નવું વસ્ત્ર પહેલી વાર પરિધાન કરવું

Article also available in :

તહેવાર, શુભદિન અને ધાર્મિક વિધિના દિવસે નવું વસ્‍ત્ર પરિધાન કરવું. આસક્તિ નિર્માણ થાય નહીં; તે માટે નવું વસ્‍ત્ર પહેલા અન્‍યને પહેરવા આપવું અથવા ભગવાન સામે મૂકવું અને પછી વાપરવું. નવું વસ્‍ત્ર ઉપયોગમાં લેવું, તેના પર થનારા અનિષ્‍ટ શક્તિનાં આક્રમણો, કપડાંની શુદ્ધિ વિશે આ લેખમાં જોઈશું.

 

૧. નવું વસ્‍ત્ર પહેલા અન્‍યને પહેરવા આપવું
અથવા ભગવાન સામે મૂકવું અને પછી તે પરિધાન કરવું

‘હિંદુ ધર્મ બ્રહ્મ સાથે સંબંધિત આસક્તિવિહોણું જીવન જીવવા માટે શીખવે છે. આપણા પ્રત્‍યેક આચાર-વિચારમાંથી સંબંધિત બાબતો વિશે આસક્તિ નિર્માણ થતી હોય છે. આસક્તિ વિશેના વિચારોથી આપણે માયામાં અટવાઈ પડવાની સંભાવના વધારે હોય છે, ઉદા. વસ્‍ત્ર પરિધાન કરવું. નવા વસ્‍ત્ર વિશે આપણા મનમાં વધારે આસક્તિ હોય છે. આપણું નવું વસ્‍ત્ર પહેલા અન્‍ય જીવને પહેરવા આપવું, એટલે જ તે વ્‍યક્તિમાંના દેવત્‍વની પૂજા કરવી અને પછી તે જ વસ્‍ત્ર દેવતાએ આપેલા કૃપાપ્રસાદ તરીકે પોતે પહેરવું. આ કૃતિને કારણે આપણી તે બાબતે રહેલી આસક્તિ ન્‍યૂન થવા માટે સહાયતા થાય છે.

પ્રત્‍યેક બાબત પહેલા ઈશ્‍વરને અર્પણ કરીને ઈશ્‍વરના પ્રસાદ તરીકે તેને સ્‍વીકારીને તેમાં રહેલા ઈશ્‍વરી ચૈતન્‍યનો લાભ કરી લેવો, અર્થાત્ સંબંધિત કર્મ ઈશ્‍વર વિશે સાત્ત્વિક વિચારો દ્વારા કરવા માટે આપણો ધર્મ શીખવે છે. તેથી જ પહેલા નવું વસ્‍ત્ર અન્‍યને પહેરવા આપવું અથવા ભગવાન સામે મૂકીને પછી પરિધાન કરવું એવી પ્રથા છે.’

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, સાંજે ૬.૨૦)

 

૨. નવું વસ્‍ત્ર પ્રથમ કોને આપવું અને કોને ન આપવું ?

અ. ‘અનિષ્‍ટ શક્તિનો તીવ્ર ત્રાસ ધરાવનારી વ્‍યક્તિને પોતાનું નવું વસ્‍ત્ર પ્રથમ પહેરવા આપવું નહીં; કારણકે તે વ્‍યક્તિએ તે વસ્‍ત્ર પરિધાન કરવાથી વસ્‍ત્રમાં પ્રવેશનારી ત્રાસદાયક લહેરોને કારણે આપણને ત્રાસ થઈ શકે છે.

આ. સાત્ત્વિક અને ઉન્‍નત વ્‍યક્તિને નવું વસ્‍ત્ર પ્રથમ પરિધાન કરવા આપવાથી જીવને તે વસ્‍ત્ર દ્વારા મળનારી સાત્ત્વિકતાનો લાભ વધુ થાય છે.

ઇ. સામેની વ્‍યક્તિને અનિષ્‍ટ શક્તિનો ત્રાસ છે કે નહીં, તે જો સમજાતું ન હોય, તો કોઈ ઉન્‍નત વ્‍યક્તિને પૂછીને પછી જ તે વસ્‍ત્ર અન્‍ય વ્‍યક્તિને પહેરવા આપવું, નહીંતર પ્રત્‍યેક વસ્‍તુ ભગવાન સામે મૂકીને તે વસ્‍તુમાંથી પોતાને ચૈતન્‍ય મળે એવી દેવતાને પ્રાર્થના કરીને તે વસ્‍તુનો ઉપયોગ કરવો વધુ લાભદાયક છે.’ – એક વિદ્વાન (શ્રીચિતશક્તિ સૌ. અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૪.૧૨.૨૦૦૪, સવારે ૧૧.૨૪)

 

૩. કપડાંની શુદ્ધિ કરવી

કપડાં અને શરીર પર સુગંધી દ્રવ (સેંટ) મારવાના તોટા

અ. ‘મોટાભાગના સુગંધી દ્રવ (સેંટ અથવા પરફ્‍યુમ) કૃત્રિમ રસાયણિક પદાર્થો દ્વારા નિર્માણ કર્યા હોય છે. તેથી તેમની સુગંધ પણ કૃત્રિમ હોય છે; તેથી તેનો ઉપયોગ શરીર અને કપડાં પર કરવાથી તેમને બાહ્ય સુગંધ આવે છે; પરંતુ તેમનામાં રહેલી રજ-તમ લહેરો અને તેમના પર જો કાળી શક્તિનું આવરણ આવ્‍યું હોય, તો તે નષ્‍ટ થતું નથી.

