વિવિધ અઘરા પ્રસંગોનો સામનો કરવા માટે પ્રસંગનો મહાવરો કરવા ઉપયોગમાં લેવાતી ‘અ ૩’ સ્વયંસૂચના પદ્ધતિ !

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ

કાળ અનુસાર સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયાના પ્રયત્નોને અનન્‍યસાધારણ મહત્ત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે હાથ ધરવા માટે કરવાના નિયમિત પ્રયત્નોમાંથી મહત્ત્વનું પરિબળ એટલે સ્‍વયંસૂચના બનાવવી ! સ્‍વયંસૂચના યોગ્‍ય ‘સ્‍વયંસૂચના પદ્ધતિ’ પ્રમાણે આપવાથી સાધકોમાંના સ્‍વભાવદોષ અને અહમ્‌ની તીવ્રતા લક્ષણીય રીતે ઓછી થતી હોય છે. પરિણામ સ્‍વરૂપ તેમના આનંદમાં વૃદ્ધિ થાય છે. એ માટે વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિઓની વિગતવાર માહિતી અને માર્ગદર્શક સૂત્રો લેખ દ્વારા પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે સ્‍વયંસચૂના પદ્ધતિ ‘અ ૩’ જોઈશું.

‘દૈનંદિન જીવનમાંના વિવિધ પ્રસંગોનો સામનો કરતી વેળાએ કેટલાકના મન પર દબાણ આવે છે. ભીડની જગ્‍યાએે એકલા પ્રવાસ કરવાનો ડર લાગવો, અવરજવરનાં માર્ગ પર વાહન ચલાવવાનો આત્‍મવિશ્‍વાસ ન હોવો, એવા પ્રસંગો એમના બાબતે વારંવાર થતાં હોય છે.

ઘણા સાધકોને બીક લાગવી, મનમોકળાશનો અભાવ, જેવી અડચણોનો સામનો કરવો પડે છે. ‘સભા સામે ભાષણ કરવાનું ધૈર્ય’ન હોવાથી કાર્યક્રમનું સૂત્રસંચાલન કરવું, સભા અથવા બેઠકમાં વિષય પ્રસ્‍તુત કરવો, સાધકોનો સત્‍સંગ લેવો ઇત્‍યાદિ સેવા કરવાની તેમને બીક  લાગે છે. કેટલાક સાધકોને બેઠકમાં અથવા સંગણકીય પ્રણાલી પરના સત્‍સંગમાં અથવા ઉત્તરદાયી સાધકોને પોતાની ભૂલો કહેવાનો તણાવ આવે છે. આવા સમયે ‘અ ૩’ આ સ્‍વયંસૂચના પદ્ધતિ દ્વારા સ્‍વયંસૂચના આપી શકાય. તેને કારણે બીક લાગવી અથવા તણાવ ધીમે ધીમે ઓછા થવા લાગે છે.

 

૧. વ્યક્તિત્વમાંના નીચે પ્રમાણેનાં સ્‍વભાવદોષ
નષ્‍ટ કરવા માટે આ  સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરવો.

ચિકાટી ન હોવી, નેતૃત્ત્વનો અભાવ, ગંભીર સ્‍વભાવ, આત્‍મવિશ્‍વાસનો અભાવ, નમતું લેવું, લધુતાગ્રંથિ ઇત્‍યાદિ સ્વભાવદોષ માટે લેવાની  સ્‍વયંસૂચનાઓની વાક્ય રચના ચાલુ વર્તમાનકાળમાં કરવી. આ સ્‍વયંસૂચના પદ્ધતિથી બનાવેલી સ્‍વયંસૂચનાઓ ૮ થી ૧૦ વાક્યોની હોવાથી અભ્‍યાસસત્રના  સમયે કેવળ એકજ વાર બોલવી. (અન્‍ય સ્‍વયંસૂચના પદ્ધતિ પ્રમાણે બનાવેલી સ્‍વયંસૂચના ૩-૪ વાક્યોમાં હોવાથી એક અભ્‍યાસસત્રમાં ૫ વાર બોલવામાં આવે છે.)

 

૨. સ્‍વયંસૂચનાઓનાં ઉદાહરણો

૨ અ. ઉદાહરણ ક્ર. ૧

૨ અ ૧. પ્રસંગ : આદિતીને ‘પોતાનાથી પ્રસાર સેવામાં થયેલી ભૂલ સંતોને કહેવી નહીં’, એમ લાગે છે. ભૂલ કહેતી  સમયે તેને રડવુ આવે છે.

૨ અ ૨. સ્‍વયંસૂચના

અ. ‘સંતોને ભૂલ કહેવા પહેલાં હું ચિંતન કરી રહી છું.

આ. ‘સંતોને ભૂલ કહેવાથી મારું મન હળવું થવાનું છે’, આ સકારાત્‍મક વિચાર રાખીને ભૂલ કહેવા માટે હું એમને ભ્રમણભાષ કરી રહી છું.

ઇ. ‘એ ભૂલ થવા પાછળ મારી કઈ અયોગ્‍ય વિચારપ્રક્રિયા હતી ?’, એ હું સંતોને અંતર્મુખ થઈને કહી રહી છું. હું નિશ્‍ચિંત થઈને અને સહજતાથી ભૂલ કહી શકું છું. ભાવનાશીલ થવા સામે હું માત કરી રહી છું.

