લાખો વર્ષોનો ઇતિહાસ ધરાવતો અને ભારતથી શ્રીલંકા ખાતેના તલૈમન્‍નાર છેડા સુધી રહેલો રામસેતુ

Article also available in :

અનુક્રમણિકા

‘શ્રીરામ અને શ્રીલંકા આ બન્‍નેનો સંબંધ ધ્‍યાનમાં લેવાથી ‘રામસેતુ’ વિશે મનમાં વિચાર આવે છે. શ્રીરામઅવતાર ત્રેતાયુગમાં અર્થાત ઓછામાં ઓછા ૧૭ લાખ વર્ષો પહેલાં થયો. રામાયણમાં વર્ણિત જે જે ઠેકાણે શ્રીરામનું આગમન થયું, તે તે ઠેકાણે નવા તીર્થ, દિવ્‍ય ક્ષેત્રો અને મંદિરો આજે પણ આપણને જોવા મળે છે. ૧૦૦ કરોડ હિંદુઓની ભાવના શ્રીરામના જે ચિહ્‌નો સાથે સંકળાયેલી છે, તે એટલે ‘રામસેતુ !’ મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને ૪ વિદ્યાર્થી-સાધકો જાન્‍યુઆરી ૨૦૧૮માં શ્રીલંકાની અભ્‍યાસ-યાત્રાના નિમિત્તે રામસેતુના શ્રીલંકા ભણીના છેડા સુધી જઈ આવ્‍યા.

પ્રભુ શ્રીરામચંદ્રનાં પાવન ચરણોનો સ્‍પર્શ થયેલા રામસેતુના અત્‍યંત ભાવપૂર્ણ દર્શન લેતી વેળાએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) ગાડગીળ

 

૧. ઑક્‍ટોબર ૨૦૧૮માં બીજીવાર કરેલી શ્રીલંકાની યાત્રા !

૧ અ. રામસેતુ દર્શનની અનુમતિ મળવા માટે
પ્રતિષ્‍ઠિત વ્‍યક્તિઓએ કરેલી અમૂલ્ય સહાયતા !

ઑક્‍ટોબર ૨૦૧૮માં અમને ફરીવાર શ્રીલંકાની યાત્રાએ જવાની તક સાંપડી. ત્‍યારે શ્રીલંકાની બાજુમાં રહેલા શ્રીરામસેતુએ જવા માટે અમે દસ્‍તાવેજોની સિદ્ધતા કરવાનો આરંભ કર્યો. આ રામસેતુની વિશિષ્‍ટતા એટલે તેનો ૨ – ૩ કિ.મી. નો ભાગ ભૂભાગ સાથે સંલગ્‍ન છે, જ્‍યારે ભારતની બાજુથી રહેલો રામસેતુનો ભાગ મોટાભાગે પાણીની નીચે છે. અમે આવશ્‍યક તે દસ્‍તાવેજો શ્રીલંકાના ભારતીય દૂતાવાસમાં મોકલાવ્‍યા; પણ તેમણે અમને નકાર આપ્‍યો. તેથી અમે શ્રીલંકાના રક્ષામંત્રાલયમાં નિવેદન આપ્‍યું. તેમણે અમને તરત જ હા પાડી. શ્રીલંકાના રક્ષા મંત્રાલયમાં જઈને રક્ષાસચિવને નિવેદન આપવા માટે પ્રતિષ્‍ઠિત વ્‍યક્તિઓએ અમારી સર્વ સહાયતા કરી.

૧ આ. રામસેતુના દર્શન કરવા જતી સમયે આવેલી અડચણો

૧ આ ૧. સમુદ્રમાં તોફાન હોવાથી રામસેતુ સુધી જવામાં અડચણો નિર્માણ થવી : રામસેતુ સુધી જવા માટે આવશ્‍યક અનુમતિ મળવા છતાં પણ અમે ત્યાં જઈ શકતા નહોતાં; કારણકે તે સમયે શ્રીલંકાના ઉત્તર કિનારે સમુદ્ર તોફાને ચડ્યો હતો. રામસેતુ સુધી જવાના બે માર્ગો છે. એક એટલે માછીમારની નાવમાંથી જવું અને બીજો માર્ગ એટલે રેતી અને પાણીમાંથી ૪ કિ.મી.નું અંતર ચાલતા જવું. આ બન્‍ને માર્ગો કઠિન છે. તોફાન આવવાને લીધે માછીમારોને સમુદ્રમાં જવાની અનુમતિ નહોતી. તોફાન હોવાથી શ્રીલંકાના નૌદળે સંકટની સૂચના (‘રેડ અલર્ટ’) આપી હતી અને ‘નાગરિકોએ કિનારે આવવું નહીં, આવશો તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે’, એવી ચેતવણી આપી હતી.

