જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર રત્ન ધારણ કરવાનું મહત્ત્વ

Article also available in :

 

‘ભારતમાં રત્નોનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. પ્રાચીન ઋષિ, જ્યોતિષી, વૈદ્યાચાર્ય ઇત્યાદિઓએ તેમના ગ્રંથોમાં ‘રત્નોના ગુણધર્મ અને ઉપયોગ’ વિશે વિવેચન કર્યું છે. જ્યોતિષશાસ્‍ત્રમાં ગ્રહદોષોના નિવારણ માટે રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે. રત્નો ધારણ કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનો ઉપયોગ આ લેખ દ્વારા સમજી લઈએ.

શ્રી. રાજ કર્વે

 

૧. રત્નોના પ્રકાર

રત્નોના ખનિજ, જૈવિક ઇત્‍યાદિ પ્રકાર છે. જૈવિક રત્નો કીટક અથવા જીવજંતુથી નિર્માણ થાય છે, ઉદા. મોતી અને પરવાળા. ખનિજ રત્નો ભૂગર્ભમાં રસાયણિક ક્રિયાને કારણે સેંકડો વર્ષો પછી સિદ્ધ થાય છે, ઉદા. માણેક, લીલમ, નીલમ ઇત્યાદિ. તેમને પાસા પાડીને શુદ્ધ કરવામાં આવે છે.

 

૨. રત્ન ધારણ કરવા પાછળનો ઉદ્દેશ

રત્નો નૈસર્ગિક દિવ્‍ય પદાર્થ છે. રત્નોમાંથી તેમના ગુણધર્મ પ્રમાણે સૂક્ષ્મ ઊર્જા વાતાવરણમાં પ્રક્ષેપિત થતી હોય છે, તેમજ ગ્રહો દ્વારા આવનારી સૂક્ષ્મ ઊર્જા રત્નોમાં આકર્ષિત થાય છે. તેથી રત્ન ધારણ કરનારી વ્યક્તિના શરીર અને મન પર રત્નમાં રહેલી સૂક્ષ્મ ઊર્જાનું પરિણામ થાય છે. રત્નો ઘન પદાર્થ હોવાથી તેમનામાં સૂક્ષ્મ ઊર્જા અધિક સમય સુધી ટકી રહે છે.

 

૩. રત્નો અને ગ્રહનો સંબંધ

પ્રત્‍યેક રત્નનો વિશિષ્‍ટ રંગ છે. આધિદૈવિક વિજ્ઞાન અનુસાર પ્રત્‍યેક રંગમાં સત્ત્વ, રજ અને તમ આ ગુણો ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. ઉદા. કાળા રંગમાં તમોગુણ, લાલ રંગમાં રજોગુણ અને પીળા રંગમાં સત્ત્વગુણ વધારે હોય છે. રત્નો અને ગ્રહની રંગ-સમાનતા પરથી તેમનામાંનો સંબંધ નિશ્ચિત કરવામાં આવ્યો છે. ઉદા. ‘માણેક’ આ લાલ રંગનું રત્ન રવિ સાથે સંબંધિત છે. ‘પુષ્કરાજ’ આ પીળા રંગનું રત્ન ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે ઇત્યાદિ.

 

૪. રત્નોનો જ્યોતિષશાસ્ત્‍રીય ઉપયોગ

વ્‍યક્તિની જન્‍મકુંડળીમાં જે ગ્રહ બળહીન અથવા દૂષિત હોય છે, તે ગ્રહ સાથે સંબંધિત રત્ન ધારણ કરવામાં આવે છે અથવા શરીરમાં જે ઊર્જાની વૃદ્ધિ થવી આવશ્‍યક હોય છે, તે ઊર્જા સાથે સંબંધિત રત્ન ધારણ કરવું લાભદાયક હોય છે. ઉદા. જો વ્યક્‍તિમાં આત્મવિશ્વાસ ઓછો હોય, તો તેણે રવિનું માણેક રત્ન ધારણ કરવું લાભદાયક હોય છે. રત્ન વીંટીમાં જડાવીને પરિધાન કરવું ઉત્તમ છે. નીચે આપેલી સારણીમાં ‘રત્નો સાથે સંબંધિત ગ્રહ, રત્નોનો ઉપયોગ અને હાથની કઈ આંગળીમાં ધારણ કરવું’, તે આપેલું છે.

