વાળ સાથે સંબંધિત સંસ્‍કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૨)

Article also available in :

વાળ સાથે સંબંધિત સંસ્કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૧) માટે જુઓ : https://www.sanatan.org/gujarati/12146.html

દેવતાનાં ચરણોમાં અથવા તીર્થક્ષેત્રે જઈને કેશવિમોચન (મુંડન) કરવું આ કૃતિ પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર આ લેખમાં જોઈશું.

 

૩. કેશવિમોચન, કેશવપન અને વાળ ન કાપવા

૩ અ. દેવતાનાં ચરણોમાં કેશવિમોચન (મુંડન)
કરવું, એ ક્ષુદ્રદેવતાને પ્રસન્‍ન કરવા માટેનો અઘોરી વિધિ હોવો

‘દેવતાનાં ચરણોમાં કેશવિમોચન (મુંડન) કરવું, આ એક કનિષ્‍ઠ સાધનાનો પ્રકાર છે. અઘોરી વિધિ કરનારા જીવ આ પ્રમાણે મુંડન કરીને, દેવતાનાં ચરણોમાં વાળ અર્પણ કરીને તેમનાં ચરણોમાં રજ-તમયુક્ત શક્તિનું કાર્ય કરવા માટે બળ માગે છે. વાળ એ રજ-તમયુક્ત લહેરોનું પ્રભાવી સંક્રમણનું પ્રતીક હોવાથી આ માધ્‍યમ દ્વારા દેવતાનાં જે તે સ્‍પંદનો આકર્ષિત કરીને તેના દ્વારા પોતાના કાર્યને ગતિ મળવા માટે બળ માગવામાં આવે છે. દેવતાનાં ચરણોમાં મુંડન કરવું, એ એક રીતે કનિષ્‍ઠજન્‍યતાના સ્‍તર પર ક્ષુદ્રદેવતાઓ પાસેથી સકામ સાધના દ્વારા અઘોરી વિદ્યાના માધ્‍યમ દ્વારા પોતાની ઇચ્‍છાઓની પૂર્તિ કરી લેવાનું એક માધ્‍યમ છે.

ઉચ્‍ચ દેવતાઓનાં ચરણોમાં મોટેભાગે વાળ અર્પણ કરવામાં આવતા નથી, જ્‍યારે ક્ષુદ્રદેવતા, ગ્રામદેવતા, સ્‍થાનદેવતાઓનાં ચરણોમાં આવા કનિષ્‍ઠજન્‍ય ઉપાસનાના વિધિ કરવામાં આવે છે. સંબંધિત ઇચ્‍છા સાથે સાધર્મ્‍ય દર્શાવનારાં સ્‍પંદનો સાથે સંલગ્‍ન તે તે વસ્‍તુઓ દેવતાને અર્પણ કરીએ, તો તે માધ્‍યમ દ્વારા જીવને સંબંધિત ઇચ્‍છા સાથે સંબંધિત સ્‍પંદનોના સ્‍તર પર ઇચ્‍છિત ફળપ્રાપ્‍તિ થવી સહેલું બને છે.’

– એક વિદ્વાન (સૌ. અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૧૫.૫.૨૦૦૭, સાંજે ૭.૦૩)

૩ આ. તીર્થસ્‍થળ પર જઈને મુંડન કરવું

તિરુપતિ બાલાજીને વાળ અર્પણ કરવા

૩ આ ૧. ક્ષણિક પાપ નિર્દાલનની પ્રક્રિયાનું એક પ્રતીક હોવું  

‘તિરુપતિ બાલાજીને વાળ અર્પણ કરવા, આ એક પ્રાચીન સમયથી ચાલતી આવેલી રીત છે. એમાં વાળ અર્પણ કરવા, એટલે આપણું રજ-તમયુક્ત પાપ જ તિરુપતિનાં ચરણોમાં અર્પણ કરીને પાપમુક્ત થવાનો સંકલ્‍પ કરવાનું તે એક પ્રતીક છે. વાળ ઉતારવા, એ રજ-તમમાંથી મુક્ત થવાની એક પ્રક્રિયા છે, એટલે જ તે ક્ષણિક પાપ નિર્દાલનની પ્રક્રિયાનું એક પ્રતીક છે.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૧૬.૫.૨૦૦૭, બપોરે ૪.૨૪)

૩ આ ૨. અહંભાવ અર્પણ થઈને સાધનામાં આવતી અડચણો દૂર થવી  

‘કેટલાક લોકો માથા પરના વાળનું તીર્થસ્‍થાન પર જઈને મુંડન કરે છે, ઉદા. તિરુપતિ. ‘આવું કરવાથી તે દેવતાનાં ચરણોમાં પોતાનામાં રહેલો અહંભાવ અર્પણ થવામાં સહાયતા મળે છે. તેને કારણે તે વ્‍યક્તિને સાધનામાં આવતી અડચણો દૂર થાય છે’, એવું માનવામાં આવે છે. એટલા માટે કેટલાક દેવતાઓનાં ચરણોમાં સ્‍ત્રી, પુરુષ અને નાનાં બાળકોએ મુંડન કરવાની પ્રથા છે. વર્તમાન કાળમાં દેવતાનાં ચરણોમાં ‘હું તમારાં ચરણોમાં આવીને મુંડન કરીશ’, આ પ્રકારની માનતા પણ રાખવામાં આવે છે.’

