અનુક્રમણિકા
- ૧. વ્યાકરણની દૃષ્ટિએ સૌથી યોગ્ય અને શુદ્ધ રહેલી ભાષા એટલે સંસ્કૃત !
- ૨. પૂર્વજોએ આપેલું જ્ઞાન શુદ્ધ, સાત્ત્વિક, નિર્મળ અને સહુકોઈને ઉપયોગી પડનારું હોવું
- ૩. સંસ્કૃત ભાષામાંના વિવિધ સ્તોત્રો હઠ નિર્માણ કરે છે.
- ૪. ભાષાંતર માટે સંસ્કૃત સર્વશ્રેષ્ઠ માધ્યમ છે અને જગત્ની કોઈપણ ભાષામાં તેનું ભાષાંતર કરવાથી મૂળ અર્થ પલટાતો ન હોવો
- ૫. સંક્ષિપ્તતા આ ગુણને કારણે સંગણકીય પ્રણાલી માટે પણ સંસ્કૃત સર્વશ્રેષ્ઠ ભાષા માનવામાં આવવી
- ૬. જગત્ની સૌથી વધારે વૈજ્ઞાનિક અને પૂર્ણ લિપિ રહેલી અને દેવનાગરી લિપિમાં લખવામાં આવતી હોવાથી સંસ્કૃત ભાષા સંગણક માટે સર્વશ્રેષ્ઠ ભાષા હોવી
- ૭. સંસ્કૃત સંગણક માટે સર્વશ્રેષ્ઠ ભાષા હોવાનાં અન્ય કારણો
- ૮. વિશ્વ સંસ્કૃત દિવસે કરવાનો સંકલ્પ वदतु संस्कृतम् । पठतु संस्कृतम् । जयतु भारतम् । અર્થાત્ સંસ્કૃત બોલો. સંસ્કૃતનો અભ્યાસ કરો. ભારત વિજયી થાય
- ૯. સંસ્કૃત ભાષામાંનું વિલોમકાવ્ય !
- ૧૦. સંસ્કૃત ભાષાએ વ્યાકરણના ગૂંચવણિયા નિયમો પાળીને પણ અદ્ભૂત કાવ્યો નિર્માણ કરવા
- ૧૧. પ્રભુ શ્રીરામચંદ્ર અને ભગવાન શ્રીકૃષ્ણનું સંસ્કૃત ભાષામાં એકજ પંક્તિમાં છૂપાયેલું વર્ણન !
- ૧૨. વિલોમકાવ્ય એ સંસ્કૃત ભાષાની અલૌકિકતા વૃદ્ધિંગત કરનારી !
भाषासु मुख्या मधुरा दिव्या गीर्वाणभारती ।’
અર્થ : સર્વ ભાષાઓમાં દેવવાણી સંસ્કૃત પ્રમુખ ભાષા છે અને તે મધુર તેમજ દિવ્ય છે.
૧. વ્યાકરણની દૃષ્ટિએ સૌથી યોગ્ય અને શુદ્ધ રહેલી ભાષા એટલે સંસ્કૃત !
સંસ્કૃત મૃત ભાષા, વિશિષ્ટ સમાજની ભાષા, ઉપયોગી ન રહેલી ભાષા આ રીતે ઠેકડી ઉડાડવા કરતાં પ્રત્યેકે આ ભાષા શીખવાનો, આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાથી તેને નિશ્ચિત જ શાંતિ મળશે. વ્યાકરણની દૃષ્ટિએ સૌથી યોગ્ય અને શુદ્ધ રહેલી ભાષા એટલે સંસ્કૃત ભાષા ! વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય શબ્દોની રચના કરીને વાક્ય સિદ્ધ કરવાથી, તેમાંના શબ્દોનો ક્રમ ગમે તેમ ફેરવીએ, તો પણ તેનો અર્થ બદલાતો (પલટાતો) નથી.
