સાધકોનું સર્વાંગથી ઘડતર કરનારી સનાતન સંસ્‍થાની એકમેવાદ્વિતીય ગુરુ-શિષ્‍ય પરંપરા !

Article also available in :

અનુક્રમણિકા

ગુરુ-શિષ્‍ય પરંપરા ભારતની વિશિષ્‍ટતા છે. આ પરંપરાને કારણે જ હિંદુ ધર્મ અનેક પરકીય પ્રહારો થવા છતાં પણ સમર્થ રીતે ટકી રહ્યો છે. સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ ડૉક્‍ટર આઠવલેજીએ આ પરંપરા ખાસ કરીને જાળવી છે. ‘ગુરુ શિષ્‍યને પ્રસંગો અથવા અનુભૂતિઓ દ્વારા શીખવે છે, તેમજ તેઓ શિષ્‍યની પોતાના અસ્‍તિત્‍વ દ્વારા પ્રગતિ કરાવી લે છે’, તેની પ્રતીતિ સનાતન સંસ્‍થામાં જોવા મળે છે. પરાત્‍પર ગુરુ ડૉક્‍ટર આઠવલેજીએ સનાતન સંસ્‍થાના સાધકોનું અનેક પ્રકારે ઘડતર કર્યું છે. તેને કારણે આજે ૧૦૦ થી વધુ સાધકો સંત થયા છે. ‘સનાતન સંસ્‍થાના સંતો ગુરુદેવની જેમ જ સાધકોનું ઘડતર કેવી રીતે કરે છે ?’, આ વિશેનું વિવેચન આ લેખ દ્વારા જાણી લઈએ.

સાધકોને વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સ્‍તર પર માર્ગદર્શન કરનારી સનાતન સંસ્‍થાની ગુરુ-શિષ્‍ય પરંપરાનાં ચરણોમાં કોટિ કોટિ વંદન !

 

   ૧. બાહ્ય આડંબર નહીં, જ્‍યારે
સહજતા ધરાવનારા સનાતન સંસ્‍થાના સંતો !

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટર આઠવલેજીનો બાહ્ય આડંબર નથી. તે જ પ્રમાણે સનાતન સંસ્‍થાના સંતોનો પણ નથી. અન્‍ય સંતો બાબતે જુદો પહેરવેશ, ઉત્તમ વ્‍યવસ્‍થાઓ, ઊંચા સ્‍થાન પર બેસવાની વ્‍યવસ્‍થા, સાથે સેવકવર્ગ, સમુદાય, હાર પહેરાવવા, આ ચિત્ર જોવા મળે છે. સનાતન સંસ્‍થાના સંતોનું સહુકોઈ સાથે વાત કરવી, વર્તન કરવું, બોલવું, હળવું-મળવું ઇત્‍યાદિ સાવ સહજ સ્‍થિતિમાં એકાદ સાધક પ્રમાણે અથવા શિષ્‍યની જેમ હોય છે. આશ્રમમાં પ્રસાદ-મહાપ્રસાદ સમયે પણ તેઓ સાધકો સાથે બેસે છે. તેથી તેમની સાથે વાત કરતી વેળાએ કોઈને પણ તણાવ જણાતો નથી. સનાતન સંસ્‍થાના સંતો પોતાનું અનોખાપણું જાળવવાને બદલે અન્‍યોમાંના જ એક બની જાય છે. આશ્રમમાં સહુકોઈને માટે જે સુવિધાઓ હોય છે, તેનો જ તેઓ ઉપયોગ કરે છે. પોતાના માટે જુદી સુવિધાઓનો ઉપયોગ કરતા નથી.

 

૨. સ્‍વભાવદોષ અને અહં-નિર્મૂલનની પ્રક્રિયા
હાથ ધરીને સાધકોનું ખરા અર્થમાં ઘડતર કરનારા સંતો !

