે. ત્‍યાં અખંડ વેદમંત્રોનો જયઘોષ ચાલુ હોય છે અને ત્‍યાં સોનેરી રંગનો પ્રકાશ સર્વત્ર ફેલાયેલો હોય છે. ત્‍યાં રાત્રિ ક્યારેય થતી નથી. ત્‍યાંનું વાતાવરણ ઉત્‍સાહવર્ધક અને આહ્‌લાદદાયક છે. ગાયત્રી ઉપાસકોને મૃત્‍યુ પછી ગાયત્રીલોકમાં સ્‍થાન પ્રાપ્‍ત થાય છે. કેટલાક સૂર્ય ઉપાસકોને પણ આ લોકમાં સ્‍થાન મળે છે.

 

૫. ત્રિગુણોનું પ્રમાણ (ટકા)

૫ અ. સત્ત્વ – ૭૦

૫ આ. રજ – ૨૦

૫ ઇ. તમ – ૧૦

 

૬. ક્ષમતા પ્રમાણ (ટકા)

૬ અ. ઉત્‍પત્તિ – ૬૦

૬ આ. સ્‍થિતિ – ૩૦

૬ ઇ. લય – ૧૦

 

૭. શક્તિ

૭ અ. પ્રગટ શક્તિનું પ્રમાણ (ટકા) : ૭૦

૭ આ. શક્તિના પ્રકાર

૭ આ ૧. તારક શક્તિનું પ્રમાણ (ટકા) : ૭૦

૭ આ ૧ અ. મારક શક્તિનું પ્રમાણ (ટકા) : ૩૦

૭ આ ૨. સગુણ શક્તિનું પ્રમાણ (ટકા) : ૫૦

૭ આ ૨ અ. નિર્ગુણ શક્તિનું પ્રમાણ (ટકા) : ૫૦

 

૮. મૂર્તિવિજ્ઞાન

ગાયત્રીદેવી બે પ્રકારથી બતાવવામાં આવે છે.

૮ અ. પહેલું રૂપ

‘ગાયત્રીદેવી ધન અને ઐશ્‍વર્યના પ્રતીક રહેલા લાલ કમળ પર બિરાજમાન હોય છે. તેમના પાંચ મુખ હોય છે. તેમનાં નામ ક્રમવાર ‘મુક્તા, વિદ્રુમા, હેમા, નીલા અને ધવલા’ છે. તેઓ દસ નેત્રોથી દસે દિશાઓનું અવલોકન કરતાં હોય છે. તેમના આઠ હાથોમાં શંખ, સુદર્શનચક્ર, પરશુ, પાશ, જપમાળા, ગદા, કમળ અને પાયસપાત્ર (દેવીને નૈવેદ્ય રૂપથી ધરાવવામાં આવતો ‘પાયસ(ખીર)’ નામના પદાર્થનું પાત્ર) હોય છે. તેમનો નવમો હાથ આશીર્વાદ આપનારો અને દસમો હાથ અભયદાન આપનારી મુદ્રામાં હોય છે.

૮ આ. બીજું રૂપ

ગાયત્રીદેવી હંસ પર આરૂઢ હોય છે. તેઓ દ્વિભુજ હોય છે, તેમના એક હાથમાં જ્ઞાનનું પ્રતીક રહેલા વેદ હોય છે અને બીજો હાથ આશીર્વાદની મુદ્રામાં હોય છે.’ – સંદર્ભ : (સંકેતસ્‍થળ પરની જાણકારી)

 

૯. કાર્ય અને વિશિષ્‍ટતાઓ

૯ અ. આદિશક્તિસ્‍વરૂપ

ગાયત્રીદેવી એ સરસ્‍વતી, મહાલક્ષ્મી અને પાર્વતી આ ત્રણેય દેવીઓનું એકત્રિત રૂપ છે. તે આદિશક્તિસ્‍વરૂપ છે.