આ. કૃત્રિમ સુગંધ ભણી વાતાવરણમાંની રજ-તમ લહેરો આકર્ષિત થઈને તે વ્‍યક્તિના દેહ અને કપડાંમાં પ્રવેશ કરીને ત્‍યાં કાર્યરત થઈને ત્‍યાંની સાત્ત્વિકતા નષ્‍ટ કરે છે.  રજ-તમપ્રધાન કપડાં અને સ્‍થૂલદેહ ભણી વાયુમંડળમાંની અનિષ્‍ટ શક્તિ વહેલી  આકર્ષિત થાય છે અને તેના પર આક્રમણ કરીને તેમાં કાળી શક્તિ ભરીને વ્‍યક્તિને ત્રાસ આપે છે.’

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૫.૧૧.૨૦૦૭, રાત્રે ૮.૨૫)

 

૪. વસ્‍ત્રો પર આક્રમણો (અનિષ્‍ટ શક્તિઓને
કારણે કપડાંને દુર્ગંધ આવવી) અને તેના પરના ઉપાય

૧. પ્રક્રિયા

‘અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોના શરીરમાં માંત્રિક કાળી શક્તિનો સંગ્રહ કરે છે અને કાળી શક્તિનાં સ્‍થાનો નિર્માણ કરે છે. તેને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોએ વાપરેલા કપડાંમાં કાળી શક્તિ સંગ્રહિત થાય છે. અનિષ્‍ટ શક્તિઓ જો કપડાં પર આક્રમણ કરે તો કપડાંમાં કાળી શક્તિ સંગ્રહિત રહે છે. પ્રમુખતાથી અંતર્વસ્‍ત્રોમાં કાળી શક્તિ સંગ્રહિત થઈ હોવાનું પ્રમાણ વધારે હોય છે. (આજકાલ મોટાભાગની પ્રત્‍યેક વ્‍યક્તિને જ અનિષ્‍ટ શક્તિઓનો ઓછા-વત્તા પ્રમાણમાં ત્રાસ થતો હોય છે. તેમજ વાતાવરણમાં પણ રજ-તમની પ્રબળતા છે. તેનું પરિણામ એટલે કપડાં કાળી શક્તિ અને રજ-તમથી દૂષિત થાય છે. – સંકલક)

૨. ત્રાસ

કાળી શક્તિ અને રજ-તમથી દૂષિત થયેલાં કપડાં ભણી જોયા પછી અને તે પરિધાન કર્યા પછી દુર્ગંધ આવવી, ઉલટી જેવું થવું, આંખો ભારે થવી જેવા ત્રાસ થાય છે.

૩. ઉપાય

અ. પ્રાર્થના : વસ્‍ત્રોમાંની કાળી શક્તિ અને રજ-તમનું પ્રમાણ ઓછું થવા માટે ભગવાનને પ્રાર્થના કરવી.

આ. કપડાં ધોવાની પદ્ધતિ : કપડાં ૧૦ મિનિટ ગાંગડા મીઠામાં પલાળી રાખવા. ત્‍યાર પછી કપડાં સાબુથી ધોવાં અને વિભૂતિ મિશ્રિત પાણીમાં ખંગાળીને સૂર્યપ્રકાશમાં સૂકવવા.

ઇ. કપડાં ધોવા છતાં દુર્ગંધ ન જાય તો કરવાના ઉપાય : કપડાંને દુર્ગંધ આવવાનું પ્રમાણ વધારે હોય તો કપડાં સૂકાઈ ગયા પછી તેને થોડી વિભૂતિ લગાડીને તેમાં સાત્ત્વિક ઉત્‍પાદનો (દેવતાની નામપટ્ટી, કપૂર, ઉદબત્તી, ઉદબત્તીનું ખાલી વેષ્‍ટન) મૂકવા.’ – ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, સાંજે ૬.૩૦ ૮.૨૫)

 

૫. વિભૂતિ અને ઉદબત્તીથી
શુદ્ધિ કરેલા કપડાં વાપરવાથી વ્‍યક્તિની
સાત્ત્વિકતા વધીને તેનું અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થવું

‘કપડાં ધોવાથી તેમાંની રજ-તમ લહેરો અને કાળી શક્તિ ઓછી થાય છે. ધોયેલા કપડાંને વિભૂતિ લગાડવાથી અથવા કપડાંમાં ઉદબત્તીના ટુકડા રાખવાથી તેમનામાંનું ચૈતન્‍ય અને સુગંધનું પરિણામ કપડાં પર થઈને કપડાંમાંની કાળી શક્તિ અને રજ-તમ નષ્‍ટ થવામાં સહાયતા થાય છે. તેમજ ઉદબત્તીમાંની સાત્ત્વિક સુગંધ કપડાંને મળીને તે પણ સુગંધિત થાય છે. આવી રીતે શુદ્ધિ થયેલાં કપડાં પરિધાન કરવાથી વ્‍યક્તિમાં રહેલી સાત્ત્વિકતા વધીને તેને વાયુમંડળમાં સ્‍થિત દેવતાઓની સૂક્ષ્મ લહેરો ગ્રહણ કરવાનું સહેલું પડે છે. તેમજ તે લહેરોને વ્‍યક્તિમાંની સાત્ત્વિકતાની સહાયતાથી વ્‍યક્તિ ફરતું સંરક્ષણકવચ નિર્માણ કરવા માટે સહેલું પડે છે અને તેથી અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો સામે રક્ષણ થાય છે.

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૫.૧૧.૨૦૦૭, રાત્રે ૮.૨૫)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘કપડાં આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ કેવા હોવા જોઈએ ?’

Leave a Comment