દત્ત ભગવાનનાં પ્રમુખ તીર્થક્ષેત્રો

Article also available in :

દત્ત ભગવાન

 

૧. માહુર : તાલુકો કિનવટ, જિલ્‍લો નાંદેડ, મહારાષ્‍ટ્ર.

૨. ગિરનાર : જૂનાગઢ પાસે, સૌરાષ્‍ટ્ર. તેને ૧૦ સહસ્ર પગથિયાં છે.

૩. કારંજા : શ્રી નૃસિંહ સરસ્‍વતીનું જન્‍મસ્‍થાન. લાડ-કારંજે આ તેનું બીજું નામ છે. કાશીના બ્રહ્માનંદ સરસ્‍વતીએ આ સ્‍થાન પર પ્રથમ દત્તમંદિર ઊભું કર્યું.

૪. ઔદુંબર : શ્રી નૃસિંહ સરસ્‍વતીએ અહીં ચાતુર્માસ-નિવાસ કર્યો. આ સ્‍થાન મહારાષ્‍ટ્રમાં ભિલવડી સ્‍થાનકથી ૧૦ કિ.મી. અંતર પર કૃષ્‍ણા નદીના કાંઠે છે.

૫. નરસોબાચી વાડી : આ સ્‍થાન મહારાષ્‍ટ્રમાં છે અને અહીં શ્રી નૃસિંહ સરસ્‍વતી બાર વર્ષ સુધી રહ્યા. અહીં કૃષ્‍ણા અને પંચગંગા નદીઓનો સંગમ છે. આ ટેંબેસ્‍વામીનું પ્રેરણાસ્‍થાન છે.

નરસોબાચી વાડી

દત્ત ભગવાનના સર્વ જ તીર્થક્ષેત્રો અતિશય જાગૃત છે. આ તીર્થક્ષેત્રોની મુલાકાત લીધા પછી શક્તિની અનુભૂતિ ઘણાં ભક્તોને આવે છે. નરસોબાચી વાડી સ્‍થાન કેટલું જાગૃત છે, તેની પ્રતીતિ આગળ જણાવેલી અનુભૂતિ પરથી આવશે.

અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે નૃસિંહવાડી ખાતેના
દત્તમંદિરમાં અસ્‍વસ્‍થ લાગવું અને ત્‍યારપછી નબળાઈ આવીને માથું દુઃખવું

હું, મારાં પત્ની અને સાસુ, સાંગલી પાસેના નૃસિંહવાડી ખાતેના દત્તમંદિરમાં ગયા હતા. ત્‍યાં થોડા સમયમાં જ મને અસ્‍વસ્‍થ લાગવા માંડ્યું. ભગવાનના દર્શન લીધા પછી પ્રદક્ષિણા ફરતી વેળાએ પ્રદક્ષિણાની સંખ્‍યા સાથે મારી અસ્‍વસ્‍થતા વધવા લાગી. તેમ છતાં એક શક્તિ મને આગળ ધકેલતી હતી, એવું જણાયું. પછી થોડા કલાક મારું માથું દુઃખતું હતું અને સમગ્ર દિવસ નબળાઈ પણ જણાઈ. – એક સાધક

(અનિષ્‍ટ શક્તિનો ત્રાસ ધરાવતી વ્‍યક્તિ નરસોબાવાડી જેવા જાગૃત સ્‍થાને ગયા પછી ત્‍યાંની સાત્ત્વિકતા અનિષ્‍ટ શક્તિને સહન થતી નથી અને તેને કારણે અનિષ્‍ટ શક્તિનું પ્રગટીકરણ થવાનો આરંભ થઈ શકે છે. સાધકને દત્તમંદિરમાં ગયા પછી અસ્‍વસ્‍થ લાગવા માંડવું, એ તેનું જ લક્ષણ છે. તેમ છતાં સાધકનો ઈશ્‍વર પ્રત્‍યેનો ભાવ હોય, તો તેને ઈશ્‍વર સહાયતા કરે છે, આ વાત સાધકને પ્રદક્ષિણા પૂર્ણ કરવામાં એક સારી શક્તિએ સહાયતા કરી આના પરથી ધ્‍યાનમાં આવે છે. દત્તસ્‍થાનમાંનું ચૈતન્‍ય અને અનિષ્‍ટ શક્તિમાંનું યુદ્ધક્ષેત્ર એટલે સાધકનું શરીર હોવાથી, યુદ્ધ પછીનું પરિણામ સાધકની પ્રાણશક્તિ ઓછી થવામાં થયું. તેને કારણે સાધકને નબળાઈ લાગવી ઇત્‍યાદિ ત્રાસ થયા. – સંકલક)

૬. ગાણગાપુર : આ પુણે-રાયચુર માર્ગ પર કર્ણાટકમાં છે. અહીં ભીમા અને અમરજા  નદીઓનો સંગમ છે. અહીં શ્રી નૃસિંહ સરસ્‍વતીએ ત્રેવીસ વર્ષ નિવાસ કર્યો અને અહીં જ સર્વ કાર્ય કર્યું. અહીંથી જ તેમણે શ્રીશૈલ ખાતે પ્રયાણ કર્યું.

૭. કુરવપુર : કર્ણાટક. રાયચુરથી વાહનથી પલ્‍લદિની સુધી (કુરગુડ્ડી) જઈ શકાય છે. આગળ કૃષ્‍ણા નદીના પાણીમાં આ બેટ છે. આ શ્રીપાદ શ્રીવલ્‍લભનું કાર્યસ્‍થાન છે.

૮. પીઠાપુર : આંધ્રપ્રદેશ. શ્રીપાદ શ્રીવલ્‍લભનું જન્‍મસ્‍થાન. ટેંબેસ્‍વામીએ તેનો ઉજેર કર્યો.

૯. વારાણસી : અહીં નારદઘાટ પર દત્તાત્રેય મઠ છે. શ્રી નૃસિંહ સરસ્‍વતીના વંશજ આજે પણ ત્‍યાં છે. તેમની અટક કાળે છે. આગળ કાળેનો અપભ્રંશ કાલિયા થયો. કાલિયા નામનો બગીચો અને શેરી આજે પણ ત્‍યાં છે.

૧૦. શ્રીશૈલ : ભાગ્‍યનગર (હૈદ્રાબાદ) પાસે છે. શ્રી નૃસિંહ સરસ્‍વતીએ ત્‍યાં ગમન કર્યું.

૧૧. ભટ્ટગાવ (ભડગાવ) : આ કાઠમાંડૂ થી ૩૫ કિ.મી. અંતર પર છે.

૧૨. પાંચાળેશ્‍વર : જિલ્‍લો બીડ, મહારાષ્‍ટ્ર.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘દત્ત’ ભાગ ૧ (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં)

Leave a Comment