રામાયણ એટલે ભારતનો અમૂલ્ય વારસો અને ઇતિહાસ છે. આધુનિકો ભલે ગમે તેટલી ટીકા કરે અને તેનું અસ્તિત્વ નકારવાનો પ્રયત્ન કરે, તેમ છતાં રામાયણ કાળની વિવિધ ઘટનાઓનાં આ છાયાચિત્રો આ ઇતિહાસની સાક્ષી પુરાવે છે. રામાયણનો કાળ એ ત્રેતાયુગમાંનો એટલે કે લાખો વર્ષ પહેલાંનો છે. તેમાંથી હિંદુ સંસ્કૃતિની મહાનતા, પ્રાચીનતાની પણ પ્રતીતિ આવે છે. અહીં રામાયણ કાળમાંના શ્રીલંકાના સ્થાનો ખાસ કરીને ઉકેલીને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સીતામાતાના અપહરણ પછી ત્યાંના વાસ્તવ્યનો પુરાવો જ છે.
સીતામાતાએ જે ઠેકાણે અગ્નિપ્રવેશ કર્યો, તે સ્થાન પરનું અશ્વત્થ વૃક્ષ અને મંદિર. શ્રીલંકાના મધ્ય પ્રાંતમાંના અતિ ઊંચાઈ ધરાવતા પર્વતીય ક્ષેત્રમાં આ સ્થાન છે.
‘ગુરુલૂપોથા’ ખાતે રાવણનાં પત્ની મંદોદરીના મહેલના અવશેષોનાં છાયાચિત્રો ! સીતામાતાનું અપહરણ કરીને તેમને આ મહેલમાં રાખવામાં આવ્યાં હતાં.
મહારાણી મંદોદરીના મહેલની દક્ષિણ દિશા ભણી રહેલા આ પગથિયાં ઉતરીને સીતામાતા ત્યાં રહેલી નદીમાં સ્નાન કરવા જતાં હતાં !
એવું કહેવાય છે કે, ‘સીતામાતાની શોધમાં રામભક્ત હનુમાને આ પત્થર પરથી જે અશોક વૃક્ષ નીચે સીતામાતા બેઠાં હતાં, તે વૃક્ષ પર છલંગ મારી’. પત્થર પર તેમનું પગલું ઊમટ્યું છે.
શરયુ કાંઠે અયોધ્યા મનુનિર્મિત નગરી…
ત્રેતાયુગમાં શ્રીરામે તેમની પ્રજા સાથે અયોધ્યાની આ જ શરયુ નદીમાં જળસમાધિ લીધી હતી, જ્યારે કળિયુગમાં રામજન્મભૂમિ આંદોલન માટે વર્ષ ૧૯૯૦માં અયોધ્યામાં આવેલા કારસેવકો પર તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. ત્યાર પછી કારસેવકોના મૃતદેહો આ જ નદીમાં ફેંક્યા હતા.