વર્તમાનમાં પિતૃપક્ષ ચાલુ છે અને તે નિમિત્તે સશ્રદ્ધ હિંદુઓ શ્રાદ્ધવિધિઓ કરે છે. પ્રાચીન સમયથી ચાલી આવેલી પરંપરા પાળવાનો અનેકજણ પ્રયત્ન કરે છે. એમ ભલે હોય, તો પણ તથાકથિત પુરોગામી લોકો દ્વારા હિંદુઓના અન્ય તહેવારોની જેમ શ્રાદ્ધપક્ષ વિશે હિંદુઓનો બુદ્ધિભેદ કરવાનો પ્રયત્ન કરીને હિંદુઓને ધર્માચરણથી પરાવૃત્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અનેક વાર અજ્ઞાનને કારણે પણ કેટલીક પ્રથાઓ પડી હોવાનું દેખાઈ આવે છે. ‘પિતૃપક્ષ અને શ્રાદ્ધ બાબતે ધર્મશાસ્ત્ર શું કહે છે અને પુરોગામીઓ દ્વારા નોંધવામાં આવતા આક્ષેપો કેવી રીતે ભૂલભરેલા છે’, આ બાબત લોકોને સમજાય, તે માટે આ લેખનું પ્રયોજન !
ટીકા ૧ : આ મહિનામાં (ખાસ કરીને પિતૃ પખવાડિયામાં) અનેક લોકો મહત્ત્વનાં કામો કરતા નથી. જેમને પૈસા આપવા ન હોય અથવા કોઈક કામ ટાળવું હોય, એવા લોકો પણ આનું કારણ કહીને કામો ટાળે છે.
ખંડન : પિતૃ પખવાડિયું (મહાલય) નિષિદ્ધ અથવા અશુભ માનવાનો સંકેત એટલો તો દૂર ગયો છે કે, આ પખવાડિયામાં ‘વિવાહ’ શબ્દનું ઉચ્ચારણ પણ થતું નથી. પછી વિવાહ વિશેના વહેવાર કરવા, કાંઈક વર-કન્યા જોવા વિશે ગોઠવવું, વિવાહ સુનિશ્ચિત કરવા ઇત્યાદિ બાબતો તો ઘણી છેટી રહે છે. પ્રત્યક્ષમાં પ્રાથમિક સિદ્ધતા ઇત્યાદિ કોઈપણ બાબતો માટે પિતૃપખવાડિયું આડું આવતું નથી. (સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’)
બીજું સૂત્ર એમ કે, એવું કહેવાય છે કે ‘શાસ્ત્રોમાં રૂઢિ બળવાન હોય છે.’ તેને કારણે પિતૃપક્ષમાં બને ત્યાં સુધી કોઈપણ શુભકાર્યની સિદ્ધતા (તૈયારી) કરવામાં આવતી નથી; પણ તેનો શાસ્ત્રાધાર નથી.
ટીકા ૨ : જે સમયે કાગડાને ‘બાપ’ તરીકે કોળિયો આપીએ છીએ, તે સમયે એક કાગડો સ્પર્શ કરે, તો એકવાર સમજી શકીએ; પણ એકજ સમયે ૧૦-૧૨ કાગડા ચાંચ મારે, તો તેનો શું અર્થ લેવો ? અને તે જ કાગડો બીજાની અગાસી પર જઈને બેસે, તો તેનો પણ અર્થ શું કાઢવો ? આ બધી ઢોંગબાજી છે. ફસામણી છે, ચાલબાજી છે. આપણા માટે જ આપણે આ બધું કરતા હોઈએ છીએ.
ખંડન : શ્રાદ્ધમાં પિંડદાનના માધ્યમ દ્વારા પિતરોને આવાહન કરીને તેમની અતૃપ્ત ઇચ્છાઓ પિંડના માધ્યમ દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે. સર્વસામાન્ય માણસમાં વાસનાઓનું પ્રમાણ વધારે હોય છે, તેથી તેના લિંગદેહમાંથી વિષમ અર્થાત્ રજ અને તમ પ્રધાન વિસ્ફુટિત લહેરો બહાર નીકળતી હોય છે. કાગડો વધારેમાં વધારે વિષમ લહેરો આકર્ષિત કરી લેનારો પક્ષી છે; તેથી તેને આ લહેરો જણાય છે. પિતરોનો લિંગદેહ પિંડભણી આકર્ષિત થાય છે, ત્યારે પિંડ વિષમ લહેરોથી ભારિત થાય છે. આ લહેરો ભણી કાગડો આકર્ષિત થાય છે. પિતર શ્રાદ્ધસ્થાન પર આવીને તેમની તૃપ્તિ થઈ હોવાનું સૂચક એટલે કાગડો પિંડને સ્પર્શ કરે છે. તેને જ ‘કાગડાએ કોળિયો લીધો’, એમ કહે છે. આવી રીતે વાસના ધરાવતા લિંગદેહો અને માણસો વચ્ચેની કાગડો એક કડી છે. (સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘શ્રાદ્ધ : મહત્ત્વ અને શાસ્ત્રીય વિવેચન’)
આ શાસ્ત્ર ધ્યાનમાં લેવાથી પિંડને એકજ સમયે અનેક કાગડાઓએ સ્પર્શ કરવો, આ શ્રાદ્ધ સમયે આવાહન કરેલા અનેક પિતરોની ત્યાં ઉપસ્થિતિ દર્શાવે છે. શ્રાદ્ધવિધિમાં કાગડો કેવળ એક માધ્યમ હોય છે, આ વાત સમજી લેવી આવશ્યક છે. હિંદુ ધર્મમાં કહેલા ચાર ઋણોમાં પિતૃઋણનો પણ સમાવેશ છે. કાગડાને વિશેષ દૃષ્ટિ મળી છે. મૂળમાં શ્રાદ્ધપક્ષ કેવળ દિવંગત વડીલો માટે નહીં, પણ દિવંગત પૂર્વજો માટે કરાય છે. તેને કારણે ‘એકને બદલે અનેક કાગડા પિંડને સ્પર્શ કરે છે અથવા એકજ કાગડો અનેક પિંડને સ્પર્શ કરે છે’, એમ કહેવું હાસ્યાસ્પદ છે. એમ કહેવું એટલે ‘એકજ શિક્ષક જુદા જુદા વર્ગમાંના વિદ્યાર્થીઓને વિષય કેવી રીતે શીખવે છે’, એવી શંકા ઉપસ્થિત કરવા જેવું છે.
