અનુક્રમણિકા
- ૧. ‘કૃતજ્ઞતાની ભાવના માનવીની શારીરિક અને માનસિક સંતુલનમાં સહાયતા કરનારી છે’, આ વાત પ્રયોગ કર્યા પછી સિદ્ધ થવી
- ૨. કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનેક પદ્ધતિઓ છે અને તેમનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ હોવું
- ૩. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી પ્રત્યે રહેલી કૃતજ્ઞતાની જાણથી જીવનમાં સકારાત્મકતા અને આનંદ નિર્માણ થવા
- ૪. કૃતજ્ઞતાભાવ એટલે મન અને બુદ્ધિનો લય થઈને આત્માનંદ પ્રાપ્ત કરવા માટે ઈશ્વર દ્વારા મળેલી એક મહત્ત્વની દેણ હોવી
- ૫. કૃતજ્ઞતાભાવ કેવળ જીવનમૂલ્ય હોવાને બદલે ગુરુ-શિષ્ય આ અતૂટ સંબંધોનાં તાંતણા દૃઢ કરનારું સાધન હોવું
- ૬. ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી સર્વ આપીને મને મોક્ષ ભણી દોરી જાય છે’, આ જાણથી નિરંતર કૃતજ્ઞતાભાવમાં રહેવાનું ફાવવું
- ૭. કૃતજ્ઞતા
‘પહેલાં જો કોઈ મને વ્યવહારમાં સહાયતા કરે અથવા મારા ઉપર ઉપકાર કરે, તો હું કેવળ ઔપચારિકતા તરીકે ‘હું આપનો આભારી છું (‘થેંક યુ’), હું આપનો ઋણી છું અથવા હું આપના ઉપકાર કેવી રીતે ચૂકતા કરું ?’, આ રીતે ઉપરછલ્લું બોલીને તે વિષય જતો કરતો હતો. ક્યારેક મારા મનમાં ‘મેં અન્યોનો આભાર માન્યો છે’, અથવા ‘મેં અન્યો માટે કાંઈક કર્યું છે; તેથી મેં જ અન્યો પર ઉપકાર કર્યા છે’, એવો અહંયુક્ત વિચાર રહેતો. તેને કારણે મારામાંના કર્તાપણું, અપેક્ષા કરવી, પોતાને શ્રેષ્ઠ સમજવો જેવા અહંનાં પાસાં નિરંતર ઊભરાઈ આવતા હતા. પરિણામે તે પ્રત્યેક વ્યક્તિ સાથે મારો લેણ-દેણ હિસાબ (પ્રારબ્ધ) વધતો રહેતો. તેને કારણે હું ભવસાગરમાંના સુખ-દુઃખોના મોજામાં ડૂબકીઓ મારતો રહેતો હતો. વર્ષ ૧૯૮૯માં મારા વયના ૪૩મા વર્ષે મારી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી સાથે મુલાકાત થયા પછી આ કોયડો ધીમે ધીમે ઉકેલાતો ગયો. તેને કારણે જે હું જાણતો નહોતો તે ‘કૃતજ્ઞતા’ (ગ્રેટિટ્યૂડ) આ શબ્દમાંના ભાવ ધીમે ધીમે ઉકેલાતા ગયા. તે વિશે મેં અત્રે લખવાનો પ્રયત્ન કર્યો છે.
૧. ‘કૃતજ્ઞતાની ભાવના માનવીની
શારીરિક અને માનસિક સંતુલનમાં સહાયતા
કરનારી છે’, આ વાત પ્રયોગ કર્યા પછી સિદ્ધ થવી
‘જે વ્યક્તિ પોતાના આયખામાં પ્રાપ્ત બાબતો અને આશીર્વાદની મનઃપૂર્વક અંતર્મનમાં નોંધ રાખે છે, અને તે વિશે ક્યાંક કોઈકની પાસે તે ભાવનાઓ વ્યક્ત કરે છે, તે વધારે આશાવાદી, ઉત્સાહી, નિશ્ચયી અને શ્રદ્ધાવાન હોય છે’, એવું સંશોધન દ્વારા સિદ્ધ થયું છે. તેમજ આવી વ્યક્તિનું માનસિક આરોગ્ય પણ ઉચ્ચ પ્રતિનું હોય છે. એક પ્રયોગમાં બે જૂથને તેમના આયુષ્યમાંના જુદા જુદા પ્રસંગો વિશે કેટલીક નોંધ કરવા માટે કહ્યું. એક જૂથને ‘કૃતજ્ઞતા’ લાગી શકતી હોય, તેવા પ્રસંગોનું સ્મરણ કરવા માટે કહ્યું, જ્યારે બીજા જૂથને જે પ્રસંગોને કારણે નિરાશા આવી હતી, એવા પ્રસંગોનું સ્મરણ કરવા માટે કહ્યું હતું. આ બન્ને જૂથના સદસ્યોના મગજમાંની લહેરો, (ઈ.સી.જી.) અને હૃદયના ધબકારા યંત્રની સહાયતાથી તપાસવામાં આવ્યા. તેમાં પ્રથમ જૂથમાંના, અર્થાત્ કૃતજ્ઞતા લાગનારા લોકો વધુ સારા હોવાનું ધ્યાનમાં આવ્યું. ટૂંકમાં ‘કૃતજ્ઞતા’ની ભાવના આપણા શારીરિક અને માનસિક સંતુલનમાં પણ સહાયતા કરે છે’, એવું આમાંથી દેખાઈ આવ્યું.
૨. કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનેક પદ્ધતિઓ
છે અને તેમનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ હોવું
કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનેક પદ્ધતિઓ હોઈ શકે છે. કેટલીક પદ્ધતિઓ પ્રત્યક્ષ, જ્યારે કેટલીક પરોક્ષ હોય છે. સનાતન સંસ્કૃતિમાં સહસ્રો વર્ષોથી કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અનેક વિશેષ પરંપરાઓ, સંસ્કાર અને વિધિ કરવામાં આવે છે. ‘તર્પણ’ અથવા ‘શ્રાદ્ધ’ એ તેનું જ એક ઉદાહરણ છે. તેમાં ધર્માચરણ સાથે જ કૃતજ્ઞતાભાવ પણ સમાયેલો છે; પણ દુર્દૈંવથી ભારતીઓએ પશ્ચિમી સંસ્કૃતિનો અંગીકાર કર્યો હોવાથી તેનો મૂળ ઉદ્દેશ લોપ પામતો જાય છે. કેટલાક ઠેકાણે કેવળ ઉપચારોનું કર્મકાંડ શેષ રહ્યું છે. પ્રત્યક્ષમાં પૂર્વજોની પુણ્યાઈ અને આશીર્વાદને કારણે તેમની આગળની પેઢીને જીવવા માટે બળ મળે છે. તે માટે તેમના પ્રત્યે મનઃપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવી આવશ્યક છે. ‘પૂર્વજોના અટકાઈ પડેલા લિંગદેહોને મુક્તિ મળે’, એ માટે કાંઈક વિધિ કરવા, અર્થાત્ શ્રાદ્ધવિધિ !
સમાજને આ વિશેનું શાસ્ત્ર વિશદ કરીને શ્રાદ્ધવિધિ કરવા માટે પ્રેરિત કરનારા સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી પ્રત્યે ગમે તેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, તો પણ તે ઓછી જ છે.
૩. સચ્ચિદાનંદ પરબ્રહ્મ
ડૉ. જયંત આઠવલેજી પ્રત્યે રહેલી કૃતજ્ઞતાની
જાણથી જીવનમાં સકારાત્મકતા અને આનંદ નિર્માણ થવા
‘કૃતજ્ઞતા’ એ ચિત્ત શુદ્ધ અને વિશાળ કરનારી વૃત્તિ અને કૃતિ છે’, એવું મને લાગે છે. જ્યારે મારા મનમાં નિરાશા વ્યાપે છે, ‘હું હારી ગયો કે શું ?’, એમ મને લાગે છે અથવા એકલા પડવાની જાણથી મારું મન ઉતેડાઈ જતું હોય છે, ત્યારે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ મને સમગ્ર આયખું જાણતા-અજાણતા આપેલા અસંખ્ય આશીર્વાદ, શિખામણ, તક અને ઉપલબ્ધીઓનું સ્મરણ થાય છે. ‘તેમણે મારી ઝોળી ભરીને આપ્યું છે અને તે ખૂટતાં ખૂટતું નથી’, આ કૃતજ્ઞતાની જાણથી મારા જીવનમાં સકારાત્મકતા, સહજતા અને આનંદ નિર્માણ થયા છે.
૪. કૃતજ્ઞતાભાવ એટલે મન અને
બુદ્ધિનો લય થઈને આત્માનંદ પ્રાપ્ત કરવા
માટે ઈશ્વર દ્વારા મળેલી એક મહત્ત્વની દેણ હોવી
‘કૃતજ્ઞતા’ આ શબ્દ અર્થાત્ કોઈકે મારા પર કાંઈક ઉપકાર કર્યા પછી ઉત્સ્ફૂર્ત રીતે વ્યક્ત કરવાની ભાવના છે. પ્રત્યક્ષમાં ઈશ્વર જ બધા માટે બધું જ કરતા હોય છે. મારા ઈશ્વર અને સર્વેસર્વા સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી એ જ છે. પ્રત્યેક પ્રસંગમાં મેં તેમના પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવાથી મારા મન અને બુદ્ધિનો લય થઈને મને આત્માનંદ મળે છે. તેને કારણે ‘કૃતજ્ઞતાભાવ અર્થાત્ મન અને બુદ્ધિનો લય થઈને આત્માનંદ પ્રાપ્ત થવા માટે ઈશ્વર દ્વારા મળેલી એક મહત્ત્વની દેણગી છે’, એવું મને જણાય છે.