૨. પૂર્વજોએ આપેલું જ્ઞાન શુદ્ધ, સાત્ત્વિક,
નિર્મળ અને સહુકોઈને ઉપયોગી પડનારું હોવું
આપણા પૂર્વજોએ, ભારતમાં રહેનારી આપણી જ્યેષ્ઠ વ્યક્તિઓએ જે શાસ્ત્રીય જ્ઞાન અનુભવની કસોટી પર ઘસીને આપણી સમક્ષ અનુભવના રૂપમાં પ્રસ્તુત કર્યું, તેમાંના અનુભવો કેવળ પોતાની જાતિના નથી; તો શું તેથી તેને ના પાડવાના છો ? તેનો વિચાર કરવાનો સમય હવે પાકી ગયો છે. જ્ઞાન એટલે જ્ઞાન જ હોય છે. તે શુદ્ધ, સાત્ત્વિક, નિર્મળ અને સહુકોઈને ઉપયોગી પડનારું હોય છે. તે બહુસંખ્યાંક, અલ્પસંખ્યાંક, સહુકોઈને પચનારું, સંભાળ કરનારું, જાળવનારું હોય છે. તેના ઠામે કોઈપણ ભેદભાવ હોતો નથી. જ્ઞાન પ્રદાન કરવાથી તે વૃદ્ધિંગત થાય છે, જ્યારે આપણી પાસે સંગ્રહ કરવાથી તેનો નાશ થવાની સંભાવના હોય છે.
૩. સંસ્કૃત ભાષામાંના વિવિધ સ્તોત્રો હઠ નિર્માણ કરે છે.
સંસ્કૃત ભાષામાંના વિવિધ સ્તોત્રો, રામરક્ષા, સૂર્યકવચ, ગણપતિ અથર્વશીર્ષ, પ્રજ્ઞાવિવર્ધન ઇત્યાદિ સ્તોત્રો માનવીના મનમાં શાંતિ અને નવનવું કરવાની જીદ નિર્માણ કરે છે.’
– ડૉ. શ્રીધર મ. દેશમુખ
(સંદર્ભ : ‘સ્વયંભૂ’, દિવાળી અંક ૨૦૦૯)
૪. ભાષાંતર માટે સંસ્કૃત સર્વશ્રેષ્ઠ
માધ્યમ છે અને જગત્ની કોઈપણ ભાષામાં
તેનું ભાષાંતર કરવાથી મૂળ અર્થ પલટાતો ન હોવો
આ ગુણોને કારણે સંસ્કૃત ભાષાને ભાષાંતરનું સર્વશ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. આપણે કોઈપણ ભાષામાંના વાક્યોનું સંસ્કૃતમાં સહજ રીતે ભાષાંતર કરી શકીએ છીએ અને સંસ્કૃતમાંના લખાણનું ભાષાંતર કોઈપણ ત્રીજી ભાષામાં કરી શકીએ છીએ. સંસ્કૃત ભાષામાંનું ભાષાંતર સૌથી યોગ્ય હશે, તેની નિશ્ચિતી આપી શકાશે; પણ અન્ય કોઈપણ ભાષામાંથી બીજી ભાષામાં અને તેમાંથી ત્રીજી ભાષામાં સીધું ભાષાંતર કરવાથી અર્થ પલટાશે નહીં, તેની આપણે નિશ્ચિતિ આપી શકતા નથી. સંસ્કૃતમાં અનુવાદ કર્યા પછી જગત્ની અન્ય કોઈપણ ભાષામાં ભાષાંતર કર્યા પછી તેનો મૂળ અર્થ પલટાતો નથી; પણ અન્ય ભાષામાંથી સીધું ભાષાંતર કેવળ એકજ ભાષામાં કરી શકાય છે.
૫. સંક્ષિપ્તતા આ ગુણને કારણે સંગણકીય
પ્રણાલી માટે પણ સંસ્કૃત સર્વશ્રેષ્ઠ ભાષા માનવામાં આવવી
સંક્ષિપ્તતા (ટૂંકાણ) આ ગુણને કારણે સંસ્કૃતને સંગણકીય પ્રણાલી માટે પણ સર્વશ્રેષ્ઠ ભાષા માનવામાં આવી છે. એમ ભલે હોય, તો પણ હજીસુધી સંસ્કૃત ભાષાનો ઉપયોગ આ કાર્ય માટે કરવામાં આવતો નથી. તે માટે રાષ્ટ્રપ્રેમી વૈજ્ઞાનિકોએ જ આગેવાની લેવી પડશે.
