પ્રકૃતિ અનુસાર કપડાંનો રંગ

Article also available in :

વ્‍યક્તિનો ગમો-અણગમો અને પ્રકૃતિ અનુસાર કયા કપડાં પરિધાન કરવા, કપડાંનો રંગ ચૂંટતી વેળાએ સર્વસામાન્‍ય આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ, આ વિશેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે.

 

૧. આયુર્વેદ અનુસાર પ્રકૃતિ

પ્રકૃતિ કપડાંનો પ્રકાર કપડાંનો રંગ
૧. વાત સુતરાઉ અથવા કૌશેય (રેશમી) લાલ અથવા પીળો
૨. પિત્ત સુતરાઉ ધોળો, લીલો અથવા વાદળી
૩. કફ ઉન લાલ

 

૨. ત્રિગુણો અનુસાર પ્રકૃતિ

વ્‍યક્તિની રુચિ-અરુચિ તેની પ્રકૃતિ અનુસાર હોય છે તેમજ પ્રકૃતિ તેનામાંના સત્ત્વ, રજ અને તમ ત્રિગુણો પર આધારિત હોય છે.

પ્રકૃતિના પ્રધાન ગુણ પ્રકૃતિના લક્ષણ સ્‍વરૂપ ગુણ/દોષ ગમતા રંગ
૧. સત્ત્વ મળતાવડાપણું, નમ્રતા, એકાગ્રતા ઇત્‍યાદિ. ધોળો, પીળો અને વાદળી
૨. રજ સાહસી, સ્‍વાભિમાની, નિરંતર કાર્યરત, મહત્ત્વાકાંક્ષી ઇત્‍યાદિ. રાતું અને સિંદૂરિયું
૩. તમ ગુસ્‍સો, સંકુચિત સ્‍વભાવ, લોભી, આળસુ ઇત્‍યાદિ. રાખોડિયો, કથ્‍થાઈ, ઘેરો લાલ, જાંબુડિયો અને કાળો

અ. વ્‍યક્તિ પર જે ગુણનો પ્રભાવ વધારે હોય છે, તે ગુણનો રંગ તેને ગમે છે.

આ. અધ્‍યાત્‍મમાં સત્ત્વગુણ મહત્ત્વનો છે. વ્‍યક્તિની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ જેમ જેમ થતી જાય છે, તેમ તેમ તેનામાંનો સત્ત્વ ગુણ વૃદ્ધિંગત થઈને રજ-તમોગુણ ન્‍યૂન થતા જાય છે. ‘અનેકમાંથી એકમાં જવું’, આ પણ અધ્‍યાત્‍મમાંનું એક મહત્ત્વનું તત્ત્વ છે. વ્‍યક્તિની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ જેમ જેમ થતી જાય છે, તેમ તેમ તે ‘અનેકમાંથી એકમાં’ જવા લાગે છે, ઉદા. વિવિધ દેવતાઓની ઉપાસનામાંથી એક દેવતાની ઉપાસના કરવા લાગે છે. આ જ ન્‍યાય કપડાંની બાબતમાં પણ લાગુ પડે છે. સત્ત્વગુણી વ્‍યક્તિ ધોળા અથવા તત્‍સમ આછા રંગનાં કપડાં પરિધાન કરે છે, જ્‍યારે તમોગુણી વ્‍યક્તિ સપ્‍તરંગના અને સપ્‍તરંગોમાંના વિવિધ રંગોના મિશ્રણથી બનાવેલા વિવિધ પ્રકારના રંગોનાં કપડાં પહેરે છે.

 

૩. ઉદ્દેશ અનુસાર કપડાંનો રંગ

આના બે ઉદાહરણો આગળ આપ્‍યાં છે.

અ. ‘उदरभरण नोहे जाणिजे यज्ञकर्म’, એવું અન્‍નનું મહત્ત્વ કહ્યું છે. ધોળો રંગ પવિત્રતાનું પ્રતીક છે; તેથી જ પહેલાં સ્‍ત્રીઓ રસોઈ બનાવતી વેળાએ અને ભોજન પીરસતી વેળાએ શુભ્ર રંગની સાડી (અબોટિયું) પહેરતી અને પુરુષ ભોજન સમયે ધોળું અબોટિયું અથવા પંચિયો પરિધાન કરતા અને ખભે ખેસ તરીકે પંચિયો લેતા.

આ. અંત્‍યયાત્રામાં સહભાગી થનારા ધોળા રંગનાં કપડાં પહેરે છે; કારણકે ધોળો રંગ વૈરાગ્‍યનો દર્શક છે.

 

૪. કપડાંના રંગનો રુચિ-અરુચિ
શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર હોવી

અ. શારીરિક સ્‍તર

‘જે રંગ ત્‍વચાના રંગ સાથે મેળ ખાતા નથી, તે રંગ વ્‍યક્તિને સર્વસામાન્‍ય રીતે ગમતા નથી, ઉદા. કાળા રંગની વ્‍યક્તિને લાલ રંગનું કપડું ચમકદાર લાગે છે.

આ. માનસિક સ્‍તર

મનના વિવિધ ભાવ અનુસાર રંગોની રુચિ-અરુચિ પલટાતી હોય છે. આ ફેરફાર તાત્‍કાલિક હોય છે. તેનાં કેટલાંક ઉદાહરણો નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

૧. ઉજવણી (ટ્રીપ)માં જતી વેળાએ માણસો રંગબેરંગી કપડાં પહેરે છે.

