અનુક્રમણિકા
- ૧. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તે તે દિવસે તે તે શ્રાદ્ધવિધિ કરવી આવશ્યક
- ૨. આર્ય સમાજની પદ્ધતિ અનુસાર નહીં, જ્યારે સનાતન ધર્મ અનુસાર શ્રાદ્ધ કરવાથી લિંગદેહને તે તે સમયે લાભ થવો
- ૩. શ્રાદ્ધ કરવા માટે અસમર્થ હોય તેમણે કેવળ અંત:સ્થ તાલાવેલીથી ભાવપૂર્ણ પ્રાર્થના કરવાથી પણ તેને શ્રાદ્ધનું ફળ મળવું
- ૪. શ્રાદ્ધની મર્યાદા
હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલી વ્યક્તિની શ્રાદ્ધવિધિ પ્રતિવર્ષે કરવા માટે કહ્યું છે. કેટલાક નિરિશ્વરવાદીઓ તેનો વિરોધ કરતા જોવા મળે છે. શ્રાદ્ધવિધિ ન કરવાથી શું થઈ શકે અને સાધનાનું જીવનમાં રહેલું મહત્ત્વ આ લેખ દ્વારા જાણી લઈએ.
૧. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તે તે દિવસે તે તે શ્રાદ્ધવિધિ કરવી આવશ્યક
સંકલક : હમણાના કાળમાં વરસી કરવા કરતાં બારમા દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ કરે છે. આ યોગ્ય છે કે અયોગ્ય ?
એક વિદ્વાન :
૧. બારમા દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ કરવું, એ પૂરતું ન હોવાનાં કારણો
અ. સર્વસામાન્ય જીવ દ્વારા કરવામાં આવનારી પ્રત્યેક વિધિમાં જો ભાવ ન હોય, તો ફળપ્રાપ્તિ કેવળ ૧૦ ટકા જેટલી જ હોય છે.
આ. લિંગદેહ સાધના કરનારા ન હોવાથી તેમની ફરતે રહેલા વાસનાયુક્ત કોષોમાંથી પ્રક્ષેપિત થનારી રજ-તમયુક્ત લહેરોનું પ્રમાણ તેમની આસક્તિના પ્રમાણમાં પાલટનારું હોય છે.
તેથી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ કરીને સાધના ન કરનારા જીવને આગળ જવા માટે બળ ઉત્પન્ન કરી આપવું, એે પિતૃઋણ ચૂકતે કરનારા જીવનું પ્રથમ કર્તવ્ય બને છે.
૨. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શ્રાદ્ધવિધિ ન કરવાથી થનારી હાનિ
અ. લિંગદેહ એકજ નિશ્ચિત કક્ષામાં વર્ષો સુધી અટવાઈ પડે છે.
આ. અટવાયેલા લિંગદેહ માંત્રિકોના નિયંત્રણમાં જઈને તેમના કહેવા પરથી કુટુંબીજનોને ત્રાસ આપી શકે છે. લિંગદેહ આગળ જવાને બદલે એક નિશ્ચિત કક્ષામાં અટવાયા હોવાથી તેમના કોષમાંથી પ્રક્ષેપિત થનારી કુટુંબીજનો સાથે સંકળાયેલી આસક્તિદર્શક લેણદેણયુક્ત લહેરોના પ્રાદુર્ભાવ હેઠળ કુટુંબીજનો રહેવાથી તેમને ત્રાસ થવાની શક્યતા વધારે હોય છે. – (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ૭.૯.૨૦૦૫, સવારે ૧૧.૫૦)
૨. આર્ય સમાજની પદ્ધતિ
અનુસાર નહીં, જ્યારે સનાતન ધર્મ
અનુસાર શ્રાદ્ધ કરવાથી લિંગદેહને તે તે સમયે લાભ થવો
સંકલક : સનાતન ધર્મ અનુસાર મૃત વ્યક્તિનું બારમા દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. આર્ય સમાજમાં ચોથા દિવસે શ્રાદ્ધ કરે છે અને ત્યાર પછી શ્રાદ્ધ કરતા નથી. એ કેટલે અંશે યોગ્ય ગણાય ?
એક વિદ્વાન : ચોથા દિવસે શ્રાદ્ધની ફળપ્રાપ્તિ શૂન્ય ટકા જેટલી જ હોય છે; કારણકે ચોથા દિવસે મૃતદેહ પર તે જીવિત હોવાનો સંસ્કાર દૃઢ હોવાને લીધે તેની ફરતે રહેલો વાસનાત્મક કોષ ૧૦૦ ટકા કાર્યમાન અવસ્થામાં હોય છે. આવા સમયે શ્રાદ્ધ ઇત્યાદિ વિધિકર્મો કર્યા હોય તો, તેમાંથી નિર્માણ થનારી મંત્રશક્તિની લહેરો ગ્રહણ કરવામાં લિંગદેહ પૂર્ણ રીતે અસમર્થ અવસ્થામાં, એટલે જ કર્મવિધિ સમજવાની જાણને પેલેપાર હોવાથી તેમના માટે શ્રાદ્ધ કરવાથી કોઈપણ લાભ થતો નથી. આનાથી ઊલટું ૧૨મા દિવસે લિંગદેહ દ્વારા પૃથ્વીની વાતાવરણ કક્ષાનો ભેદ કરવાથી તેની પૃથ્વીતત્ત્વ સાથે રહેલી સંલગ્નતા ઓછી થઈને તેનું જડત્વ પણ ઓછું થાય છે અને તેના ફરતે રહેલા કોષોની સંવેદનક્ષમતા વધે છે. તેને કારણે શ્રાદ્ધ ઇત્યાદિ વિધિકર્મોમાંનાં સ્પંદનો ગ્રહણ કરવામાં તે અગ્રેસર બન્યું હોવાથી તે કાળમાં વિધિ કરવાથી તે વધારે ફળદાયી પુરવાર થાય છે.