૬. જગત્ની સૌથી વધારે વૈજ્ઞાનિક અને
પૂર્ણ લિપિ રહેલી અને દેવનાગરી લિપિમાં લખવામાં
આવતી હોવાથી સંસ્કૃત ભાષા સંગણક માટે સર્વશ્રેષ્ઠ ભાષા હોવી
સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. આ જગત્ની સૌથી વૈજ્ઞાનિક અને પૂર્ણ લિપિ છે. આ લિપિ લખવી અને ઉચ્ચારવી, એમાં કોઈપણ પ્રકારની અડચણ નથી. તેમાં સ્વર અને વ્યંજનની સંખ્યા પણ આવશ્યક અને પર્યાપ્ત છે. એટલા માટે સંગણકમાં ધ્વનિ પર આધારિત ઉપયોગ કરવા માટે સંસ્કૃતને સર્વશ્રેષ્ઠ ભાષા માનવામાં આવી છે.
૭. સંસ્કૃત સંગણક માટે સર્વશ્રેષ્ઠ ભાષા હોવાનાં અન્ય કારણો
આ ઉપરાંત સંસ્કૃત સંગણક માટે સર્વશ્રેષ્ઠ ભાષા હોવાનાં અનેક અન્ય કારણો છે. તેમાંના શબ્દ સામર્થ્ય, ભાવ, અભિવ્યક્તિ સામર્થ્ય અને વિપુલ વાઙમય સામે જગત્ની કોઈપણ ભાષા ટકી શકશે નહીં.
૮. વિશ્વ સંસ્કૃત દિવસે કરવાનો સંકલ્પ
वदतु संस्कृतम् । पठतु संस्कृतम् । जयतु भारतम् ।
અર્થાત્ સંસ્કૃત બોલો. સંસ્કૃતનો અભ્યાસ કરો. ભારત વિજયી થાય
વિશ્વ સંસ્કૃત દિવસ શ્રાવણ સુદ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધનના દિવસે હોય છે. આ શુભ દિવસે આપણે નીચે જણાવ્યા પ્રમાણે સંકલ્પ કરીએ.
રાષ્ટ્રની અસ્મિતાના સંવર્ધન માટે હું મારી વ્યાવહારિક ભાષામાં વધારેમાં વધારે સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરીશ, તેમજ મારા દૈનંદિન વ્યવહારમાં સંસ્કૃતના નાના નાના વાક્યો, શ્લોક, મંત્રોનો ઉપયોગ કરીને નિરંતર સંસ્કૃત શીખવું અને શીખવવું, એ માટે પ્રયત્નશીલ રહીશ.
अग्ने व्रतपते व्रतं चरिष्यामि । (વાજસનેયી શુક્લયજુર્વેદ, અધ્યાય ૧, કણ્ડિકા ૫) અર્થાત્ અનુષ્ઠેય વ્રતના પાલનકર્તા અગ્નિ, હું તમારી અનુજ્ઞાથી આ વ્રતનું અનુષ્ઠાન કરીશ. હે તેજસ્વરૂપ પરમાત્મા ! મારા આ સંકલ્પની પૂર્તિ માટે મને સામર્થ્ય પ્રદાન કરો.
૯. સંસ્કૃત ભાષામાંનું વિલોમકાવ્ય !
‘વિલોમકાવ્ય’ આ કાવ્યની એક વિશિષ્ટ પ્રકારની રચના છે. આ રચના સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. તેમાંના શબ્દોની રચના એવી હોય છે કે, તેમાંના શ્લોકની પ્રથમ પંક્તિ અંતિમ અક્ષરથી પ્રથમ અક્ષર ભણી (વિલોમ પદ્ધતિથી અર્થાત્ ઊંધી) વાંચવાથી બીજો શ્લોક સિદ્ધ થાય છે.
૧૦. સંસ્કૃત ભાષાએ વ્યાકરણના ગૂંચવણિયા
નિયમો પાળીને પણ અદ્ભૂત કાવ્યો નિર્માણ કરવા
જગત્ની સૌથી જૂની ભાષામાં સંસ્કૃત ભાષાનો સમાવેશ થાય છે. વેદ, પુરાણો, વૈદ્યકીયશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, ગણિત, જ્યોતિષવિદ્યા, નૃત્ય, સંગીત અને શ્રૃંગાર જેવા અગણિત વિષયો પર સંસ્કૃતમાં પ્રચંડ જ્ઞાનભંડાર ઉપલબ્ધ છે. એ જ સંસ્કૃત ભાષાએ વ્યાકરણના ગૂંચવણિયા અને કડક નિયમો પાળીને પણ એક અદ્ભૂત કાવ્ય નિર્માણ કર્યું છે. આ ચમત્કાર કેવળ જોગાનજોગ (સંજોગવશાત્) ઘડવાને બદલે તે સમયે અનેક લોકો આવી વાઙમય લીલાઓ રચતા હતા, એમ લાગે છે.