રત્ન ગ્રહ ઉપયોગ આંગળી
માણેક રવિ કર્તૃત્‍વ-શૌર્ય-ધૈર્યની વૃદ્ધિ થવી, આરોગ્યપ્રાપ્તિ, પ્રાણશક્તિ મળવી અનામિકા
મોતી ચંદ્ર સુખપ્રાપ્‍તિ, આનંદમાં વૃદ્ધિ, મનોબળ વધવું ટચલી આંગળી
પરવાળું મંગળ તેજ અને આપ તત્ત્વોનું સંતુલન, પાચનસંસ્‍થા સુધરવી, ઉષ્‍ણતાના વિકારો પર ઉપયોગી અનામિકા
લીલમ બુધ બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ, વાણી સુધરવી, મગજ સાથે સંબંધિત વિકારો પર ઉપયોગી ટચલી આંગળી
પુષ્‍કરાજ ગુરુ વિદ્યાલાભ થવો, સરવાળે અનુકૂળતા મળવી, સાત્ત્વિકતા મળવી તર્જની
હીરો શુક્ર વીર્યવૃદ્ધિ, વૈવાહિક સૌખ્‍યપ્રાપ્તિ, ઇચ્છાપૂર્તિ થવી અનામિકા
નીલમ શનિ સાતત્‍ય, ચિંતનશીલ બુદ્ધિ વધવી, વાત (વાયુ) વિકારો પર ઉપયુક્ત મધ્‍યમા

૫. રત્નો ધારણ કરવાના સંદર્ભમાં કેટલાંક સૂત્રો

૫ અ. સ્‍ત્રીઓએ ડાબા હાથમાં અને પુરુષોએ જમણા હાથમાં રત્ન ધારણ કરવું. યોગશાસ્ત્‍ર અનુસાર ડાબો હાથ ચંદ્રનાડી સાથે અને જમણો હાથ સૂર્યનાડી સાથે સંબંધિત છે.

૫ આ. રત્ન ધારણ કરવા પહેલાં તેના પર મંત્રપૂર્વક અભિષેક કરે છે. તેને લીધે રત્ન પર ચૈતન્‍યનો સંસ્‍કાર થાય છે.

૫ ઇ. જે ગ્રહ સાથે રત્નનો સંબંધ છે, તે ગ્રહના વારે સૂર્યોદય પછી રત્ન ધારણ કરવું.

૫ ઈ. રત્ન જો ભાંગી જાય, તો તેનો ઉપયોગ કરવો નહીં.

 

૬. કૃત્રિમ રત્નોનો ઉપયોગ કરવાનું ટાળો !

વર્તમાનમાં કૃત્રિમ (Synthetic) રત્નો મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. નૈસર્ગિક રત્નો અને કૃત્રિમ રત્નો દેખાવમાં એકસરખા જ હોય છે; પરંતુ કૃત્રિમ રત્નો તુલનામાં કટકણાં (બરડ)  હોય છે, તેથી તેમને પાસા ઓછા હોય છે. કૃત્રિમ રત્નોનું મૂલ્ય ઓછું હોય છે; પરંતુ નૈસર્ગિક રત્નોમાં રહેલી દૈવી ઊર્જા કૃત્રિમ રત્નોમાં નથી હોતી. તેથી ગ્રહદોષોના અને વ્યાધિના નિવારણ માટે નૈસર્ગિક રત્નોનો ઉપયોગ કરવો લાભદાયક હોય છે.’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૨૦.૧૨.૨૦૨૨)

Leave a Comment