અનુક્રમણિકા
- ૧. વાળની વૃદ્ધિના ૩ સોપાન
- ૨. વાળ ખરવાના મુખ્ય કારણો
- ૩. આહાર કયો લેવો ?
- ૪. શું ન કરવું ?
- ૫. કંડિશનર વાપરવાથી વાળમાં ગૂંચ ઓછી થાય છે અને વાળ ચમકદાર દેખાય છે.
- ૬. વાળને નિયમિત રીતે તેલ લગાડવું ઉત્તમ છે; પણ તેલ લગાડીને બહાર જવાથી વાળમાં કચરો ભરાઈને તેમજ ધૂળ બેસીને તેમની હાનિ થઈ શકે છે.
- ૭. ‘મૉઇશ્ચરાયઝર’ના લાભ
‘આપણી આજુબાજુમાંના ૧૦ માંથી ૫ લોકોને તોયે ‘મારા વાળ પુષ્કળ ખરી રહ્યા છે’, એમ લાગતું હોય છે. પ્રતિદિન ૫૦ થી ૧૦૦ વાળ ખરવા, એ નૈસર્ગિક છે. વાળ ખરવા પર કઈ ઉપાયયોજનાઓ કરવી, તે વિશેની જાણકારી નીચે આપી છે.
૧. વાળની વૃદ્ધિના ૩ સોપાન
વાળની વૃદ્ધિમાં વૃદ્ધિ, વિશ્રાંતિ અને ખરવું આ રીતે ૩ સોપાન હોય છે. તે અનુસાર વાળનું ચક્ર ચાલુ હોય છે. તેને કારણે ‘ક્યારેક વાળ ખરી રહ્યા છે’, એમ લાગી શકે; પરંતુ તેને કારણે ગભરાશો નહીં; કારણકે બીજી બાજુ નવા વાળ ઉગવાનું અખંડ ચાલુ હોય છે.
૨. વાળ ખરવાના મુખ્ય કારણો
વાળમાં થતો ખોડો, ક્યારેક ‘થાયરૉઈડ’ની સમસ્યા, શરીરમાં લોહી ઓછું હોવું, કુપોષણ ઇત્યાદિ વાળ ખરવાના કેટલાંક પ્રમુખ કારણો હોઈ શકે છે. તેથી તેના પર યોગ્ય ઉપચાર તુરંત કરવા જોઈએ.
૩. આહાર કયો લેવો ?
ઉપરછલ્લા ઉપાય કરવા કરતાં આહાર ઉત્તમ હોવા ભણી ધ્યાન આપવું. જીવનસત્ત્વ વધારે રહેલો આહાર, ઇંડા, સુકામેવાને કારણે વાળ સારા થાય છે. શાકાહારી લોકો આહારમાં દાળ, કઠોળ, ફણગાવેલા કઠોળ, બદામ, અખરોટ, પિસ્તા (પ્રમાણમાં)નો સમાવેશ કરી શકે છે. થોડા ભાત અને વધારે દાળ, એવો આહાર પણ સારો રહેશે.
૪. શું ન કરવું ?
વાળ ઘણાં ઉષ્ણ પાણીથી ધોવા અને પછી ઘસીને લૂછવાનું ટાળવું. શૅમ્પુ સૌમ્ય હોવો જોઈએ. વાળ ભીના હોય, ત્યારે તરત જ ન ઓળવા. રાત્રે સૂતી વેળાએ એકવાર ઓળવા.
૫. કંડિશનર વાપરવાથી વાળમાં ગૂંચ
ઓછી થાય છે અને વાળ ચમકદાર દેખાય છે.
૬. વાળને નિયમિત રીતે તેલ
લગાડવું ઉત્તમ છે; પણ તેલ લગાડીને બહાર જવાથી
વાળમાં કચરો ભરાઈને તેમજ ધૂળ બેસીને તેમની હાનિ થઈ શકે છે.
૭. ‘મૉઇશ્ચરાયઝર’ના લાભ
આપણું મુખ યુવાન રાખવું હોય, તો પૂર્ણ આયખું નિયમિત ‘મૉઈશ્ચરાયઝર’ વાપરવું સારું હોય છે. કોરી ત્વચા પર કરચલીઓ વહેલી પડે છે, તેમજ વય વધતાં ત્વચા પણ નાજુક બને છે. તેથી પ્રત્યેકને ‘ફેશિયલ’ (મુખ પર સૌદર્યવર્ધન માટે કરવામાં આવતા ઉપચાર) ફાવશે જ, એમ નથી. તે સાથે નિરંતર ‘ફેસ સ્ક્રબ’ કરવું પણ યોગ્ય નથી.’