અનુક્રમણિકા
હિંદુઓના સહુથી વધારે કુચેષ્ટા (ટીખળભર્યા) અને વિકૃત મજાકયુક્ત એવા જે તહેવારો છે, તેમાં વટપૂર્ણિમા પછી ‘દીપ-અમાસ’ (દિવાસો)નો તહેવાર આવે છે. વ્યક્તિગત સ્તર પર આ અમાસ ઊજવવાનો દરેકને હક છે; પણ ‘દીપ-પૂજનને બદલે કેવળ ‘ગટર અમાસ’ તરીકે તેને સર્વત્ર અપકીર્તિ મળવી ન જોઈએ’, એમ લાગે છે. આપણે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ આપણા તહેવારોનું શા માટે વિડંબન કરવું જોઈએ ? ઊલટું મહારાષ્ટ્રની સર્વ જાતિઓના લાખો ઘરોમાં ઘણાં ભક્તિભાવથી આ દિવસે દીપપૂજન કરવામાં આવે છે. તેથી આપણે આપણાં તહેવારોનું વિડંબન કરવાનું ટાળવું જોઈએ.
૧. ગતાહારી (જે આહાર ગયો છે તે) અમાસ
આપણે ત્યાં અષાઢ માસની અમાસ પછી આહારમાં ફેરફાર કરવામાં આવે છે. આ દિવસને ‘ગતાહારી (જે આહાર ગયો છે તે) અમાસ’ એમ પણ કહેવાય છે. આપણા દરેક તહેવારોના નામ સંસ્કૃત પર આધારિત છે. Gutter આ અંગ્રેજી શબ્દ ‘દીપ-અમાસ’ સાથે અડપલું કરીને જોડી દેવામાં આવ્યો છે. ‘આપણી લાયકાત ગટરમાં આળોટવાની છે’, એવી રીતે આપણી માનહાનિ કરવામાં આવી અને દુર્ભાગ્ય એ છે કે, આપણે તે સત્ય છે એમ પુરવાર કરવા માટે તેની પાછળ પડી ગયા છીએ. ખરું જોતાં આપણે આપણી મહાન હિંદુ સંસ્કૃતિનું ભાન રાખવું જોઈએ. આપણાં દરેક તહેવાર વિશેષ છે. આપણા તહેવારોની તુલના કોઈ પણ કરી ન શકે.
૨. ગટર (Gutter) નહીં; પણ ગતાહાર !
ગત એટલે વીતેલું, જૂનું, ગયેલું, જે હવે નથી તે, આહાર એટલે ભોજન. ગત + આહાર = ગતાહાર. જેમ શાક + આહારી = શાકાહારી તેવી રીતે ગત + આહારી = ગતાહારી. ગત + આહારી + અમાસ = ગતાહારી અમાસ. આ દિવસે દીપપૂજન કરવામાં આવે છે.
૩. દીપ-અમાસથી આહારમાં
પરિવર્તન થવા પાછળનાં વૈજ્ઞાનિક કારણો
સહસ્રો વર્ષોની પરંપરા ધરાવતા આપણાં ધર્મમાં એની પાછળ રહેલું વિજ્ઞાન પણ સમાયેલું છે જ. અગાઉ આ દિવસે માંસાહાર કરીને ગૌરી (દેવી)-ભોજન સુધી માંસાહાર બંધ રાખવામાં આવતો હતો. પ્રાણીઓના શરીરમાંથી વિશ્વભરમાં ફેલાયેલો કોરોના લાખો લોકોના પ્રાણ લઈ રહ્યો છે. ઓછામાં ઓછું આવનારા વરસાદના દિવસોમાં માંસાહાર બંધ રાખવાની તીવ્ર આવશ્યકતા અને આપણી પ્રથાઓ આપણા પૂર્વજોએ કેટલી અગમચેતી રાખીને આયોજિત કરી છે, એ આ બાબત પરથી વિશેષતાથી રેખાંકિત થાય છે.