 ૨ અ. સાધકોને ભૂલો વિશે ભાન કરાવી દેવું

ઈશ્‍વર દ્વારા એક પણ ભૂલ થતી નથી. તેથી જો તેમની સાથે એકરૂપ થવું હોય, તો સાધકોએ પણ તાલાવેલીપૂર્વક પ્રયત્નો કરવા આવશ્‍યક છે. સંતો સાધકોની ભૂલો ભણી વધારે ધ્‍યાન આપીને ‘ભૂલો થવા પાછળ કયા સ્‍વભાવદોષ છે ?’, તે કહે છે. ‘સાધકોએ શું કર્યું ?’, તેને બદલે ‘તેના દ્વારા શું બાકી રહી ગયું છે ? તેની શું ભૂલ થઈ છે ?’, તેના ભણી ધ્‍યાન દઈને તેને માર્ગદર્શન કરે છે. તેને કારણે સાધકનું વહેલા ઘડતર થઈને તે ઉત્તરોત્તર આનંદી બનતો જાય છે.

૨ આ. ‘સંત સાધકોનું ઘડતર
કેવી રીતે કરે છે ?’, તેનું જીવતું-જાગતું ઉદાહરણ !

શ્રી. યજ્ઞેશ સાવંત

સાધનાનું અત્‍યંત મહત્ત્વનું પાસું એટલે સ્‍વભાવદોષ અને અહં-નિર્મૂલનની પ્રક્રિયા. તેના પર જ સનાતન સંસ્‍થાના સંતો અધિક ભાર મૂકે છે. તે માટે પ્રત્‍યેક સાધકને તાલાવેલીપૂર્વક સહાયતા કરે છે. સ્‍વભાવદોષ અને અહંનું નિર્મૂલન થયા વિના પ્રગતિ નહીં, જ્‍યારે અધોગતિ જ થાય છે. તેથી સદર પ્રક્રિયા ભણી તેઓ અધિક ધ્‍યાન આપે છે. એકવાર એક સાધક દ્વારા વારંવાર એકજ પ્રકારની ભૂલો થતી હતી, ઉદા. સેવાની સુનિશ્‍ચિત કરેલી કાર્યપદ્ધતિઓમાં પોતાના મન પ્રમાણે પરિવર્તન કરવા, સંદેશ આપવાનું ભૂલી જવું, કોઈ ભ્રમણભાષ કરે, તો તે ન ઉપાડવો ઇત્‍યાદિ. એક સંત શાંતિથી અને સાધનાના નવા-નવા દૃષ્‍ટિકોણ આપીને તે સાધકને ભૂલોનું ભાન કરાવી આપતા. ખરું જોતાં તેની તે જ ભૂલો સાંભળીને કોઈપણ કંટાળી જાય અથવા તેના પર ઘણો ગુસ્‍સો કરે; પણ ‘તે સાધકને તે સ્‍થિતિમાંથી બહાર કાઢવો’, એ સાધના છે’, એવો દૃષ્‍ટિકોણ સંતોએ રાખ્‍યો હોવાથી સાધકમાં પરિવર્તન કરાવી લેવાની તાલાવેલી સંતોને વધુ હતી. સંતોએ લીધેલા અનેક સત્‍સંગો દ્વારા અન્‍ય સાધકો પર પણ ભૂલો ન કરવાનું મહત્ત્વ વારંવાર અંકિત થતું ગયું. સંતો ભૂલો બાબતે સમય-અનુરૂપ કઠોર બને છે; પણ પછી તરત જ સંબંધિત સાધકો સાથે તેઓ તેટલા જ પ્રેમથી વાત પણ કરે છે. સાધકોનું ઘડતર કરવાની આ અનોખી પદ્ધતિ કેવળ અને કેવળ સનાતન સંસ્‍થામાં જ જોવા મળી શકે છે.

