શ્‍વાસ સાથે નામજપ જોડી શકાય, તે માટે પૂ. ભગવંતકુમાર મેનરાયે કરેલું માર્ગદર્શન

Article also available in :

‘સાધકોએ અખંડ નામજપ કરવાનું ધ્‍યેય સાધ્‍ય કરવા માટે નામજપને અખંડ થનારી એકાદ કૃતિ સાથે જોડવો જોઈએ. આપણા શરીરમાં ચાલુ રહેલો શ્‍વાસ જ કેવળ અખંડ ચાલુ હોવાનું જણાતું હોવાથી આપણે નામજપ અખંડ કરવા માટે તે શ્‍વાસોચ્‍છવાસની ક્રિયા સાથે નીચે જણાવ્‍યા પ્રમાણે જોડી શકીએ.

પૂ. ભગવંતકુમાર મેનરાય

 

૧. શ્‍વાસ સાથે નામજપ જોડવાની પ્રક્રિયા

૧. કોઈપણ કૃતિ કર્યા વિના આંખો ઉઘાડી રાખીને શાંતિથી બેસો.

૨. હવે આંખો બંધ કરીને પોતાના શ્‍વાસ ભણી ધ્‍યાન આપો.

૩. પોતાનો શ્‍વાસ કઈ લયમાં ચાલુ છે, તેનું નિરીક્ષણ કરીને નામજપ શ્‍વાસની લય સાથે જોડો, ઉદા. ‘ૐ નમઃ શિવાય ।’ આ નામજપ શ્‍વાસ સાથે જોડતી વેળાએ શ્‍વાસ લેતી સમયે ‘ૐ નમઃ’ બોલવું અને શ્‍વાસ છોડતી વેળાએ ‘શિવાય’ બોલવું. આ રીતે શ્‍વાસ સાથે નામજપ જોડવાથી તે અખંડ ચાલુ થાય છે.

 

૨. શ્‍વાસ સાથે નામજપ જોડતી વેળાએ ધ્‍યાનમાં રાખવાનાં સૂત્રો

સાધકોએ એમ ધ્‍યાનમાં રાખવું કે, તેમણે નામજપ શ્‍વાસ સાથે જોડવાનો છે અને શ્‍વાસ નામજપ સાથે જોડવાનો નથી, એટલે નામજપની લયમાં શ્‍વાસોચ્‍છવાસ કરવાનો નથી, જ્‍યારે શ્‍વાસની લયમાં નામજપ કરવાનો છે.

 

૩. શ્‍વાસ સાથે નામજપ જોડવાથી થનારા લાભ

૩ અ. શ્‍વાસ સાથે સંબંધિત ત્રાસ ઓછા થવા

અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે સાધકોને શ્‍વાસ લેતી વેળાએ ત્રાસ થાય છે. શ્‍વાસ સાથે નામજપ જોડવાથી અનિષ્‍ટ શક્તિઓ સાધકોના શ્‍વાસ પર નિયંત્રણ મેળવી શકતી નથી. તેને કારણે સાધકોને થનારા શ્‍વાસ સાથે સંબંધિત ત્રાસ ઓછા થાય છે.

૩ આ. મનમાં આવનારા અનાવશ્‍યક
અને નકારાત્‍મક વિચારોનું પ્રમાણ ઓછું થવું

શ્‍વાસ સાથે નામ જોડવાથી સાધકોના મનમાં પ્રત્‍યેક શ્‍વાસ સાથે કેવળ ભગવાનના જ વિચાર આવે છે. તેને કારણે તેમના મનમાંના અનાવશ્‍યક અને નકારાત્‍મક વિચારોનું પ્રમાણ ઓછું થાય છે.

૩ ઇ. નિદ્રામાં પણ નામજપ ચાલુ રહેવો

શ્‍વાસ સાથે નામજપ જોડવાથી નામજપ સળંગ ચાલુ રહે છે. તેને કારણે તે કેવળ જાગૃત અવસ્‍થામાં જ નહીં, જ્‍યારે સ્‍વપ્ન અવસ્‍થામાં પણ, અર્થાત્ ઊંઘમાં પણ નામજપ ચાલુ રહે છે.

૩ ઈ. સૂક્ષ્મમાંની અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ થવું

ભગવાનના નામજપમાં તેમની શક્તિ અને ચૈતન્‍ય કાર્યરત હોય છે. અખંડ નામજપ કરવાથી સાધકો ફરતે ભગવાનની શક્તિ અને ચૈતન્‍યનું અભેદ્ય સંરક્ષણ-કવચ કાર્યરત રહે છે. તેને કારણે તેમનું સૂક્ષ્મમાંની અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ થાય છે.

૩ ઉ. અનિષ્‍ટ શક્તિઓના વિવિધ ત્રાસ ઓછા થવા

ભગવાનના નામને કારણે સકારાત્‍મક ઊર્જા નિર્માણ થઈને ત્રાસદાયક શક્તિ નષ્‍ટ થાય છે. સાધકોનો જો અખંડ નામજપ ચાલુ હશે, તો અનિષ્‍ટ શક્તિઓ સાધકોની નજીક જઈ શકતી નથી. તેને કારણે સાધકોને થનારા અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ ઓછા થાય છે.

૩ ઊ. શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ શકવી

ભગવાનના નામજપ સાથે તેમના ગુણ પણ કાર્યરત હોવાથી અખંડ નામજપ કરવાથી શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિની અનુભૂતિ સાધકોને થઈ શકે છે.

૩ એ. વિવિધ વાણીઓના નામજપનો અનુભવ થઈ શકવો

તેને કારણે સાધકોને વૈખરી, મધ્‍યમા, પશ્‍યંતિ અને પરા વાણીમાંનો નામજપ કેવી રીતે ચાલુ થાય છે, તેનો અનુભવ થઈ શકશે.’

 (પૂ.) શ્રી. ભગવંતકુમાર મેનરાય, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧.૯.૨૦૧૭)

Leave a Comment