૯ આ. બ્રહ્મદેવની કાર્યરત શક્તિ

તે બ્રહ્મદેવની કાર્યરત શક્તિ છે અને તેમના સિવાય બ્રહ્મદેવ નિષ્‍ક્રિય હોય છે.

૯ ઇ. ૧૨ આદિત્‍ય અને સૂર્યને તેજ પ્રદાન કરવું

સવિતૃ દ્વારા ગાયત્રીદેવીને અને ગાયત્રીદેવી દ્વારા ૧૨ આદિત્‍યને તેજ પ્રદાન કરવામાં આવે છે. સ્‍થૂળમાંથી દૃશ્‍યમાન સૂર્યને પણ તેજ દેનારાં ગાયત્રીદેવી જ છે. તેમનામાં સૂર્યથી સોળગણી શક્તિ છે.

૯ ઈ. દેવતાઓની અપ્રગટ
અવસ્‍થામાં રહેલી શક્તિ અને ચૈતન્‍ય પ્રગટ થવા

ગાયત્રીમંત્રના ઉચ્‍ચારણથી વિવિધ દેવતાઓની અપ્રગટ અવસ્‍થામાં રહેલી શક્તિ અને ચૈતન્‍ય પ્રગટ થઈને કાર્યરત થાય છે. તેને કારણે ઉપાસકને દેવતાઓની કૃપા શીઘ્ર પ્રાપ્‍ત થાય છે.

 

૧૦. ઉપાસના

૧૦ અ. પ્રતિમાનું પૂજન કરવું

ગાયત્રીદેવીની ઉપાસના અંતર્ગત તેમની પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે.

૧૦ આ. ગાયત્રીમંત્રનું ઉચ્‍ચારણ કરવું

ત્રિકાળ સંધ્‍યા ઉપાસનામાં અને જનોઈ સમયે ગાયત્રીમંત્રનું ઉચ્‍ચારણ કરવામાં આવે છે. ગાયત્રીમંત્ર બોલવાથી વેદોચ્‍ચારણ કરવાનું ફળ મળે છે.

૧૦ ઇ. ગાયત્રીયાગ

સવિતૃ અને ગાયત્રી દેવીઓને પ્રસન્‍ન કરવા માટે ક્રમવાર સવિતૃકાઠ્યયાગ (નોંધ) અને ગાયત્રીયાગ કરવામાં આવે છે.

નોંધ : સવિતૃ દેવતાને પ્રસન્‍ન કરી લેવા માટે સવિતૃકાઠ્યયાગ કરવામાં આવે છે. સહસ્રો વર્ષો પહેલાં અત્રી ઋષિએ આ યાગ પિઠાપુર, આંધ્રપ્રદેશ ખાતે કર્યો હતો, એવો ઉલ્‍લેખ શ્રીપાદશ્રીવલ્‍લભના ચરિત્રમાં છે. આ યાગનો ઉલ્‍લેખ ધર્મશાસ્‍ત્રમાં છે.

 

૧૧. ગાયત્રીમંત્ર

૧૧ અ. ગાયત્રીમંત્ર

‘આ ચૌદ અક્ષરનો મંત્ર છે અને તેનો સંબંધ માનવીના શરીરમાં ૨૪ ઠેકાણે વાસ કરનારા ૨૪ દેવતાઓ સાથે છે. આ સિદ્ધ મંત્ર છે.

૧૧ અ ૧. ગાયત્રીમંત્રની વ્‍યુત્‍પત્તિ અને અર્થ

પ્રથમ ‘ૐ’ આ શબ્‍દ ઉમટ્યો. તેના દ્વારા મુખ્‍ય ગાયત્રી મંત્ર સિદ્ધ થયો; તેથી ગાયત્રી મંત્રને ‘સર્વ વૈદિક મંત્રોનો રાજા’, એવી સંજ્ઞા છે. છંદોમાં પણ મુખ્‍ય છંદ ગાયત્રી જ છે. પરંતુ તે ગાયન મંત્રરૂપ હોવું જોઈએ, નહીંતર તે જપ બને છે.’ – સંદર્ભ (સનાતનનો ગ્રંથ : મંત્રયોગ)