૧ આ ૨. પ્રતિષ્‍ઠિત વ્‍યક્તિઓએ તેમની સાથે સંબંધિત રહેલી અન્‍ય વ્‍યક્તિઓને સર્વ સહાયતા કરવાનું કહેવું, તે પ્રમાણે કિનારા પરના સર્વ નૌસૈનિકોને સૂચનાઓ આપવામાં આવવી; પણ નૌદળે ‘તોફાન ઓછું થયા વિના કિનારા પર જવા દેવામાં નહીં આવે’, એમ કહેવું અને આશ્‍ચર્ય એટલે ૧ કલાકમાં જ તોફાનનો જોર ઓછો થઈને તેણે દિશા પલટાવી : અમે પ્રતિષ્‍ઠિત વ્‍યક્તિઓનો સંપર્ક કર્યો. તેમણે સંબંધિત પ્રમુખોને અમારી સહાયતા કરવાનું કહ્યું. કિનારા પર ૧૦૦ થી ૧૫૦ ‘તપાસ મિનારાઓ’ (વૉચ ટાવર્સ) હતા. પ્રત્‍યેક ટાવરમાં ૨ – ૩ નૌસૈનિકો હતા. તે સર્વેને કહેવામાં આવ્‍યું, ‘‘ભારતમાંથી એક ‘માતાજી’ આવ્‍યા છે. તેઓ રામસેતુના દર્શન લે, ત્‍યાં સુધી તેમને કોઈએ રોકવા નહીં’’; પણ નૌદળે અમને કહ્યું, ‘‘તોફાન ઓછું ન થાય, ત્‍યાં સુધી અમે તમને કિનારા પર જવા દઈ શકીએ નહીં.’’ ગુરુદેવની કૃપાથી ૧ કલાકમાં જ તોફાનનો જોર ઓછો થઈને તેણે તેની દિશા પલટાવી ! જેવી રીતે પુરાણોમાં સાંભળ્યું હતું, તેવું જ આ બધું બની રહ્યું હતું.

ખડતર પ્રવાસ કરીને રામસેતુના દર્શન કરવા ‘ટ્રેક્‍ટર ટ્રોલી’માં જઈ રહેલા શ્રીચિત્‌શક્તિ (સૌ.) ગાડગીળ અને તેમની સાથે રહેલા સાધકો અને સ્‍થાનિક વ્‍યક્તિ

૧ આ ૩. રામસેતુના પહેલા દ્વિપે જવા માટે રેતી અને સમુદ્રના પાણીમાંથી ૪ કિ.મી. અંતર જવું પડવું અને તે માટે માછીમારોએ ‘ટ્રેક્‍ટર ટ્રોલી’ ઉપલબ્‍ધ કરી આપવી : રામસેતુ ૩૨ કિ.મી. લાંબો છે. હવે વચ્‍ચે વચ્‍ચે સમુદ્રનું પાણી આવવાથી આ સેતુ સળંગ દેખાતો નથી, જ્‍યારે એક રેખામાં ૧૬ ટાપુઓ હોય, તે પ્રમાણે દેખાય છે. તેમાંના ૮ ટાપુઓ ભારતીય નૌસેના પાસે અને શેષ રહેલા ૮ ટાપુઓ શ્રીલંકાની નૌસેના પાસે છે. શ્રીલંકા ભણી રહેલા શ્રીરામસેતુના પ્રથમ ટાપુએ જવા માટે રેતી અને સમુદ્રના પાણીમાંથી જવા માટે ૪ કિ.મી.નું અંતર ચાલતા જવું પડે છે. ત્‍યાં અમે સ્‍થાનિક માછીમારો સાથે વાત કરી. અધિકાંશ માછીમારો ખ્રિસ્‍તી હતા. તેમણે એક વ્‍યક્તિને દૂરભાષ કર્યો. તે તેની ‘ટ્રેક્ટર ટ્રોલી’ લઈ આવ્યો. ખાસ એટલે તે વ્‍યક્તિનું નામ ‘હનુમાન’ હતું !

