અનુક્રમણિકા
- ૧. દેવતાઓએ અલંકાર ધારણ કરવાથી દેવતાઓ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરો અલંકારોના માધ્યમ દ્વારા વ્યક્તિને ગ્રહણ કરવાનું ફાવવું
- ૨. અલંકારોના માધ્યમ દ્વારા દેવતાઓનું ચૈતન્ય ગ્રહણ કરવાનું સંભવ
- ૩. તહેવાર અને ધાર્મિક વિધિના દિવસે અને શુભદિવસે નવા અથવા રેશમી વસ્ત્રો તેમજ અલંકાર પરિધાન કરવાથી દેવતાઓની લહેરો ગ્રહણ કરવી સંભવ
- ૪. દેવીને અર્પણ કરેલા અલંકાર પરિધાન કરવાથી તે અલંકારોમાં રહેલી દેવીની શક્તિ અને ચૈતન્ય મળવા
- ૫. અલંકાર પરિધાન કરવાથી અજાણે જ બિંદુ-દબાણ (ઍક્યુપ્રેશર) ઉપાયોનો લાભ થવો
- ૬. અલંકારોને લીધે ચક્રશુદ્ધિ અને ચક્રજાગૃતિ થવી
- ૭. ગ્રહપીડા ટાળવા માટે અલંકાર પહેરવા
- તહેવાર અને ધાર્મિક વિધિના દિવસે અને શુભ દિવસે નવા અથવા રેશમી વસ્ત્રો અને અલંકારો પરિધાન કરવાથી અનિષ્ટ શક્તિઓ સામે રક્ષણ થવું
અલંકારોમાં દેવતાઓની લહેરો આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. આ પ્રક્રિયા થવા પાછળનું ચોક્કસ શાસ્ત્ર શું છે અને દેવતાઓએ પરિધાન કરેલા અલંકાર મહિલાઓએ પહેરવાથી શું લાભ થાય છે, અલંકાર પરિધાન કરવાથી અજાણ્યે બિંદુદબાણ (ઍક્યુપ્રેશર) ઉપાય કેવી રીતે થાય છે અને ગ્રહપીડા ટાળવા માટે રત્નોનું મહત્ત્વ આ લેખ દ્વારા જાણી લઈએ.
૧. દેવતાઓએ અલંકાર ધારણ
કરવાથી દેવતાઓ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરો
અલંકારોના માધ્યમ દ્વારા વ્યક્તિને ગ્રહણ કરવાનું ફાવવું
અ. ‘અલંકાર’ એ દેવતાનું તેજ ભક્તોને લીલા પ્રદાન કરવાનું પ્રતીક છે.’ – સૂક્ષ્મ જગત્ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્યમ દ્વારા, ૩૧.૧૨.૨૦૦૭, બપોરે ૪.૩૪)
આ. દેવતાઓ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરો ગ્રહણ કરી શકાય, એ માટે દેવતાઓ પણ અલંકાર સહિત હોવા
‘કળિયુગમાં એકંદરે જીવોની સાત્ત્વિકતા ઓછી હોવાથી અલંકાર જેવા બાહ્ય માધ્યમોનો ઉપયોગ જીવને થાય, તેમજ દેવતાઓ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરોને પણ અલંકારોના માધ્યમ દ્વારા સગુણતા પ્રાપ્ત થાય અને એવું તત્ત્વ સામાન્ય માણસોને પણ ગ્રહણ કરવાનું સહેલું પડે, એ માટે ઈશ્વરે પ્રત્યેક દેવતાનાં રૂપોની નિર્મિતિ પણ સામાન્ય માણસોના લાભ માટે અલંકારો સહિત કરી.’ – સૂક્ષ્મ જગતના એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્યમ દ્વારા, ૮.૧૨.૨૦૦૫, બપોરે ૧.૦૨)
એ માટે જ હિંદુ ધર્મમાં દેવતાઓનું પૂજન કરતી વેળાએે તેમને વસ્ત્રો અને અલંકારોથી શણગારવાની પદ્ધતિ છે. દિવાળીમાં શ્રી લક્ષ્મીપૂજન સમયે શ્રી લક્ષ્મીદેવીને અલંકાર પરિધાન કરવા વિશે પ્રાર્થના કરવામાં આવે છે. તે સમયે નીચે આપેલો શ્લોક બોલવામાં આવે છે.
रत्नकंकणकेयूरकांचीकुण्डलनूपुरम्।
मुक्ताहारं किरीटं च गृहाणाभरणानिमे ॥
અર્થ : હે દેવી, રત્નજડિત બંગડીઓ, કેયૂર એટલે બાજુબંધ, કાંચી (કંદોરો), કર્ણભૂષણો, ઝાંઝર, મોતીનો હાર, મુગટ ઇત્યાદિ અલંકાર તમે ધારણ કરો.
