અનુક્રમણિકા
૧. ઉદ્દેશ
પ્રત્યેક મંગળકાર્યના આરંભમાં વિઘ્નનિવારણાર્થે શ્રી ગણપતિપૂજન કરે છે, તેમજ પિતર અને પિતરદેવતાનું (નાંદીમુખ ઇત્યાદિ દેવતાઓનું) નાંદીશ્રાદ્ધ કરે છે.
૨. પૂર્વસિદ્ધતા
નાંદીશ્રાદ્ધમાં (વૃદ્ધિશ્રાદ્ધમાં) દર્ભ લેવાને બદલે દૂર્વા (ધરો) લેવાય છે; પણ જો યજ્ઞાદિ કર્માંગભૂત આ શ્રાદ્ધ હોય, તો મૂળવિહોણો, અર્થાત્ શિખા ધરાવતો દર્ભ લેવાય છે અથવા દૂર્વા અને દર્ભ મળીને લેવાય છે. જે દેવતાની પૂજા હોય, તેનાં પવિત્રકો આકર્ષિત કરી શકનારી વસ્તુઓ તે દેવતાની પૂજા માટે ઉપયોગમાં લેવાય છે.
૩. વિધિ
બે તરભાણાં સામસામે મૂકવા. જમણી બાજુનું તરભાણું દેવતા માટે અને ડાબી બાજુનું તરભાણું પિતરો માટે હોય છે. બન્ને તરભાણાંમાં ‘પાદ્ય’ ઉપચાર માટે પાણી, આસન અને ગંધાદિ સર્વ ઉપચાર માટે ગંધ, ફૂલ અને પાણી એકત્રિત અને ભોજન માટે દક્ષિણા આપવી. તેમાંની પ્રત્યેક કૃતિ મંત્રપૂર્વક કરવી. તેમજ નાંદીશ્રાદ્ધનું ફળ પ્રાપ્ત થાય, તે માટે એક એક નાણું બન્ને તરભાણામાં છોડવું. દક્ષિણ ભણીનું નાણું દક્ષિણ ભણીના પિતૃલોકમાંના પિતરોને અને તે દિશામાંથી આવનારી ત્રાસદાયક શક્તિઓને, તેઓ ત્રાસ ન આપે, એટલા માટે અર્પણ કરેલું હોય છે. ઉત્તર ભણીનું નાણું શુભકારક દેવતાઓને અર્પણ કરેલું હોય છે.