સંસ્‍કૃત ભાષાનું અભિમાન લાગે, એવી ચતુરાઈ !

Article also available in :

સંસ્‍કૃત ભાષા સંગણક માટે સૌથી યોગ્‍ય ભાષા હોવાનું કારણ

 

અંગ્રેજી ભાષાનો અભ્‍યાસ કરતી વેળાએ એક વાક્ય નિરંતર કહેવામાં આવે છે, તે એટલે ‘A QUICK BROWN FOX JUMPS OVER THE LAZY DOG.’ આ વાક્યની વિશેષતા એમ છે કે, આ વાક્યમાં અંગ્રેજી વર્ણમાલાના સર્વ વર્ણ આવેલા છે; પણ જો આપણે જોઈએ, તો આ વાક્યમાં કેટલીક ખામીઓ જોવા મળે છે. જેમ કે, અંગ્રેજી વર્ણમાલાના ૨૬ વર્ણ છે અને અહીં તો ૩૩ આવ્‍યા છે. O, A, E, U, R નો ફરીફરીને ઉપયોગ કરવામાં આવ્‍યો છે, તેમજ A, B, C, D આ ક્રમ પાળવામાં આવ્‍યો નથી. તે જ જો આપણે નીચે જણાવેલો શ્‍લોક જોઈએ, તો સંસ્‍કૃત ભાષાની ચતુરાઈ આપણા ધ્‍યાનમાં આવશે –

क:खगीघाङ्  चिच्‍छौजाझाग्-ज्ञोटौठीडढणः ।
तथोदधीन पफर्बाभीर्मयोऽ रिल्‍वाशिषां सह ॥ 

અર્થ : પક્ષીઓ વિશે પ્રેમ, શુદ્ધ બુદ્ધિ ધરાવતો, અન્‍યનું બળપૂર્વક અપહરણ કરવામાં પારંગત, શત્રુ સંહારમાં મોખરે, મનથી નિશ્‍ચલ અને નીડર તેમજ મહાસાગરનું સર્જન કરનારો કોણ છે ? એવા રાજા મય જેને તેના શત્રુઓના પણ આશીર્વાદ પ્રાપ્‍ત છે.

આમાં જો આપણે જોઈએ, તો સંસ્‍કૃત વર્ણમાલાના સર્વ ૩૩ વ્‍યંજનો આવેલા છે અને તે પણ ક્રમવાર ! તેમજ જો આપણે સંસ્‍કૃત વર્ણમાલા જોઈએ. તો તે સૌથી વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ સિદ્ધ થઈ છે, એવું આપણા ધ્‍યાનમાં આવશે.

स्‍वर – अ आ इ ई उ ऊ ए ऐ ओ औ अं अः ।

व्‍यंजन –

कंठ्य – क ख ग घ ङ ।

तालव्‍य – च छ ज झ ग्- ।

मूर्धन्‍य – ट ठ ड ढ ण ।

दन्‍त्‍य – त थ द ध न ।

ओष्‍ठ्‍य – प फ ब भ म ।

मृदु व्‍यंजन – य र ल व श ष स ।

महास्‍फुट प्राण – ह क्ष ।

જો ઉપર જણાવેલું વર્ગીકરણ જોઈએ, તો પણ આપણા ધ્‍યાનમાં આવશે કે, સંસ્‍કૃત ભાષા કેટલી વૈજ્ઞાનિક છે. સૌથી મહત્ત્વનું એટલે સ્‍વર અને વ્‍યંજન જુદા જુદા છે અને અંગ્રેજીની જેમ બધા ભેગા નથી. પાછું વ્‍યંજનમાં પણ હજી વર્ગીકરણ – કંઠમાંથી આવનારા વ્‍યંજન કંઠ્ય, તાલુમાંથી આવનારા તાલવ્‍ય, તાલુ અને જીભ દ્વારા મૂર્ધન્‍ય અને હોઠ દ્વારા ઓષ્‍ઠ્‍ય. તેમાં પણ કંઠ થી ઓષ્‍ઠ આ ક્રમ પણ બરાબર છે. આગળ જતાં જોઈએ તો પ્રત્‍યેક વર્ગના ૧ અને ૩ વ્‍યંજન અલ્‍પપ્રાણ (ઓછો શ્‍વાસ લાગનારા) તેમજ ૨ અને ૪ વ્‍યંજન મહાપ્રાણ (વધારે શ્‍વાસ લાગનારા). પ્રત્‍યેક વર્ગનું પાંચમું વ્‍યંજન એટલે અનુનાસિક અર્થાત્ નાકનો ઉપયોગ કરીને ઉચ્‍ચારવું પડે છે. તેને કારણે જ સંસ્‍કૃત ભાષા સંગણક માટે સૌથી યોગ્‍ય ભાષા છે, એવો વૈજ્ઞાનિકોનો મત છે.

સર્વોત્‍કૃષ્‍ટ સંસ્‍કૃત ભાષાનું પ્રત્‍યેકને અભિમાન હોવું જોઈએ !