૨. અલંકારોના માધ્યમ દ્વારા
દેવતાઓનું ચૈતન્ય ગ્રહણ કરવાનું સંભવ
અ. ‘અલંકાર એટલે ઈશ્વરી તત્ત્વ ગ્રહણ કરીને જીવને તેનો લાભ કરી આપનારો પ્રણેતા.
આ. અલંકાર ધારણ કરવાથી દેવતાઓની ચૈતન્યદાયી ઊર્જાશક્તિનો સ્ત્રોત દેહમાં ગ્રહણ થઈને જીવને કાર્ય કરવા માટે વેગ મળે છે.’
– એક અજ્ઞાત શક્તિ (સૌ. રંજના ગડેકરના માધ્યમ દ્વારા, ફાગણ સુદ ચૌદસ, ૨૦.૩.૨૦૦૮, બપોરે ૧.૪૭ અને ૨.૧૪)
ઇ. ‘શરીરના તે તે ભાગમાં સંબંધિત અલંકાર પહેરવો, એટલે સગુણત્વના માધ્યમ દ્વારા બ્રહ્માંડમંડળમાં દેવતાનું તે તે સમયે કાર્યરત રહેલું તેજરૂપી ચૈતન્ય ગ્રહણ કરવું સહેલું પડવું.’ – સૂક્ષ્મ જગત્ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્યમ દ્વારા, ૨૭.૧૨.૨૦૦૭, બપોરે ૨.૪૯)
ઈ. ‘અલંકાર એ માનવીના દેહ પર તેના સૌંદર્યને લીધે નહીં, પણ ઈશ્વર પાસેથી તેને મળનારા ચૈતન્યને કારણે જ શોભે છે !’ – પ.પૂ. પરશરામ માધવ પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.
ઉ. ઈશ્વરી ચૈતન્યને લીધે જ અલંકારોનું સૌંદર્ય વધીને દાગીનામાંથી ઈશ્વરી ચૈતન્યનું પ્રક્ષેપણ થઈને લાભ થતો હોય એમ સમજાવું
‘કારતક વદ ત્રીજ, કળિયુગ વર્ષ ૫૧૧૦, (૧૫.૧૧.૨૦૦૮) ને દિવસે પ.પૂ. પાંડે મહારાજે મને કહ્યું,‘અલંકાર એ માનવીના દેહ પર તેના સૌંદર્યને લીધે નહીં, પણ ઈશ્વર પાસેથી તેને મળનારા ચૈતન્યને કારણે જ શોભે છે ! કેવળ પ્રેતવત દેહ પર અલંકારો શોભતા નથી.’ આ વાતની અનુભૂતિ લેવા માટે તેમણે મને સૂક્ષ્મનો પ્રયોગ કરવા માટે કહ્યું. હું આંખો મીંચીને તેમની સામે બેઠી. તે સમયે મને અલંકારો પહેરેલી એક કાળી માનવી આકૃતિ દેખાઈ. તે આકૃતિએ ધારણ કરેલા અલંકારો પણ નિસ્તેજ દેખાતા હતા. થોડા સમય પછી આકૃતિના મસ્તકમાંથી ઈશ્વરી ચૈતન્ય અંદર જતું હોય એમ દેખાયું. જ્યારે આ ચૈતન્ય તે અલંકારોની પાસે પહોંચ્યું, ત્યારે તે અલંકારોમાંથી ચૈતન્ય પ્રક્ષેપિત થવા લાગ્યું. તેને લીધે તે અલંકારોના સૌંદર્યમાં અભિવૃદ્ધિ થઈ અને તેનો લાભ તે વ્યક્તિને થતો જણાયો.’ – કુ. સોનલ જોશી, ગોવા.
૩. તહેવાર અને ધાર્મિક વિધિના દિવસે
અને શુભદિવસે નવા અથવા રેશમી વસ્ત્રો તેમજ
અલંકાર પરિધાન કરવાથી દેવતાઓની લહેરો ગ્રહણ કરવી સંભવ
‘તહેવાર અને ધાર્મિક વિધિ હોય એ દિવસે અને શુભદિવસે કેટલીક વાર દેવતાઓ સૂક્ષ્મમાંથી ભૂતલ પર આવે છે. તે દિવસે વ્યક્તિએ વસ્ત્રો અને અલંકારોથી શણગાર કર્યો હોવાથી તેણે દેવતાના આગમનનું સ્વાગત કર્યા જેવું જ હોય છે. તેથી દેવતાઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને વ્યક્તિને દેવતાઓની લહેરો ગ્રહણ કરતા ફાવે છે.’ – ઈશ્વર (કુ. મધુરા ભોસલેના માધ્યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, રાત્રે ૮.૧૫)
૪. દેવીને અર્પણ કરેલા અલંકાર પરિધાન કરવાથી
તે અલંકારોમાં રહેલી દેવીની શક્તિ અને ચૈતન્ય મળવા
દેવીને અર્પણ કરેલા અલંકારોમાં દેવીની શક્તિ અને ચૈતન્ય આવે છે. તે અલંકાર સ્ત્રીએ પરિધાન કરવાથી તેને તે અલંકારોમાં રહેલી દેવીની શક્તિ અને ચૈતન્ય મળે છે. તે ઉપરાંત સ્ત્રીએ અલંકાર પરિધાન કર્યા પછી તે શક્તિ અને ચૈતન્ય વાતાવરણમાં પણ ફેલાય છે.
