અનુક્રમણિકા
- ૧. શારીરિક વ્યાધિઓને કારણે સાધનામાં ખંડ પડતો નથી
- ૨. સાધનામાં અખંડત્વ
- ૩. ગમો-અણગમો ઓછો થવો
- ૪. અખંડ ‘જાગૃત અવસ્થા’ અનુભવવી (ઈશ્વરની અનુભૂતિ / આત્માનુભૂતિ લેવી)
- ૫. ચિત્ત પરના સંસ્કાર ઓછા થવા
- ૬. સૂક્ષ્મ વિચાર ન ઊભરાવા
- ૭. આધ્યાત્મિક સ્તર દર્શાવનારી અનુભૂતિઓ થવી
- ૮. અનુભૂતિ થવી
- ૯. ચૈતન્ય અવસ્થા અનુભવવી
- ૧૦. નામ, ધ્યાન અને અહં
- ૧૧. સહજ અવસ્થા પ્રાપ્ત થવી
સનાતનના શ્રદ્ધાસ્થાન ઇંદોર નિવાસી સંત પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહેલું નામનું શ્રેષ્ઠત્વ આપણે આ લેખ દ્વારા જાણી લઈએ.
૧. શારીરિક વ્યાધિઓને કારણે સાધનામાં ખંડ પડતો નથી
ધ્યાન માટે વિશિષ્ટ આસનમાં બેસવું પડે છે. તેને કારણે પીઠ દુખવા જેવી શારીરિક વ્યાધિ થઈ હોય તો તેમાં ખંડ પડી શકે છે. નામજપ માટે એવું કાંઈ બંધન ન હોવાથી સાધના અખંડ ચાલુ રહે છે. તેમજ ધ્યાનમાં આસનસિદ્ધિ માટે લાગનારો સમય પણ નામજપ કરતી વેળાએ લાગતો નથી.
૨. સાધનામાં અખંડત્વ
ધ્યાન (સમાધિ) સમગ્ર દિવસ અખંડ હોતું નથી, જ્યારે નામસાધના અખંડ ચાલુ રહી શકે છે. તત્ત્વ સાથે એકરૂપ થવા માટે અખંડ સાધના જ આવશ્યક હોય છે.
૩. ગમો-અણગમો ઓછો થવો
ભોજન સમયે ભગવાનનું નામ લેવું. નામમાં મન રમમાણ થાય કે, શું જમી રહ્યા છીએ, તેની સામે ધ્યાન જતું નથી. તેથી ગમો-અણગમો ઓછો થવામાં સહાયતા મળે છે. ધ્યાન ધરનારાઓનું તેમ થતું નથી. તેમના સર્વ સંસ્કાર તેમજ રહે છે. આનાથી ઊલટું બધું જ કરતી વેળાએ નામજપ કરીએ કે, સર્વ સંસ્કાર ધીમે ધીમે ઓછા થતા જાય છે.
૪. અખંડ ‘જાગૃત અવસ્થા’
અનુભવવી (ઈશ્વરની અનુભૂતિ / આત્માનુભૂતિ લેવી)
ધ્યાન પછી સાધક જાગૃત અવસ્થામાં આવે છે; કારણકે તેને જડત્વ ભણી આકર્ષણ હોય છે. આનાથી ઊલટું નામજપ કરનારો અખંડ ‘જાગૃત અવસ્થા’માં જ હોય છે, અર્થાત્ તેનું એક રીતે અખંડ ધ્યાન જ લાગેલું હોય છે !
૫. ચિત્ત પરના સંસ્કાર ઓછા થવા
ધ્યાનમાંના જડત્વનું આકર્ષણ,, ચિત્ત પર રહેલા સંસ્કારોને કારણે હોય છે; અર્થાત્ ધ્યાન અવસ્થામાં ‘ચિત્તવૃત્તિ નિરોધઃ’ થાય છે, ‘નિર્મૂલનઃ’ થતું નથી. નામજપથી મોટાભાગે નિર્મૂલન થાય છે.
૬. સૂક્ષ્મ વિચાર ન ઊભરાવા
મનને નિર્વિચાર રાખવું એટલે બાહ્ય અને અંદર આ રીતે બન્ને ઠેકાણે ધ્યાન ન હોવું. તે યોગ્ય નથી, કારણકે તે અવસ્થામાં સૂક્ષ્મ સંસ્કાર ક્યારેક તોયે ઊભરાશે જ. નામ પર ધ્યાન હોય, તો સૂક્ષ્મ સંસ્કાર ઊભરાતા નથી; તેથી વિચારરહિત મન કરતાં નામજપ વધારે મહત્ત્વનો છે.
૭. આધ્યાત્મિક સ્તર દર્શાવનારી અનુભૂતિઓ થવી
ધ્યાનમાંની અનુભતિઓ આધ્યાત્મિક સ્તર પરની દર્શક હોતી નથી. આનાથી ઊલટું નામજપ કરનારાઓની અનુભૂતિ તેના આધ્યાત્મિક સ્તરની દર્શક હોય છે.
૮. અનુભૂતિ થવી
નામથી થનારી અનુભૂતિ સાચી હોય છે; કારણકે નામ લેનારો નામમય બની ગયો હોય છે. આનાથી ઊલટું ધ્યાનમાં આવનારી શૂન્યની અનુભૂતિ એટલે ભાસ છે; કારણકે તેમાં કેવળ મનોલય થયેલો હોય છે.
૯. ચૈતન્ય અવસ્થા અનુભવવી
ધ્યાન અર્થાત્ મૃત અવસ્થાની અનુભૂતિ લેવી, જ્યારે નામજપ કરતી વેળાએ ચૈતન્યની અનુભૂતિ થાય છે.
૧૦. નામ, ધ્યાન અને અહં
ધ્યાનયોગમાં ‘હું ધ્યાન કરવા બેસું છું’, ‘હું ધ્યાન ધરી રહ્યો છું’, ‘હું સમાધિમાંથી જાગૃત અવસ્થામાં આવ્યો’, આ રીતે સૂક્ષ્મ વિચારોને કારણે અહં રહે છે, જ્યારે નામજપમાં ‘સદ્ગુરુ આપણી પાસેથી નામજપ કરાવી રહ્યા છે’, આ ભાવને કારણે સાધનાનો અહં નિર્માણ થતો નથી, ઊલટું અહં નષ્ટ થવામાં સહાયતા થાય છે. ધ્યાનને કારણે સાધનાનો અહં નિર્માણ થવાની શક્યતા ૩૦ ટકા હોય છે, જ્યારે નામને કારણે કેવળ ૧૦ ટકા હોય છે.
૧૧. સહજ અવસ્થા પ્રાપ્ત થવી
ધ્યાન એ કૃત્રિમ અવસ્થા છે, જ્યારે નામથી સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે.