પુરુષોના અલંકાર

Article also available in :

અનુક્રમણિકા

પ્રાચીન સમયમાં પુરુષોએ અલંકાર પહેરવાની પ્રથા હતી. વર્તમાનમાં મોટાભાગના પુરુષો અલંકાર પહેરતા નથી. તેની પાછળનાં કેટલાંક કારણો તેમજ પહેલાં પુરુષો વાપરી રહેલા કેટલાક અલંકારોનું મહત્ત્વ આ લેખ દ્વારા જાણી લઈએ.

 

૧. અલંકારો આકર્ષણના પ્રતીક હોવાને
કારણે પુરુષ સર્વસામાન્‍ય રીતે અલંકાર પહેરતા ન હોવા

સંકલક : પહેલાંના કાળમાં પુરુષોએ અલંકાર પહેરવાની પદ્ધતિ હતી; પરંતુ અત્‍યારના કાળમાં મોટા ભાગના પુરુષો અલંકાર પહેરતા નથી. પુરુષોએ અલંકાર પહેરવા યોગ્‍ય કે અયોગ્‍ય ?

એક જ્ઞાની : પુરુષ એ માયારૂપી અમાપ વિસ્‍તારમાં સજનારા વૈરાગ્‍યરૂપી શિવતત્ત્વનું દર્શક હોય છે. વૈરાગ્‍યસ્‍વરૂપ શિવતત્ત્વ એ માયાના આધારે કાર્ય કરે છે; પરંતુ તે માયાના સ્‍વરૂપને પોતાનામાં આકર્ષિત કરી લેતું નથી. અલંકાર આકર્ષણનું પ્રતીક હોવાથી પુરુષ સર્વસામાન્‍ય રીતે અલંકાર પહેરતા નથી.

– શ્રી. નિષાદ દેશમુખના માધ્‍યમ દ્વારા, ૧૭.૬.૨૦૦૭, સાંજે ૭.૦૯

 

૨. પુરુષોના અલંકારોના કેટલાક પ્રકાર અને તેમના લાભ

૨ અ. મુગટ

૧. તેજના સ્‍તર પર સૂર્યનાડી દ્વારા સતત
સજાગતા અને કાર્યરતતા ટકાવવી શક્ય હોવું

‘પહેલાંના કાળમાં રાજાના માથા પર રહેલો મુગટ એ માથાના પરિઘ પરના બિંદુઓ પર વર્તુળાકાર પદ્ધતિથી એક સરખું જ દબાણ નિર્માણ કરીને તેમાં સમાયેલા પોલાણ દ્વારા બ્રહ્માંડમાંની શક્તિતત્ત્વાત્‍મક લહેરોને પોતાના ભણી આકર્ષિત કરીને દેહમાં તેજનું સંવર્ધન કરવા માટે પૂરક બનતો હતો. તેને લીધે તેમને તેજના સ્‍તર પર સૂર્યનાડી દ્વારા સતત સજાગતા અને કાર્યરતતા ટકાવી રાખવું શક્ય બનતું હતું.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૨.૧૦.૨૦૦૭, રાત્રે ૮.૩૩)

૨. સાત્ત્વિક રાજાઓએ સુવર્ણ મુગટ ધારણ
કરવાથી તેમની બુદ્ધિ સાત્ત્વિક થઈને તેમને દેવતાઓ દ્વારા
જ્ઞાન ગ્રહણ કરતા આવડવું અને સર્વ પ્રસંગોમાં યોગ્‍ય નિર્ણય આપી શકવો

સાત્ત્વિક રાજાઓએ મુગટ ધારણ કરવાથી તેમાં રહેલી સાત્ત્વિકતાને લીધે તેમની બુદ્ધિ સાત્ત્વિક થતી. બ્રહ્મદેવ અને શ્રી સરસ્‍વતીદેવી દ્વારા પ્રક્ષેપિત થનારી જ્ઞાન લહેરો તેઓ સહેજતાથી ગ્રહણ કરી શકતા હતા. તેના કારણે તેમની વૃત્તિ ઊંડો વિચાર કરવાની હતી અને તેમની નિર્ણયક્ષમતા પણ સારી હતી. તેઓ પ્રજાને યોગ્‍ય નિર્ણય આપતા હતા. પ્રજાની સર્વ અડચણો પર ઉત્તમ ઉપાયયોજના શોધી આપતા હતા. જ્ઞાનને કારણે તેમની બુદ્ધિ સાત્ત્વિક થઈને તેમનો વિવેક સતત જાગૃત રહેતો અને દેવતાઓ દ્વારા સમય સમય પર મળનારા માર્ગદર્શનને કારણે કઠિન પ્રસંગમાં પણ તેઓ યોગ્‍ય નિર્ણય અને ન્‍યાય આપી શકતા હતા. તેને લીધે એવા રાજાઓની બધી રાજ્‍યવ્‍યવસ્‍થા કુશળતાપૂર્વક ચાલતી હતી.

