અનુક્રમણિકા
વૈદિક મંત્રોનો જપ કરવા પાછળની તાકાત (સામર્થ્ય) વિજ્ઞાન દ્વારા પુરવાર !
નવી દેહલી – કઠોર પરિશ્રમ કરીને મોઢે કરેલું મગજને કેવી રીતે સહાયતા કરે છે, આ બાબત મજ્જાતંતુશાસ્ત્ર (ન્યૂરોસાયન્સ) સિદ્ધ કરે છે. મજ્જાતંતુશાસ્ત્રના અભ્યાસક ડૉ. જેમ્સ હાર્ટઝેલે ‘સંસ્કૃત ભાષાનું પરિણામ’ પહેલી જ વાર પ્રસ્થાપિત કર્યું. તે માટે તેમણે ૨૧ સંસ્કૃત પંડિતોનો અભ્યાસ કર્યો. તેમણે સંશોધન કરીને એમ બતાવી દીધું કે, વૈદિક મંત્રોનું ‘મોઢે કરવું’ મગજના સંજ્ઞાનાત્મક કાર્ય સાથે (Cognitive function) સંબંધિત ક્ષેત્રનો આકાર વૃદ્ધિંગત કરે છે. તેમાં ઓછી અને દીર્ઘકાલીન સ્મૃતિઓનો સમાવેશ છે. તેમણે કરેલા આ સંશોધનથી ‘વૈદિક મંત્રોનું પઠન કરવાથી સ્મરણશક્તિ અને વિચારશક્તિ વધે છે’ આ ભારતીય પરંપરાની શ્રદ્ધાને પુષ્ટિ મળે છે.
૧. સંશોધક ડૉ. હાર્ટઝેલના અથક પરિશ્રમ !
ડૉ. હાર્ટઝેલ સ્પેન દેશના બાસ્ક ખાતેના ‘સેંટર ઑન કોગ્નિશન, બ્રેઈન એંડ લેંગ્વેજ’ વિભાગના સ્નાતકોત્તર સંશોધક છે. તેઓ સંસ્કૃત ભાષા માટે સમર્પિત છે. તેમણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ અને ભાષાંતર કરવામાં ઘણાં વર્ષો કામ કર્યું છે અને સંસ્કૃત ભાષાનાં મગજ પર થનારા પરિણામથી આશ્ચર્યચકિત થયા છે.
૨. સંશોધન કરતી સમયે ડૉ. હાર્ટઝેલની સ્મરણશક્તિમાં વૃદ્ધિ !
ડૉ. હાર્ટઝેલ કહે છે, ‘‘મેં સંસ્કૃત ભાષાનો અભ્યાસ અને ભાષાંતર જેટલું વધારે કર્યું, તેટલી મારી સ્મરણશક્તિ વધારે સારી થઈ હોવાનું મને લાગે છે. હું વર્ગમાં આપી રહેલા એકાદ વ્યાખ્યાનની અન્ય વર્ગમાં ફરીવાર જેમની તેમ પુનરાવૃત્તિ કરતો હોવા વિશે શિક્ષક અને વિદ્યાર્થીઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે. સંસ્કૃત ભાષાનું ભાષાંતર કરનારા અન્ય કેટલાક જણે પણ તેમનામાં થયેલી આ પ્રકારની આકલનક્ષમતાની વૃદ્ધિ વિશે મને કહ્યું છે.
ભારતના વૈદિક સંસ્કૃત પંડિતો ૩ સહસ્ર વર્ષ પ્રાચીન ગ્રંથોમાંથી ૪૦ સહસ્ર થી ૧૦૦ સહસ્ર શબ્દોનો સમાવેશ રહેલા ઉતારા મોઢે કરીને જેમ હતા તેમ બોલવાનું પ્રશિક્ષણ અન્યોને વર્ષોથી આપી રહ્યા છે. સંસ્કૃતના આવા શાબ્દિક સ્મરણના કઠોર પ્રશિક્ષણને કારણે તેમના મગજનું શારીરિક સંરચના પર કેવું પરિણામ થાય છે, આ વાતનો અમારે અભ્યાસ કરવો હતો.’’
૩. ૨૧ સંસ્કૃત પંડિત અને ૨૧ સામાન્ય લોકો પર સંશોધન
ડૉ. હાર્ટઝેલનું સંશોધન એટલે સંસ્કૃત અભ્યાસકોના મગજનું પરીક્ષણ કરવાનો પ્રથમ પ્રયત્ન હતો. ભારતના ‘નેશનલ બ્રેઈન રિસર્ચ સેંટર’માં (રાષ્ટ્રીય મગજ સંશોધન કેંદ્રમાં) ડૉ. હાર્ટઝેલે ‘સ્ટ્રક્ચરલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (એમ.આય.આર.)નો ઉપયોગ કરીને ૨૧ સંસ્કૃત પંડિત અને ૨૧ સામાન્ય લોકોના મગજનું નિરીક્ષણ (સ્કૅન) કર્યું.
