અનુક્રમણિકા
- કચરો વાળવાના સંદર્ભમાં આચાર
- ૧. કચરો ક્યારે વાળવો ?
- ૨. સાવરણીથી કેવી રીતે વાળવું ?
- ૨ અ. વાળતી વેળાએ કમરમાં જમણી બાજુએ નમીને જમણા હાથમાં સાવરણી ઝાલીને કચરો પાછળની દિશાથી આગળની દિશામાં ધકેલતા લઈ જવો
- ૨ આ. પૂર્વ દિશા છોડીને અન્ય કોઈપણ દિશા ભણી વાળતા જવું
- ૨ ઇ. કચરો વાળતી વેળાએ તે અંદરથી બહારની દિશામાં, અર્થાત્ બારણાની દિશામાં આગળ આગળ ધકેલતા લઈ જવો
- ૨ ઈ. કચરો આગળ ધકેલ્યા પછી સાવરણી ભૂમિને ઊલટી દિશામાં ઢસડીને લઈ આવવાને બદલે ઉપાડીને પાછળ લાવીને ભૂમિને ટેકવીને પછી વાળવું
- ૨ ઉ. સાવરણી ભૂમિ પર ઝાપટવી નહીં અથવા તે ભૂમિ પર જોરથી ઘસીને કચરો કાઢવો નહીં
આ લેખમાં આપણે કચરો વાળવો આ કૃતિ પાછળનું શાસ્ત્ર જાણી લઈએ. આ અંતર્ગત ‘કચરો વાળતી વેળાએ સાવરણી ભૂમિ પર શા માટે ન ઝાપટવી’; ‘બને ત્યાં સુધી સાંજે કચરો વાળવાનું ટાળવું’; ‘પૂર્વ દિશા છોડીને અન્ય કોઈપણ દિશા ભણી કચરો વાળવો’, જેવી વિવિધ કૃતિઓ પાછળની અધ્યાત્મશાસ્ત્રીય કારણમીમાંસા વિશદ કરવામાં આવી છે.
કચરો વાળવાના સંદર્ભમાં આચાર
૧. કચરો ક્યારે વાળવો ?
અ. સવારે જ કચરો શા માટે વાળવો ?
‘ઘર ગંદુ થયું હોય, તો ભાવપૂર્ણ રીતે નામજપ કરતા કરતા ક્ષાત્રભાવ રાખીને ગમે તે સમયે કચરો વાળવો. એમ કરીએ, તો જ કચરો વાળવાની કૃતિ દ્વારા નિર્માણ થનારા ત્રાસદાયક સ્પંદનોનો શરીર પર પ્રભાવ પડશે નહીં. પોતાને કર્મબંધનના આચારરૂપી નિયમો લાગુ કરીને સવારે જ, અર્થાત્ રજ-તમયુક્ત ક્રિયાને અવરોધ કરનારા સમયે જ આ કર્મ કરી લેવું.
આ. સાંજે ન વાળવા પાછળનું શાસ્ત્ર
સવારે એકવાર જ વાળવું. સાંજે વાળવું નહીં; કારણકે આ સમયે વાયુમંડળમાં રજ-તમયુક્ત સ્પંદનોનો સંચાર મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી કચરો વાળવાની રજ-તમયુક્ત ક્રિયા સાથે સંબંધ ધરાવતી આ પ્રક્રિયા દ્વારા અનિષ્ટ શક્તિઓનો ઘરમાં પેસારો થવાની સંભાવના વધારે હોય છે. સવારનું વાયુમંડળ સત્ત્વપ્રધાન હોવાથી આ વાયુમંડળ કચરો વાળવાની રજ-તમયુક્ત દર્શક ક્રિયા દ્વારા નિર્માણ થનારા ત્રાસદાયક સ્પંદનો પર યથાયોગ્ય અંકુશ મૂકે છે; તેથી આ ક્રિયાનો કોઈને પણ ત્રાસ થતો નથી.
ઇ. સાંજ પહેલાં વાળી લેવું
સંકલક : સમગ્ર દિવસ ઘરમાં આવેલો કચરો સાંજે વાળીએ તો ત્યાર પછી આવનારા રજ-તમયુક્ત સ્પંદનો વાસ્તુમાં ઓછા પ્રમાણમાં આકર્ષિત થાય છે. તે માટે સાંજે પણ કચરો વાળે છે. પરંતુ તમે ‘સાંજે વાળવું નહીં’, એમ શા માટે કહ્યું છે ?