૨ ઇ. ભૂલોનું પરિમાર્જન કરાવી લેવું

‘મનમાં આવનારા અયોગ્‍ય વિચાર કેવી રીતે પાલટવા ? તેના પર યોગ્ય દૃષ્‍ટિકોણ કેવી રીતે આપવા ? સ્‍વભાવદોષ-નિર્મૂલન અને ગુણસંવર્ધન કેવી રીતે કરવું ?’, આ વિશે સંતો સાધકોને શીખવે છે જ; પરંતુ ‘ભૂલોનું પરિમાર્જન કેવી રીતે કરવું ?’, આ વિશે પણ માર્ગદર્શન કરે છે. ભૂલ સ્‍વીકારવી, સંબંધિતોની ક્ષમા માગવી, ફલક પર ભૂલો લખવી, ખેદ લાગવો, આવા વિવિધ માધ્‍યમો દ્વારા ભૂલોનું પરિમાર્જન થાય છે. તેને કારણે સાધકોની સાધનામાં થનારી હાનિ સમયસર ટળી જાય છે. નવું પ્રારબ્‍ધકર્મ નિર્માણ થતું નથી, તેમજ સાધક ફરી જન્‍મ-મૃત્‍યુના ફેરામાં પણ અટવાતો નથી.

 

૩. સાધનાનાં વિવિધ તત્ત્વો વિશે સંતો
દ્વારા આપવામાં આવતી માર્ગદર્શક શિખામણ !

૩ અ. સાધના, મનની
નિર્મળતા અને અધ્‍યાત્‍મીકરણ વિશે કહેવું

‘વહેવાર અને સાધનામાંનો ફેર, પ્રત્‍યેક બાબતનું અધ્‍યાત્‍મીકરણ કેવી રીતે કરવું ? કાળને અનુસરીને કઈ સાધના કરવી ? પ્રકૃતિને અનુસરીને સાધના કેવી રીતે કરવી ? ચિત્ત પર રહેલા સંસ્‍કારો સ્‍વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા દ્વારા કેવી રીતે દૂર કરવા ?’, આની શિખામણ સંતો દ્વારા જ મળે છે. મન નિર્મળ અને ભાવભક્તિમય બનાવવાની શિખામણ સંતો દ્વારા આપવામાં આવે છે. પરિણામે રસોઈ, કલા, સંગીત, નૃત્‍ય, બાંધકામ, આવા કોઈપણ ક્ષેત્રમાં ત્‍યાં સેવા કરનારો સાધક સાધનામાં વેગથી આગળ ધપે છે. વિવિધ ક્ષેત્રોમાંના સાધકો, તેમજ ઘરે રહીને સાધના કરનારા અનેક સાધકો સંત થયા છે.

૩ આ. ‘ગુરુને એક તત્ત્વ
તરીકે જુઓ’, એવું બોધામૃત સંતોએ આપવું

પહેલાના યુગમાં ‘ગુરુ-શિષ્‍ય’ આ સંબંધ વિશે વિચાર કરીએ તો અને વર્તમાનમાંના કેટલાક સંપ્રદાયોમાં ડોકિયું કરીએ તો ‘એકાદ ગુરુ શિષ્‍યોને ભેગા બેસાડીને માર્ગદર્શન કરી રહ્યા છે’, એવું ચિત્ર સામે દેખાય છે. સનાતન સંસ્‍થામાં ‘ગુરુને એક તત્ત્વ તરીકે જુઓ’, એવી શિખામણ આપવામાં આવે છે. તેને કારણે સાધક તેને માર્ગદર્શન કરનારા સંતોને અથવા અન્‍ય સહસાધક ભણી તત્ત્વ તરીકે જુએ છે. કોઈપણ કોઈનામાં અટવાતો નથી, તેમજ એકજ સમયે અનેક સાધકો સાધનાની દૃષ્‍ટિએ કેળવાય છે.