– બ્રહ્મતત્ત્વ (સૌ. પાટીલના માધ્‍યમ દ્વારા, ૨૯.૩.૨૦૦૬, સવારે ૧૧.૧૮)

૩ ઇ. પતિના અવસાન પછી પત્નીએ કેશવપન કરવાના લાભ

૩ ઇ ૧. પતિના આસક્તિદર્શક સ્‍મરણોથી મુક્ત થવું અને આગળ જતાં પતિને પણ સારી અને વેગે ગતિ પ્રાપ્‍ત થવી

‘યમપાશે પુરુષને અપનાવ્‍યા પછી તેની અડધા કરતાં વધારે આસક્તિજન્‍ય ઇચ્‍છા પત્નીનાં કર્મોમાં અટવાયેલી હોવાથી સદર આસક્તિજન્‍ય ઇચ્‍છાશક્તિના દોર સૂક્ષ્મ લહેરોના માધ્‍યમ દ્વારા નિરંતર પત્નીના દેહવાસ્‍તવ્‍ય ભણી આવતા હોય છે. પત્નીના વાળમાંથી પ્રક્ષેપિત થનારી રજોગુણી લહેરોમાંની આકર્ષણયુક્ત શક્તિને કારણે આ ઇચ્‍છાશક્તિના સૂક્ષ્મ દોર તેના વાળમાં ઘનીભૂત થવા લાગે છે. આ પ્રકારે તેના વાળમાં પતિના અસ્‍તિત્‍વનું એક સૂક્ષ્મ સ્‍થાન જ બનવાથી આ પુરુષપ્રકૃતિ નિરંતર લિંગદેહના રૂપમાં તે દિશા ભણી ખેંચાઈ જઈને તે જીવની પણ આગળ જવાની ગતિ રુંધાઈ જાય છે અને પત્નીને પણ નિરંતર પતિના માયાપાશનું સ્‍મરણ થઈને તેની પણ આગળના વૈરાગ્‍યદર્શક ભાવના દ્વારા થઈ રહેલી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થોભી શકે છે. પતિના નિધન પછી જો તે સ્‍ત્રી સતી ન થાય, તો પતિના આસક્તિદર્શક સ્‍મરણમાંથી મુક્ત થવા માટે અને આગળ પતિને પણ સારી અને વહેલી ગતિ પ્રાપ્‍ત થવા માટે તેનું કેશવપન કરવા માટે શાસ્‍ત્રમાં કહ્યું છે.

૩ ઇ ૨. પતિ-પત્નીમાં રહેલા લેણ-દેણ સંબંધયુક્ત કર્મથી મુક્તિ  

પતિ અને પત્નીમાં સૌથી વધારે પ્રમાણમાં લેણ-દેણ હોય છે. કેશવપન આ એક પતિ-પત્નીમાં રહેલા લેવડ-દેવડ સંબંધયુક્ત કર્મોથી મુક્તિ મેળવવાનો ઉત્તમ આચાર છે.

૩ ઇ ૩. પત્નીના મનમાં અલ્‍પ સમયમાં વૈરાગ્‍યદર્શક ભાવ નિર્માણ થવું   

આ એક અત્‍યંત મહત્ત્વપૂર્ણ અને શુદ્ધ, તેમ જ વૈરાગ્‍યદર્શક આચારધર્મ છે. આ આચાર દ્વારા પત્નીના મનમાં અત્‍યંત અલ્‍પ કાલાવધિમાં વૈરાગ્‍યદર્શક ભાવ ઉત્પન્ન થઈને તેની આગળની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થાય છે. હિંદુ ધર્મએ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થવા માટે વિવિધ નિયમો તે તે સ્‍તર પર શા માટે કહ્યા છે, એ જ આમાંથી ધ્‍યાનમાં આવીને આચારધર્મનું મહત્ત્વ ગળે ઉતરે છે.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૭.૯.૨૦૦૭, બપોરે ૨.૫૬)

૩ ઈ. કુટુંબી મૃત્‍યુ પામે ત્યારે પુરુષોએ વાળ
પૂર્ણ રીતે કાપવા અને સ્‍ત્રીઓએ શા માટે ન કાપવા ?