હિંદુ ધર્મએ પ્રત્યેક બાબત કરવા પાછળ કેટલો સારાસાર વિચાર કર્યો છે તે સમજાય છે. પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ કરીને તે તે લિંગદેહ ફરતે રહેલું વાસનાત્મક કોષોનું આવરણ ઓછું કરીને તેમને હલકાપણું પ્રદાન કરીને મંત્રશક્તિની ઊર્જાથી તેમને ગતિ આપવી, એ પિતૃઋણ ચૂકતે કરવાનું પ્રમુખ સાધન છે. બધા જ લિંગદેહ સાધના કરનારા ન હોવાથી તેમને બાહ્ય ઊર્જાના બળથી શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કરીને આગળ ધકેલવા પડે છે, તેથી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ કરવું મહત્ત્વનું પુરવાર થાય છે. નામસાધના કરનારો જીવ પોતાની સાત્ત્વિક ઊર્જાના બળ પર ક્રમણ કરતો રહે છે; તેથી સાધના કરવાનું અનન્યસાધારણ મહત્ત્વ છે. (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ૬.૯.૨૦૦૫, સાંજે ૬.૧૪)
આમાંથી હોવ ત્યારે જ સાધના કરીને માનવીજીવનનું કલ્યાણ કરી લેવાનું મહત્ત્વ પણ ધ્યાનમાં આવે છે.
૩. શ્રાદ્ધ કરવા માટે અસમર્થ
હોય તેમણે કેવળ અંત:સ્થ તાલાવેલીથી
ભાવપૂર્ણ પ્રાર્થના કરવાથી પણ તેને શ્રાદ્ધનું ફળ મળવું
સંકલક : કોઈપણ પ્રકારે શ્રાદ્ધ કરવા માટે અસમર્થતા ધરાવતા શ્રાદ્ધકર્તાએ નિર્મનુષ્ય જંગલમાં જઈને હાથ ઉપર કરીને મોટેથી બોલવું, ‘હું નિર્ધન અને અન્નવિનાનો છું. મને પિતૃઋણમાંથી મુક્ત કરો’, એમ શાસ્ત્રમાં કહ્યું છે. કેવળ એવું કરવાથી પિતરોને શ્રાદ્ધનું ફળ કેવી રીતે મળે છે ?
એક વિદ્વાન : ઉપર જણાવેલા શબ્દો અંત:સ્થ તાલાવેલીથી ઉચ્ચારેલા હોવાથી, વિશ્વેદેવોની કૃપા થઈને પિતર તે તે યોનિમાંથી મુક્ત થઈને આગળની ગતિ પ્રાપ્ત કરે છે. આના પરથી જ આર્તતાથી કરેલી પ્રાર્થનાનું મહત્ત્વ ધ્યાનમાં આવે છે. પ્રત્યક્ષ કર્મકાંડ કરતાં ભાવપૂર્ણ પ્રાર્થનાનું મહત્ત્વ વધારે છે. ભાવપૂર્ણ પ્રાર્થનાથી પિતરગણ, કનિષ્ઠ દેવગણ, અન્ય દેવતાઓ પ્રસન્ન થઈને પ્રાર્થના કરનારા જીવ ભણી આકર્ષિત થવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈને પિતરોને ઓછા સમયગાળામાં ગતિ મળીને જીવને શ્રાદ્ધ ઇત્યાદિ કર્મો કરવાનું ફળ મળે છે; તેથી ભગવાન સામે વિવશ થઈને, ખોળો પાથરવાનું પુષ્કળ મહત્ત્વનું છે. હાથ ઉપર કરીને દેવતાઓને આવાહન કરીને પિતરોને ઉદ્દેશીને પ્રાર્થના ઉચ્ચારવી, એટલે યાચકની વિવશ અવસ્થામાંથી નિર્માણ થયેલા ભાવનું પ્રતીક છે. – એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ૧૩.૮.૨૦૦૬, બપોરે ૨.૧૯)
(આર્તતાથી એટલે જ ભાવપૂર્ણ પ્રાર્થના થવા માટે વ્યક્તિમાં ભાવ હોવો આવશ્યક હોય છે. સર્વસામાન્ય વ્યક્તિમાં એટલો ભાવ હોતો નથી; તેથી જ શાસ્ત્રમાં શ્રાદ્ધ-વિધિ કરવાની આવશ્યકતા વિશદ કરી છે. – સંકલક)
૪. શ્રાદ્ધની મર્યાદા
‘શ્રાદ્ધ કેવળ મર્ત્યલોકની કક્ષા ભેદવા માટે ઉપયોગી નીવડે છે; પણ ત્યાંથી આગળ કેવળ સાધના દ્વારા જ જીવ આગળની યોનિમાં જઈ શકે છે.’ – એક વિદ્વાન (શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ૧.૩.૨૦૦૫, સાંજે ૬.૪૩)