અનુક્રમણિકા
કાળ અનુસાર ‘સ્વભાવદોષ અને અહં નિર્મૂલન પ્રક્રિયા’ માટે પ્રયત્નોનું અનન્યસાધારણ મહત્ત્વ છે. પ્રક્રિયા પ્રભાવશાળી બનાવવા માટે કરવાના નિયમિત પ્રયત્નોમાંનો મહત્ત્વપૂર્ણ પરિબળ અર્થાત્ ‘સ્વયંસૂચના’ બનાવવી ! સ્વયંસૂચના યોગ્ય ‘સ્વયંસૂચના પદ્ધતિ’ અનુસાર આપવાથી સાધકોના સ્વભાવદોષ અને અહંની તીવ્રતામાં લક્ષણીય રીતે ઘટાડો થાય છે. પરિણામે તેમના આનંદમાં અભિવૃદ્ધિ થાય છે. તેથી વિવિધ સ્વયંસૂચના પદ્ધતિની વિગતવાર જાણકારી અને માર્ગદર્શક સૂત્રો લેખ દ્વારા પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે સ્વયંસૂચના પદ્ધતિ ‘આ ૧’ જોઈશું.
‘કેટલીકવાર અન્ય વ્યક્તિની ભૂલને કારણે મન પર તણાવ નિર્માણ થવો અથવા ચિંતા થવી ઇત્યાદિ પ્રકારની અયોગ્ય પ્રતિક્રિયા મનમાં આવે છે. સદર અયોગ્ય પ્રતિક્રિયાઓ પર માત કરવા માટે પોતે યોગ્ય દૃષ્ટિકોણ લેવા સાથે જ સામેની વ્યક્તિમાં પણ સુધાર થવો આવશ્યક છે. આવા સમયે અધિકારી વ્યક્તિ (અર્થાત્ વાલી, શિક્ષક, પ્રાધ્યાપક, કાર્યાલયના પ્રમુખ (માલિક), ઉત્તરદાયી સાધક) તેમના અધિકારક્ષેત્રમાંની વ્યક્તિઓ વિશે ‘આ ૧’ સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરીને સ્વયંસૂચના બનાવી શકે છે. માતા-પિતાએ બાળકોના સંદર્ભમાં, શિક્ષક અને પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓ વિશે, કાર્યાલયના પ્રમુખોએ કર્મચારીઓ વિશે, તેમજ ઉત્તરદાયી સાધકોએ તેમની સાથે સંબંધિત સાધકો વિશે સદર સ્વયંસૂચના પદ્ધતિથી સ્વયંસૂચના આપવાથી તેમને તણાવ-નિર્મૂલન માટે સહાયતા થાય છે.
૧. અધિકારી વ્યક્તિ સામ,
દામ, દંડ, ભેદ અનુસાર ઉપાયયોજના
કરીને પોતાના મન પરનો તણાવ દૂર કરી શકવા
બાળકો, વિદ્યાર્થી, કર્મચારીઓ દ્વારા અયોગ્ય વર્તન થતું હોય તો અધિકારી વ્યક્તિ તેને સામ, દામ, દંડ અને ભેદ આ સોપાન અનુસાર ભાન કરાવી આપી શકે છે. વ્યક્તિ અને પરિસ્થિતિ અનુસાર વિવિધ ઉપાયયોજના કરીને, અર્થાત્ પ્રથમ સ્તર પર સમજાવીને કહીને, ભૂલ માટે આર્થિક ભરપાઈ લઈને, તેમ છતાં પણ સુધાર થતો ન હોય તો કઠોર શબ્દોમાં વઢીને અને ત્યાર પછી પણ અપેક્ષિત પાલટ ન થાય તો શિક્ષાનો અવલંબ કરીને અધિકારક્ષેત્રમાંની વ્યક્તિઓને ભાન કરાવી શકે છે.
‘આ સ્વયંસૂચના પદ્ધતિ અનુસાર સ્વયંસૂચના કેવી રીતે બનાવવી ?’, આ વિશે આગળ જણાવ્યું છે.
૨. સાધક-વાલીઓએ લેવાની સૂચના
૨ અ. પ્રસંગ
સાગર શાળાનો વિદ્યાર્થી છે અને તે પ્રતિદિન સંપૂર્ણ સમય રમતમાં પસાર કરે છે અને જરાય અભ્યાસ કરતો નથી.