ઈ. સંતોએ કહેલાં દૃષ્‍ટિકોણ સાંભળ્યા પછી ‘મારે આ ભૂલમાંથી શીખવું છે’, એનું મને ભાન થઈ રહ્યું છે.

ઉ. સંતોનાં ચરણોમાં મનોમન કૃતજ્ઞતા વ્‍યક્ત કરીને હું ભ્રમણભાષ બંધ કરી રહી છું.

ઊ. ‘સંતોને ભૂલ કહેતી વેળાએ મને રડવું આવશે, બોલતી સમયે હું થોથવાઈશ, ભૂલ સ્‍પષ્‍ટ કહેતી સમયે અડચણ આવશે’, એવું મને લાગતું હતું; પરંતુ તેવું કશુંજ બન્‍યું ન હોવાથી મને આનંદ થઈ રહ્યો છે.’

૨ આ. ઉદાહરણ ક્ર. ૨

૨ આ ૧. પ્રસંગ : સાગરને ઉત્તરદાયી સાધકે ધર્મપ્રેમીઓની બેઠકમાં રાષ્‍ટ્ર અને ધર્મ પર થતાં પ્રહારો વિશે વિષય પ્રસ્‍તુત કરવા માટે કહ્યું છે; પણ ‘મને આટલા બધાની સામે બોલતાં ફાવશે નહીં’, આ વિચારથી એને ડર લાગે છે.

૨ આ ૨. સ્‍વયંસૂચના

અ. ‘ઉત્તરદાયી સાધકોના માધ્‍યમ દ્વારા ભગવાન જ મને બેઠકમાં વિષય પ્રસ્‍તુત કરવાની સેવા કહી રહ્યા છે. મારું મન શાંત, પ્રસન્‍ન, હળવું થઈ રહ્યું છે.

આ. હું સાધકો પાસેથી વિષય પ્રસ્‍તુત કરવાની પદ્ધતિ સમજી રહ્યો છું.

ઇ. બેઠકમાં પ્રસ્‍તુત કરવાનાં સૂત્રો હું ટૂંકમાં એક કાગળમાં લખીને એ સૂત્રોનો અભ્‍યાસ કરી રહ્યો છું.

ઈ. અભ્‍યાસ કરેલાં સૂત્રો મોટા આવાજમાં અન્‍ય લોકોને સમજાવીને કહેવાનો હું મહાવરો કરી રહ્યો છું.

ઉ. હું બેઠક પહેલાં વિષયનું શાંતિથી ફરી એકવાર વાચન કરી રહ્યો છું. એ બધાંજ સૂત્રોનું મને એક પછી એક સ્‍મરણ થઈ રહ્યું છે.

ઊ. બેઠકનો આરંભ કરવા પહેલાં હું ઈશ્‍વરને શરણાગતિ અને તાલાવેલીથી પ્રાર્થના કરી રહ્યો છું.

એ. બેઠકનો આરંભ થયા પછી હું બધાંજ સૂત્રો શાંતિથી અને ક્રમવાર પ્રમાણે ઉચિત ઉદાહરણો સહિત પ્રસ્‍તુત કરી રહ્યો છું.

ઐ. ગંભીર સૂત્રો પ્રસ્‍તુત કરતી સમયે મારા ચહેરા પર ગંભીર ભાવ છે. અન્‍ય સમયે મારા ચહેરા પર સહેજભાવ છે.

ઓ. ‘હું બધાની સામે આત્‍મવિશ્‍વાસથી જોઈ શકીશ નહીં, તેમના પ્રશ્‍નોનો સ્‍પષ્‍ટ રીતે ઉત્તર આપી શકીશ નહીં, બોલતી સમયે મને ડર લાગશે, હું વચ્‍ચેજ વિષય ભૂલી જઈશ’, એમ મને લાગતું હતું; પરંતુ એવું કાંઈ જ થયું નહીં અને હું આત્‍મવિશ્‍વાસથી વિષય પ્રસ્‍તુત કરી શક્યો અને તેને સારો પ્રતિસાદ મળ્યો; એટલે મને આનંદ થયો છે.’

સાધકોએ ઉપર પ્રમાણે સ્‍વયંસૂચના બનાવવી અને એ સ્‍વયંસૂચના  સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી. અઘરા પ્રસંગોનો યશસ્‍વી રીતે સામનો કરી શકાય, એ માટે આ પ્રમાણે સ્‍વયંસૂચના લઈએ, તો પણ મનના મૂળ ડરના મૂળ વિચારો માટે અથવા પ્રસંગ અનુસાર ધ્‍યાનમાં આવેલા મૂળ સ્‍વભાવદોષ માટે ‘અ ૧’ આ સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરીને સ્‍વયંસૂચના આપવી, એટલે એ સ્‍વભાવદોષ મૂળથી નષ્‍ટ થશે.

(આ વિષયની વધુ જાણકારી ‘સ્‍વયંસૂચનાઓ દ્વારા સ્‍વભાવદોષ-નિર્મૂલન’ આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથમાં આપી છે.)

 શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૩.૧૨.૨૦૧૭)

Leave a Comment