શ્રી દત્તાત્રેય ભગવાને જે રીતે ૨૪ ગુણગુરુ દ્વારા શીખવાનો પ્રયત્ન કર્યો, તેવી જ રીતે સાધક સાથે રહેલા પ્રત્‍યેક પાસેથી કાંઈક ને કાંઈક શીખવાનો પ્રયત્ન કરે છે. પ્રસારમાં રહેલા સાધકો સમાજમાંની વ્‍યક્તિઓ પાસેથી  શીખે છે, તેમજ તેઓ જે શીખે છે, તેનું આચરણ કરવા પહેલાં સંબંધિતોને પણ પૂછી લે છે. પરિણામે તેઓ શીખવાની સ્‍થિતિમાં રહીને પ્રગતિ કરી લે છે. સાધકોની શીખવાની વૃત્તિ વધે છે. ગુરુએ પ્રત્‍યક્ષમાં માર્ગદર્શન કર્યા વિના પણ ‘સનાતન પ્રભાત’માં સાધના વિશેની પ્રત્‍યેક ચોકટનું સાધકો દ્વારા આજ્ઞાપાલન કરવામાં આવે છે. ગુરુએ પ્રત્‍યેક સમયે પ્રત્‍યક્ષ રીતે શિષ્‍યને કાંઈ કહેવાની આવશ્‍યકતા રહેતી નથી. ‘આજ્ઞાપાલન’ આ શિષ્‍યના સર્વ ગુણોનો રાજા છે. સનાતન સંસ્‍થાના સાધકોએ આ ગુણ કેળવ્‍યો હોવાને કારણે તેઓ તરત જ કૃતિ કરે છે.

૩ ઇ. ‘સમસ્‍યાનું દાયિત્‍વ કેવળ સંબંધિત
સાધકોનું જ હોવાને બદલે તે જેને કોઈને સમજાયું,
તે બધાયનું જ છે’, આ શિખામણ સંતોએ આપવી

એકવાર એક આશ્રમની બહાર પાણી ભેગું થયું હતું. ત્‍યાંથી આવ-જા કરનારા અનેક સાધકોએ તે જોયું હતું. આ પ્રસંગ એક સંતે એક સત્‍સંગમાં વિશદ કર્યો. સંતે સાધકોને કહ્યું, ‘‘અહીં પાણી ભેગું થયું હતું, આ તેની દુરસ્‍તી કરનારા સંબંધિત સાધકનું દાયિત્‍વ તો છે જ; પણ જે સાધકોએ પાણી ભેગું થયું હોવાનું જોઈને પણ કાંઈ જ કૃતિ કરી નથી, તેઓ પણ આના માટે ઉત્તરદાયી છે. તેમની સાધનાની પણ હાનિ થઈ છે.’’ આ દૃષ્‍ટિકોણને કારણે સાધકોને ‘કેવળ આપણી સાથે સંબંધિત સેવા’, એટલું જ જોવું પર્યાપ્‍ત નથી, જ્‍યારે સામે દેખાઈ પડતી ભૂલ, ભલે પછી તે કોઈપણ હોય, તે પોતાની છે, એમ સમજીને સુધાર કરવાનો પ્રયત્ન કરવાથી સાધના થવાની છે’, તેનું ભાન થયું. આમાંથી સાધના તરીકે પ્રત્‍યેક પ્રસંગ ભણી જોવાનું પાસું વિકસિત થાય છે. એ જ સમષ્‍ટિ સાધના છે. આ ભૂલ દ્વારા ‘જે દેખાય તે કર્તવ્‍ય’ આ સાધનાનું પાસું સાધકોના મન પર અંકિત થયું. તેમાંથી સાધકોનો સમાજ અને રાષ્‍ટ્રના પ્રશ્‍નો ભણી જોવાનો દૃષ્‍ટિકોણ વિકસિત થાય છે.

૩ ઈ. પોતાના વર્તન દ્વારા સમષ્‍ટિ
જીવનના પાઠ ભણાવનારા સનાતન સંસ્‍થાના સંતો !