ડૉ. હાર્ટઝેલ કહે છે, ‘‘‘સ્ટ્રક્ચરલ એમ.આય.આર. સ્કૅનિંગમાં અમે જોયું કે, તે વિલક્ષણ હતું. પંડિતોના મગજમાંનો અધિક ભાગ સામાન્ય લોકોના મગજની તુલનામાં ઘણો વિકસિત થયો હતો. પંડિતોના બન્ને મગજ સાથે (મગજના જમણા અને ડાબા ભાગ સાથે) સંબંધિત (સેરેબ્રલ) ગોળાર્ધમાં (હેમીસ્ફિયર)’ ‘ગ્રે મેટર’ (ન્યૂરલ ટિશ્યુઝ) ૧૦ ટકાથી વધારે હોવાનું અને તેમના ‘કૉર્ટિકલ’ની (Cortical) જાડાઈમાં ઘણી વૃદ્ધિ થઈ હોવાનું દેખાઈ આવ્યું. ભલે સંસ્કૃત પંડિતોના મગજમાંના ‘ગ્રે મેટર’ની વૃદ્ધિ અને ‘કૉર્ટિકલ’ જાડાઈનાં કારણોનું અચૂક માપન કરવાનું સંશોધન કાર્ય હજી સુધી ચાલુ હોય, તો પણ તેમનામાં વધેલી સૂઝબૂઝ અને આકલનક્ષમતા સાથે તે મળતું આવે છે.’’
ડૉ. હાર્ટઝેલના અહેવાલ અનુસાર અલ્પ અને દીર્ઘકાલીન સ્મરણશક્તિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા, તેમજ ધ્વનિ, દૃશ્ય અને કાળ સાથે સંબંધિત સ્મૃતિઓના સંદર્ભમાં વિશિષ્ટતાપૂર્ણ કાર્ય કરનારા જમણા મગજમાંના ‘હિપ્પોકૅમ્પસ’ ભાગમાં ‘ગ્રે મેટર’ વધારે હોવાનું પ્રમાણ સામાન્ય વ્યક્તિ કરતાં સંસ્કૃત પંડિતોમાં વધારે હતું. બોલવામાં છંદશાસ્ત્ર (સ્પીચ પ્રૉસૉડી) અને અવાજની ઓળખાણ સાથે સંબંધિત યોગ્ય એવા જમણા મગજમાંના ‘ટેમ્પોરલ કૉર્ટેંક્સ’ ભાગ પણ સંસ્કૃત પંડિતોમાં સામાન્ય લોકો કરતાં ઘણો વધારે જાડો હતો.
૪. હજી વધારે સંશોધન કરવાની આવશ્યકતા !
મગજમાં ધ્યાનમાં આવેલા ઉપરોક્ત પાલટ એટલે સંસ્કૃત ભાષાનું પરિણામ છે, તેની ડૉ. હાર્ટઝેલને નિશ્ચિતી નથી; તેથી તેમની આગળનું સંશોધન કરવાની યોજના છે. તેમના દ્વારા ‘ધ્વનિ અને મંત્રજપનું સામર્થ્ય’ આ વિષય પર વ્યાપક સ્વરૂપમાં અભ્યાસ અને લખાણ થઈ રહ્યું છે.
ડૉ. હાર્ટઝેલના તાજેતરના અભ્યાસ અનુસાર એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, પ્રાચીન ધર્મગ્રંથોમાંના શ્લોકોનું ‘મોઢે કરવું’ અલ્ઝાયમર અને સ્મરણશક્તિ વિશે થનારા અન્ય રોગ ન્યૂન થવામાં ઉપયોગી સિદ્ધ થઈ શકે ? ભારતના આયુર્વેદિક વૈદ્યો તેને હકાર આપે છે અને કહે છે, ‘આ વિશે ભવિષ્યમાં અભ્યાસ કરવામાં આવશે, તેમજ સંસ્કૃત વિશે પણ વધારે સંશોધન કરવામાં આવશે.’
૫. પહેલાંનું સંશોધન
વર્ષ ૧૯૬૭માં ફ્રેંચ વૈદ્ય, માનસશાસ્ત્ર અને કાનના વિશેષ તજ્જ્ઞ રહેલા અલ્ફ્રેડ ટોમેટિસે પ્રતિદિન ૮ કલાક સુધી મંત્રજપ કરવાનું કઠોર વેળાપત્રક આંકેલા બેનેડિક્ટિન ભિક્ષુઓ પર જપ કરવાના પરિણામનો અભ્યાસ કર્યો. જ્યારે નવા આવેલા ધર્મગુરુએ આ ભિક્ષુઓના વેળાપત્રકમાં પાલટ કરીને તેમના જપનો સમય ઓછો કર્યો, ત્યારે ભિક્ષુઓને વધારે નિદ્રા મળતી હોવા છતાં પણ તેઓ આળસુ બની ગયા હોવાનું જોવા મળ્યું. તેમને જેટલી વધારે નિદ્રા મળી, તેટલો તેમના આળસમાં વધારો થયો. ‘જપ તેમના મગજ અને શરીરને ઉત્તેજન આપે છે’, એવો અલ્ફ્રેડ ટોમેટિસનો વિશ્વાસ હતો. તેમણે જપનું વેળાપત્રક પૂર્વવત્ કર્યા પછી ભિક્ષુ સંન્યાસી વહેલા જ ઊર્જાથી ભારિત થયા. વિશેષ એટલે ૫૦ વર્ષ પહેલાં એક ફ્રેંચ શાસ્ત્રજ્ઞએ નોંધ્યું હતું કે, ગ્રેગોરિયન મંત્રનું ઉચ્ચારણ કરનારા ખ્રિસ્તી ભિક્ષુઓની સ્મરણશક્તિ અસામાન્ય હતી.
‘વૈદિક મંત્ર અથવા શ્લોકનો જપ કરનારાઓના શરીરમાં અને સાવ નાનકડો જપ કરવાથી મનમાં ઉત્સાહ નિર્માણ થઈને આધ્યાત્મિક ઉપાય થઈ શકે છે’, એમ પણ ધ્યાનમાં આવ્યું હતું.