૧. ભીના વરસાદી વાતાવરમાં માંસાહારનું પાચન બરાબર થતું નથી.
૨. ઘણાંખરાં પ્રાણીઓનો આ સમય એટલે પ્રજનનકાળ હોય છે. આ જ સમયગાળામાં પ્રાણીઓની હત્યા કરવામાં આવે, તો નવા પ્રાણીઓનો જન્મ થશે જ નહીં; તો પછી સમગ્ર વર્ષ દરમ્યાન પ્રાણીઓ ખાવા ક્યાંથી મળવાના ? આની સમગ્ર નિસર્ગ ચક્ર પર જ અવળી અસર થાય છે. તેથી કોળી (માછીમાર) ભાઈઓ આ સમયગાળામાં માછીમારી કરતા નથી અને શાસનતંત્ર દ્વારા પણ માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
૩. આ દિવસોમાં બહારના ભેજવાળાં વાતાવરણને કારણે પ્રાણીઓના શરીરની અંદર અને ચામડી પર અનેક જીવલેણ જંતુઓ હોવાની શક્યતા હોય છે. માંસાહારી પદાર્થો રાંધતી વેળાએ જંતુઓનો સંપૂર્ણ નાશ ન થવાથી તેમનો પણ ખાનારાઓને ત્રાસ થઈ શકે છે. માંસ અથવા માછલાં બરાબર જાળવી નહીં રાખવાથી વાતાવરણમાં રહેલો ભેજ અને હવામાં વૃદ્ધિંગત થયેલ જંતુઓના કારણે તેમની સડી જવાની (કોહવાની) પ્રક્રિયા વધુ ઝડપી બને છે.
૪. આજે વિવિધ રસીઓ, અત્યંત અસરકારક પ્રતિજૈવિકો (ઍન્ટિ-બાયોટિક્સ) અને દવાઓ ઉપલબ્ધ હોવા છતાં પણ વિવિધ ચેપી ઘટકો પર અંકુશ મૂકવાનું અઘરું બન્યું છે, અનેક ઘાતક રોગોના જીવલેણ રોગચાળાં આ પ્રાણીઓના શરીર પર વધતાં જનારા જંતુઓને કારણે ફેલાય છે; તેથી આ દિવસોમાં માંસાહાર ટાળવાથી જંતુઓનો ચેપ લાગવાનો ભય અલ્પ થાય છે.
૪. દીપ-અમાસથી શાકાહાર
કરવા પાછળનાં શાસ્ત્રીય કારણો
૧. અત્યંત દુર્લભ અને પ્રકૃતિને પોષક એવી અનેક શાકભાજીઓ આ જ સમયગાળામાં ઊગે છે. સમગ્ર વર્ષ દરમ્યાન આ શાકભાજીઓ ફરીથી જોવા મળતી નથી. શાકાહાર કરવાથી આવી શાકભાજીઓ આપમેળે ખવાય છે.
૨. માંસાહારની સરખામણીમાં શાકાહારનું આ દિવસોમાં સરખું પાચન થાય છે.
૩. વિવિધ ઉપવાસના દિવસોમાં આરોગવામાં આવનારા કંદમૂળોના આહારથી તેમાં રહેલાં અનેક દુર્લભ ખનિજ-દ્રવ્યો અને ઉપયોગી પોષક ઘટકોનો શરીરને આપમેળે લાભ થાય છે.
૪. કાયમ માંસાહાર કરનારાઓની પચનસંસ્થા પર નિત્ય આવનારો તણાવ આ શાકાહારી ફેરફારને કારણે કેટલાક સમય માટે અલ્પ થાય છે.
આવાં સર્વ કારણોને લીધે દીપ-અમાસ સાથે ધાર્મિક આચારનો સાથ આપવાથી આપમેળે નિસર્ગનું સમતોલન સાધ્ય થાય છે. તેથી દીપ-અમાસની અપકીર્તિ કરવાનું ટાળો અને ધાર્મિક વૃત્તિ વધારનારો શ્રાવણ માસ અવશ્ય પાળો.