૧ આ ૪. વાવાઝોડું આવી ગયું હોવાથી વરસાદ વરસવા લાગવો, શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ‘હવે રામસેતુ ભણી જઈએ, શ્રીરામ જ આપણને લઈ જશે’, એમ કહેવું અને તેની પ્રતીતિ આવવી : જ્‍યાં સુધી ગાડી જઈ શકે છે, ત્‍યાં સુધી અમે ગાડીથી પ્રવાસ કર્યો. ત્‍યાંથી આગળ અમારે રામસેતુ સુધી ‘ટ્રેક્‍ટર ટ્રોલી’ દ્વારા જવું પડે એમ હતું. હાલમાં જ વાવાઝોડું આવી ગયું હોવાથી વરસાદ વરસવા લાગ્‍યો હતો. તેથી ‘આગળ શું થશે ?’, એવો વિચાર મનમાં આવ્‍યો. ત્‍યારે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કહ્યું, ‘‘આપણે આગળ જઈએ. જો શ્રીરામના મનમાં છે, તો તેઓ જ આપણને રામસેતુ સુધી લઈ જશે !’’ તે પ્રમાણે અમે સર્વ ‘ટ્રેક્‍ટર ટ્રોલી’માં બેસીને નીકળ્યા.

થોડું અંતર પાર કર્યા પછી અમારા ધ્‍યાનમાં આવ્‍યું, ‘રામસેતુનો પરિસર છોડતાં અન્‍ય સર્વ ઠેકાણે વરસાદ વરસતો હતો.’ ત્‍યારે ‘આ સર્વ શ્રીરામનું નિયોજન છે’, એવું અમને ધ્‍યાનમાં આવ્‍યું.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના છાયાચિત્રની પૂજા કર્યા પછી રેતીમાં ‘શ્રીરામ’ આ અક્ષર લખતી વેળાએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) ગાડગીળ

૧ ઇ ૧. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું છાયાચિત્ર રેતી પર મૂકીને તેની ઉદબત્તીથી આરતી ઉતારીને ભાવપૂર્ણ પ્રાર્થના કરવી, ત્‍યારે ક્ષણમાત્રમાં સમુદ્રનું પાણી નજીક આવીને તેણે છાયાચિત્રને સ્‍પર્શ કરવો : ત્‍યાર પછી ‘ટ્રેક્‍ટર ટ્રોલી’ ઊભી રહી, ત્‍યાંથી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ થોડું અંતર ચાલતા ગયાં. એક ઠેકાણે રેતી પર તેમણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું છાયાચિત્ર મૂક્યું અને તેની ઉદબત્તીથી આરતી ઉતારીને બન્‍ને હાથ જોડીને પ્રાર્થના કરી. ત્‍યારે ૧૦૦ ફૂટ દૂર રહેલું સમુદ્રનું પાણી અચાનક ગુરુદેવના છાયાચિત્ર સુધી આવ્‍યું. ગુરુદેવનું છાયાચિત્ર અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ ઊભા હતાં, તેટલો જ પરિસર સમુદ્રના પાણીથી ભીનો થયો. આ બધું ક્ષણમાત્રમાં બન્‍યું. આટલા મોટા કિનારા પર અન્‍યત્ર ક્યાંય પણ સમુદ્રનું પાણી અંદર આવ્‍યું હોય, તેવા ચિહ્‌નો નહોતા. જાણે કેમ સમુદ્રદેવ જ ગુરુદેવને સ્‍પર્શ કરવા માટે આતુર થયા હોય તે રીતે તેમની નજીક આવ્‍યા હતા !