૧૧. પ્રભુ શ્રીરામચંદ્ર અને ભગવાન શ્રીકૃષ્ણનું
સંસ્કૃત ભાષામાં એકજ પંક્તિમાં છૂપાયેલું વર્ણન !
લગભગ ૪૫૦ વર્ષો પહેલાં મરાઠવાડાના દૈવજ્ઞ સૂર્યકવિએ ‘શ્રીરામકૃષ્ણ કાવ્યમ્’ લખ્યું છે. આ કાવ્ય અત્યંત અદ્ભૂત અને કદાચ જગત્નું એકમાત્ર કાવ્ય છે અને તેની પ્રત્યેક પંક્તિ સીધી વાંચવાથી તેમાં પ્રભુ શ્રીરામચંદ્ર વિશે વર્ણન છે અને તે જ મૂળ સંસ્કૃત પંક્તિ ઊલટા ક્રમમાં વાંચવાથી તેમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશે થોડું વર્ણન છે.
તેમાંનો પ્રથમ શ્લોક આ પ્રમાણે –
‘‘तं भूसुतामुक्तिमुदारहासं वंदे यतो भव्यभवं दयाश्रीः ।’’
૧૧ અ. શ્રીરામના પક્ષમાં અન્વયાર્થ
‘માતા સીતાને છોડવનારા, ગંભીર હાસ્ય ધરાવતા, ભવ્ય એવો અવતાર ધારણ કરેલા અને જેમના દ્વારા સર્વત્ર દયા અને શોભા પ્રાપ્ત થાય છે, એવા (તે શ્રીરામચંદ્રજીને) ને હું વંદન કરું છું.
એ જ પંક્તિ ઊલટી લખવાથી –
‘श्रीयादवं भव्यभतोयदेवं संहारदामुक्तिमुतासुभूतम् ।’
૧૧ આ. શ્રીકૃષ્ણના પક્ષમાં અન્વયાર્થ
ભવ્ય પ્રભા ધરાવનારા, સૂર્ય અને ચંદ્રના પણ જે ભગવાન છે, સંહાર કરનારાને પણ (પૂતનાને પણ) મુક્તિ પ્રદાન કરનારા અને સૃષ્ટિ માટે પ્રાણભૂત રહેલા તે યદુનંદનને (શ્રીકૃષ્ણને) હું વંદન કરું છું.
૧૨. વિલોમકાવ્ય એ સંસ્કૃત ભાષાની અલૌકિકતા વૃદ્ધિંગત કરનારી !
આ વિલોમકાવ્ય વિશે સંસ્કૃતના મહાવિદ્વાન શ્રી. વેલણકરે લખેલું પુસ્તક ‘કેશવ ભિકાજી ઢવળે પ્રકાશને’ પ્રસિદ્ધ કર્યું છે. તેમાં શ્રી. વેલણકરે વર્ષ ૧૫૪૨માં રચવામાં આવેલા ‘રસિકરંજન’ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. લક્ષ્મણભટ્ટ પુત્ર રામચંદ્રએ રચેલા કાવ્યની પંક્તિ સીધી વાંચવાથી તે શ્રૃંગાર વર્ણન કરનારી છે, જ્યારે ઊલટી વાંચવાથી તેનો અર્થ વૈરાગ્યપૂર્ણ એવો છે. આ બન્ને પૂર્ણ વિરોધાભાસ ધરાવતી બાબતો એકજ પંક્તિમાં આ રીતે સમાવિષ્ટ કરવી, આ અત્યંત પ્રશંસાને પાત્ર છે.
આ પુસ્તકના પરિશિષ્ટમાં શ્રીરામકવિવિરચિત શ્રીરામકૃષ્ણ વિલોમકાવ્યના ૫ શ્લોક પણ આપ્યા છે. અંતમાં આપેલું પુષ્પપાત્ર બંધ કાવ્ય, ગોમૂત્રિકા બંધ કાવ્ય અને કમલબંધ કાવ્ય પણ આ રીતે જ ઉત્સુકતા વધારનારા છે.
એવું કહેવાય છે કે, તંજાવુર ખાતે જગત્ના સૌથી મોટા શિલાલેખમાં એવા પ્રકારનો લેખ છે કે, તે સીધો વાંચવાથી રામાયણ અને ઊલટો વાંચવાથી મહાભારત છે.