૩. મુગટમાં રહેલાં રત્નોમાં ઉચ્‍ચ
દેવતાઓની શક્તિ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિ આ સ્‍તર
પરની સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ લહેરો હીરાના રંગ પ્રમાણે આકર્ષિત થવી

‘મુગટનો પૃષ્‍ઠભાગ સોનાનો હોય છે અને તેના પર વિવિધ રત્નો અને હીરા જડેલા હોય છે. મુગટના સોનામાં ઉચ્‍ચદેવતાઓની સૂક્ષ્મતમ સ્‍તર પરની તત્ત્વલહેરો આકર્ષિત થાય છે. મુગટમાં રહેલા રત્નોમાં ઉચ્‍ચ દેવતાઓની શક્તિ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિ આ સ્‍તર પરની સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ લહેરો રત્નોના રંગ પ્રમાણે આકર્ષિત થાય છે, ઉદા. ગુલાબી અને લાલ રંગ ભણી શક્તિની, પીળા રંગ ભણી ચૈતન્‍યની, વાદળી રંગ ભણી આનંદની, જ્‍યારે શ્‍વેત રંગ ભણી શાંતિની લહેરો આકર્ષિત થાય છે.

૪. મુગટમાં રહેલા પોલાણમાં
ઉચ્‍ચ દેવતાઓનું નિર્ગુણ તત્ત્વ કાર્યરત હોવું

મુગટમાં રહેલા પોલાણમાં ઉચ્‍ચ દેવતાઓનું નિર્ગુણ તત્ત્વ કાર્યરત હોય છે. મુગટ ધારણ કરવાથી રાજાઓને ઉચ્‍ચ દેવતાઓના સગુણ-નિર્ગુણ એમ બન્‍ને સ્‍તરનાં તત્ત્વોનો લાભ થઈને જ્ઞાન, પરાક્રમ ઐશ્‍વર્ય, યશ, કીર્તિ ઇત્‍યાદિ ગુણોની પ્રાપ્‍તિ થઈને તેને રાજાના કર્તવ્‍યો સારી રીતે પૂર્ણ કરતા આવડતું હતું.

૫. મુગટ પહેર્યા પછી મુગટનો ભાર
(વજન) માથા પર આવીને માથાના વિવિધ બિંદુઓ પર
દબાણ આવીને બિંદુદબાણ (ઍક્યુપ્રેશર) અને આધ્‍યાત્‍મિક ઉપાય થાય છે.’

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, રાત્રે ૧૧)

૨ આ. કુંડળ

‘પહેલાંના કાળમાં ઋષિમુનિઓ અને રાજાઓ કાનમાં કુંડળ પહેરતા. કુંડળ પહેરવાથી કાનની બૂટ પર રહેલા બિંદુઓ પર દબાણ આવીને જીવના દેહમાં વૈરાગ્‍ય ભાવનું સંવર્ધન થતું હતું.

૨ ઇ. વાળિયું

કાનમાં પહેરવામાં આવતું મોતીનું વાળિયું એ પુરુષોના સંયમમાં વધારો કરનારું, એટલે કે ક્રિયાના સ્‍તર પર સંયમ રાખનારું છે.

૨ ઈ. રુદ્રાક્ષની બંધનમાળા

પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ બાવડા અને કાંડામાં રુદ્રાક્ષની બંધનમાળા પહેરતા. આ માળા હાથના બિંદુઓ પર આવશ્‍યક તેટલું દબાણ આપીને શરીરને બળવર્ધક રહેલી અને કાર્યને સ્‍ફૂર્તિ આપનારી એવી શક્તિ શરીરમાં સંક્રમિત કરતી અને કાર્યના ઉતાવળાપણને અંકુશમાં રાખતી.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (સદ્‌ગુરુ) સૌ. અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૨.૧૦.૨૦૦૭, રાત્રે ૮.૩૩)

૩. હવે પુરુષ ગળામાં સોનાની અથવા ચાંદીની સાંકળી, આંગળીમાં એક અથવા વધારે વીંટીઓ અને કેટલાક પુરુષો બાવડા પર રુદ્રાક્ષોની માળા આ અલંકાર પરિધાન કરતા હોવાનું જોવા મળે છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અલંકારશાસ્‍ત્ર’

Leave a Comment