સંસ્કૃતને ‘મૃત ભાષા’ ઠેરવનારાઓને સણસણતો તમાચો !
પ્રત્યેક ઘરમાં માહિતી અને તંત્રજ્ઞાન અભિયંતા
સંસ્કૃત ભાષા કેવળ સાત્ત્વિક જ નહીં, જ્યારે તે આધુનિક તંત્રજ્ઞાનમાં પણ પ્રગતી કરવા માટે લાભદાયી છે, આ વાત માત્તૂર ગામના ઉદાહરણ પરથી સિદ્ધ થાય છે.
શિમોગા (કર્ણાટક) : જિલ્લાના માત્તૂર ગામની ભાષા સંસ્કૃત છે અને આ ગામના મૂળ રહેવાસી રહેલા ૩૦ પ્રાધ્યાપક બંગળુરૂ, મૈસૂર અને મંગળુરૂ ખાતેના વિદ્યાપીઠોમાં સંસ્કૃતનું અધ્યાપન કરી રહ્યા છે. વિશેષ એટલે આ ગામના પ્રત્યેક ઘરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ માહિતી અને તંત્રજ્ઞાન ક્ષેત્રમાં અભિયંતા છે.
માત્તૂર ગામનો બ્રાહ્મણ સમુદાય લગભગ ૬૦૦ વર્ષ પહેલાં કેરળથી અહીં આવ્યો અને અહીં જ સ્થાયી થયો. અહીંના પૂજારીથી માંડીને શાક-વિક્રેતા સુધી પ્રત્યેક જણ સંસ્કૃત ભાષા સાથે જોડાઈ ગયો છે. યુવકો સાવ મેદાની રમતો રમતી વેળાએ પણ સંસ્કૃત ભાષા જ બોલે છે. ‘તમે આ ઘરમાં સંસ્કૃતમાં બોલી શકો છો’, એવું આ ગામના અનેકોના ઘરના બારણાં પર લખેલું જોવા મળે છે. ‘સંસ્કૃતમાં અગ્રણી રહેલા અહીંના બાળકોને ગણિત અને અન્ય વિષયોમાં પણ તેનો લાભ થાય છે’, એવું અહીંના શિક્ષકોએ કહ્યું. સંસ્કૃત, તામિલ, કન્નડ અને તેલુગુ આ ભાષાઓમાંથી નિર્માણ થયેલી ‘સંકેતી’ આ દુર્લભ ભાષા પણ અહીં બોલવામાં આવે છે.