૫. કૃતજ્ઞતાભાવ કેવળ જીવનમૂલ્ય
હોવાને બદલે ગુરુ-શિષ્ય આ અતૂટ
સંબંધોનાં તાંતણા દૃઢ કરનારું સાધન હોવું
કૃતજ્ઞતાની જાણથી મારામાંના કર્તાપણું, નકારાત્મક વિચાર, ભાવના અને તે સાથે જ મારામાં રહેલા સાથે જ અસંખ્ય સ્વભાવદોષ અને અહંનાં પાસાં પર માત કરવા માટે સહાયતા થાય છે. કૃતજ્ઞતાની જાણ મને ‘હું’પણા થી આગળ લઈ જનારું સાધન છે. તેને કારણે મારી નમ્રતા, નિર્મળતા અને પ્રીતિ આ ગુણોમાં વૃદ્ધિ થઈ રહી છે. કૃતજ્ઞતા-વૃત્તિ એ મારા માટે કેવળ જીવનમૂલ્ય હોવાને બદલે તે મારી આત્મશક્તિ પણ છે. ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી અને સાધકોમાંના અતૂટ સંબંધોનાં તાંતણા દૃઢ કરનારું અનમોલ સાધન છે’, એવું મને જણાય છે.
૬. ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ.
જયંત આઠવલેજી સર્વ આપીને મને મોક્ષ ભણી
દોરી જાય છે’, આ જાણથી નિરંતર કૃતજ્ઞતાભાવમાં રહેવાનું ફાવવું
‘કૃતજ્ઞતા’ શબ્દ દ્વારા નિર્માણ થયેલા સ્પર્શ, રસ, ગંધ અને શક્તિ મને આપમેળે જ લીન કરે છે. આ જાણ મને અન્યોની કૃતિ અને વિચારનો આદર કરવા માટે શીખવે છે. દૈનંદિન જીવનમાં મારે ઘણી બાબતો અન્યો દ્વારા માગ્યા વિના અને સહેજે મળે છે. મેં અજાણ્યે જ આ બાબતો ધારી લીધી હોય છે. તેને કારણે મને તેમનું મૂલ્ય સમજાતું નથી. સાવ પ્રતિદિન મળનારા સૂર્યપ્રકાશથી માંડીને મારું આયુષ્ય અર્થપૂર્ણ બનાવનારી અસંખ્ય બાબતો મને ઓળખીતા અને અપરિચિત રહેલા અસંખ્ય લોકો દ્વારા અને સૃષ્ટિ પાસેથી મળે છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી મને મારા પાછળના અનંત જન્મોથી અને આ જન્મમાં પણ બધું જ આપે છે અને મને મોક્ષ ભણી દોરી રહ્યા છે. જે કોઈપણ આપી શકે નહીં અથવા જે પ્રાપ્ત કરવાનો વિચાર પણ કરી શકે નહીં, તે સર્વ મને પરાત્પર ગુરુ સહસ્ર હાથે આપી રહ્યા છે. આના નિરંતર ભાનથી અને તેમની જ કૃપાથી મારા મનમાં તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના અખંડ રહે છે.
૭. કૃતજ્ઞતા
વ્યક્તિ, દેશ, ધર્મ, કર્મ અને સાધના માટે મને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ કૃતજ્ઞતાભાવનું મહત્ત્વ શીખવ્યું અને તે કૃતજ્ઞતાભાવ અનુભવવા માટે તેમજ વ્યક્ત કરવા માટે મને પાત્ર લેખ્યો. તે માટે મને કહેવાનું મન થાય છે કે,
‘जीवन जगण्या पावलोपावली नाम घेतो मी श्रीहरीचे ।
कृतज्ञतेने श्वासोच्छवासी सहज स्मरण होते गुरु माऊलीचे ॥’
અર્થ : જીવન જીવવા માટે ડગલે-ને-પગલે શ્રીહરિનું નામસ્મરણ કરું છું, કૃતજ્ઞતાથી પ્રત્યેક શ્વાસ અને ઉચ્છવાસ સાથે સહજ સ્મરણ થાય છે ગુરુદેવજીનું.
ઉપરોક્ત વિવેચન એટલે મેં અનુભવેલા અનેક પ્રસંગોમાંથી મને શીખવા મળેલો ટૂંકમાં સારાંશ છે. અંતમાં મને એટલું જ કહેવાનું મન થાય છે કે, ‘વર્તમાનકાળમાં સાધકો માટે ‘કૃતજ્ઞતાભાવ’ વ્યક્ત કરવા માટે સર્વોચ્ચ શ્રદ્ધાસ્થાન અર્થાત્ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી’, જ છે. હું તેમનાં શ્રીચરણોમાં સદૈવ નતમસ્તક થઈને કોટિશઃ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.’
– (પૂ.) શ્રી. શિવાજી વટકર, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.
અત્રે પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ ‘ભાવ ત્યાં ભગવાન’ આ ઉક્તિ અનુસાર સાધકોની વ્યક્તિગત અનુભૂતિઓ છે. તે સહુકોઈને થશે જ એમ નથી. – સંપાદક