૧૧ અ ૨. ગાયત્રીમંત્ર

ॐ भूर्भुवः स्‍वः तत् सवितुः वरेण्‍यं भर्गो देवस्‍य धीमहि । धियो यो नः प्रचोदयात् ।     

૧૧ અ ૩. ગાયત્રીમંત્રનો અર્થ

શ્‍લોકનો અર્થ સમજવા માટે શબ્‍દોની પાલટ કરેલી રચના : सवितुः देवस्‍य तत् वरेण्‍यं भर्गः धीमहि । यः नः प्रचोदयात् ।

અર્થ : જે સૂર્ય અમારી બુદ્ધિને પ્રેરણા આપે છે, તેમના સર્વશ્રેષ્‍ઠ તેજની અમે ઉપાસના કરીએ છીએ.

૧૧ અ ૪. સંબંધિત ઋષિ અને દેવતા

આ મંત્રના ઋષિ વિશ્‍વામિત્ર છે અને આ મંત્રના દેવતા સવિતૃ છે.

૧૧ અ ૫. ગાયત્રીમંત્રના પ્રકાર

૧૧ અ ૫ અ. ત્રિપાદગાયત્રી : આમાં ૐ આગળ જણાવ્‍યા પ્રમાણે ત્રણવાર આવે છે.

ॐ भूर्भुवः स्‍वः ।

ॐ तत् सवितुः वरेण्‍यं भर्गो देवस्‍य धीमहि ।

ॐ धियो यो नः प्रचोदयात् ।    

ત્રિપાદગાયત્રીમાં શ્‍વાસ લેતી વેળાએ પ્રથમ પદ, શ્‍વાસ રોકી  રાખીને બીજું પદ અને શ્‍વાસ છોડતી વેળાએ ત્રીજું પદ મનમાં બોલીએ કે, પૂરક, કુંભક અને રેચકનું પ્રમાણ ૧:૪:૨ હોય, તેવો પ્રાણાયામ પણ થાય છે.

પૂરક, કુંભક અને રેચક આ પ્રાણાયામમાંની ક્રિયાઓ છે.

૧૧ અ ૫ આ. ચતુષ્‍પાદગાયત્રી : આમાં ત્રિપાદગાયત્રીમાંના ત્રણ ૐ છે જ. ચોથો ૐ ‘પ્રચોદયાત્’ પછી લગાડે છે. ચોથા ૐ ને કારણે રેચક પછીનો કુભંક પણ બને છે.

૧૧ અ ૫ ઇ. અજપાગાયત્રી : શ્‍વાસ અંદર લેતી વેળાએ નૈસર્ગિક રીતે ‘સોડ(સઃ)’ અને શ્‍વાસ છોડતી વેળાએ નૈસર્ગિક રીતે થનારા ‘હં’ આ ધ્‍વનિ પર (સોડ હં) ધ્‍યાન આપવું, આને અજપાગાયત્રી અથવા અજપાજપ કહે છે.

૧૧ અ ૬. વિવિધ દેવી-દેવતાઓના ગાયત્રી મંત્ર

વિવિધ દેવતાઓના અલગ અલગ ગાયત્રીમંત્રો છે, ઉદા. શ્રીકૃષ્‍ણ, શ્રીરામ, દેવી સરસ્‍વતી. આવશ્‍યકતા અનુસાર કયા ગાયત્રીમંત્રનો જપ કરવો, એ ઉન્‍નત (સંત) કહે છે.

૧૧ અ ૭. ગાયત્રીમંત્રના ઉચ્‍ચારણને કારણે થનારા લાભ

૧૧ અ ૭ અ. વાણી શુદ્ધ થવી : ગાયત્રીમંત્રના ઉચ્‍ચારણને કારણે વાણી શુદ્ધ થાય છે. શુદ્ધ વાણી દ્વારા જ વેદમંત્રોનું ઉચ્‍ચારણ કરવાનું હોય છે. તેથી ઉપનયન (જનોઈ) સમયે બટુકને ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં આવે છે.