૨ આ. સ્વયંસૂચના
‘જ્યારે સાગર શાળાનો અભ્યાસ કરવાને બદલે સંપૂર્ણ દિવસ રમવામાં પસાર કરશે, ત્યારે તેના પર અભ્યાસનું મહત્ત્વ અંકિત કરવા માટે હું તેને સ્વયંસૂચના બનાવી આપીશ અને તે સ્વયંસૂચના નિયમિત રીતે લેવા માટે સહાયતા કરીશ.’
આવા પ્રસંગમાં સ્વયંસૂચનામાં ‘અભ્યાસ ન કરવાથી તે નાપાસ થશે અને તેના સર્વ મિત્રો આગળના વર્ગમાં જશે’, આવો દૃષ્ટિકોણ ધરાવતી સ્વયંસૂચના સાગરને કરી આપીશ’, એમ પણ લઈ શકાય. (અહીં ‘અભ્યાસ ન કરવાથી તે અનુત્તીર્ણ થશે અને તેના સર્વ મિત્રો આગળના ધોરણમાં જશે’, આ દૃષ્ટિકોણ બાળકમાં અભ્યાસ વિશે ડર નિર્માણ કરવા માટે આપ્યો હોવાને બદલે તેના પર અભ્યાસનું મહત્ત્વ અંકિત થવા માટે આપ્યો છે.)
૨ ઇ. વાલીઓએ આપવાની સ્વયંસૂચનામાં
સામેલ કરવાનો દૃષ્ટિકોણ બાળકને ગળે ઉતરે એવો હોવો જોઈએ !
વાલીઓએ ઉપર જણાવ્યા પ્રમાણે સ્વયંસૂચના બનાવતી વેળાએ બાળકના અયોગ્ય વર્તન વિશે ‘કયો દૃષ્ટિકોણ આપવાથી તેના ગળે ઉતરશે ?’, આ વાત તેની સાથે સંવાદ કરીને જાણી લેવી અને સ્વયંસૂચનામાં તે દૃષ્ટિકોણ જોડવો. બાળકની વય સંવાદ કરવા જેટલી મોટી હોય તો આ પર્યાય બરાબર છે; પરંતુ વય નાની હોય એવા બાળક વિશે ‘યોગ્ય દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ ?’, આ વિશે વાલીઓ પોતે નક્કી કરી શકે છે.
૩. ઉત્તરદાયી સાધકોએ લેવાની સ્વયંસૂચના
ઘણીવાર ભાન કરાવી આપ્યું હોવા છતાં સાધનાની દૃષ્ટિએ અપેક્ષિત એવા પ્રયત્નો ન કરનારા અથવા સેવા અંતર્ગત તેની તે જ ભૂલો કરનારા સાધકોના ઉત્તરદાયી સાધકોએ (પ્રસારસેવક, જિલ્લાસેવક, સમિતિસેવક, આશ્રમસેવક, વ્યષ્ટિતારણ લેનારા સેવક ઇત્યાદિઓએ) નીચે જણાવ્યા પ્રમાણે સ્વયંસૂચના આપવી. તેથી સાધકો સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવાનું ફાવીને કાર્ય અને સાધનાની ફળનિષ્પત્તિ વૃદ્ધિંગત થશે.
૩ અ. પ્રથમ ઉદાહરણ
૩ અ ૧. પ્રસંગ : અમોલ સેવામાં મોડું કરે છે. તેથી કાર્યમાં અનેક અડચણો આવે છે. તેનું ભાન કરાવી દેવા છતાં પણ તેના દ્વારા વારંવાર તે જ ભૂલ થાય છે.
૩ અ ૨. સ્વયંસૂચના : ‘જ્યારે અમોલ દ્વારા સેવા સમયસર પૂર્ણ થવામાં મોડું થતું હશે, ત્યારે ‘તેના દ્વારા સેવા કરવામાં મોડું શા માટે થાય છે ?’, આ વાત હું જાણી લઈશ અને તે અનુસાર સહાય્યરૂપ ઉપાયયોજના કરીશ.’ (અહીં ‘સેવાની સમયમર્યાદા પહેલાં હું અમોલને કેડે પડીને તેને સમય-સમય પર તારણ આપવા માટે કહીશ’ અથવા ‘સેવા સમયસર પૂર્ણ થવા માટે તેને સહસાધકોની સહાયતા લેવા માટે કહીને સેવા સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કહીશ’, આવા પ્રકારના વિશિષ્ટ ઉપાયયોજના ધરાવનારા દૃષ્ટિકોણ રાખી શકાય.)
