કૃષ્‍ણભક્ત સંત મીરાંબાઈ

Article also available in :

૧. સંત મીરાંબાઈનું જીવન

સંત મીરાંબાઈ (આશરે વર્ષ ૧૪૯૮ થી વર્ષ ૧૫૫૭) કૃષ્‍ણભક્ત હતાં. રાજસ્‍થાનના નાગૌર જિલ્‍લાના કુડકી ગામમાં એક રજપૂત કુટુંબમાં સંત મીરાંબાઈનો જન્‍મ થયો. તેમના પિતાજીનું નામ રતનસિંહ હતું.

એક આખ્‍યાયિકા (કથા) અનુસાર લગ્‍નનો એક વરઘોડો જોઈને મીરાંબાઈએ પોતાનાં માતાને પૂછ્‌યું ‘‘મારો પતિ કોણ થશે ?’’ ત્‍યારે માતા તેમને ઘરમાંની કૃષ્‍ણમૂર્તિ સામે લઈ ગયાં અને ‘આ જ તારા પતિ’’ એમ કહ્યું. ત્‍યારથી સંત મીરાંબાઈ શ્રીકૃષ્‍ણ ભગવાનને પોતાના પતિ માનતાં હતાં.

નાની વયમાં જ ચિત્તોડના રાણા સાંગાના પુત્ર રાજા ભોજરાજ સાથે સંત મીરાંબાઈના વિવાહ નિશ્‍ચિત થયા. ‘મારા વિવાહ તો કૃષ્‍ણ સાથે થયા છે,’ એવું માનતા હોવાથી સંત મીરાંબાઈને આ વિવાહ સ્વીકાર્ય નહોતા. નવા ઘરના અર્થાત્ સાસરિયાના કુળદેવતાની ઉપાસના કરવા માટે તેમણે ના પાડી. વર્ષ ૧૫૨૭માં થયેલી એક લડાઈમાં રાજા ભોજરાજનું મૃત્‍યુ થયું. ત્‍યારથી ક્ષણભંગુર બાબતો છોડીને શાશ્‍વત ભણી તેમણે ધ્‍યાન આપવાનો આરંભ કર્યો અને દુઃખનું રૂપાંતર અમર્યાદ આધ્‍યાત્‍મિક ભક્તિમાં કર્યું. વિરહમાં  શોકગ્રસ્ત મનની અવસ્‍થાનું વર્ણન કરનારાં તેમનાં ભજનો તેની સાક્ષી પુરાવે છે.

આરંભમાં મીરાંબાઈનો કૃષ્‍ણપ્રેમ એક ખાનગી બાબત હતી, પરંતુ પછી તેઓ અત્‍યાનંદથી શહેરના રસ્‍તા પર નાચવા લાગ્‍યાં. કૃષ્‍ણની અમર્યાદ ભક્તિને કારણે રાજઘરાણાનો ત્‍યાગ કરીને સામાન્‍ય લોકોમાં પણ તેઓ હળવા-મળવા લાગ્‍યાં. તેમના પર ઝેરનો પ્રયોગ પણ કરવામાં આવ્‍યો. ત્રીસ વર્ષના થયાં ત્‍યારે મીરાંબાઈ મથુરા, વૃંદાવનમાં જઈને અંતમાં દ્વારકા ખાતે તેમને મુક્તિ મળી.

સાભાર : સંકેતસ્‍થળ

 

૨. મનમાં જો દૃઢ નિશ્‍ચય હોય,
તો કોઈપણ ઉપાસનાનું ફળ મળે છે.

સંત મીરાંબાઈ અને રાજા ભોજરાજ વચ્‍ચે ઈશ્‍વર, ભક્તિ અને સાધના વિશે થયેલું સંભાષણ અત્રે આપી રહ્યા છીએ.

સંત મીરાંબાઈ

 

૩. સંત મીરાંબાઈએ રાજા ભોજરાજને
‘ઈશ્‍વર નિર્ગુણ-નિરાકાર, સગુણ-સાકાર અને
નિરાકાર ચેતન રૂપમાં સૃષ્‍ટિમાં સમાયેલા છે’, એમ કહેવું

રાજા ભોજરાજ : લોકો કહે છે, ઈશ્‍વર નિર્ગુણ નિરાકાર છે. તે સાદી દૃષ્‍ટિએ દેખાતા નથી. સાચું શું છે ? મને સમજાતું નથી. આ મારા વ્‍યસ્‍ત મનને બાંધી શકે, એવું સમાધાન હજી સુધી મને મળ્યું નથી, મીરાં !

સંત મીરાંબાઈ : ઈશ્‍વર નિર્ગુણ-નિરાકાર અને સગુણ-સાકાર પણ છે. નિરાકાર ચેતન રૂપમાં સૃષ્‍ટિમાં સમાયેલા છે. તેમના વિના ક્યાંય પણ કશું જ નથી. જેવી રીતે વસ્‍ત્રમાં સૂતર અને મોજાંમાં પાણી હોય છે, તેવી રીતે તેઓ સર્વત્ર છે. તેમના વિના વિશ્‍વમાં કોઈ સત્તા નથી. આ વાતો સાંભળીને વિશ્‍વાસ રાખવો પડે છે. શ્રદ્ધા અને વિશ્‍વાસ વિના કાંઈ મળી શકતું નથી. તેઓ પોતાનું કાર્ય કરવામાં માનતા નથી. બાળકને કેમ સમજાય કે તેના પિતા કોણ છે ? બાળકે માતાના કહેવા પર વિશ્‍વાસ રાખવો પડે છે.