૧૧ અ ૭ આ. પિંડની શુદ્ધિ થવી : ગાયત્રીમંત્રના ઉચ્‍ચારણને કારણે પિંડની શુદ્ધિ થઈને જીવોમાં વેદમંત્રોનું ઉચ્‍ચારણ કર્યા પછી નિર્માણ થનારી દૈવી ઊર્જા ગ્રહણ કરવાની ક્ષમતા નિર્માણ થાય છે.

૧૧ અ ૭ ઇ. જીવની અંતર્બાહ્ય શુદ્ધિ થવી : ગાયત્રીમંત્રના ઉચ્‍ચારણને કારણે પ્રાણવહનમાંની અડચણો દૂર થઈને શરીરમાંની રક્તવાહિનીઓ, ૭૨૦૦૦ નાડીઓ અને પ્રત્‍યેક પેશીની શુદ્ધિ થઈને જીવની અંતર્બાહ્ય શુદ્ધિ થાય છે.

૧૧ અ ૭ ઈ. વેદના અધ્‍યયન માટે સહાયક હોવો : ગાયત્રીની ઉપાસનાને કારણે વેદાધ્‍યયન કરવાનું સહેલું પડે છે.

૧૧ અ ૭ ઉ. કર્મકાંડ અનુસાર ઉપાસના કરવા માટે સહાયક હોવો : ગાયત્રીમંત્રના ઉચ્‍ચારણથી દેવતાઓનું તત્ત્વ તેમનામાંના દિવ્‍ય તેજ સાથે જાગૃત થઈને કાર્યરત થાય છે. તેને કારણે કર્મકાંડ અનુસાર ઉપાસના કરતી વેળાએ, અર્થાત્ ધાર્મિક વિધિ અને યજ્ઞાદિ કર્મો કરતી વેળાએ ગાયત્રી મંત્ર અથવા વિશિષ્‍ટ દેવતાના ગાયત્રી મંત્રનું અગત્‍યતાથી ઉચ્‍ચારણ કરવામાં આવે છે.

૧૧ અ ૭ ઊ. ગાયત્રીમંત્રનું પુરશ્‍ચરણ કરવાથી વિવિધ પ્રકારના ઐહિક લાભ થવા : પ્રતિદિન નિયમિત રીતે એક સહસ્ર વાર ગાયત્રીમંત્રનું પુરશ્‍ચરણ કરવાથી વ્‍યક્તિ પાપમુક્ત બને છે, તેને ધનલાભ થાય છે અને સ્‍વર્ગસુખની પ્રાપ્‍તિ થાય છે.

૧૧ અ ૭ એ. ગાયત્રીમંત્રનું પુરશ્‍ચરણ કરવાથી પારમાર્થિક લાભ થવા : સંપૂર્ણ આયખું ગાયત્રીમંત્રનું ભાવપૂર્ણ, નિયમિત અને શ્રદ્ધાથી પુરશ્‍ચરણ કરવાથી ગાયત્રીદેવી પ્રસન્‍ન થઈને તે વ્‍યક્તિને મુક્તિ અને મોક્ષની પ્રાપ્‍તિ થાય છે.’

 

૧૨. પુણેના મંત્રતજ્‌જ્ઞ ડૉ. મોહન
ફડકેના કહેવા પ્રમાણે ગાયત્રીમંત્ર બોલીને
અભિમંત્રિત કરેલું જળ પ્રાશન કરવાથી થયેલી અનુભૂતિઓ