૩ આ. દ્વિતીય ઉદાહરણ
૩ આ ૧. પ્રસંગ : સંધ્યાને આધ્યાત્મિક ત્રાસને કારણે ૫ કલાક નામજપ કરવા માટે સંતોએ કહ્યું છે, તો પણ તે નિયમિત રીતે નામજપ કરતી નથી.
૩ આ ૨. સ્વયંસૂચના (‘એકજ પ્રસંગમાં ૨ જુદી જુદી પદ્ધતિથી સ્વયંસૂચના કેવી રીતે આપી શકાય ?’, આ વિશેની જાણકારી નીચે આપી છે.)
અ. ‘જ્યારે સંધ્યા પ્રતિદિન ૫ કલાક નામજપ કરવાને બદલે સેવાને પ્રાધાન્ય આપશે, ત્યારે હું તેના મન પર નામજપનું મહત્ત્વ અંકિત કરવા માટે તેને સ્વયંસૂચના સત્ર કરવાનું કહીશ.
આ. ‘જ્યારે સંધ્યાએ ૫ કલાક નામજપ અધૂરો મૂકીને સેવાને પ્રાધાન્ય આપ્યું હોવાની જાણ થશે, ત્યારે નામજપ પૂર્ણ થાય એ માટે હું વચમાં વચમાં તેનું તારણ લઈશ.’
૩ ઇ. ઉત્તરદાયી સાધકોએ કરવાની પ્રાર્થના
ઉત્તરદાયી સાધકોનો જુદી જુદી પ્રકૃતિ (સ્વભાવ) ધરાવનારા સાધકો સાથે સંબંધ આવતો હોય છે. ‘તે બધા સાથે વ્યવહાર કરવાનું ફાવે’, એ માટે આગળ જણાવ્યા પ્રમાણે પ્રાર્થના કરી શકાય, ‘હે ભગવાન, સર્વ સાધકોના સ્વભાવ વિશે તમેજ જાણો છો. ‘આ સાધકો દ્વારા સાધના અને સેવા કેવી રીતે કરાવી લેવી ? ‘તેમના માટે ઉપયોગી ઉપાયયોજના કેવી રીતે શોધવી ?’, તે તમે જ મને શીખવો’, એવી પ્રાર્થના છે.’
૪. અધિકારી વ્યક્તિઓનું
ગુણસંવર્ધન થવા માટે ‘આ ૧’ પદ્ધતિ સહાયતારૂપ !
અધિકારી વ્યક્તિઓએ અધિકારક્ષેત્રમાંની વ્યક્તિઓ માટે ‘પ્રત્યેક સમયે શિક્ષા પદ્ધતિનો અવલંબ કરવો જોઈએ’, એમ નથી. ક્યારેક પ્રેમથી સમજાવીને, તો ક્યારેક કઠોર શબ્દોમાં ભાન કરાવી આપીને તેમને યોગ્ય કૃતિનું ભાન કરાવી આપી અને પ્રત્યેકના સ્વભાવ અનુસાર તેમનામાં પાલટ થવા માટે જે આવશ્યક છે, તેમ કરવું અપેક્ષિત છે. તેનાથી અધિકારી વ્યક્તિઓનું ગુણસંવર્ધન થવામાં પણ સહાયતા થશે.
‘આ ૧’ સ્વયંસૂચના પદ્ધતિથી સ્વયંસૂચના આપવાથી વાલીઓ, ઉત્તરદાયી સાધકો, માલિકો ઇત્યાદિઓનું શીઘ્રતાથી તણાવ-નિર્મૂલન થાય છે જ; પણ તે સાથે બાળકો, સાધકો, તેમજ કર્મચારીઓ દ્વારા પણ યોગ્ય કૃતિ થવાનો આરંભ થાય છે.
કેટલીકવાર અધિકારી વ્યક્તિઓને બાળકો, કર્મચારી અને અન્ય સાધકો પાસેથી વ્યાજબી કરતાં વધારે અપેક્ષા હોય છે. આવા સમયે અપેક્ષા ઓછી થવા માટે વાલીઓ, માલિકો, ઉત્તરદાયી સાધકોએ ‘અ ૧’ અથવા ‘અ ૨’ સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરીને સ્વયંસૂચના આપવી.
(આ વિષયની વધુ જાણકારી ‘સ્વયંસૂચનાઓ દ્વારા સ્વભાવદોષ-નિર્મૂલન’ આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથમાં આપી છે.)