રાજા ભોજરાજ : તું આગળ કહે, હું સાંભળી રહ્યો છું; પણ નિર્ગુણ-નિરાકાર એટલે આકાશ અને પ્રકાશનો જ ભાગ છે. તેઓ પ્રસન્‍ન કે અપ્રસન્‍ન કાંઈ જ થતા નથી.

સંત મીરાંબાઈ : તેઓ નિરંતર વિશ્‍વને પ્રકાશ-ચેતના આપતા હોય છે. તેનો અનુભવ લઈ શકાય છે; પરંતુ જોઈ શકવાનું અસંભવ છે. તેમનો ભાગ જોઈ શકાતો નથી; છતાં તેમને જે જોઈએ તે લઈ શકે છે. તે જ ઈશ્‍વર સગુણ-સાકાર છે. તે પ્રેમથી – ભક્તિથી જ સાધ્‍ય થતા હોય છે. તે અંતરાત્‍માનો અવાજ સાંભળીને દર્શન આપતા હોય છે. (મીરાંબાઈના શરીર પર રોમાંચ ઊભા થયા. તેમનો દેહ થરથર ધ્રૂજવા લાગ્‍યો.)

રાજા ભોજરાજ : ભગવાનનાં પુષ્‍કળ નામો અને રૂપો છે. શું તે નામરૂપોની મૂંઝવણમાં માનવી ભટકાઈ જતો નથી ?

સંત મીરાંબાઈ : તે મૂંઝવણમાંથી જો પોતાને ઉગરી જવું હોય, તો સરળ ઉપાય છે. જે નામરૂપ પોતાને સારું અને યોગ્‍ય લાગે, તેને જ પકડી રાખવું. તેનું જ જપ-તપ કરવું. અન્‍ય નામમાં પણ મારા જ પ્રભુ છે, જેવી રીતે સર્વ નદીઓ અંતે તો સમુદ્રને મળે છે, તેવી રીતે સર્વ ધર્મગ્રંથ, સર્વ સંપ્રદાય એકજ ઈશ્‍વરની દિશામાં જાય છે. સહુકોઈનો અંત એકજ ઠેકાણે થાય છે. મનમાં જો દૃઢ નિશ્‍ચય હશે, તો કોઈપણ ઉપાસના ફળ આપતી હોય છે.

રાજા ભોજરાજ

 

૪. ભગવાનની કૃપા માટે પ્રેમ સાધ્‍ય છે
અને તેમની સામે હૃદય ખોલીને બેસવું જોઈએ !

રાજા ભોજરાજ : ભગવાન ઉપાસનાથી પ્રાપ્‍ત થાય છે ?

સંત મીરાંબાઈ : ના, ઉપાસના મનની શુદ્ધતા કરે છે. સંસારમાં જેટલા નિયમ, સંયમ, ધર્મ, વ્રતો, દાન, જે જે લોકો કરતા હોય છે, તે સર્વ ઉપાયોથી જન્‍મો-જન્‍મનાં પાપો ધોવાઈ જાય છે. સર્વ શુદ્ધિ થયા પછી તમને ભગવાનનું રૂપ અંતઃકરણમાં દેખાય છે. જેવી રીતે અરીસો લૂછીને સ્‍વચ્‍છ કર્યા પછી પોતાનું મોઢું તેમાં સારું દેખાય છે. ભગવાનની કૃપા માટે પ્રેમ સાધ્‍ય છે. તેમની સામે હૃદય ખોલીને બેસવું પડે છે. ક્યાંય પણ ઢાંકપિછોડો, સ્‍વાર્થીપણું અને જૂઠાણું ચાલતું નથી, તો જ તમે તેમની સાવ સમીપ જઈ શકો છો. જો તે ન બનતું હોય, તો અન્‍ય કોઈપણ માર્ગ નથી.

 

૫. કાનના માધ્‍યમ દ્વારા વારંવાર ભગવાનના
રૂપ-ગુણનું વર્ણન સાંભળીને વિશ્‍વાસ થઈ શકવો

રાજા ભોજરાજ : શું માનવી પાસે પોતાની ઇંદ્રિયો છોડતાં અનુભવ થવા માટેનો અન્‍ય કોઈ ઉપાય નથી ? જેમને જોયા નથી, જાણ્‍યા નથી, વ્‍યવહારમાં દેખાતા નથી. તો પછી તેમના પર પ્રેમ કેવી રીતે કરવો ?

સંત મીરાંબાઈ : આપણી પાસે એક ઇંદ્રિય એવી છે, કે તેની સહાયતાથી ભગવાન અંતરમાં સાકાર થાય છે. તે ઇંદ્રિય છે કાન ! વારંવાર તેમના રૂપ-ગુણના વર્ણન સાંભળીને વિશ્‍વાસ બેસે છે અને હૃદયમાં તેઓ પ્રકાશિત થાય છે. તે દ્વારા તે પ્રતીકની પૂજા, ઉપાસના અને પ્રેમ આપણે કરી શકીએ છીએ.

શૈલા પિટકર (સાભાર : માસિક ‘ભક્તિસંગમ’)

Leave a Comment