૨. યુવાનીમાં ગુલાબી રંગ ગમતો હોય, એવી વ્‍યક્તિઓનું પ્રમાણ વધારે હોય છે અને જેમ જેમ વય વધતી જાય છે, તેમ તેમ તે રંગ ભૂલાતો જાય છે.

૩. એકાદ ગમતા વ્‍યક્તિત્‍વના પ્રભાવને કારણે રંગની રુચિમાં ફેરફાર થઈ શકે છે. અભિનેતા-અભિનેત્રીએ પહેરેલા રંગોનાં કપડાં યુવાવર્ગ થોડા સમય માટે ‘ફેશન’ તરીકે પહેરે છે.

૪. પાકિસ્‍તાનદ્વેષી ભારતીઓને લીલા રંગની ચીડ ચડે છે, જ્‍યારે હિંદુદ્વેષ કરનારા કેટલાક પંથીઓને ભગવા રંગની ચીડ હોય છે.

ઇ. આધ્‍યાત્‍મિક સ્‍તર

૧. ત્રિગુણો અનુસાર રહેલી પ્રકૃતિ પ્રમાણે રંગોની ચૂંટણી હોય છે.

૨. સાધનાના સ્‍તર અનુસાર પણ રંગોની રુચિમાં ફેરફાર થાય છે. સાધક જ્યારે ભાવના સ્તર પર હોય છે, તે સમયે તેને વાદળી રંગ ગમે છે. જ્‍યારે સાધક ચૈતન્‍યના સ્‍તર પર હોય છે, ત્‍યારે તેને પીળો રંગ ગમે છે. આગળ જતાં તે શાંતિના સ્‍તર પર પહોંચ્‍યા પછી તેને ધોળો રંગ ગમે છે.’

– સનાતનનાં સાધક-ચિત્રકાર સૌ. જાન્‍હવી શિંદે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

 

૫. કપડાંનો રંગ ચૂંટવા
બાબતે સર્વસામાન્‍ય આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ

કપડાંનો રંગ સાત્ત્વિક હોવો જોઈએ. ધોળો, પીળો, વાદળી અને તેની છટાઓ એવા સાત્ત્વિક રંગના કપડાં ચૂંટવા.

અ. કપડાંનો રંગ ઘાટો ન હોવો જોઈએ

ઘાટો રંગ તમોગુણનું લક્ષણ છે. ઘાટા રંગના કપડાં પરિધાન કરનારી વ્‍યક્તિ સમયજતાં તમોગુણી બને છે.

આ. કપડાં એકજ રંગના હોવા જોઈએ

એકસરખા આધ્‍યાત્‍મિક રંગના વસ્‍ત્રો વધારે પ્રમાણમાં પારદર્શકતાના દર્શક હોવાથી તે આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ વધુ સત્ત્વગુણી માનવામાં આવ્‍યા છે.

ઇ. કપડાંના રંગ એકબીજાને પૂરક હોવા જોઈએ

બે અલગ અલગ રંગનાં કપડાં પરિધાન કરવાનું થાય, તો તે રંગ એકબીજાને પૂરક, અર્થાત્ એકબીજા સાથે ન્‍યૂનતમ (ઓછામાં ઓછા) ૨૦ ટકા મેળબેસનારા હોવા જોઈએ, ઉદા. બે સાત્ત્વિક રંગોની જોડી આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ વધુ યોગ્‍ય હોય છે. સાત્ત્વિક રંગોની જોડીનાં ઉદાહરણો આગળ આપ્‍યા છે.

૧. ધોળો અને આછો વાદળી

૨. ઘાટો વાદળી અને આછો વાદળી

ઈ. કપડાંના બે રંગોમાં વધુ વિરોધાભાસ ન હોવો જોઈએ

એકત્રિત રહેલા બે રંગોમાં વધુ વિરોધાભાસ હોય, તો અયોગ્‍ય સ્‍પંદનો નિર્માણ થાય છે; તેથી કપડાંના બે રંગોમાં વધુ વિરોધાભાસ ન હોવો જોઈએ, ઉદા. પીળો (સાત્ત્વિક) અને લીલો (રાજસિક) આવી જોડી ન હોવી જોઈએ. લીલા રંગમાંની પીળા રંગ ભણી નમેલી છટા ચાલશે; કારણકે તેનામાં પીળો રંગ વધારે પ્રમાણમાં હોવાથી તે છટા સાત્ત્વિક જ હોય છે.

 

૬. રાજસિક રંગ, સાત્ત્વિક રંગ
સાથે ઓછા પ્રમાણમાં ઉપયોગ
કરવાથી તે કપડાંમાંથી સારાં સ્‍પંદનો આવવા

ધોળા રંગના કપડાં પર જો રતાશ રંગની ફૂલોની કોતરણી હોય, તો તે કપડાંમાંથી સરવાળે સ્‍પંદનો સારાં જણાય છે. તેનો અર્થ કપડાંમાં સાત્ત્વિક રંગનું પ્રમાણ જો રાજસિક રંગ કરતાં વધુ હોય તો રાજસિક રંગનું પરિણામ ઓછું થાય છે. ટૂંકમાં કપડાંનાં રંગોમાંથી આવનારાં સ્‍પંદનો ‘કપડાંમાં સાત્ત્વિક અને રાજસિક રંગોનો ઉપયોગ કેટલા ટકા કર્યો છે’, તેના પર આધારિત હોય છે.’

– સનાતનનાં સાધક-ચિત્રકાર સૌ. જાન્‍હવી શિંદે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘કપડાં આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ કેવા હોવા જોઈએ ?’

Leave a Comment