એક વિદ્વાન : કળિયુગમાં જીવ રજ-તમપ્રધાન હોવાથી તેમના હાથે ઘડનારા, તેમજ રજ-તમયુક્ત સ્પંદનોને આકર્ષિત કરનારાં કર્મો બને ત્યાં સુધી સાંજે ન કરવાં. સાંજે રજ-તમયુક્ત લહેરોનું વાયુમંડળમાં સંચારણ વધે છે. કચરો વાળવો, આ કૃતિ દ્વારા ભૂમિ સાથે સંલગ્નતા સાધ્ય કરીને થનારી ઘર્ષણાત્મક કૃતિ દ્વારા પાતાળમાંના ત્રાસદાયક સ્પંદનોની ગતિ હજી વધે છે અને કચરો વાળીને બહાર નાખવાની કૃતિ કરતાં નાદના સ્તર પર સૂક્ષ્મ સ્વરૂપમાં વાસ્તુમાં રજ-તમયુક્ત સ્પંદનો ફરતા રહેવાનું પ્રમાણ જ વધે છે.
તે માટે બને ત્યાં સુધી સાંજનો સમય ટળી ગયા પછી વાળવું નહીં. તેથી ‘બને ત્યાં સુધી સાંજે કચરો વાળવાનું ટાળવું’, એમ કહ્યું છે. સાંજ પહેલાં વાળવું એ ન્યૂનતમ નાદ દ્વારા ઓછી રજ-તમયુક્ત લહેરો આકર્ષિત કરનારું હોય છે. ‘સાંજે ઘરમાં લક્ષ્મીજી પધારવાનો સમય હોય છે’, એમ કહેવામાં આવે છે. અર્થાત્ સાંજ પહેલાં વાળીને સાંજે તુલસી ક્યારે દીવો કરવાથી શક્તિરૂપી લહેરો દીવા ભણી આકર્ષિત થઈને વાસ્તુમાં પ્રવિષ્ટ થાય છે. આ તેજદાયી દેવત્વને કારણે વાસ્તુનું સાંજના ત્રાસદાયક સ્પંદનો સામે રક્ષણ થાય છે.’ (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ૨૬.૧૦.૨૦૦૭, બપોરે ૫.૨૦)
૨. સાવરણીથી કેવી રીતે વાળવું ?
૨ અ. વાળતી વેળાએ કમરમાં જમણી
બાજુએ નમીને જમણા હાથમાં સાવરણી ઝાલીને કચરો
પાછળની દિશાથી આગળની દિશામાં ધકેલતા લઈ જવો
૨ અ ૧. કમરમાં વળવાથી થનારી પ્રક્રિયા : ‘વાળતી વેળાએ કમરમાં નમવાથી નાભિચક્ર પર દબાણ આવીને પંચપ્રાણ જાગૃત અવસ્થામાં રહે છે. (વળીને કચરો વાળતી વેળાએ શરીરમાં શક્તિની લહેરો વધારે પ્રમાણમાં નિર્માણ થાય છે. – સંકલક) કચરો ગોઠણમાંથી વળીને કાઢવાથી ગોઠણના પોલાણમાં સંગ્રહિત અથવા ઘનીભૂત થયેલી રજતમાત્મક વાયુધારણાને ગતિ મળી શકે છે. આ રીતે કચરો વાળતી વેળાએ પાતાળમાંથી વાયુમંડળમાં ઉત્સર્જિત થનારાં ત્રાસદાયક સ્પંદનો દેહ ભણી આકર્ષિત થવાની બીક હોય છે; તેથી રજ-તમયુક્તતાનું દેહમાં સંવર્ધન કરનારી આવી કૃતિ ટાળવી.
૨ અ ૨. જમણી બાજુ નમવાથી થનારી પ્રક્રિયા : જમણી બાજુ નમીને વાળવાથી શરીરમાંની સૂર્યનાડી જાગૃત રહે છે અને તે તેજના સ્તર પર દેહનું ભૂમિમાંથી ઉત્સર્જિત થનારા ત્રાસદાયક સ્પંદનો સામે રક્ષણ થાય છે.’
– એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ૨૬.૧૦.૨૦૦૭, બપોરે ૫.૨૦)
૨ આ. પૂર્વ દિશા છોડીને અન્ય કોઈપણ દિશા ભણી વાળતા જવું
૨ આ ૧. વાળતી વેળાએ પૂર્વ દિશા ભણી જવાથી કચરામાંના રજ-તમ કણો અને લહેરોને કારણે પૂર્વ ભણીથી આવનારી દેવતાઓની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થવી : ‘પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે. તેથી કચરો કાઢતા કાઢતા પૂર્વ ભણી જવું અયોગ્ય છે. પૂર્વ દિશા છોડીને અન્ય કોઈપણ દિશામાં કચરો કાઢતા કાઢતા જઈ શકીએ.’