બે મહિના પહેલાં પુણેના મંત્રતજ્‌જ્ઞ ડૉ. મોહન ફડકે સનાતનના રામનાથી આશ્રમમાં પધાર્યા હતા. તેમણે મારા શરીરમાંનો મેદ ન્‍યૂન કરવા માટે મને પ્રતિદિન ગાયત્રી મંત્ર બોલીને અભિમંત્રિત કરેલું જળ પીવા માટે કહ્યું. હું પ્રતિદિન ૧૦૮ વાર ગાયત્રીમંત્ર બોલતા બોલતા તાંબાના પવાલામાં મૂકેલા પાણીમાં જમણા હાથની આંગળીઓ બોળીને જળ અભિમંત્રિત કરતી હતી. મંત્રજપ પૂર્ણ થયા પછી જ્‍યારે મેં પવાલામાંના પાણીને સ્‍પર્શ કર્યો ત્‍યારે તે પુષ્‍કળ ઉષ્‍ણ થયું છે’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું. હું સળંગ ૧૫ દિવસ ગાયત્રીમંત્ર બોલીને અભિમંત્રિત કરેલું પાણી પીતી હતી. તેથી મારા પર આગળ જણાવેલાં પરિણામ થયાં.

૧૨ અ. ત્રાસદાયક શક્તિનું ઘેરું કાળું
આવરણ ઓગળી જતું હોવાનું જણાવવું

‘મારું શરીર, મન અને બુદ્ધિ પર આવેલું ત્રાસદાયક શક્તિનું ઘેરું કાળું આવરણ ઓગળી રહ્યું છે અને મનનો ઉત્‍સાહ વધી રહ્યો છે અને બુદ્ધિને નવા-નવા વિચાર સૂઝી રહ્યા છે’, એવું મને જણાયું.

૧૨ આ. દેહમાં સારી ઊર્જા નિર્માણ થવી

મારા નાભિના સ્‍થાન પર સારી ઊર્જા નિર્માણ થઈને તેનો વિસ્‍તાર મારી નાભિથી મારા આજ્ઞાચક્ર અને સહસ્રારચક્ર સુધી થતો હોવાનું જણાયું.

૧૨ ઇ. દેહના વિવિધ ભાગોમાંથી
ઉષ્‍ણ વરાળ બહાર પડતી હોવાનું જણાવવું

મંત્રજપ કરતી વેળાએ મારા કાન, આંખો, હોઠ, ગાલ, હથેળી અને પગના તળિયામાંથી ઉષ્‍ણ વરાળ બહાર પડતી હોવાનું જણાયું.

૧૨ ઈ. ગાયત્રીમંત્રમાંની ઊર્જા સહન
ન થવાથી વિવિધ શારીરિક ત્રાસ થવા

મેં સળંગ પંદર દિવસ ગાયત્રીમંત્રથી અભિમંત્રિક કરેલું જળ (તીર્થ) પ્રાશન કર્યા પછી મને ગાયત્રીમંત્રમાંની ઊર્જા સહન ન થવાથી પેટમાં વેદના થવા લાગી અને મારું મોઢું આવ્‍યું. તેથી હું પ્રતિદિન ૧૦૮ને બદલે કેવળ ૨૧ વાર ગાયત્રીમંત્ર બોલીને અભિમંત્રિત કરેલું જળ પીવા લાગી. ત્‍યારથી મને થનારા ત્રાસ પૂર્ણ રીતે થોભી ગયા.

 

૧૩. કૃતજ્ઞતા

ગાયત્રીમાતાની કૃપાથી તેમના સંદર્ભમાં જાણકારી મળીને આ લેખ પૂર્ણ થયો, તે માટે તેમનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા ! સૂર્યનું ક્ષાત્રતેજ અને વેદોનું બ્રાહ્મતેજ અમો માનવો સુધી પહોંચાડનારાં ગાયત્રીદેવીનાં ચરણોમાં વંદન કરીને આપણે ભાવપૂર્ણ કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ અને તેમનાં ચરણો પર નતમસ્‍તક થઈને ભાવસુમનાંજલિ અર્પણ કરીએ.’

કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી ગોવા. (૧.૬.૨૦૧૭)

સૂક્ષ્મ જ્ઞાન : વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

Leave a Comment