(મૃત જીવનો લિંગદેહ વાળના કાળા રંગ ભણી આકર્ષિત ન થાય; તે માટે કુટુંબમાં ક્રિયાકર્મ કરનારા પુરુષે વાળ કાપવા. સ્‍ત્રીઓએ વાળ કાપવા નહીં; કારણકે તે હિંદુ ધર્મના વિરોધમાં છે.)

કુટુંબી મૃત્‍યુ પામે ત્‍યારે ઘરનું વાતાવરણ રજ-તમયુક્ત બને છે. મૃત જીવનો લિંગદેહ થોડો સમય તે વાસ્‍તુમાં અથવા તો કુટુંબીજનો ફરતે જ ફર્યા કરે છે. મૃત જીવના લિંગદેહ દ્વારા પ્રક્ષેપિત થનારી વેગવાન રજ-તમયુક્ત લહેરો આ કુટુંબીઓના વાળના કાળા રંગ ભણી આકર્ષિત થાય છે. વાળ વાતાવરણમાં રહેલી રજ-તમયુક્ત લહેરો શોષી લેવાનું કાર્ય કરે છે. તેને કારણે કુટુંબીઓનું માથું દુખવું, અસ્‍વસ્‍થતા લાગવી એવા ત્રાસ થઈ શકે છે. મૃત્‍યુ પછીના ક્રિયાકર્મ કરનારા પુરુષોનો પ્રત્‍યક્ષ વિધિમાં સહભાગ હોવાથી તેમને ત્રાસ થવાની શક્યતા વધારે હોય છે. આ ત્રાસ ન થાય, એટલા માટે તેમણે વાળ પૂર્ણ કાપવા આવશ્‍યક હોય છે.

સંકલક : ‘મૃત જીવના લિંગદેહ દ્વારા પ્રક્ષેપિત થનારી વેગવાન રજ-તમયુક્ત લહેરો આ કુટુંબીઓના વાળના કાળા રંગ ભણી આકર્ષિત થાય છે’, એમ ઉપર જણાવેલા ઉત્તરમાં કહ્યું છે; પણ અધ્‍યાત્‍મશાસ્‍ત્ર અનુસાર ‘કેટલીક ચોક્કસ મર્યાદા સુધી વાળને લીધે અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થાય છે’, એવું પણ છે. આ બન્‍ને વિધાનોનો સમન્‍વય કેવી રીતે સાધ્‍ય કરી શકાય ?

ઉત્તર : ‘વાતાવરણમાં રહેલું રજ-તમનું પ્રમાણ ૫૦ ટકા કરતાં વધારે થાય તો જીવને અનિષ્‍ટ શક્તિનો ત્રાસ થઈ શકે છે. તેને કારણે કેટલીક નિશ્‍ચિત મર્યાદા સુધી જ જીવનું વાળના માધ્‍યમ દ્વારા અનિષ્‍ટ શક્તિ સામે રક્ષણ થાય છે.

હિંદુ ધર્મમાં સ્‍ત્રીને આદિશક્તિની અપ્રગટ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને કારણે હિંદુ ધર્મમાં સ્‍ત્રીને સન્‍માનનીય સ્‍થાન આપવામાં આવે છે. સ્‍ત્રીઓના વાળ લાંબા હોવા, એ શાલીનતાનું દ્યોતક હોવાથી સ્‍ત્રીઓએ વાળ કાપવા, એ હિંદુ ધર્મના વિરોધમાં છે. સત્ત્વગુણપ્રધાનતા ધરાવનારી સ્‍ત્રીના વાળ મોટે ભાગે લાંબા હોય છે. વાળના છેડામાંથી પ્રક્ષેપિત થનારી શક્તિરૂપી સત્ત્વ-રજોલહેરોને કારણે એક રીતે સ્‍ત્રીનું અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ જ થતું હોય છે; એટલા માટે ઘણું કરીને સ્‍ત્રીઓએ વાળ કાપવા, એ નિષિદ્ધ અથવા અપવિત્ર માનવામાં આવે છે.

એનાથી ઊલટું ‘પુરુષ’ એ કાર્યરત શક્તિનું પ્રતીક હોવાથી કુટુંબીનું મૃત્યુ થયા પછી તેની ક્રિયાકર્મનું ઉત્તરદાયિત્‍વ પણ સર્વથા પુરુષો પાસે જ રહે છે; એટલા માટે પુરુષ પૂર્ણત: કેશવપન કરે છે.’

એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૯.૮.૨૦૦૪, બપોરે ૨.૫૧)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘વાળની લેવાની કાળજી’

Leave a Comment