– ઈશ્વર (કુ. મધુરા ભોસલેના માધ્યમ દ્વારા, ૨૮.૧૧.૨૦૦૭, રાત્રે ૧૦.૫૫)
૨ ઇ. કચરો વાળતી વેળાએ તે અંદરથી બહારની
દિશામાં, અર્થાત્ બારણાની દિશામાં આગળ આગળ ધકેલતા લઈ જવો
૨ ઇ ૧. કચરો બારણાની દિશામાં લઈ જવાથી ઓરડામાંના ત્રાસદાયક સ્પંદનો બારણામાંથી બહાર જવા
કચરો કાઢતા કાઢતા તે બારણાની દિશામાં લઈ જવાની પદ્ધતિ છે. તે ભૌતિક અને માનસિક દૃષ્ટિએ સગવડભર્યું છે. અધ્યાત્મની દૃષ્ટિએ જોઈએ તો ઓરડામાંની શક્તિ (ત્રાસદાયક સ્પંદનો) બારણામાંથી બહાર જાય છે; તેથી તેવી રીતે કચરો વાળવાનું સરળ લાગે છે. ઊલટી દિશામાં કચરો વાળતી વેળાએ ત્રાસ જણાય છે.
૨ ઈ. કચરો આગળ ધકેલ્યા પછી
સાવરણી ભૂમિને ઊલટી દિશામાં ઢસડીને લઈ આવવાને
બદલે ઉપાડીને પાછળ લાવીને ભૂમિને ટેકવીને પછી વાળવું
૨ ઈ ૧. શાસ્ત્ર : ‘કચરો વાળતી વેળાએ તે આગળ આગળ ધકેલતા જવું. એકવાર કચરો આગળ ધકેલ્યા પછી સાવરણી પાછી ઢસડતી લાવીને કચરો વાળવો નહીં; કારણકે આ ઘર્ષણયુક્ત ક્રિયા દ્વારા ભૂમિ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરનારા ગતિમાન વમળની નિર્મિતિ થાય છે અને વાળતી વેળાએ ભૂમિથી જોડાયેલા પટ્ટામાં પાતાળમાંથી ઉત્સર્જિત થનારાં ત્રાસદાયક સ્પંદનો આ વમળમાં ઘનીભૂત થાય છે. તેથી ભલે વાળી લીધું હોય, તો પણ સૂક્ષ્મમાંથી તો વાસ્તુમાં અશાંતિ જ રહે છે; તેથી સાવરણી ઊલટી દિશામાં પાછળ લાવીને વાળવાની કૃતિ ટાળવી. પ્રત્યેક સમયે આગળથી પાછળ આવતી સમયે સાવરણી ભૂમિને ઊલટી દિશામાં ઘસીને લાવવાને બદલે ઉપાડીને પાછળ લાવીને ભૂમિને ટેકવીને પછી વાળવું.’ – એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા ૨૬.૧૦.૨૦૦૭, બપોરે ૫.૨૦)
૨ ઉ. સાવરણી ભૂમિ પર ઝાપટવી નહીં
અથવા તે ભૂમિ પર જોરથી ઘસીને કચરો કાઢવો નહીં
૨ ઉ ૧. શાસ્ત્ર : ‘વાળતી વેળાએ સાવરણી ભૂમિ પર ઝાપટવી અથવા તે ભૂમિ પર જોરથી ઘસીને વાળવું આના જેવી ત્રાસદાયક નાદ ઉત્પન્ન કરનારી કૃતિઓને કારણે પાતાળમાંનાં તેમજ વાસ્તુમાંનાં ત્રાસદાયક સ્પંદનો કાર્યરત થાય છે અને કાલાંતરે આ લહેરોનું વાતાવરણમાં પ્રક્ષેપણ ચાલુ થવાથી વાસ્તુમાંની અનિષ્ટ શક્તિઓનો સંચાર પણ વધે છે; ત્રાસદાયક સ્પંદનોમાં વૃદ્ધિ થાય છે; તેથી બને ત્યાં સુધી આવી બાબતો ટાળવી. ઉપરોક્ત સર્વ કૃતિઓ તમોગુણી વૃત્તિનું નિર્દેંશક છે.’ – એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા ૨૮.૧.૨૦૦૫, રાત્રે ૮.૨૦)