રામસેતુના દર્શનાર્થે ગયા પછી સમુદ્રના મોજાંથી દૂર હોવા છતાં પણ એક મોજું અચાનક આગળ આવીને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોને સ્‍પર્શી ગયું, જાણે કેમ સમુદ્રદેવતાએ જ ચરણસ્‍પર્શ કર્યો ન હોય !

 

૨. રામસેતુના સંશોધક શ્રી. કલ્‍યાણરામને વિશદ કરેલી જાણકારી

૧. ભારતનો ભૂભાગ (ડાબીબાજુએ) અને શ્રીલંકાનો ભૂભાગ (જમણી બાજુએ) આ બન્નેને જોડનારો રામસેતુ (વર્તુળમાં બતાવ્‍યા પ્રમાણે) (ઉપગ્રહ ચિત્ર)

૨ અ. નલના અધિપત્‍ય હેઠળ અને
નીલની સહાયતાથી ૧૦ લાખ વાનરોએ કેવળ ૨૫ દિવસોમાં
રામસેતુ બાંધ્‍યો હોવો અને રામસેતુના રક્ષક હનુમાનજી હોવા

રામસેતુના સંશોધક શ્રી. કલ્‍યાણરામને અમને કહ્યું, ‘‘રામસેતુનું પહેલાનું નામ ‘નલસેતુ’ છે. રામાયણમાં પણ તેને ‘નલસેતુ’ તરીકે સંબોધવામાં આવ્‍યું છે. રામેશ્‍વરમ્ ખાતે જ્‍યારે સમુદ્ર શ્રીરામને માર્ગ આપતો નથી, ત્‍યારે શ્રીરામ ક્રોધિત બની જાય છે. વરુણદેવતા સ્‍વયં પ્રગટ થાય છે અને શ્રીરામજીને શાંત કરે છે. વરુણ કહે છે, ‘હે શ્રીરામ, તમારી વાનરસેનામાં વિશ્‍વકર્માના નલ અને નીલ નામના વાનરો છે. તેઓ તમને સમુદ્ર પરથી સેતુ બાંધવામાં સહાયતા કરશે.’ નલના અધિપત્‍ય હેઠળ અને નીલની સહાયતાથી ૧૦ લાખ વાનરોએ કેવળ ૨૫ દિવસોમાં આ સેતુ બાંધ્‍યો. પહેલા પાંચ દિવસોમાં જ મોટાં વૃક્ષો અને પથ્‍થરનો ઉપયોગ કરીને સેતુનો પાયો બાંધવામાં આવ્‍યો. આ સેતુ ભારતના પંબન્ દ્વિપના ધનુષ્‍યકોડી છેડાથી શ્રીલંકાના મન્‍નાર દ્વીપ પરના તલૈમન્‍નાર છેડા સુધી છે. સેતુ અનુમાને ૩૨ કિ.મી. લાંબો હશે. રામસેતુના રક્ષક હનુમાન છે અને હનુમાન ચિરંજીવી હોવાથી તેઓ સેતુના રક્ષણ માટે નિરંતર ઊભા છે.

૨. તલૈમન્‍નાર ખાતે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને શ્રી. વિનાયક શાનભાગને રામસેતુ વિશે જાણકારી આપતી વેળાએ સ્‍થાનિક નાગરિક

૨ આ. મન્‍નાર ટાપુ (દ્વીપ) પર તલૈમન્‍નાર ખાતેના
અંતિમ છેડાથી ૨ કિ.મી. ચાલતા ગયા પછી રામસેતુના દર્શન થવા

ઉત્તર શ્રીલંકાના પશ્‍ચિમ સમુદ્રકિનારે મન્‍નાર જિલ્‍લો છે. મન્‍નાર શહેર મન્‍નાર દ્વીપ પર વસ્‍યું છે. મન્‍નાર શહેરથી ૩૫ કિ.મી. દૂર તલૈમન્‍નાર નામક છેડો છે. ત્‍યાં શ્રીલંકાનું નૌદળનું મોટું કેંદ્ર છે. તલૈમન્‍નારના અંતિમ છેડાથી ૨ કિ.મી. ચાલતા ગયા પછી રામસેતુના દર્શન થાય છે. રામસેતુ ઉપરથી જોવાથી ૧૬ નાના દ્વીપ ભેગા હોય તે પ્રમાણે (દ્વીપસમુહ પ્રમાણે) દેખાય છે. તેમાંના ૮ દ્વીપ ભારતની સરહદમાં અને ૮ દ્વીપ શ્રીલંકાની સરહદમાં છે. બન્‍ને રાષ્‍ટ્રો દ્વારા રામસેતુ ખાતે જવાની મનાઈ છે. સેતુ ફરતેના પરિસરમાં જવાની કેવળ માછીમારોને અનુમતિ છે.

