અનુક્રમણિકા
૧. રાતા શીમાળાનાં ફૂલો
૧ અ. પરિચય
‘સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચ માસમાં પાન ન રહેલું, પણ લાલ રંગના ફૂલોથી ખીલેલું અને થડ પર જાડા કાંટા રહેલું વૃક્ષ તરત જ નજરે ચડે છે. તેને રાતો શીમાળો કહે છે. (છાયાચિત્ર જુઓ.) આ ઝાડ સર્વત્ર જોવા મળે છે. ફેબ્રુઆરી-માર્ચ માસમાં આ ઝાડ નીચે ઘણાં ફૂલો પડેલા જોવા મળે છે. આ ફૂલો ઢોર રુચિથી ખાય છે. આ ઝાડ પર આગળ થોડા દિવસો પછી જીંડવા સિદ્ધ થાય છે. તે જીંડવામાંથી કપાસ નીકળે છે. આ કપાસનો ઉપયોગ ઓશીકા, ગાદલાં ઇત્યાદિ બનાવવા માટે કરે છે. રાતા શીમાળાનો કપાસ ઠંડા ગુણધર્મનો હોય છે.
૧ આ. રાતા શીમાળાના ફૂલોનો ઔષધી ઉપયોગ
પુણેના શ્રી. અરવિંદ જોશી નામના સંશોધક વૃત્તિ ધરાવતા સદ્ગૃહસ્થે વિવિધ ભારતીય ઉપચારપદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે. તેમણે તેમની સંશોધક વૃત્તિથી આ ફૂલોના ઔષધી ગુણધર્મ શોધીને તેમનો અનેક જણને લાભ કરાવી આપ્યો છે. આ ફૂલોથી લાભ થયા હોવાના અનેક ઉદાહરણો છે. તેમનો એક લેખ વાંચીને મેં કેટલાક રુગ્ણોને આ ફૂલો આપ્યાં, તેનો તેમને પણ પુષ્કળ લાભ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું. શ્રી. અરવિંદ જોશીએ સદર વિશીષ્ટતાપૂર્ણ સંશોધન કર્યું હોવાથી હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
રાતા શીમાળાનાં ફૂલોનો ઉપયોગ નીચે આપ્યા પ્રમાણે કરવો. ઝાડ પરથી સ્વચ્છ જગ્યાએ પડેલાં રાતા શીમાળાનાં ફૂલો ભેગા કરીને તે ધોયા વિના તડકે સૂકવવા અને મિક્સરમાં તેનું ઝીણું ચૂર્ણ બનાવી રાખવું. આ ચૂર્ણ સવાર-સાંજ નયણે કોઠે પ્રતિદિન ૧ ચમચીના પ્રમાણમાં લેવું. એવું ૩ મહિના કરવું. આ ફૂલો સામાન્ય રીતે એક માસ સુધી જ ઉપલબ્ધ હોય છે. તેથી આપણને આવશ્યક તે પ્રમાણમાં તે ભેગા કરી રાખીને તેનું ચૂર્ણ બનાવીને રાખવું. આ ચૂર્ણ નિયમિત લેવાથી સ્નાયુ, તેમજ સાંધા અને હાડકાંનો દુખાવો મટી જાય છે, તેવો અનુભવ છે. સંધિવા, ગોઠણ દુઃખવા, દાદરો ચડતા-ઉતરતાં ગોઠણ દુખવા, પગની ઘૂંટી દુઃખવી અથવા સોજો ચડવો, ખભા દુઃખવા, કોણી, કાંડા, ડોક, પીઠ, કેડ દુખવા ઇત્યાદિ વિકારો પર આ ચૂર્ણનો પુષ્કળ લાભ થાય છે.
૨. મકાઈના ડોડામાં રહેલા વાળ
શિયાળામાં મકાઈના ડોડા સર્વત્ર ઉપલબ્ધ હોય છે. દેહલી ખાતેના જ્યેષ્ઠ અને સુપ્રસિદ્ધ વૈદ્યરાજ સુભાષ શર્મા મકાઈના ડોડામાં રહેલા વાળ મૂત્રમાર્ગના વિકારો માટે પુષ્કળ ઉપયોગ કરે છે. તેમની પાસેથી હું તેના ગુણધર્મ શીખી શક્યો, તે માટે હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
મકાઈના વાળ પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિ પર અપ્રતિમ ઔષધી છે. પથરી પાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. મૂત્ર સમયે બળતરા થવી, ગળામાં અને છાતીમાં બળતરા થવી, મૂત્ર થોભી થોભીને થવું, પેશાબ કરતા ઉતાવળ થવી, પેશાબ ચાલુ થવામાં સમય લાગવો, પેશાબ ડહોળો થવો અને પેશાબને દુર્ગંધ આવવા જેવા વિકારોમાં આ ઘણું જ ઉપયોગી છે. તેનો ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે કરવો.
મકાઈના ડોડામાંના વાળ નાખી દેવાને બદલે ભેગા કરીને ધોઈને તડકે સૂકવી રાખવા. આપણા હાથની આંગળીઓ પૂર્ણ રીતે અંદરની બાજુએ વાળીને, તેના નખો તે હાથની હથેળીમાં મૂકવાથી જે મૂઠ બને છે, તેમાં સમાય તે પ્રમાણમાં (આને આયુર્વેદમાં ‘અંતર્નખમુષ્ટી પ્રમાણ’ કહે છે.) મકાઈના વાળ લઈને તેમાં ૨ વાટકી પાણી નાખીને ઉકાળીને ૧ વાટકી ઉકાળો બનાવવો. આ ઉકાળો ગાળીને સવારે નયણા કોઠે પીવો. ઉકાળો બનાવ્યા પછી જે નીચોવણ કે કૂચો રહે છે, તેમાં સાંજે ફરીવાર બે વાટકી પાણી નાખીને ૧ વાટકી ઉકાળો બનાવવો અને તે લઈને પછી તે કૂચો નાખી દેવો. એવું વધારેમાં વધારે ૧ માસ કરવું. (પછી જો ઔષધ ચાલુ રાખવું હોય, તો વૈદ્યના સમાદેશ (સલાહ) પ્રમાણે કરવું.)’
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૩.૨.૨૦૨૧)