એક સંતની ઓરડીમાં વાતાનુકૂલિત યંત્ર (એ.સી.) છે. ઉનાળાના દિવસોમાં તેઓ નિવાસ કરે છે, તે પરિસરમાં પુષ્‍કળ ગરમી થાય છે; પણ તે સંતે આશ્રમમાં અન્ય ઠેકાણે સાધકો માટે વાતાનુકૂલિત યંત્ર ન હોવાથી પોતે પણ તેનો ઉપયોગ નહીં કરે’ એમ નક્કી કર્યું. આમાંથી સાધકો સમષ્‍ટિ જીવનના પાઠ ભણ્‍યા. ‘અન્‍યોને જો એકાદ સુવિધા નથી, તો તેનો આપણે પણ ઉપયોગ કરવો યોગ્‍ય નથી’, આ બોધ સાધકોને મળ્યો, તેમજ સંતોએ પોતાની આગવી વિશિષ્‍ટતા પણ જાળવી નહીં.

 

૪. સંત અને સામ્‍યવાદ

‘સહુકોઈને બધું જ સરખું જોઈએ’, એમ કહીને નિર્માણ કરેલા સામ્‍યવાદના નામ હેઠળ બરાડા પાડનારા પોતે ગબ્‍બર બની બેઠા છે, જ્‍યારે ગરીબ તો ગરીબ જ રહ્યા છે. સામ્‍યવાદીઓ જ તેમનું શોષણ કરે છે. આનાથી ઊલટું સંત પોતાની નાની-નાની કૃતિઓ દ્વારા સમષ્‍ટિનો વિચાર કરવાનું શીખવે છે. આ જ ખરો સામ્‍યવાદ છે.

આપણે સનાતન સંસ્‍થાની ગુરુ-શિષ્‍ય પરંપરાની વિશિષ્‍ટતાઓ ટૂંકમાં જોઈ. ખરું જોતાં આ વિશિષ્‍ટતાઓ અસીમિત અને અનંત છે. સનાતન સંસ્‍થાના સંત, તેમજ ગુરુ-શિષ્‍ય પરંપરા અનોખી વિશિષ્‍ટતાઓને કારણે એકમેવાદ્વિતીય પુરવાર થાય છે. આવી ગુરુપરંપરા નિર્માણ કરનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !’

 – શ્રી. યજ્ઞેશ સાવંત, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

 

સાધકોની વ્‍યષ્‍ટિ સાધનાનું તારણ લઈને
તેમને આગળના સ્‍તર પર લઈ જનારા સંત !

‘સાધકોની વ્‍યષ્‍ટિ સાધનાનું તારણ લઈને સાધકોને સર્વ સ્‍તર પર માર્ગદર્શન કરવું’, આ સનાતન સંસ્‍થાના સંતોની મહત્ત્વની વિશિષ્‍ટતા છે. સાધનાનું તારણ લેવાથી ‘તેમની ઈશ્‍વરપ્રાપ્‍તિના ધ્‍યેય ભણી ક્રમણ યોગ્‍ય ગતિથી થાય છે ને ? તેમને સાધનામાં કાંઈ શારીરિક, માનસિક, કૌટુંબિક અડચણો તો નથી ને ? સાધકને આનંદ મળે છે ને ?’ ઇત્‍યાદિ વિશે તેઓ તેને અચૂક માર્ગદર્શન કરીને સાધનાના આગળના સ્‍તર પર લઈ જાય છે. અંતર્યામી સંતો બધું જ જાણતા હોવાથી તેઓ જ સાધકોને અચૂક માર્ગદર્શન કરી શકે છે. તેથી તેઓ સમગ્ર દિવસ દરમ્‍યાનની કૃતિઓ સાધના તરીકે અથવા ભગવાનને અપેક્ષિત એવી થવા વિશે માર્ગદર્શન કરે છે.

Leave a Comment