ટીકા ૩ : મરી ગયા પછી દસમું, તેરમું કરવા કરતાં પિતર જીવિત હોય, ત્યારે જ તેમને સારી રીતે સંભાળો. સન્માન આપો. તે સાચી સેવા પુરવાર થશે.
ખંડન : ‘સગાંસંબંધીઓ જીવિત હોય ત્યારે તેમને યોગ્ય રીતે સંભાળવા’, આ પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે, એવું હિંદુ ધર્મશાસ્ત્ર કહે છે. ‘મૃત્યુ પછીનો પ્રવાસ સુખમય અને કંકાસવિહોણો થાય, પિતરોને આગળના લોકમાં જવા માટે ગતિ મળે’, એ માટે હિંદુ ધર્મએ શ્રાદ્ધવિધિ કરવા માટે કહ્યું છે. ‘શ્રાદ્ધ કરો અને જીવતા હોય, ત્યારે વડીલોને ત્રાસ આપો’, એવું ક્યાંયે કહ્યું નથી. કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ ન માનનારાઓ જ આવો પ્રચાર કરી શકે છે.
ટીકા ૪ : જો પૂર્વજોની સેવા કરવી જ હોય, તો પોતાની બધી વંશવેલને ભેગી કરો. પૂર્વજોનું સ્મરણ રહે, તે માટે નાના નાના પુસ્તકો છાપો. તેમના સ્મરણાર્થે વિધાયક કાર્ય કરો. શાળા, વાચનાલય, વૈદ્યકીય સેવા, સામાજિક કામ કરનારી સંગઠનોની સહાયતા કરો. જુની વહીવટ (શિરસ્તો) પૂર્ણ રીતે બંધ કરીને નવી ચાલુ કરો, એટલે સમાજમાં નવી સારી પ્રથાઓ નિર્માણ થશે.
ખંડન : નાના નાના પુસ્તકો છાપવામાં કે સામાજિક કાર્ય કરવામાં કાંઈ જ વાંધો નથી; પણ તે માટે ‘શ્રાદ્ધપક્ષને છૂટી આપી દો’ આ તે કેવો તર્ક છે ? ‘શ્રાદ્ધને બદલે સામાજિક કાર્ય કરો’, એમ કહેવું એટલે ‘એકાદ રુગ્ણ પર શસ્ત્રક્રિયા કરવાને બદલે તેટલા પૈસામાંથી સામાજિક કાર્ય કરો’, એમ કહેવા જેટલું હાસ્યાસ્પદ છે. અધ્યાત્મ એ અનુભૂતિઓનું શાસ્ત્ર છે. અનુભૂતિ થવા માટે જે તે વિધિ અથવા આજ્ઞા શ્રદ્ધાથી કરવી પડે છે. તે કરવાને બદલે તેની અવગણના કરવી; એટલે ‘ખાંડનો સ્વાદ લીધા વિના જ ‘ખાંડનું ગળપણ ગળે ઉતારી આપો’, એવું આવાહન કરવા જેવું છે.
કહેવાતા પુરોગામી લોકો હિંદુ ધર્મમાંની પ્રથા-પરંપરા પર નિરંતર દ્વેષમૂલક ટીકા કરીને શ્રાદ્ધ વિશે સામાન્ય હિંદુઓમાં વિકલ્પ નિર્માણ કરી રહ્યા છે. અમેરિકા ખાતેના હોલીવુડ અભિનેતા સિલ્વેસ્ટર સ્ટૅલોને ભારતમાં આવીને દીકરાનું શ્રાદ્ધ કર્યું હતું. પ્રત્યેક વર્ષે અસંખ્ય વિદેશીઓ શ્રાદ્ધ કરવા માટે ભારતમાં આવે છે. આ વર્ષે પણ નાયજેરિયા, રશિયા, યુનાઇટેડ કિંગડમ ઇત્યાદિ અનેક દેશોમાંથી વિદેશી લોકો શ્રાદ્ધવિધિ કરવા માટે ગયા ઇત્યાદિ ઠેકાણે આવ્યા હતા. જુની વહીવટ બંધ કરીને નવી પ્રથા ચાલુ કરવાનું આવાહન કરવાની પશ્ચિમી ઘેલછા ધરાવનારાઓએ અનેક પશ્ચિમી વ્યક્તિઓ ભારતમાં તીર્થક્ષેત્રે આવીને શ્રાદ્ધદિ વિધિ કરે છે, જ્યારે અનેક વિદેશીઓ શ્રાદ્ધ પર સંશોધન પણ કરી રહ્યા છે, આ વાત ધ્યાનમાં લેવી જોઈએ.
કહેવાતા પુરોગામીઓના ધર્મવિરોધી ષડ્યંત્રોને બલિ ચડવાને બદલે હિંદુઓએ ‘શ્રાદ્ધ’ આ હિંદુ ધર્મમાંની વિધિ ભણી સકારાત્મક અને અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ જોવું આવશ્યક છે.