જો સંસ્‍કૃત ભાષાની જાદુ જોવી હોય તો આપણે સંસ્‍કૃતમાંના જુદા જુદા સાહિત્‍યનો અભ્‍યાસ કરી શકીએ. તેમાંના કેટલાંક વિશિષ્‍ટ ઉદાહરણો નીચે આપ્યા છે.

અ. ‘માઘ’ નામના એક મહાકવિ ભારતમાં થઈ ગયા. તેમણે તેમના ‘શિશુપાલવધમ્’ નામક મહાકાવ્‍યમાં કેવળ ‘ભ’ અને ‘ર’નો ઉપયોગ કરીને એક શ્‍લોક સિદ્ધ કર્યો છે. જે આ રીતે –

भूरिभिर्भारिभिभीरैर्भूभारैरभिरेभिरे ।
भेरीरेभिभिरभ्राभैरभीरुभिरिभैरिभाः ॥

– શિશુપાલવધમ્, સર્ગ ૧૯, શ્‍લોક ૬૬

અર્થ : ભૂમિને પણ વજન જણાય, એવા વાદ્યયંત્રની જેમ અવાજ કાઢનારા અને મેઘ જેવા કૃષ્‍ણવર્ણ રહેલા નીડર હાથીએ તેના શત્રુ હાથી પર આક્રમણ કર્યું.

આ. તે જ પ્રમાણે ‘કિરાતાર્જુનીયમ્’ કાવ્‍ય સંગ્રહમાં મહાકવિ ‘ભારવિ’એ કેવળ ‘ન’ નો ઉપયોગ કરીને શ્‍લોક સિદ્ધ કર્યો.

न नोननुन्नो नुन्नोनो नाना नानानना ननु ।
नुन्नोऽनन्नो ननुन्नेनो नानेना नुन्ननुन्ननुत् ॥

– કિરાતાર્જુનીયમ્, સર્ગ ૧૫, શ્‍લોક ૧૪

અર્થ : હે અનેક મુખ ધરાવતા ગણો, જે માનવી યુદ્ધમાં પોતાના કરતાં દુર્બળ દ્વારા પરાજિત થાય છે, તે સાચો માનવી નથી; જે પોતાના કરતાં દુર્બળોને પરાજિત કરે છે, તે પણ સાચો માનવી નથી. યુદ્ધમાં જે માનવીનો સ્‍વામી (માલિક) પરાજિત નથી, તે પરાજિત થઈને પણ પરાજિત કહેવાતો નથી અને ઘાયલ માનવીને ઘાયલ કરનારો સાચો માનવી નથી. (નિર્દોષ નથી.)

ઇ. આગળ જોવા જઈએ, તો ‘મહાયમક’ અલંકારમાંનો એક શ્‍લોક છે. તેનાં ચારેય પદ એકસમાન છે; પણ પ્રત્‍યેક પદનો અર્થ ભિન્‍ન છે.

विकाशमीयुर्जगतीशमार्गणा
विकाशमीयुर्जगतीशमार्गणाः ।
विकाशमीयुर्जगतीशमार्गणा
विकाशमीयुर्जगतीशमार्गणाः

કિરાતાર્જુનીયમ્, સર્ગ ૧૫, શ્‍લોક ૫૨

અર્થ : પૃથ્‍વીપતિ અર્જુનના બાણ સર્વત્ર વ્‍યાપ્‍ત થયા છે, તેને કારણે શંકરજીના બાણ ખંડિત થયા છે. આ રીતે અર્જુનનું રણકૌશલ્‍ય જોઈને દાનવાનો પરાભવ કરનારા શંકરજીના ગણ આશ્‍ચર્યચકિત થયા છે. શંકરજી અને તપસ્‍વી અર્જુનનું યુદ્ધ જોવા માટે શંકરજીના ભક્તો આકાશમાં આવ્‍યા છે.

આ વાંચીને તમને સંસ્‍કૃત ભાષાની ચતુરાઈ ધ્‍યાનમાં આવી જ હશે. ત્‍યારે ‘ભાષાણાં જનની’ રહેલી સંસ્‍કૃત ભાષાનું પ્રત્‍યેકને અભિમાન હોવું જ જોઈએ.

અંતમાં માઘ કવિએ કરેલી શ્રીકૃષ્‍ણની સ્‍તુતિ કરીને મારી લેખણીને વિરામ આપું છું.

दाददो दुद्ददुद्दादी दाददो दू ददीददोः ।
दुद्दादं दददे दुद्दे दादाददददोऽददः ॥

શિશુપાલવધમ્, સર્ગ ૧૯, શ્‍લોક ૧૧૪

અર્થ : પ્રત્‍યેકને વરદાન આપનારા, દુરાચારી માણસોનું નિવારણ કરનારા અને તેમને શુદ્ધ કરનારા, પરપીડા કરનારાઓનું નિર્દાલન કરવા માટે સમર્થ એવા બાહુથી યુક્ત એવા ભગવાન શ્રીકૃષ્‍ણએ શત્રુઓ પર પોતાનો મર્મભેદી બાણ માર્યો.

જયતુ સંસ્‍કૃતમ્ ॥

– વિશ્‍વંભર મુળે (ગોંદીકર)

(સંદર્ભ : વોટ્‍સ એપ)

Leave a Comment