દેવીને અર્પણ કરેલી લીલા રંગની
બંગડીઓ સ્ત્રીઓએ પરિધાન કરવાથી થનારા લાભ
અ. બંગડીઓના પ્રકાર અનુસાર (ઉદા. તે શેનાથી બનાવવામાં આવી છે અને તેના રંગ અનુસાર) તેમાં જુદા જુદા પ્રમાણમાં શક્તિ નિર્માણ થાય છે.
આ. બંગડીઓને કારણે નિર્માણ થનારો ધ્વનિ સાત્ત્વિક હોય છે.
ઇ. દેવીને બંગડીઓ અર્પણ કરતી સમયે પૂજારી મંત્રપઠણ કરતા હોવાથી તે બંગડીઓમાં દેવીતત્ત્વ વધારે પ્રમાણમાં આકર્ષિત થઈને ચૈતન્ય પણ આવે છે.
ઈ. દેવીની શક્તિ અને આશીર્વાદ મેળવવા માટે સ્ત્રીઓ દેવીને અર્પણ કરેલી બંગડીઓ પરિધાન કરે છે.
અનુભૂતિ
ભગવાને મસ્તક પર ધારણ કરેલો મુગટ પહેરવાથી પોતાના માથા પરનું કાળી શક્તિનું આવરણ મુગટના પોલાણમાં ખેંચાઈ જવું
‘સપ્ટેમ્બર ૨૦૦૬માં હું ગોવા સ્થિત શ્રી બાલાજી મંદિરમાં ગઈ હતી. ભગવાનના દર્શન લીધા પછી ત્યાંના પૂજારીએ ભગવાનના માથા પરનો મુગટ મારા માથા પર મૂક્યો. ત્યારે મારા માથા પરનું કાળી શક્તિનું આવરણ મુગટના પોલાણમાં ખેંચાઈ ગયું હોવાનું મને જણાયું. મુગટમાં રહેલી ભગવાનની શક્તિનો મને અનુભવ થયો.’ – કુ. મધુરા ભોસલે, સનાતન સંસ્થા
૫. અલંકાર પરિધાન કરવાથી અજાણે
જ બિંદુ-દબાણ (ઍક્યુપ્રેશર) ઉપાયોનો લાભ થવો
શરીરના વિશિષ્ટ અવયવો સાથે સંબંધ ધરાવતા ખાસ બિંદુઓ પર દબાણ આપીને શરીરમાં વહેનારા ચૈતન્યશક્તિના પ્રવાહમાંથી કાળી શક્તિની અડચણો દૂર કરવી એટલે ‘બિંદુ-દબાણ’. ‘બિંદુ-દબાણ’ ઉપાયોથી વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસનું નિવારણ થવામાં સહાય થાય છે.
‘વિવિધ અલંકાર પરિધાન કરવાથી શરીરના તે તે ભાગમાંના બિંદુ દબાઈને અજાણે જ બિંદુ-દબાણના (ઍક્યુપ્રેશરના) ઉપાય થાય છે. આના પરથી ‘પહેલાંના સમયથી ચાલ્યો આવતો અલંકાર પરિધાન કરવાનો ઉદ્દેશ એ કેટલા આધ્યાત્મિક સ્તર પર બિંદુ-દબાણ પદ્ધતિ દ્વારા જીવની જાણ વિના જ સાતત્યથી કાર્ય કરનારો છે’, એ ધ્યાનમાં આવે છે. અલંકાર પરિધાન કરવાનો આચાર પહેલાંના જીવો તંતોતંત પાળતા હોવાથી તેમને બહારના અન્ય માધ્યમ દ્વારા પોતાના પર બિંદુદબાણ પદ્ધતિ વાપરવાની આવશ્યકતા પડી નહીં; કારણકે તેઓ પોતાના જીવનમાં બિંદુદબાણ સતત જ અનુભવતા હતા. કળિયુગમાં હિંદુઓ આચારધર્મ પાળતા ન હોવાથી હવે બાહ્યત: આ પદ્ધતિનો આધાર લેવાની આવશ્યકતા નિર્માણ થઈ છે. આવી રીતે પહેલાંના સમયમાં આ બિંદુદબાણની પદ્ધતિ ઉપયોગમાં લાવીને તેનો આચારધર્મના યોગથી ચૈતન્યના સ્તર પર ઉપયોગ કરી લેવામાં આપણા વૈદિકજનો અગ્રેસર હતા, એ જ એમાંથી સિદ્ધ થાય છે.’
– એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્યમ દ્વારા, ૨૨.૧૦.૨૦૦૭, રાત્રે ૮.૩૩)
૬. અલંકારોને લીધે ચક્રશુદ્ધિ અને ચક્રજાગૃતિ થવી
અલંકાર દેહના વિશેષ અવયવો સાથે સંકળાયેલા હોય છે. પ્રત્યેક અવયવ શરીરમાં આવેલા વિશેષ ચક્ર (ઉદા. અનાહતચક્ર, આજ્ઞાચક્ર) સાથે જોડાયેલો હોય છે. તે તે અવયવના સ્થાન પર અલંકાર ધારણ કરવાથી અલંકારોના માધ્યમ દ્વારા કાર્યરત થનારા ઈશ્વરી ચૈતન્યનો સંબંધ તે તે અવયવ સાથે સંબંધિત ચક્ર સુધી પહોંચે છે. તેથી ચક્રશુદ્ધિ થવાથી અનિષ્ટ શક્તિઓનો ત્રાસ ધરાવતી વ્યક્તિનો ત્રાસ ઓછો થાય છે. અનિષ્ટ શક્તિઓના ત્રાસ ન હોય એવી વ્યક્તિની ચક્રજાગૃતિ થઈને તેને તે તે ચક્ર સાથે સંબંધિત અનુભૂતિ આવી શકે, ઉદા. અનાહત ચક્રની જાગૃતિ થાય તો ઈશ્વર પ્રત્યે ભાવ જાગૃત થાય છે.
૭. ગ્રહપીડા ટાળવા માટે અલંકાર પહેરવા
મનુષ્યના જીવન પર ગ્રહોનો ઘણો પ્રભાવ હોય છે. ગ્રહપીડાના નિવારણ માટે અથવા તો થાય નહીં એ માટે વિવિધ રત્નોથી યુક્ત રહેલી એવી વીંટી પહેરવા વિશેની માહિતી જ્યોતિષશાસ્ત્રમાં આપેલી હોય છે.
અ. ગ્રહ, રત્ન અને તે હાથની કઈ આંગળીમાં પહેરાય છે ?
૧. સૂર્ય – માણેક – અનામિકા
૨. ચંદ્ર – મોતી – ટચલી આંગળી
૩. મંગળ – પ્રવાળ – અનામિકા
૪. બુધ – લીલમ – ટચલી આંગળી
૫. ગુરુ – પોખરાજ – તર્જની
૬. શુક્ર – હીરો – અનામિકા
૭. શનિ – નીલમ – મધ્યમા
૮. રાહુ – ગોમેદ – ટચલી આંગળી
૯. કેતુ – વૈદૂર્ય (લસણિયો) – ટચલી આંગળી
સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અલંકારશાસ્ત્ર’
તહેવાર અને ધાર્મિક વિધિના દિવસે
અને શુભ દિવસે નવા અથવા રેશમી વસ્ત્રો અને
અલંકારો પરિધાન કરવાથી અનિષ્ટ શક્તિઓ સામે રક્ષણ થવું
તહેવાર, યજ્ઞ, જનોઈ, વિવાહ, વાસ્તુશાંતિ જેવી ધાર્મિક વિધિના સમયે દેવતા અને આસુરી શક્તિ વચ્ચે સૂક્ષ્મ-યુદ્ધ ક્રમવાર બ્રહ્માંડ, વાયુમંડળ અને વાસ્તુમાં ચાલતું હોય છે. તેથી તહેવાર ઊજવનારી અને ધાર્મિક વિધિને સ્થાને ઉપસ્થિત રહેનારી વ્યક્તિ પર આ સૂક્ષ્મ-યુદ્ધનું પરિણામ થઈને તેમને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થઈ શકે. વિવિધ સુવર્ણ અલંકારો અને રેશમી વસ્ત્રો પહેરવાને કારણે તે વ્યક્તિના ફરતે ઈશ્વરના સગુણ-નિર્ગુણ સ્તર પરના ચૈતન્યનું સંરક્ષણ વલય નિર્માણ થઈને તે વ્યક્તિની સાત્ત્વિકતા વધે છે અને અનિષ્ટ શક્તિઓના આક્રમણો સામે તેમનું રક્ષણ થાય છે. તેથી તહેવાર અને ધાર્મિક વિધિ હોય એ દિવસે અને શુભ દિવસે નવા અથવા રેશમી વસ્ત્રો અને વિવિધ અલંકારો પરિધાન કરવા વિશે ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે.’