ભારત અને શ્રીલંકા આ રાષ્‍ટ્રોને જોડનારો અને લાખો વર્ષ પ્રાચીન રહેલો રામાયણકાળમાંનો ‘રામસેતુ’ ! (વર્તુળમાં બતાવ્‍યો છે.) (ઉપગ્રહ ચિત્ર)
રામસેતુની રેતીની ભાવપૂર્ણ પૂજા કરીને તેને નમસ્‍કાર કરતી વેળાએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

 

૩. રામસેતુ ખાતેની વિશિષ્‍ટતાપૂર્ણ રેતી

અહીંની રેતી સ્‍વચ્‍છ ધોળી (શ્‍વેત) છે. રેતી હાથમાં લેવાથી ભાવજાગૃતિ થાય છે અને ‘તે શરીરે લગાડવી’, એમ લાગે છે. અન્‍ય ઠેકાણેની રેતી અને રામસેતુની રેતીમાં ફેર છે. અહીંની રેતીમાં અણુબૉંબ બનાવનારી અણુભટ્ટી માટે (‘ન્‍યુક્લિયર રિએક્‍ટર’ માટે) જોઈતા ‘થોરિયમ’નો સમાવેશ છે.

રામસેતુ ખાતેની દૈવી રેતી હાથમાં લીધેલાં શ્રીચિત્‌શક્તિ (સૌ.) ગાડગીળ

 

૪. રામસેતુની નજીક જતી વેળાએ સાધકોની ભાવજાગૃતિ થવી

રામસેતુની નજીક જતી વેળાએ સર્વ સાધકોની ભાવજાગૃતિ થતી હતી અને ‘આ કેવળ સેતુ હોવાને બદલે શ્રીરામ સાથે જોડનારો ભાવસેતુ છે’, એવું સહુને લાગ્‍યું. રામસેતુના ભાગમાં એક અલગ જ ચૈતન્‍યનો અનુભવ મળે છે. તેનું વર્ણન શબ્‍દોમાં કરી શકાતું નથી.

 

૫. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી
ગાડગીળે રામસેતુની ભાવપૂર્ણ પૂજા કરવી

૫ અ. રેતી પર પુષ્‍પ અર્પણ કરીને નમસ્‍કાર કરવા અને ત્‍યાંની રેતી કપાળે લગાડવી

શ્રીલંકા ખાતેના તલૈમન્‍નારના સમુદ્રતટથી રામસેતુનો જ્‍યાં આરંભ થાય છે, ત્‍યાં અમે સ્‍થાનિક લોકોની સહાયતાથી પહોંચ્‍યા. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સાથે અમે ૨ કિ.મી. ચાલ્‍યા. સદ્‌ગુરુ કાકીએ રામસેતુની ભાવપૂર્ણ પૂજા કરી. ત્‍યાં તેમણે રેતી પર પુષ્‍પ અર્પણ કરીને નમસ્‍કાર કર્યા અને ત્‍યાંની રેતી કપાળે લગાડી.

૫ આ. સદ્‌ગુરુ કાકીએ કહ્યું, ‘‘રામઅવતાર થઈને લાખો વર્ષો ભલે વીતી ગયા, તો પણ રામસેતુ હજી પણ ‘રામ, રામ’, આ રીતે જપ કરી રહ્યો છે. આ રેતીમાં પણ જપ સાંભળવા મળે છે.’’

 

૬. કૃતજ્ઞતા

શ્રીરામ સાથે અનુસંધાન રહેલા ભાવબંધની (‘રામસેતુ’ની) અનુભૂતિ અમને કેવળ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને કારણે થઈ. તે માટે તેમનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !’

 – શ્રી. વિનાયક શાનભાગ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૯.૬.૨૦૧૮)

Leave a Comment